અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ શિક્ષા સંકુલ ખાતે પણ ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ પરિસરમાં આવેલા બાજી ગૌરી ઓપન એર થિયેટર ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વનિતા વિશ્રામ ના ચેરમેન કૃપલાણી દેસાઈ, વાઈસ ચેરમેન પ્રવીણ વોરા, સેક્રેટરી મનહર દેસાઈ અને પૂર્વ કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર હજાર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ડાન્સ, લોકનૃત્ય અને નાટક વગેરે રજૂ કરી વિદ્યાર્થીઓએ સૌને મનોરંજન પુરૂ પાડ્યું હતું. આભાર વિધિ સાથે સમારોહનું સમાપન થયું હતું.
Recent Posts
- રન ફોર ગર્લ ચાઈલ્ડ મેરેથોનની પૂર્વ ઈવેન્ટ Empower Summit યોજાઈ
- ઉત્કૃષ્ટતા અને સિદ્ધિનું ઉજવણી
- શિયાળામાં ઉર્જાનો સંચાર: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની તાજગીભરી સવારો
- ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા તૈયાર થયેલા અર્બન ફોરેસ્ટ પર SVNITનું સંશોધન: અર્બન ફોરેસ્ટના કારણે હવામાંના ઝેરી તત્ત્વોને નાથવામાં સફળતા!
- સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની