Tag: લિંબાયત
બેરોજગારીની આડમાં ગેરકાયદે તપેલા ડાઇંગ શરૂ કરવા મનપા તંત્ર પર દબાણ ઊભું કરવાનો માલિકોનો પ્રયાસ….
લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે ધમધમી રહેલા તપેલા ડાઇંગ સામે કરવામાં આવેલી સિલીંગ ની કાર્યવાહી બાદ હવે તપેલા ડાઇંગના સંચાલકો બેરોજગારીની આડમાં સીલ ખોલવા માટે મનપા તંત્ર પર દબાણ ઊભી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંચાલકો દ્વારા આ મામલે લિંબાયત ઝોન ખાતે મોરચો લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી અને સીલ ખોલી સમય આપવા માટેની માંગ કરી હતી. જોકે લિંબાયત ઝોનના અધિકારીઓ આ ગેરકાયદે તપેલા ડાઈંગો સામે ટસ ના મસ થયા ન હતાં. ઉલ્લેખનીય છે કે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલ મંગલા પાર્ક, ગોવિંદ નગર, મમતા પાર્ક, રતન નગર, મહાપ્રભુનગર, સહિતના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે તપેલા ડાઈંગો ધમધમે છે. આ તપેલા ડાઇંગના સંચાલકો દ્વારા કલર યુક્ત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સીધું જ મનપાની ડ્રેનેજ લાઈનમાં છોડી દેવામાં આવે છે. જેના કારણે ઘણી વખત ડ્રેનેજ લાઇન ઉભરાતા કલર વાળું પાણી રસ્તા પર ફરી વળે છે અને ઘણી વખત આ પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થતાં લોકોના ઘરોમાં પણ કલર વાળું પાણી આવતું હોય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત આ અંગે લિંબાયત ઝોનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જોકે હવે તંત્રની આખો ખુલી છે અને અનેક તપેલા ડાઈંગ સીલ કરી દેવામાં આવી છે. જોકે હવે તપેલા ડાઇંગ ચલાવનારાઓ બેરોજગારીના નામે તંત્ર પર દબાણ ઊભું કરતા જોવા મળી રહ્યા છે ત્યારે મનપા તંત્ર આ દબાણ ને વશ થશે કે પછી લોક હિતમાં કાર્યવાહી જારી રાખશે તે જોવું રહ્યું.
શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.