Tag: પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર
પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.