ઉદ્યોગ સાહસિક થકી કાર્યરત પ્રોગ્રેસ કલબ દ્વારા રૂબરૂ ૧. ૦ – મીટ ધ લીડર ના નામે કોમન મિટિંગ યોજાઈ
સુરત: “ઘરે જાઓ તો પૂરો પરિવાર ખુશ થઈ જાય તો માનવું કે તમે ઘર પરિવાર ને લાયક છો” આ શબ્દો શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નાં ફાઇન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ પ્રોગ્રેસ કલબ ના બિઝનેસ સાહસિકોને અનુલક્ષીને ઉચ્ચાર્યા હતા. લેટ્સ ગ્રો ટુગેધરની ભાવના ને વ્યાપક બનાવવા માત્ર આઠ વ્યક્તિઓ થી શરુ થયેલું પ્રોગ્રેસ કલબ આજે આઠસો ઉદ્યોગ સાહસિકો નો પરિવાર બની ચૂક્યો છે. સુરત જ નહિ પણ આખા ભારતમાંથી વેપારી મિત્રો આ કલબ સાથે જોડાયેલા છે.
રૂબરૂ ૧.૦ – મીટ ધ લીડર નામે પ્રોગ્રેસ કલબ ની કોમન મિટિંગ તાજેતર માં યોજાઈ ગઈ. આ મિટિંગ નાં મહેમાન તરીકે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ પ્રાઇવેટ લિમિટેડ નાં ફાઇન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. કાકા નાં હુલામણાં નામે ઓળખાતા શ્રી ગોવિંદ કાકા એ સભ્યોને ગોવિંદા થી ગોવિંદભાઈ ની સંઘર્ષ ગાથા વર્ણવી અણમોલ શીખ આપી હતી. સભ્યોના વિવિધ પ્રશ્નો નાં જવાબ અને પ્રોગ્રામ નું સંચાલન કરતા શ્રી આશિષભાઈ સુખડીયા સાથે ની વાતચીત નો નિચોડ કાઢીએ તો શ્રી ગોવિંદ કાકા એ અદભૂત પ્રેરણાત્મક વ્યવહારુ ઉકેલ આપ્યા હતા. સાથે છો તો કિંમત છે , જેને થાક લાગે તેની પ્રગતિ અટકી જાય છે, ધંધાને ભગવાન માનો અને સત્યને હંમેશા વળગી રહો, પ્રત્યન કરો પાપ નહિ, બિઝનેસ હોય કે લાઇફ શોર્ટકટ હોય જ નહિ આ તેમના ઉદબોધન નો સાર છે. પ્રોગ્રેસ કલબ ની કાર્યશૈલી અને એક્તિવેટી વિશે સાંભળીને કાકા એ સહર્ષ ખુશી વ્યક્ત કરી હતી. મિટિંગ માં આવકાર જોઈને શ્રી ગોવિંદ કાકા ગૌરવ અને અહોભાવ પ્રગટ કર્યો હતો. આ મિટિંગ મા પ્રોગ્રેસ કલબ નાં સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.