Tag: suratnews
સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મો*ત નિપજ્યું હતું.
અજાણ્યા તરીકે આ યુવક નું મોત થયું હતું. પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી. પુણેના સાડીના વેપારીનું સુરતના ચાર ટેક્સટાઇલના વેપારીઓ અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ આ હોટલમાં ગોંધી રાખ્યો હતો. આ સાથે જ 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. જેથી કંટાળીને સાડીના વેપારીએ હોટલના બાથરૂમ ના રૂમ ની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ ગઈ હતી. હાલ અસાડીના વેપારીની પત્નીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે ટેક્સટાઇલના ચાર વેપારીઓ વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા પત્ની અને એક છ વર્ષની દીકરી છે. રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો. રાકેશ નો વેપાર ધંધો સુરત કર્ણાટક આ તમામ જગ્યાઓ પર હતો. વેપાર ધંધા ને લઈને તે કર્ણાટક સુરત તમિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો.
ગત 6 ઓગસ્ટના રોજ રાકેશ પુણે થી તમિલનાડુના મદુરાઈ જવા ખાતે ઘરેથી નીકળ્યો હતો. એરપોર્ટ પર તેની ફ્લાઈટ હોવાથી સવારે 11:30 વાગે ઘરે થી એરપોર્ટ જવા રવાના થયો હતો. ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે રાખે છે તેની પત્નીને જાણ કરી હતી કે સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ એરપોર્ટ જતા સમયે રસ્તામાં મળી ગયા હતા. ત્યારબાદ આ ચારે જબરદસ્તી મને સુરત લઈને જઈ રહ્યા છે. જેથી મધુરાઈ જવાનું કેન્સલ કરી દીધું છે.
એક કલાક બાદ રાખે છે પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પહોંચી ગયા છે. ત્યારબાદ પત્નીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે રાકેશ નો કોલ લાગ્યો ન હતો. બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ સવારે 8:30 વાગ્યે રાકેશને પત્નીએ કોલ કરતા જણાવ્યું હતું કે હું ઠીક છું અને સુરત પહોંચી ગયો છું. ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યા પછી પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે આ ચારેય લોકો મારી પાસે 40 લાખ રૂપિયા માંગે છે તેઓને 40 લાખ રૂપિયા આપવા પડશે તું ગમે તેમ કરીને 40 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી સુરત આપી જા.
રાકેશ ડરામણા આવાજે પત્ની સાથે ફોન પર વાત કરતો હતો ત્યારબાદ એક કલાક પછી પત્નીએ રાકેશને કોલ કરી ને પૂછ્યું હતું કે કઈ વાતના 40 લાખ એક દિવસમાં હું 40 લાખ ક્યાંથી લાવું. તમારી પાસે 40 લાખ રૂપિયા કોણ માગે છે તેની સાથે વાત કરાવવાનું કહેતા જ ચાલુ ફોને હરીશ નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. હરીશે જણાવ્યું હતું કે બેન ચાલીસ લાખ રૂપિયા તો ગમે તેમ કરીને આપવા જ પડશે જેથી સામે રાકેશની પત્નીએ જણાવ્યું હતું કે શેની મેટર છે શેના 40 લાખ તો હરીશે જણાવ્યું હતું કે 40 લાખ તો આપવા જ પડશે.
હરીશે ધમકીના રૂપમાં વાત કરતા રાકેશ ની પત્નીએ પૂજાએ કહ્યું હતું કે તમે ધરાવી ધમકાવીને કેવી રીતે ચાલીસ લાખ રૂપિયા માગી શકો તેવો મરી જશે તો 40 લાખ રૂપિયા ક્યાંથી આપશે. જેથી હરી છે કહ્યું હતું કે રાકેશને અમે કાંઈ નહીં કરીએ તેને બે ટાઈમ ખવડાવી પીવડાવીએ છીએ પરંતુ 40 લાખ રૂપિયા આપવા જ પડશે. જેથી પૂજા એ કહ્યું હતું કે થોડો સમય આપો. ત્યારબાદ ફોન કટ કરી નાખ્યો હતો.
7 ઓગસ્ટના રોજ રાત્રે 8:30 વાગ્યે પત્નીએ રાકેશને ફોન કરી જણાવ્યું હતું કે આ લોકોને તમે કહો કે થોડો સમય આપે 40 લાખ રૂપિયા જમીન મકાન વેચીશું તો પણ નહીં આવે 40 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું. જેથી રાખે છે જણાવ્યું હતું કે તું ગમે તે કર પણ આ લોકોને 40 લાખ રૂપિયા આપવા જ પડશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો. 8 ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગ્યા પછી રાખે છે પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે 40 લાખ રૂપિયાનું શું થયું? આ લોકો મારી પાસે જબરજસ્તી પૈસા માગે છે અને 40 લાખની વ્યવસ્થા ન થાય તો અડધા પૈસાની વ્યવસ્થા પણ પૈસા તો આપવા જ પડશે.
પતિ રાકેશ ટેન્શનમાં હતો અને આ રીતે વાત કર્યા બાદ ફોન કટ કરી નાખતો હતો જેથી પત્ની પણ ટેન્શનમાં આવી ગઈ હતી. દરમિયાન ફરી રાકેશ એ પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે હું ડીંડોલી પોલીસ સ્ટેશનની બહારથી બોલું છું આ લોકો મારું કંઈ સાંભળતા નથી અને મને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. તેથી પત્નીએ કહ્યું હતું કે તમે તે લોકોને સમજાવો જેવો ધંધો ચાલુ થશે તેવા તેમના પૈસા આપણે આપી દઈશું. આ વાત થયા બાદ ફોન ફોન બંધ કરી દીધો હતો. અડધો કલાક બાદ ફરી રાકેશે પત્નીને કોલ કરીને કહ્યું હતું કે પૂજા અમારો છેલ્લો કોલ છે તું પૈસાની વ્યવસ્થા કરી શકતી હોય તો કરી લે.
પત્નીને રાકેશે છેલ્લો કોલ હોવાનું કહેતા જ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. પત્ની પૂજાએ અડધા અડધા કલાકે પતિ રાકેશ ને ફોન ઉપર ફોન કરવા છતાં પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારબાદ પત્નીને 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા આસપાસ પોલીસ દ્વારા રાકેશ ના મોત અંગે જાણ કરવામાં આવી હતી. પતિના મોતની જાણ થતાં પત્ની પૂજા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ 10 ઓગસ્ટ ના રોજ પત્ની સંબંધીઓ સાથે સુરત ખાતે પહોંચી હતી.
સાત ઓગસ્ટ થી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડ ના ચોથા માળે આવેલી હોટલ ડીલાઈટ ઈન ના રૂમ નંબર 104 માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી હરીશ ગૌતમ અને જયેશ આ ચાર લોકોએ રાકેશને પુણેથી અપરણ કરી લાવીને અહીં હોટલમાં ગાંધી રાખી 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. આ રૂપિયાની માગણી થી કંટાળીને રાકેશે આઠ ઓગસ્ટના રોજ સાંજે હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી.
રાકેશની પત્ની પૂજાએ આ ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ મૃતક રાકેશ ની પત્નીનું એટીએમ કાર્ડમાંથી 40,000 પણ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક રાકેશ ની પત્નીના ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે રાકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને એકની એક દીકરીએ પિતાની છત્રછાયા અને પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે.
યુવક ના મોત ની રહસ્યમય કહાની આવી સામે,
અપહરણ આત્મહત્યા વચ્ચેનો ભેદ
પુણે નો એક સાડી વેપારી
હોટલમાં બાથરૂમની બારીમાંથી કૂદકો
શ્રી રેકી હીલીંગ સેન્ટર: પ્રાચીન ભારતીય ઉપચાર પદ્ધતિ દ્વારા શારીરિક અને માનસિક આરોગ્ય માટેનો માર્ગ
નમસ્કાર મીત્રો, મારૂ નામ મનોજ રમેશભાઈ સાતપુતે છે. હું સુરતમા વકીલાતનો વ્યવસાય કરૂ છું. સને-૨૦૧૯ ૨ મારૂ એપેન્ડીસનું ઓપરેશન થયેલુ હતુ અને સને-૨૦૨૦ મા હારનીયાનું ઓપરેશન થવાનુ હતુ. બધા ડોકટર્સએ મને હારનીયાનુ ઓપરેશન કરવાની સલાહ આપી દીધી હતી. પરંતુ એક મીત્ર તરફથી મને રેડી કોર્સની માહીતી મળી હતી અને જૂન-૨૦૨૨ મા મે રેકી ગ્રાન્ડ માસ્ટર ડો. ચીરાગભાઈ ગુજજર પાસેથી રેકી કોર્સ લેવલ ૧.૨ અને ૩-એ તથા ક્રિસ્ટલ રેકીનો કોર્સ કરેલો અને શ્રીમતી બિનલબેન ચિરાગભાઈ ગજજરએ મને ક્રિસ્ટલ બ્રેસ્લેટ બનાવવાની પણી સારી ટ્રેનીગ આપી હતી. રેકી કોર્સ કરવાથી મારૂ સારનીયાનુ ઓપરેશન કેન્સલ થઈ ગયુ.
સને-૨૦૨૨ મા રેકી કોર્સ કરવાથી મારી તમામ શારીરીક તથા માનસીક બિમારીઓ દુર થઈ ગઈ હતી અને મેં તા.૦૨/૦૧/૨૦૨૩ ના રોજ રેકી એડવાન્સ (રેકી માસ્ટર) નો કોર્સ કરેલો. મે વિચાર કર્યું કે, જેમ હુ શારીરીક તથા માનસિક રીતે સ્વસ્થ થયો છુ તેવી જ રીતે મારો પરીવાર, મારા મીત્રો અને સમાજના લોકો પણ શારીરીક તથા માનસિક રીતે સ્વસ્થ થવા માટે મેં તા.૧૨/૦૮/૨૦૨૩ ના રોજ રેકી ગ્રાન્ડ માસ્ટરની ટ્રેનીંગ લીધી અને પોતે શ્રી પૈકી હીલીંગ સેન્ટરની ડીડોલી, સુરત મુકામે ઓગસ્ટ-૨૦૨૩ મા શરૂ કરી હતી.
હવે, શ્રીરેડી હીલીંગ સેન્ટરને ૧ વર્ષ પુરા થઈ ગયા છે અને આ ૧ વર્ષમા કુલ ૪૦ લોકોએ રેકી કોર્સ કરેલ છે. શ્રીરેકી હીલીંગ સેન્ટરમા રેકી કોર્સ કરવાથી માનસીક રોગ, ડાયાબીટીસ, થાઈરોઈડ, આંખની સમસ્યા, ઘુંટણનો દુઃખાવો, કમર/પીઠનો દુઃખાવો, ઉઘની સમસ્યા, કીડની સ્ટોનની સમસ્યા, એનાઝાઈટી, વા ની સમસ્યા, સાયટીકા, યુરીક એસીડની સમસ્યા, માઈગ્રેન વિગેરે અનેક રોગો દુર થયા છે તથા શ્રીરેકી હીલીંગ સેન્ટરમા રેકી કોર્સ કરવાથી પેટમાં પાણીની ગાંઠનું ઓપરેશન, હોરમોન્સની ગાંઠનું ઓપરેશન, હારનીયાનુ ઓપરેશન, કમરની ગાદીનુ ઓપરેશન કેન્સલ થઈ ગયુ છે.
રેકી મુળ આપણા ભારત દેશ સાથે જોડાયેલો છે. આપણા ભારત દેશમા હજારો વર્ષો પહેલા ઋષિઓ કોઈ બિમાર લોકોના માથા ઉપર હાથ રાખતા હતા અને એ લોકોની બિમારીઓ દુર થઈ જતી હતી. એને આપણે આજના આધુનીક સમયમા રેકીનો સ્વરૂપ કહી શકીએ છીએ. પ્રાચીન સમયમા ભગવાન બુધ્ધ માત્ર સ્પર્શ કરીને લોકોની બીમારીઓ દુર કરતા હતા. પરંતુ ભગવાન બુધ્ધના ગયા પછી આ વિધા લુપ્ત થઈ ગઈ હતી.
ત્યારબાદ ૧૯ મી સદીમાં જાપાનમાં રહેવાવાળા ગુરૂ ડો. મીકાઉ ઉસઈ આપણા ભારત દેશમા આવેલા અને એમને ભારત દેશમા બોધ ધર્મના મઠમા પ્રાચીન સાહીત્ય વાચીને ૨૧ દિવસની સાધના કરીને રેકી ઉપચાર પદ્ધતિ શોધી કાઢી હતી. જે આજે પુરા વિશ્વમા રેકી નામથી પ્રચલીત થઈ ગઈ છે. રેકી એ કુદરતી ઉપચાર પદ્ધતિ છે. રેકી આ જાપાની શબ્દ છે. રેકીમા ‘રે’ નો અર્થ યુનીવર્સ અને ‘કી’ નો અર્થ એનર્જી થાય છે. આમ, રેકીનો અર્થ બ્રહમાંડની અનંત ઉર્જા થાય છે. રેકી હીલીગથી કોઈપણ પ્રકારીની બિમારીઓ દુર થઈ શકે છે.
રેકી એ સ્પર્શ ચીકીત્સા પદ્ધતિ છે. રેકી કોર્સ આ સર્ટીફીકેટ કોર્સ છે. રેકી કોર્સ બે માસનો મોય છે. આ કોર્સમા રેકી લેવલ ૧,૨.૩-એ શીખાવવામાં આવે છે. રેકી દ્વારા કોઈપણ પ્રકારની આદ અસર થતી નથી. રેકી એ પુસ્તક વાચીને કે મોબાઈલમા વીડીયો જોઈને શીખી શકાતી નથી. રેકી એ રેડી શીક્ષક પાસેથી જ શીખી શકાય છે.
સમાજના દરેક લોકોએ ભારત દેશની પ્રાચીન પૈકી પદ્ધતિ શીખીને શારીરીક તથા માનસીક રીતે સ્વસ્થ રહેવા જોઈએ એવી મારી હદયપુર્વકની ઈચ્છા છે,
શ્રી રેડી હીલીંગ સેન્ટર,
ડીડોલી, સુરત
રેકી ગ્રાન્ડ માસ્ટર મનોજ પ્લોટ નં. ૧૩૪, મયુર સોસાયટી, ડીડોલી, સુરત મો. નં. ૯૯૭૪૦-૧૮૪૨૯
રમેશ સાતપુતે,
સુરતમાં જાહેરમાં જીવલેણ હુમલો: લક્ષ્મણ નગરમાં રાણાભાઈના પર મોતનો હૂમલો
સુરતના લક્ષ્મણ નગર વિસ્તારમાં રાણાભાઈ નામના એક વ્યક્તિ પર થયેલ જીવલેણ હુમલો એક ગંભીર અને ચિંતાજનક ઘટના છે. ઓછી જ સમયમાં આ કિસ્સાઓ વધતા જાય છે, જેના કારણે લોકોને ભયભીત બનાવ્યું છે.
આઠ અજાણ્યા શખ્સોએ જાહેરમાં હુમલો કર્યો, જે દર્શાવે છે કે આ ઘટના કેટલાંને આતંકિત કરી શકે છે. સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થવાને કારણે પોલીસે જાણકારી મેળવવી સરળ બનાવી છે, પરંતુ આવી ઘટનાની આવર્તન થવાથી સ્થાનિક જનતા અસુરક્ષિત અનુભવતી થઈ રહી છે.
આ બનાવે સુરત શહેરમાં જાહેર સુરક્ષાની સંદર્ભમાં ગંભીર ચર્ચા શરૂ કરી દીધી છે. સરકાર અને સ્થાનિક પોલીસને આવા કિસ્સાઓના ઉકેલ માટે તાકીદે પગલાં લેવા જોઈએ, જેથી સ્થાનિક લોકોમાં સુરક્ષા મહેસૂસ થાય.
માંડવી તાલુકાના વાંકલા ગામના પ્રગતિશીલ આદિવાસી મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
અંજુબેન ૧.૫૦ વીઘા જમીનમાં ટીંડોરાની શાકભાજીના પાકનું નજીવા ખર્ચે વાવેતર કરી મહિને રૂ.૩૦ હજારની આવક મેળવી રહ્યા છે
આદિવાસી મહિલા ખેડૂતને જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો
ગાયના છાણ આધારિત પ્રાકૃતિક ખેતીથી સારું ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મળે છેઃ મહિલા ખેડૂત અંજુબહેન ચૌધરી
સુરતઃમંગળવારઃ આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. જોકે ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં મહિલાઓ પોતાના ભાઈ, પિતા કે પતિને મદદરૂપ બનતી હોય છે. પણ જાતે ખેતી અને તેમાં પણ પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય એટલી હશે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના અંજુબેન નરેશભાઇ ચૌધરી આવી જ એક આદિવાસી મહિલા ખેડૂત છે, જે છેલ્લા ચાર વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. તેમણે આ વર્ષે ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટીંડોરાનું વાવેતર કરી મહિને રૂ.30 હજારની આવક રળી રહ્યા છે.
વાંકલા ગામના ટેકરી ફળિયામાં રહેતા આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન નરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,”પહેલાં અમે પરંપરાગત ખેતી કરતા હતા, પણ જ્યારથી મેં ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં આકર્ષણ વધ્યું. પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી અને અભ્યાસ કર્યો, ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું. જેમાં સારૂ ઉત્પાદન મળ્યું. પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં કોઈ રોગ આવ્યો ન હતો. જેથી ઉત્સાહ પણ વધ્યો. બીજા વર્ષે પણ વેલાવાળા શાકભાજી ઉગાડ્યા. હાલમાં ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટીંડોરા, રીંગણના પાકનું વાવેતર કર્યું છે, જેનાથી વાર્ષિક રૂ.૩.૬૦ લાખની આવક પ્રાપ્ત થઇ રહી છે. જેનાથી ઘરપરિવારનું ગુજરાન સરળતાથી કરી રહી છું. આવકનો એક ભાગ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા પર પણ કરૂ છું.
ધો.૯ પાસ એવા શિક્ષિત અને કોઠાસૂઝ ધરાવતા અંજુબેને વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક એટલે મૂળ પ્રાકૃતિક ખેતી જ કરવી એવું પ્રારંભથી જ નિશ્ચિત કર્યું હતું. ખેતરમાં જાતે કામ કરવાનું, જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. ઘરે ગાયના છાણમાંથી ખાતર બનાવીએ અને ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. હવે ધીમે ધીમે ખેતીની જમીન પણ વધારીએ છીએ. પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. ભાવ પણ વધારે મળે છે, જેથી નુકશાન જતું નથી. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની પણ બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.
આદિવાસી મહિલાઓ માટે પ્રેરણારૂપ અંજુબેન કહે છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજી બજારમાં વેચવા જવાની પણ જરૂર પડતી નથી. સગાસંબંધી અને આસપાસના લોકો આ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓ મારી પાસે ખરીદી જાય છે.
સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા તેઓ કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. આ મદદ ખૂબ ઉપયોગી બની છે.
પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન ચૌધરી પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
. . . . . . . . . . . . . . .
(ખાસ લેખ: મેહુલ વાંઝવાલા)
સુરતમાં નવ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે
– નેશનલ સિલ્ક એક્સ્પોમાં વિવિધ ડિઝાઇનવાળી સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને કપડાં ઉપલબ્ધ થશે.
