ધર્મ – સમાજ

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાય પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે પોતાની પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન’ અંતર્ગત વિરલ દેસાઈએ અત્યારસુધીમાં સરથાણા નેચર પાર્કમાં જૂદા-જૂદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક હાલમાં સુરતના ફેફસાની ગરજ સારે છે. અહીં હજુ કેટલાંક પેચ પર ગાઢ વૃક્ષારોપણ કરીને તેમાં વૃક્ષોનો વધારો કરીશું, જેથી બાયોડાયર્સિટીને સપોર્ટ મળશે અને નેચર પાર્ક ખરા અર્થમાં લાખો લોકો માટે ઓક્સીજન પાર્ક બની રહેશે.’


વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સરથાણા નેચર પાર્કના ડૉ. રાજેશ પટેલ તેમજ હીના પટેલ હાજર રહ્યા હતા. વિરલ દેસાઈના ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્રારા આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ્ડ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અગાઉ સુરતમાં ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તેમજ ઈન્ડિયન રેલવે સ્ટેશનનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી: ત્રણ દિવસમાં 5000 પરિવારો દ્વારા 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

 

સુરત: ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના નીમલાય ગામમાં એક લાખથી વધારે વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું. જેમાં એસઆરકે ગ્રુપના 5000 થી વધારે પરિવારોએ ભાગ લીધો હતો.

સોમવારે સવારમાં નવ વાગ્યે એક સાથે પાંચ હજાર જેટલા પરિવારોએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જે પરિવારે જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લીધો હતો. સોમવારે વહેલી સવારે કાપોદ્રા વરાછા ખાતે ના એક સ્થર એ થી બસ દ્વારા લઇ જવામાં આવ્યા તેમજ કતારગામ એસ આર કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી બસોની વ્યવસ્થા કરી પરિવારને ત સ્થળ સુધી લઈ જવાયા હતા. તે ઉપરાંત જે લોકો પોતાના વાહન ધરાવતા હતા તેઓએ પોતાનું વાહન લઇને સ્થળ સુધી પહોંચ્યા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેને કાયમ ઉછેર કરશે પોતે તો પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉતરે નહિ તો તે જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે પરંતુ બધા જ વૃક્ષો નો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.એક જ સ્થળે એક જ સમયે એક જ કંપનીના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ કદાચ આ પ્રથમ હશે.

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી

 

ત્રણ દિવસમાં 5000 પરિવારો દ્વારા 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

સુરત: ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના નીમલાય ગામમાં એક લાખથી વધારે વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું. જેમાં એસઆરકે ગ્રુપના 5000 થી વધારે પરિવારોએ ભાગ લીધો હતો સોમવારે સવારમાં નવ વાગ્યે એક સાથે પાંચ હજાર જેટલા પરિવારોએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જે પરિવારે જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લીધો હતો. સોમવારે વહેલી સવારે કાપોદ્રા વરાછા ખાતે ના એક સ્થર એ થી બસ દ્વારા લઇ જવામાં આવ્યા તેમજ કતારગામ એસ આર કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી બસોની વ્યવસ્થા કરી પરિવારને ત સ્થળ સુધી લઈ જવાયા હતા. તે ઉપરાંત જે લોકો પોતાના વાહન ધરાવતા હતા તેઓએ પોતાનું વાહન લઇને સ્થળ સુધી પહોંચ્યા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેને કાયમ ઉછેર કરશે પોતે તો પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉતરે નહિ તો તે જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે પરંતુ બધા જ વૃક્ષો નો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.એક જ સ્થળે એક જ સમયે એક જ કંપનીના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ કદાચ આ પ્રથમ હશે.

ગ્રીનમેન વિરલ દેસાઈએ સેવ સોઈલ મુવમેન્ટ અંતર્ગત બાઈલ રેલીનું આયોજન કર્યું

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ ઈશા ફાઉન્ડેશનની સેવ સોઈલ ચળવળને સમર્થન આપીને એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ બાઈક રેલી કતારગામ ખાતે આવેલ ઝેનિટેક્સ મિલથી નીકળી ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પહોંચી હતી. આ રેલીને એલ એન્ડ ટી કંપનીના વાઈસ પ્રેસિડન્ટ અતિક દેસાઈ તેમજ ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઑફિસર જિજ્ઞાસા ઓઝા દ્વારા લીલી ઝંડી બતાવાઈ હતી.
આ બાઈક રેલી દરમિયાન વિશાળ પાયે જાગૃતિ અભિયાન આદરવામાં આવ્યું હતું, જેમાં સુરતના ઈશા ફાઉન્ડેશનના સ્વંય સેવકોએ પ્રશંસનીય હાજરી આપી હતી. આ કાર્યક્રમને ખુલ્લો મૂકતા અતિક દેસાઈ અને જિજ્ઞાસા ઓઝાએ પર્યાવરણ પ્રેમીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો અને તેમણે યુવાનોને પર્યાવરણ સુરક્ષા માટે પ્રેરીત કર્યા હતા. તો વિરલ દેસાઈએ યુવાનોને ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ ચળવળ અંતર્ગત ‘પર્યાવરણ સેનાની’ બનીને કઈ રીતે દેશની સેવા કરી શકાય એ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ બાઈક રેલી દરમિયાન ઈશા ફાઉન્ડેશનના સુરતના સ્વયંસેવકોએ ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર એક નૃત્ય તેમજ નાટક પણ રજૂ કર્યું હતું. ગ્રીનમેન વિરલ દેસાઈએ આ પ્રસંગે કહ્યું હતું કે, ‘સદગુરુ જ્યારે સેવ સોઈલની ચળવળને આખા વિશ્વમાં લઈને પહોંચ્યા છે ત્યારે સુરતે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ની આગવી શૈલીમાં સદગુરુની ચળવળને સમર્થન આપ્યું છે. બાઈક રેલીના માધ્યમથી અમે એક સાથે હજારો લોકોને પ્રભાવિત કર્યા છે એનો અમને ગર્વ છે.’
ઉલ્લેખનીય છે કે બાઈલ રેલી પછી ઈશા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ગ્રીન ઉધના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઈન્ડિયન રેલવેઝના પ્રથમ મિયાવાકી અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કર્યું હતું.

