શક્ય જ નથી કે પેટ્રોલ ડીઝલ સસ્તુ થાય!

By on
In Uncategorized
Spread the love

ન્યુ દિલ્લી. લખનઉમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 45મી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં પેટ્રોલ-ડીઝલને GSTમાં સામેલ કરવાને લઈને ચર્ચા થઈ. છ રાજ્યોએ પેટ્રોલ-ડીઝલને GST અંતર્ગત લાવવાનો વિરોધ કર્યો.

સીતારમણે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતા કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને GSTમાં સામેલ કરવાના મુદ્દે ચર્ચા થઈ. અનેક રાજ્યોએ કહ્યું કે તેઓ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTમાં લાવવા નથી માગતા. સીતારમણે કહ્યું કે આ મુદ્દો કેરળ હાઈકોર્ટના ઓર્ડર પર બેઠકના એજન્ડામાં લાવવામાં આવ્યો. કાઉન્સિલે માન્યું કે આ પેટ્રોલિયમ ઉત્પાદોને GSTમાં લાવવાનો સમય નથી. જેની જાણકારી કેરળ હાઈકોર્ટને પણ આપવામાં આવશે. કેરળ હાઈકોર્ટે થોડાં દિવસ પહેલાં જ કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST અંતર્ગત લાવવા અંગે વિચારવું જોઈએ.