Tag: મીઠી ખાડી
તપેલા ડાઈંગના દૂષણ સામે લિંબાયત ઝોનના અધિકારીઓ ઘૂંટણીએ…
પ્રદૂષણ ફેલાવતી તપેલા ડાઈંગો સામે લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે હજી પણ મીઠી ખાડી ગોવિંદ નગર વિસ્તારમાં ગેરકાયદે તપેલા ડાઇંગ ચાલુ છે અને આ તસ્વીરો એ બાબતનો પુરાવો છે. દૃશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગોવિંદ નગરની ગલીઓમાં કલર વાળું પાણી વહી રહ્યું છે. આ કલર વાળા પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યું છે તો બીજી બાજુ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા એસી ચેમ્બરમાં બેસીને થોડી ઘણી તપેલા ડાઈંગ ને સીલ મારીને કાર્યવાહી કરવાનો સંતોષ માનીને બેઠા છે અને ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ ઝોંકી રહ્યા છે. એટલું જ નહીં પણ કાર્યવાહીના નામે પણ સેટિંગ નો ખેલ ખેલાયો હોવાનું સ્થાનિક લોકો આપેક્ષ કરી રહ્યા છે. લોકોના ના જણાવ્યા મુજબ માત્ર નાના યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે રાજકીય વગ ધરાવતા અને ઝોનના અધિકારીઓ સાથે મીઠા સંબંધો ધરાવતા લોકોના તપેલા ડાઈંગ હજી પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે.