ગ્રીનલેબે સર્જ્યો વિશ્વ રેકોર્ડ : સુરતમાં તૈયાર થયેલા ઓમ નમઃ શિવાય નામના હીરાએ સર્જ્યો વિશ્વ રેકોર્ડ, ચીનને પછડાટ આપી ભારતનો હીરો દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો

Spread the love

સુરત: સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે. આજ ની મોડર્ન દુનિયા ને અનુરૂપ લક્ઝુરીયસ ફેશન ને અફોર્ડેબલ તેમજ હીરો હર એક ને માટે બનાવવાના તેના વિઝન સાથે, સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમંડ્સ તેના લેટેસ્ટ ક્લેક્શન ઓમ નમઃ શિવાયની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે અદ્યતન સૌર્ય ઉર્જા નિર્ભિત માનવ સંચાલિત લેબોરેટરી માં બનાવવામાં આવેલા ત્રણ અત્યંત યુનિક ડાયમંડ્સનો એક સમૂહ છે જે ગ્રીનલેબની ઉચ્ચતમ કુશળતા અને આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે.
આ ત્રણેય માંથી પ્રત્યેક ડાયમંડ્સ એ ગ્રીનલેબ ડાયમંડ્સની વિશ્વમાં સર્વોચ્ચ ગુણવત્તાના ડાયમંડ્સ બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલી ડાયમંડ ટેક્નોલોજીની પ્રગતિનું પરિણામ છે. “લેબમાં તૈયાર કરવામાં આવેલા ડાયમંડ્સ તમામ માટે છે. ગ્રીનલેબ ડાયમન્ડ્સના ભાગીદાર સંકેત પટેલ કહે છે કે અમે વધુ ઉત્કૃષ્ઠ ડાયમંડ્સની ખેતી કરવામાં અને ટકાઉ અને વાજબી લક્ઝુરીયસમાં વિશ્વાસ રાખીએ છીએ જે લોકો અને પૃથ્વીનું પોષણ કરે છે.
પોતાની કુશળતા અને એડવાન્સ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ગ્રીનલેબ ડાયમંડ્સે 27.27 કેરેટનો માર્ક્વિઝ સ્ટેપ-કટ ડાયમંડ્સ ‘ઓમ’ બનાવ્યો છે, જે તેને વિશ્વનો સૌથી મોટો પ્રયોગશાળામાં બનાવવામાં આવેલો પોલિશ્ડ ડાયમંડ બનાવે છે.
બીજા ચમકદાર ડાયમંડ્સનું નામ ‘નમઃ’ છે, એક પિઅર રોઝ-કટ 15.16-કેરેટ ડાયમંડ્સ જે સુંદર રીતે પોલિશ કરવામાં આવ્યો છે, જે દર્શકોને તેની સુંદરતા બતાવે છે. એકસાથે, ઓમ અને નમઃ એ વિશ્વના સૌથી મોટા પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા પોલિશ્ડ ડાયમંડ્સ છે જેમાં કોઇપણ પ્રકારનો કુત્રિમ રંગ ટ્રીટમેન્ટ કરવામાં આવ્યો નથી.
ત્રીજા ડાયમંડનું નામ ‘શિવાય’ છે, તે 20.24-કેરેટનો માસ્ટરપીસ છે જે વશીકરણ અને સુંદરતા દર્શાવે છે. આ નીલમણિ કટ ડાયમંડને દર્શકોને વધુર સુંદરતા માટે સંપૂર્ણ રીતે આકાર આપવામાં આવ્યો છે અને તે કોઈના પણ હાથ પર આકર્ષણ ઉમેરી શકે છે.
તેમણે ઉમેર્યુ કે, “અમે લાસ વેગાસમાં JCK શોમાં વિશ્વ સમક્ષ ત્રણ હીરાનું પ્રદર્શન કરીશું. ક્લેક્શન બૂથ નંબર 8131 LABON LLC પર પ્રદર્શિત કરવામાં આવશે. અમારી કલાકારીગરી જ અમારા ક્રીયેશન ને આ ઇન્ડસ્ટ્રી માં વિભિન્ન પાડે છે. અમે ઉદ્યોગજગતના સભ્યોને આવવા અને ચમકતા ડાયમંડના સાક્ષી બનવા આમંત્રણ આપીએ છીએ.”