મહામહિમ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
જોધપુર : આંતરરાષ્ટ્રીય માહેશ્વરી મહાધિવેશન-MGC 2026 ના ગૌરવમય મંચ પર ભાવિકા માહેશ્વરીને પ્રતિષ્ઠિત સમાજ ગૌરવ અલંકારથી વિભૂષિત કરવામાં આવ્યા। રાજસ્થાનના રાજ્યપાલ માનનીય હરિભાઉ બાગડે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિનેશ માહેશ્વરી તથા જસ્ટિસ જે.કે. માહેશ્વરીએ તેમને એટલી નાની ઉંમરે 500 થી વધુ સ્ક્રીન એડિક્શન અંગે અવેરનેસ કાર્યક્રમો માટે ગ્લોબલ સન્માન અર્પણ કર્યું.
જ્યુરીમાં શ્રી આનંદ પ્રકાશ માહેશ્વરી (IPS), શ્રી શ્રીકાંત બાલડા (IAS), ન્યાયમૂર્તિ શ્રી ઉમેશચંદ્ર માહેશ્વરી, શ્રી દિનેશ પટવારી (IRS), શ્રી વિપિન માહેશ્વરી (IPS), શ્રીમતી મોનિકા મોહતા (IFS) તથા ન્યાયમૂર્તિ શ્રી દિનેશ સોમાણીની સાત સભ્યોની ટીમ દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવી.
ત્રણ દિવસીય માહેશ્વરી મહાકુંભમાં દેશ-વિદેશમાંથી લગભગ 50,000 લોકો જોડાયા. ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા.
બે દિવસીય ત્રિસર્ગ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ સમાજના સભ્યોને કરોડો રૂપિયાની ફંડિંગ માટે આશ્વાસન મળ્યું.
