Tag: નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે.
સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.