Tag: શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાનો

If 971 crores were spent in the name of heat treatment, why has the drainage network not started yet?? : Mahesh Aanghan
નર્ક જોવુ હોય તો મરવાની જરુર નથી., શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના મત વિસ્તાર લસકાણામાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ

 

તાપી શુદ્ધીકરણ ના નામે ૯૭૧ કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરુ નથી થયુ ?? : મહેશ અણઘણ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈણે આવ્યાં પછી સતત તેમના વિસ્તારમાં લોકપ્રશ્નો બાબતે ચિંતિત હોય છે. વિસ્તારમાં સ્ટેટ્સ મોનીટરીંગ કરતા હોય છે અને પ્રજાલક્ષી બાબતોમાં શાસકો કરતા અનેક ઘણાં ચઢીયાતા સાબિત થયાં છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ અમુક કાર્યોમાં તંત્રની બેદરકારી કે શાસકો ની નિષ્ફળતાના અભાવે પરિસ્થિતિ વિપરીત બનતી જોવા મળે છે. વારંવારની ફરિયાદો કરવાં છતાં બેહરા તંત્રને વાત સંભળાતી નથી હોતી. આવા જ એક કિસ્સામાં આજરોજ મહેશભાઈ અણઘણે વરાછા ઝોન વિસ્તારમાં આવેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાનો મતવિસ્તાર એવા લસકાણા ગામ ની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ત્યાંના સ્થાનિકો તંત્ર અને શાસકોના પાપે નરકાગાર જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યા, પાણીના નિકાલની સરખી વ્યવસ્થા નહીં અને ગંદકીનું સામ્રાજ્ય જોતા મહેશભાઈ અણઘણે તંત્ર શાસકોને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, નર્ક જોવુ હોય તો મરવાની જરુર નથી., શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના મત વિસ્તાર લસકાણામાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત જોવા મળશે. અહીંના લોકોને આવી નરક જેવી પરિસ્થિતિમાં જીવવા શાસકો અને ભ્રષ્ટ તંત્ર મજબુર કરતા હોય તેવું જણાઈ આવે છે.

મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, 4 વર્ષ થી પાલિકામાં લસકાણા વિસ્તાર ભળેલ છે તો પણ આજે નર્ક જેવી હાલત છે. એના માટે ખુદ ભાજપ શાસકો જવાબદાર છે. વિપક્ષ આમ આદમી પાર્ટીની સતત રજુઆતો બાદ પણ શાસકો ગાઢ નિદ્રા માં સુતા છે તેવો સીધો આક્ષેપ મહેશભાઈ અણઘણે લગાવ્યો હતો.

મહેશભાઈ અણઘણે આ બાબતે તંત્રનો ઉધડો લેતા કહ્યું હતું કે, તાપી શુદ્ધીકરણના નામે 971 કરોડ પાલિકાએ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરુ નથી થયુ? અઢી વર્ષ ઉપરાંતથી અહીંયા નવી ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ હોવા છતાં તેને જોડાણ આપીને ચાલુ કરવામાં આવતી નથી. જેને કારણે ગટર ઉભરાવાની સમસ્યાને લીધે પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે. મંત્રીઓ અને શાસકોને ફક્ત ઉદ્ઘાટન કરવામાં જ રસ છે, ત્યારપછીની પરિસ્થિતિ નિર્માણ પામે છે તેનાથી કોઈ મતલબ નથી.

નજીકમાં જ સ્કૂલ આવેલી છે. નાના ભૂલકાઓ આવી અસહ્ય પરિસ્થિતિમાં શાળાએ જવા મજબુર બન્યા છે. જો કોઈ જાનહાની કે ઇજા થશે તો તંત્ર જવાબદારી લેશે કે રીબીન કાપવા વાળા શાસકો?

આમ ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે આજે ભાજપ શાસકો, મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઇ અને તંત્રનો બરાબરનો ઉધડો લીધો હતો.