સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત ના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘાણી ના જણાવ્યા મુજબ આગામી તારીખ ૨ થી ૫ એપ્રિલ ૨૦૨૬. સ્થળ – સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વિનિશન સેન્ટર – સરસાણા માં “સુરત પ્લાસ્ટ શો 2026” નું આયોજન રાખેલ છે.
સુરત : ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યોગિક શહેર સુરતમાં “સુરત પ્લાસ્ટ શો 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન પ્લાસ્ટિક અને પોલિમર ઉદ્યોગ માટે નવીનતા, ટેક્નોલોજી અને વ્યાપારિક તકોને ઉજાગર કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.
આ પ્રદર્શનમાં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, ઉત્પાદકો અને સપ્લાયર્સ ભાગ લઈ રહ્યા છે. અહીં આધુનિક મશીનરી, અદ્યતન ટેક્નોલોજી, પેકેજિંગ સોલ્યુશન્સ અને રિસાયક્લિંગ ક્ષેત્રની નવી શોધોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
વિશેષરૂપે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ સોલ્યુશન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઉદ્યોગ વધુ સસ્ટેનેબલ , રિસાયક્લિંગ દ્વારા સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