– રાખી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર 40 ટકા સુધી
હવે ગ્રાહકોને વિવિધ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
સુરત : મહારાજા અગ્રસેન ભવન, સિટીલાઇટ, સુરત ખાતે નવ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 27મી જુલાઈથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓ માટે સિલ્ક, કોટન સાડી, ડિઝાઈનર એથનિક ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સ્પો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી 150 થી વધુ માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે.
લગ્ન અને રક્ષાબંધન સિઝન માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા. આ સાથે 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાવાળી સાડીઓ, સૂટ અને ડ્રેસિસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે. જેથી કરીને તમે અલગ-અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. “વિવિધ ડિઝાઇનના અલગ-અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે.
બિહાર, આસામ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટિરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે. સિલ્ક એક્સ્પો. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઈકટ હેન્ડમેડ પટોળા સાડી 15 હજારથી લઈને 2 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે. તે બે વાર વણાય છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે.
બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર છપાયેલી બેગ મેળવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈઠાની સાડીઓના મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી, આ સેલમાં રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.
ભાગલપુર, બિહારના ઘણા વણકરો, રેશમ વણાટ માટે પ્રખ્યાત, લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5 હજારથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે.
બનારસી અને જમદાની સિલ્ક, કાંચીપુરમ, બિહાર તુસાર, ભાગલપુર સિલ્ક, ગુજરાત બંધિની અને પટોળા, પશ્ચિમ બંગાળનું બાયલુ, કાંથા, હેન્ડ પેઈન્ટેડ સાડીઓ, ઢાકાઈ જમદાની, પૈઠાની, એમપી ચંદેરી, મહેશ્વરી, એરી સાડીઓ, શિબોરી અને અજરક પ્રિન્ટ, હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ, છત્તીસગઢ કોસા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટિરિયલ ઉપલબ્ધ રહેશે. સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજ અગ્રસેન ભવનમાં મૈસુર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાથે, બિહારનું તુસાર સિલ્ક, આંધ્ર પ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે.
સુરતમાં શિક્ષણ સમિતિની વેબસાઈટ પર શાળા દેખાઈ, પરંતુ સ્થળ પરથી ગાયબ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મોટા ઉપાડે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શાસકોએ પ્રસિદ્ધિ મેળવી હતી. પરંતુ અંબાનગરમાં અંગ્રેજી માધ્યમની શાળાઓને શીખકોના અભાવે બંધ કરી દેવામાં આવી છે. સમિતિએ બાળકો ન હોવાનો બહાનું રજૂ કર્યું છે, પરંતુ વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે આ દાવો ખોટો છે.
શિક્ષણ સમિતિની વેબસાઈટ પર અંબાનગર ખાતેની 357 નંબરની શાળા દર્શાવવામાં આવી છે, જ્યાં અંગ્રેજી માધ્યમની શાળા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે, સ્થળ પર આ શાળા છે. વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ જણાવ્યું કે, આ શાળા ધોરણ મુજબ શરૂ કરવામાં આવી હતી, પરંતુ શિક્ષકોની અછતને કારણે બંધ કરવામાં આવી છે.
સમિતિના દાવા અનુસાર, વિદ્યાર્થીઓ ન હોવાથી શાળા બંધ કરવામાં આવી, પરંતુ આ હકીકત છે કે શિક્ષકોની અછતના કારણે શાળા બંધ કરવામાં આવી છે. એ વાત પ્રશ્ન ઉઠાવી રહી છે કે, હવે આ શાળામાં ભણતા બાળકો ક્યાં જવાના? ખાસ કરીને, મજૂર વર્ગના બાળકોની આ સ્થિતિમાં શું થશે? આ ગરીબોની મજાક બનાવવી છે?
પ્રિમોન્સુનની રેઢીયાળ કામગીરીને કારણે ગંદકી થવાથી રોગચાળો ફાટી ન નીકળે તે હેતુસર સફાઇ-દવાના છંટકાવ તથા અસરગ્રસ્તોને આર્થિક સહાય ચુકવવા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની માંગ
અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ : પાયલ સાકરીયા
સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલને પત્ર લખીને જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા સુપરવિઝનના અભાવે અને કાગળ પર કરેલ પ્રિમોન્સુનની કામગીરીના કારણે વરાછા ઝોન-એ અને બી, લિંબાયત તેમજ ઉધના ઝોનના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓમાં પુરનું જીવલેણ સંકટ ઉદભવેલ. જેમાં 4 નિર્દોષ લોકોના ડુબવાની ઘટનામાં 2 આશાસ્પદ બાળકોના મૃત્યુની દુઃખદ ઘટના બનેલ તથા બે વ્યકતિ લાપતા છે.
આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રની બેદરકારી અને માત્ર કાગળ પર થતી કામગીરીના કારણે ખાડીને સંલગ્ન વિસ્તારોમાં ખાડીના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળેલ હતા તેમજ લિંબાયતના મીઠીખાડી તથા આજુબાજુના વિસ્તારોમાં, સણીયા હેમાદ તથા સંલગ્ન વિસ્તારમાં, વેડ-ડભોલી વિસ્તાર, તેમજ અઠવામાં આઝાદ નગર તથા સંલગ્ન વિસ્તારોમાં અંદાજે 10 ફુટ સુધીનો ગંદા પાણીનો ભરાવો થયેલ. પરિણામે લોકોની ઘરવખરીનો અને માલસામાનનો નાશ થયેલ છે અને લોકોનું જીવન નર્કાગાર સમાન બની ગયુ હતું. ઉપરાંત ખાડીપુરના કારણે ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીનો ભરાવો શહેરના વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો થતા સમગ્ર શહેર છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદી, ગટર તથા ખાડીના માનવસર્જીત પુરના કારણે બાનમાં આવી ગયેલ હતું.
વધુમાં પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં, વરસાદી પાણી બંધ થતા ખાડીઓના પાણી ઉતરી રહેલ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી-કચરા અને મચ્છરોનો ઉપદ્રવ તથા દુર્ગધનો ત્રાસ વધતા રોગચાળાની સંભવિત સમસ્યાને ટાળવા યુઘ્ધના ધોરણે તમામ ગંદકીને દુર કરીને સઘન સાફ સફાઇ, દવાનો છંટકાવ તથા મેડીકલ ટીમો ઉતારીને આરોગ્યની જાળવણી કરવા કમિશ્નરને જણાવ્યું હતું.
ઉપરાંત, પ્રિમોન્સુનની વહીવટી કામગીરીની નિષ્ફળતાને કારણે ખાડીપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ બને છે, જે અંગે જરૂરી સર્વે કરીને આર્થિક સહાયની ચુકવણી કરવા ઘટતી કાર્યવાહી કરવા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નરને તાકીદ કરી હતી.
સમગ્ર સુરતની સ્કૂલો કોન્શિયસલીપ વેલસ્પાયર પાર્ટનરશિપની સાથે પ્રિવેન્ટિવ સ્ટુડન્ટ મેન્ટલ વેલબિઇંગ રેવોલ્યૂશનું નેતૃત્વ કરી રહ્યું છે
વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલમાં સુરતની સ્કૂલ્સમાં કરવામાં આવી છે. કોન્શિયસલીપ્સ વેલસ્પાયરની સાથે પોતાની પાર્ટનરશિપના માધ્યમથી એક પહેલ કરી છે, જે વિદ્યાર્થીઓમાં સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક ઇનોવેટિવ પ્રોગ્રામ છે. સમગ્ર સ્કૂલ્સમાં આ સહયોગ એકેડમિક પ્રેસરથી માંડીને મેન્ટલ હેલ્થની વધતી જતી ચિંતાઓ સુધીના મલ્ટિપલ પડકારોનો સામનો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
પ્રિવેન્ટિવ મેન્ટલ હેલ્થમાં વેલસ્પાયરનો વ્યાપક દૃષ્ટિકોણ વિદ્યાર્થીઓને ભાવનાત્મક, માનસિક અને શારીરિક રીતે ખીલવા માટે જરૂરી સાધનો અને સંસાધનો સાથે સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સુરતની સ્કૂલોમાં કાર્યક્રમની વધતી લોકપ્રિયતાની સાથે વેલસ્પાયરને વ્યપાક દર્શકો સુધી પહોંચ પ્રાપ્ત થઇ છે, જેમાં આ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા અને સ્કૂલ કોમ્યુનિટી પર વધુ પ્રભાવ પાડવા માટે સક્ષમ બની ગયું છે.
શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય સુરત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે વેલસ્પાયરનું પાઇલટ પાર્ટનર રહ્યું છે. એચવી સ્વામિનારાયણના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે,“ હું એ અદ્ભુત અનુભવ શેર કરવા માંગુ છું, જે મને અને મારા વિદ્યાર્થીઓને આ વર્ષે મળ્યો છે. બાળકોમાં શિસ્ત, શિષ્ટાચાર અને અન્ય મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો જેવા ઘણા ગુણો વિકસિત થયા છે. મેં મારા વિદ્યાર્થીઓમાં ઘણા સકારાત્મક બદલાવ જોયા છે,”
મિલેનિયમ સ્કૂલ અને પીપી સવાણી કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ સ્કૂલ વેલસ્પાયર સ્ટુડન્ટ વેલબીઈંગ પ્રોગ્રામના પ્રારંભિક દત્તક રહ્યા છે. આ પાર્ટનરશિપ દ્વારા સુરતની અગ્રણી શાળાઓ શૈક્ષણિક પ્રયાસો ઉપરાંત વિદ્યાર્થીઓને સપોર્ટ આપવાના મહત્વને ઓળખીને તેમના વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.
