Tag: Specialty Chemicals Research

Simplify is a leader in transforming specialty chemicals research and manufacturing
સ્પેશિયાલિટી કેમિકલ્સ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં પરિવર્તન લાવવામાં સિમ્પલીફાઇ અગ્રેસર

 

રાષ્ટ્રીય, 09 ઓગસ્ટ, 2024: સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ-અપ સિમ્પલીફાઇએ આજે જાહેર કર્યું હતું કે તેણે સિરિઝ A ફંડિંગમાં 9.5 મિલિયન ડોલર એકત્ર કર્યાં છે. આ રાઉન્ડનું નેતૃત્વ ઓમનીવોરની સાથે બર્ટેલ્સમેન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ્સ અને વર્તમાન રોકાણકારો 3ઓન4 કેપિટલ અને બીનેક્સ્ટે કર્યું હતું. સિમ્પલીફાઇ ભારતમાં અગ્રણી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની છે, જે એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને ફ્લેવર્સ અને ફ્રેગરન્સિસ સેક્ટર્સને સાયન્સ-ફર્સ્ટ, એન્ડ-ટુ-એન્ડ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ ઓફર કરે છે.

સિમ્પલીફાઇ તેના ઇનહાઉસ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવામાં અગ્રેસર છે. અદ્યતન ટેક્નોલોજી અને કેમિકલ પ્રોસેસની ગાઢ સમજણનો લાભ લેતાં સિમ્પલીફાઇ ઉત્પાદકોની ઉત્પાદન કાર્યક્ષમતામાં વધારો કરવા, પ્રક્રિયાઓને સરળ કરવા તથા સખ્ત ગુણવત્તા ધોરણોનું પાલન કરવા સક્ષમ કરે છે. આ ઉપરાંત સિમ્પલીફાઇ 150થી વધુ મેન્યુફેક્ચરર્સને તેમના વૈશ્વિક માગ નેટવર્કનો લાભ લઇને તથા ઉચ્ચ સંભાવિત માર્જીન સાથે વિશિષ્ટ ટેક્નોલોજી પ્રદાન કરીને તેમની ક્ષમતાઓનો આદર્શ ઉપયોગ કરવા સક્ષમ કરે છે. સિમ્પલીફાઇના વિજ્ઞાનીઓની સમર્પિત ટીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે સહજ અને કુશળ ટેક ટ્રાન્સફર પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે, જેનાથી સરળ એકીકરણ અને સંચાલકીય સફળતા સંભવ બને છે. 2,000થી વધુ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી તથા 5થી વધુ દેશોમાં નિકાસો સાથે સિમ્પલીફાઇ સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં વૈશ્વિક લીડર બનવાની દિશામાં અગ્રેસર છે.

વર્ષ 2003માં વૈશ્વિક સ્પેશિયાલિટી કેમિકલ્સ માર્કેટનું મૂલ્ય 800 બિલિયન યુએસ ડોલર હતું તેમજ આ માર્કેટમાં એગ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સનું યોગદાન 60 ટકા હતું. ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વભરમાં એગ્રોકેમિકલ્સનું બીજા ક્રમનું સૌથી મોટું નિકાસકર્તા છે તથા વર્ષ 2027 સુધીમાં સમગ્ર ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રી બમણાં ઉત્પાદન સુધી પહોંચવાની આશા છે. સિમ્પલીફાઇની વૈવિધ્યસભર સેવાઓમાં કોન્ટ્રાક્ટ રિસર્ચ અને એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ એપીઆઇ અને ફ્લેવર્સ અને ફ્રેગરન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કમર્શિયલ કેમિકલ મેન્યુફેક્ચરિંગ સામેલ છે. ગ્રીન ટ્રાન્ઝિશનને સપોર્ટ કરતા નવા ફોર્મ્યુલેશનની વધતી માગ, ચાઇનાથી દૂર થઇને ભારત તરફ ઝોંક ધરાવતી વૈશ્વિક સપ્લાય ચેઇન તેમજ ભારત સરકાર દ્વારા ઉત્પાદનને અપાતા પ્રોત્સાહનોને જોતાં સિમ્પલીફાઇ ભારત અને વિશ્લવમાં એક વિશાળ ગ્રાહક આધારને સેવા પ્રદાન કરવા સજ્જ છે.

