સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પિંકપ્રેન્યોર દ્વારા વુમન વિક ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આરોગ્યલક્ષી, કાયદાકીય જાગૃતિ અને સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
પિંકપ્રેન્યોર ના ડાયરેક્ટર સુનીતા નંદવાની એ જણાવ્યું હતું કે પ્રત્યેક દિવસ મહિલા દિવસ છે અને મહિલાઓ પહેલેથી જ સશક્ત છે જેમ કે ઝાંસી ની રાની બાળક ને ખભે લઇ ને યુદ્ધ મેદાન માં ઉતરી હતી આનાથી સ્ત્રી સશક્ત હોવાનું બીજું શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે ત્યારે પિંકપ્રેન્યોર દ્વારા આ વખતે માત્ર એક દિવસ નહિ પણ આખું અઠવાડિયું ઉજવણી કરવામાં આવી હતી પ્રથમ દિવસે સંસ્થાની સદસ્ય અને વકીલ પૂનમ મિશ્રા અને સોનલ હડિયા દ્વારા સ્ત્રીના અધિકાર અને કાયદાઓ અંગે કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બીજા દિવસે બીજા દિવસે પૂનમ ગેડિયા દ્વારા પાણીનો વપરાસ કેવી રીતે ઘટાડી સકાય એટલે કે પાણી બચાવો અને પાણી આપના માટે કેટલું જરૂરી છે એ વિશે જાગૃત કરાયું હતું ત્રીજા દિવસે સામાજિક પ્રવૃત્તિ માં સ્લમ વિસ્તારના બાળકોને ગીફ્ટ અને નોટબુક નું વિતરણ કરાયું હતું ચોથા દિવસે પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા ફાયર સેફટી વિશે ડેમો આપી આગ ની ઘટના વખતે કેવી રીતે બચી સકાય તે અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો પાંચમાં દિવસે હીના કટારીયા અને વિભા કટારીયા દ્વારા હેલ્ધી કુકિંગ વર્કશોપ થકી આરોગ્યવર્ધક ખાદ્ય પદાર્થ કેવી રીતે બનાવી શકાય સમજાવ્યું હતું અને અંતિમ દિવસે કીર્તિ ત્રિવેદી દ્વારા હેલ્ધી સ્કીન વર્કશોપ નું આયોજન કરાયું હતું આ તમામ પ્રવૃતિઓ પિંકપ્રેન્યોર ના ડાયરેક્ટર સુનીતા નંદવાની ના સહયોગ થી કરવામાં આવી હતી