વેલસ્પાયર શિક્ષક તાલીમ વર્કશોપમાં ભાગ લેનાર મિલેનિયમ સ્કૂલના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે, “વેલસ્પાયર વેલનેસ પ્રોગ્રામ વર્કશોપ એ અમને આ વિષયમાં અમૂલ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરી કે કેવી રીતે આ સંકલિત સુખાકારી કાર્યક્રમ શૈક્ષણિક અને જીવન બંનેમાં યંગ માઇન્ડને મહત્વપૂર્ણ રૂપથી લાભ પહોંચાડી શકે છે. એક વ્યાપક દૃષ્ટિકોણઅભિગમ જોવો એ જ્ઞાનવર્ધક હતું, જે વિદ્યાર્થીઓને પોતાની સુખાકારીને પ્રાથમિકતા આપવા અને વધુ સમજ મેળવવામાં મદદ કરે છે.’’
૩ જૂન ૨૦૨૪ના રોજ એલપી સવાણી એકેડમી દ્વારા ટિચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય શિક્ષકોને વેલસ્પાયર પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે સાધનો અને જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો છે.
આ વર્કશોપમાં એલ.પી.સવાણી એકેડેમીના ટીચિંગ સ્ટાફ તરફથી ઉત્સાહપૂર્વક સહભાગિતા પ્રાપ્ત થઈ હતી, જેમણે પ્રોગ્રામને વ્યવહારુ અને પ્રભાવશાળી બંને રીતે જોયો હતો. એક દિવસીય સત્રમાં સુરતની અન્ય શાળાઓના શિક્ષકોએ પણ હાજરી આપી હતી. વેલસ્પાયર પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે માપી શકાય તેવા પરિણામો અને લાંબા ગાળાના લાભોનું વચન આપે છે. એલ.પી. સવાણી એકેડમીના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે, “અમારા શિક્ષકો વેલસ્પાયર પ્રોગ્રામ વિશે જાણવા માટે ઉત્સાહિત હતા. આ વર્કશોપ દ્વારા અમને અમારા વિદ્યાર્થીઓની સુખાકારીને અસરકારક રીતે સપોર્ટ આપવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સંસાધનો પ્રદાન કર્યા.”
પ્રોપરાઇટરી મેક યૂ હેપન ફ્રેમવર્કની આસપાસ ડિઝાઇન કરવામાં આવેલો કોન્શિયસલીપનો વેલસ્પાયર પ્રોગ્રામ વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીના નિર્ણાયક પાસાઓને સંબોધે છે, જેમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને રિઝિલ્યન્સ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. સ્કૂલના અભ્યાસક્રમમાં એકીકૃત રીતે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક અને જીવનની સફળતા માટે મોડર્ન ચેલેન્જને નેવિગેટ કરવામાં સતત સમર્થન મળે છે કે નહીં.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં વેલસ્પાયર પ્રોગ્રામ પાંચ રાજ્યોની ૫૫ સ્કૂલ્સમાં ૩૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે અને હવે વર્ષ ૨૪-૨૫ માટે ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને લાભ થવાની અપેક્ષા છે. સ્કૂલ્સમાં સીબીએસઇ, આઇસીએસઇ, આઇજીસીએસઇ અને રાજ્ય સરકાર સહિત દેશના વિવિધ એજ્યુકેશન બોર્ડ સંબંધિત છે.
સમગ્ર શિક્ષા, ઉત્તરાખંડ ગર્વમેન્ટ અને એનએફડી સીઇઇ (નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન) એ આ વર્ષે પોતાની તમામ સરકારી શાળાઓમાં પ્રિવેન્ટિવ સ્ટુડન્ટ મેન્ટલ વેલબિઇંગ માટે વેલસ્પાયર પ્રોગ્રામ લાવવા માટે કોન્શિયસલીપની સાથે ત્રિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેથી વિદ્યાર્થીઓની સુખાકારી માટે પ્રિવેન્ટિવ મેન્ટલ વેલબિઇંગ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની દર્શાવી શકાય.
