ઔદ્યોગિક અને મજૂર અદાલતની નવી અદ્યતન બિલ્ડિંગનું વેસુ ખાતે ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવના હસ્તે લોકાર્પણ

By on
In ગુજરાત ખબર
Spread the love

સુરત: શહેરના વેસુ ભરથાણા વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલી ઔદ્યોગિક અને મજૂર કોર્ટની આત્યાધુનિક અને અનેક સુવિધાઓથી સજ્જ નવી બિલ્ડિંગનું ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓના હસ્તે કોર્ટના સ્ટાફ ક્વાટર્સની ચાવીઓ પણ કોર્ટ સ્ટાફને સોંપવામાં આવી હતી.

સુરત ખાતે ઔદ્યોગિક અને મજૂર કોર્ટની સ્થાપના બાદ પહેલા કોર્ટ બહુમાળી બિલ્ડિંગ ખાતે અને હાલ અઠવા લાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત હતી. જોકે લેબર કોર્ટ માટે અલાયદી બિલ્ડિંગ હોય એવી માંગ લાંબા સમયથી થઈ રહી હતી. આખરે સરકાર દ્વારા વેસુ ભરથાણા ખાતે ઔદ્યોગિક તેમજ મજૂર અદાલતની બિલ્ડિંગના નિર્માણ માટે જગ્યા ફાળવતા પીડબલ્યુડી વિભાગ દ્વારા અહીં આધુનિક સુવિધાઓ થી સજ્જ એવી વિશાળ કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું. જેનું ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના ઔદ્યોગિક અદાલતનાં પ્રેસિડેન્ટ દેવધરા સાહેબ, તેમજ અન્ય ઔદ્યોગિક અને લેબર કોર્ટ નાં ન્યાયધીશો કોર્ટના સ્ટાફ, તેમજ લેબર લો પ્રેક્ટિશનર એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ નિમેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી દિનેશ પાટીલ, સિનિયર એડવોકેટ સુભાષ ચૌધરી, કનુભાઈ રાણા, પીએફ બક્ષી, ભોગી ભાઈ હાલારી, જે.બી.જરીવાલા, હર્ષદ પંડ્યા, તેમજ સેશન કોર્ટના સરકારી વકીલ નયન સુખડવાલા સહિત મોટી સંખ્યામાં વકીલો અને લેબર યુનિયનિસ્ટ ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં દરમિયાન સિનિયરોનું ન્યાયાધીશીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કોર્ટ પરિસરમાં નિર્માણ કરવામાં આવેલ સ્ટાફ ક્વાટર્સ ની ચાવીઓ પણ કર્મચારીઓને સોંપવામાં આવી હતી.