શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર યુવાનોએ કર્યું રક્તદાન..

By on
In Uncategorized, ધર્મ - સમાજ
Spread the love

અમિત પાટીલ. સુરત. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે આજ રોજ પાંડેસરા ખાતે આવેલા મરાઠા નગર ખાતે ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઇ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિર ની શરૂઆત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી અને પુષ્પહાર અર્પણ કરીને કરાઈ હતી. આ પ્રસંગે મરાઠી કુનબી પાટીલ સમાજ વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખ રાહુલ પાટીલ તથા અન્ય પદાધિકારી મુકેશ પાટીલ , આબા પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.