Tag: Education Reform

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં AAP પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ તડાફડી બોલાવી
શિક્ષકોને વધુમાં વધુ સમય વર્ગખંડમાં આપવા દેવામાં આવે, જેથી શિક્ષણની ગુણવત્તા સુધારી શકાય : રાકેશ હીરપરા
આજે મળેલી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષી નેતા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ ભાજપ શાસકોને રીતસર બાનમાં લીધા હતા. કેન્દ્ર સરકારે કરેલા સર્વેક્ષણમાં શિક્ષણ ક્ષેત્રે દેશના સૌથી 10 નબળા રાજ્યોમાં ગુજરાત સ્થાન પામ્યું છે તેને લઈને શાસકો પર પસ્તાળ પાડતા રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, અવારનવાર શિક્ષકોને સરકારી કાર્યક્રમોમાં તેમના કામ વગરની જવાબદારીઓ સોંપવામાં આવે છે. શિક્ષકો વર્ગખંડમાં સમય જ નથી આપી શકતા. જેને લીધે ભાજપના આવા અણઘડ ફતવાઓને લીધે તેની અસર બાળકોના ભણતર પર પડી રહી છે. અભણ નેતાઓને શિક્ષણની વેલ્યુની ખબર નથી પડતી જેથી બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવે છે. શિક્ષકો પાસે ભણતર સિવાયના 40 પ્રકારના કામો કરાવાય છે, એટલું ઓછું હોય તેમ સરકારી કાર્યક્રમોમાં વીઆઇપીની સરભરા પણ કરાવવામાં છે છે જેની માઠી અસર શિક્ષણકાર્ય ઉપર પડી રહી છે.
રાકેશ હીરપરાએ શિક્ષણ સમિતિ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શિક્ષકોને સરકારી કાર્યક્રમોથી દૂર રાખવામાં આવે તેમજ શિક્ષકોને વધુમાં વધુ સમય વર્ગખંડમાં આપવા દેવામાં આવે, જેથી કરીને શિક્ષણની ગુણવત્તા સુધરી શકે. શિક્ષકોની અછત દૂર કરવામાં આવે, ઘણી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
શિક્ષકોને આપવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરીઓને લીધે પણ શિક્ષણકાર્યમાં બાધા આવે છે. સત્ર શરુ થયાને ચાર મહિના જેટલો સમય થયો છે એમાં 40 પ્રકારની પ્રવૃત્તિઓ અને સરકારી કાર્યક્રમોની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી છે, જેની માઠી અસર શિક્ષણકાર્ય ઉપર પડી રહી છે.
આમ, આજની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં AAP પ્રદેશ મહામંત્રી અને સમિતિના વિપક્ષ નેતા રાકેશ હીરપરાએ શાસકો સામે તડાફડી બોલાવી હતી. ભાજપ શાસકો રીતસરના બાનમાં આવી ગયા હતા અને તેમની પાસે રાકેશ હીરપરાના આક્ષેપોનો કોઈ જવાબ નોહતો.