બેંગ્લોર સ્થિત સિમ્પલીફાઇની સ્થાપના વર્ષ 2023માં સલિલ શ્રીવાસ્તવ અને સચિન સંતોષે કરી હતી. સલિલ પહેલા ઝેટવર્કમાં કેમિકલ્સ વર્ટિકલનું નેતૃત્વ કરતાં હતાં અને તેમણે આઇટીસી લિમિટેડ સાથે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સચિન આઇઆઇટી-મદ્રાસના પૂર્વ વિદ્યાર્થી છે કે જેમણે ઓફબિઝનેસ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી અને અગાઉ બિઝોન્ગો સાથે કાર્યરત હતાં. આ બંન્ને સંસ્થાપકોએ ગ્રીન મેન્યુફેક્ચરિંગ, ગુણવત્તા અને ઇનોવેશન ઉપર ભાર મૂકવાની સાથે વૈશ્વિક સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને વ્યાપક સોલ્યુશનથી સક્ષમ કરવા માટે સિમ્પલીફાઇ લોંચ કર્યું હતું. આ નવા રાઉન્ડ સાથે કંપની તેની આરએન્ડડી ક્ષમતા બમણી કરવાની તથા વધુ ભૌગોલિક ક્ષેત્રોમાં ગ્રાહકો ઉમેરવાની યોજના ધરાવે છે.

સિમ્પલીફાઇના સહ-સ્થાપક સલિલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મધ્યમ-કદની ફેક્ટરીઓ ભારતીય સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગની કરોડરજ્જૂ છે કે જેમણે દાયકાઓમાં ગહન અને કેમેસ્ટ્રી સંબંધિત વિશેષતા હાંસલ કરી છે. જોકે, માળખાકીય સુવિધાની સાથે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રીય ઉત્પાદન બમણું કરવાની પર્યાપ્ત ક્ષમતા ઉપલબ્ધ છે. સિમ્પલીફાઇ આ ફેક્ટરીઓમાં અદ્યતન આરએન્ડડી સાથે વૈશ્વિક ગ્રાહકોની સતત માગનો ઉપયોગ કરતાં વિશિષ્ટ પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે, જેથી આ ક્ષમતાઓનો ઉપયોગ કરી શકાય તથા ગ્રાહકોને ટેક-સક્ષમ અને ફુલ-સ્ટેક ઓફરિંગ પ્રદાન કરી શકાય.

ઓમનીવોરના મેનેજિંગ પાર્ટનર માર્ક કાહને જણાવ્યું હતું કે, આરએન્ડડી અને ટકાઉ ફોર્મ્યુલેશનના ઉત્પાદનને સુવ્યવસ્થિત કરીને સિમ્પલીફાઇ વૈશ્વિક માગને પૂર્ણ કરી રહ્યું છે તેમજ ભારતને અગ્રણી કેમિકલ ઇન્ટરમિડિએટ્સના ટકાઉ ઉત્પાદક તરીકે સ્થાપિત કરી રહ્યું છે. તેમનો અભિગમ નિયામિકીય જરૂરિયાતો, ગ્રાહકોની જરૂરિયાતો અને પર્યાવરણીય ચિંતાઓને પૂર્ણ કરીને ઇન્ડસ્ટ્રીના ધોરણોમાં સુધાર કરવાનો છે.

સિમ્પલીફાઇ તેના ઇનોવેટિવ સોલ્યુશન્સ, વ્યાપક સેવાઓ અને ગુણવત્તા સાથે ટકાઉપણાની પ્રતિબદ્ધતા દ્વારા સ્પેશિયાલિટી કેમિક્સ ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવવા માટે સજ્જ છે. બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી અને દુબઈમાં તેની ઓફિસો અને જેનોમ વેલીમાં રિસર્ચ લેબ સાથે સિમ્પલીફાઇ સતત તેની ઉપસ્થિતિ વિસ્તારી રહ્યું છે. કંપની વૃદ્ધિ અને વિસ્તરણની સાથે તે ઉત્પાદકોને તેમની સંપૂર્ણ ક્ષમતા અને ખરીદદારોને વિશ્વસ્તરીય ગુણવત્તા ધરાવતા કેમિકલ્સ પ્રદાન કરવા માટે સશક્ત કરવા કટીબદ્ધ છે.