નવી સિવિલના ઈમરજન્સી વિભાગની બહાર સર્વન્ટ હાજર નહિ રહેતા ભારે હાલાકી
કામરેજના શ્રમજીવી પરિવારના સગા ભાઈ-બહેનને કોલેરા થયો હતો, જેમાં બહેનનું મોત થયું તો બીજા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈને આવ્યાં
સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારીઓની મનમાની વધી રહી છે. એસઆઈની નિષ્ફળ કામગીરીની પગલે સર્વન્ટ ચાલુ નોકરીએ પોતાની જગ્યાએ હાજર જ હોતા નથી. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મંગળવારે સવારે કામરેજથી 1 વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. કામરેજ સીએચસીથી રીફર કરવામાં આવેલા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં 1વર્ષના બાળકને ઓક્સિજનની જરૂરત હતી. પરતું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહિ હતું. તેમજ ઓક્સિજન વાળું સ્ટ્રેચર પણ નહિ હતું. જેથી માતા પોતે બાળકને વગર ઓક્સિજન સારવાર માટે હોસ્પિટલની અંદર લઈને દોડી હતી. માતા સાથે 108ના ઈએમટી ડોકટર પણ દર્દીને સાથે દોડ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના કુમકુમ રેસીડેન્સી પાસે આવેલ હળપતિવાસમાં કરણ ભીલ, પત્ની, બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે. કરણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાનમાં 3 વર્ષની પુત્રી પ્રિયાંસી તેમજ 1 વર્ષનો પુત્ર વિકેશ ઉર્ફે રિકેશને સોમવારે સાંજે ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. મંગળવારે સવારે પ્રીયાંસીની તબિયત લથડતાં બને ભાઈ-બહેનને સારવાર માટે કામરેજ સીએચસી ખાતે લઈને ગયા હતા. જ્યાં બંનેને કોલેરાના લક્ષણ હોવાની સંભાવના સાથે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન પ્રીયાંસીનું મોત નિપજ્યું હતું. જેથી કામરેજ સીએચસીથી 1 વર્ષના વિકેશને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફ્રર કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓક્સિજન સાથે 108 એમ્બ્યુલન્સમાં વિકેશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગની બહાર 108 એમ્બ્યુલન્સના ઈએમટી, પાયલોટ તેમજ પરિવારજનો ઓક્સિજન સ્ટ્રેચર અને સર્વન્ટને આવાજ લગાવી રહ્યા હતા. તેમ છતાં ત્યાં કોઈપણ સર્વન્ટ આવ્યો નહિ હતો. તેમજ ઓક્સિજન સ્ટ્રેચર પણ હાજર નહિ હતું. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો હતો. રાહ જોયા બાદ છેલ્લે માતાએ બાળકને ગોડીમાં લઈ લીધો અને એની સાથે એમ્બ્યુલન્સના ઈએમટી દોડીને બાળકને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈને ગયા હતા. જ્યાં બાળકને ઓક્સિજન પર રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની તબિયત સારી હોવાની માહિતી જાણવા મળી હતી. હાલ બાળકને કોલેરાની સંભાવના વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પ્રીયાંસીનું મોત કોલેરાથી થયું હોવાની વાત પરિવારે કહી હતી.
પ્રિમોન્સૂનનાં નામે દર વર્ષે કરોડોનો ધુમાડો કરતી પાલિકા પાણી ભરાતા પાણીમાં બેસી જાય છે : પાયલ સાકરીયા
30 વર્ષથી ભાજપ શાસકોએ લીંબાયત વિસ્તારની અવગણના કરી છે : પાયલ સાકરીયા
વરસાદ બંધ થશે તો પાણી ઉતરી જશે : લીંબાયતનાં અધિકારીઓનો ઉડાઉ જવાબ
ગઈકાલનો અવિરત વરસાદ વરસતા લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાયા હતાં જે આજે સાંજ સુધી પણ ન ઉતરતા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આજરોજ ત્યાં મુલાકાત લીધી હતી. સ્થળ પરની હાલત બદથી પણ બદતર હોવાનું માલુમ પડ્યું હતું. એટલે સુધી ખરાબ હાલત હતી કે, ખાડી કઈ અને રસ્તો કયો તે શોધવું પણ મુશ્કેલ બન્યું હતું.
આ મુદ્દે પાયલ સાકરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે પાલિકા પ્રિમોન્સૂનનાં નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તેમ છતાં લીંબાયતમાં કેટલાય વર્ષોથી બદતર હાલત છે. 30 – 30 વર્ષથી ભાજપ જ્યાંથી ચૂંટાઈ છે તે જ વિસ્તારનાં લોકો હાલાકીમાં જીવવા મજબૂર બન્યા છે. સમસ્યાનાં નિરાકરણને એક વર્ષ લાગે, બે વર્ષ લાગે કે વધુમાં વધુ ત્રણ વર્ષ થાય. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં કશું ઉકાળી નથી શક્યા. કયા કારણોસર આ સમસ્યાનો નિકાલ નથી થતો તેવો વેધક પ્રશ્ન શાસકોને પૂછ્યો હતો.
આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂનનાં કામમાં ફક્ત દવા છાંટવાથી સંતોષ માનતી પાલિકાની કામગીરી હંમેશા બિલકુલ નિરાશાજનક રહી છે. આટલા વરસાદમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયા છે, નોકરિયાતોને નોકરી પર જવાની સમસ્યા છે. ગૃહિણીઓને ઘર સામગ્રી લાવવાની ચિંતા છે. બાળકો સ્કૂલે જઈ શકે એ પરિસ્થિતિમાં નથી. વધુમાં, પાણી ઓસરતા કાદવ કીચડ થવાની સંભાવના છે, તેના દ્વારા રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. નાના બાળકોને તાવ, ઝાડા ઉલ્ટી થવાની સંભાવના રહેલી છે. અને લીંબાયત ઝોનનાં અધિકારીઓ બચાવ કામગીરી કરવાને બદલે ઉડાઉ જવાબ આપે છે કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી જશે. શું આ કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયા પ્રિમોન્સૂન પાછળ ખર્ચીએ છીએ તેવા વેધક આક્ષેપો પાયલ સાકરીયાએ કહ્યા હતાં.