સુરતના 27 વર્ષીય યુવકે શ્રાવણ મહિનામાં 1.25 લાખ મહા મૃત્યુંજય મંત્ર ના જાપ કર્યા

 

દેશના અટલ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ બટુક ગિરિ મહારાજના સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો

સુરત: આજના યુવાનો જ્યારે મોબાઈલ અને કોમ્પ્યુટર માં સમય પસાર કરે છે ત્યારે સુરતના એક 27 વર્ષીય યુવાન વિશાલ વિજયકુમાર જરીવાલા એ પવિત્ર શ્રાવણ માસમાં 1 લાખ 25 હજાર મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરી શિવભક્તિ ને પ્રસ્થાપિત કરી છે.

અડાજણ વિસ્તારમાં રહેતા અને ખંભાતીખત્રિ સમાજના વિશાલ વિજયકુમાર જરીવાલાનો શ્રાવણ મહિનામાં મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરવાનો ધ્યેય હતો અને તે વખતના શ્રાવણ મહિનામાં તેને પૂર્ણ કર્યું છે. વિશાલે જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ જાપ નું અનુસ્તાન પૂર્ણ કર્યું છે અને 12500 દશાંશ હોમના જાપ ,1250 તર્પણ પ્રયોગના જાપ,125 મહાજન પ્રયોગના જાપ કાર્ય હતા પ્રતિદિનવિશાલ  16 થી 17 કલાક સુધી રુદ્રાક્ષની માળા થકી મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરતો હતો. જ્યારે હાલતા ચાલતા જ્યારે પણ સમય મળે ત્યારે મશીન પર 31હજાર જાપ કર્યા પૂર્ણ કર્યા છે. વિશાલની આ સિદ્ધિ બદ્દલ જરીવાલા પરિવાર દ્વારા તેના સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશના અટલ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ બટુક ગિરિ મહારાજ, બીનાબેન પુણેશભાઈ મોદી અને ગુજરાત મિત્ર ના ચીફ એડિટર અને વાસ્તુ શાસ્ત્રના જાણકાર કૌશલભાઈ બારોટ  વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઈદીમાં વૃક્ષ આપવાની પહેલ કરી

 

પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈએ રમઝાન ઈદ નિમિત્તે ૫૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરીને ઈદની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે વિશેષરૂપે અપીલ કરી હતી કે મુસ્લિમ બિરાદરોએ બાળકોને ઇદીમાં વૃક્ષોની પણ ભેટ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ રોપા વિતરણ અંતર્ગત વિરલ દેસાઈની સંસ્થાએ સુરતની વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરીને રોપા પહોંચાડ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશને ક્વોરેન્ટાઈન થયેલા લોકો માટે ભોજન પહોંચાડતી સંસ્થા ‘લોકડાઉન હેલ્પ ગ્રુપ’ના સભ્યો ચેતન જેઠવા તેમજ મસુદ વોરાજી સાથે મળીને સો જેટલા રોપાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. તો એ ઉપરાંત અન્ય મુસ્લિમ બિરાદરો તેમજ સંસ્થાઓ સાથે મળીને ચારસો જેટલા રોપા વહેંચ્યા હતા. આ ઉજવણીમાં દાઉદી વહોરા સમાજના બિરાદરોને પણ સામેલ કરાયા હતા અને તેમને પણ ઈદ નિમિત્તે રોપાં પહોંચાડાયા હતા.

આ બાબતે ગ્રીનમેન વિરલ દેસાઈ જણાવે  છે કે, ‘દરેક તહેવારને પર્યાવરણ અને વૃક્ષારોપણ સાથે જોડવું એ અમારી પ્રથા છે. હું દૃઢપણે માનું છું કે જ્યારે તહેવારો સાથે પર્યાવરણ જોડવામાં આવે ત્યારે લોકો પર્યાવરણ બાબતે અત્યંત ગંભીર બને છે. વળી, આ સમયમાં તો આપણને સ્પષ્ટ થઈ ગયું છે ઑક્સિજન અને વૃક્ષોનું મહત્ત્વ શું છે. એટલે કોઈ પણ રીતે વધુમાં વધુ વૃક્ષો રોપાય એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ માટે થઈને જ હું અપીલ કરું છું કે બાળકોને ઈદીમાં વૃક્ષો પણ અપાવા જોઈએ, જેથી એની સાથે એક ભાવના જોડાય અને એ ભાવનાને લીધે પર્યાવરણની કદર થાય.’

તો રોપાનો લાભ લેનાર બાબુ સોના શેખનું કહેવું છે કે, ‘વિરલભાઈએ જે રીતે ઈદને પર્યાવરણ સાથે સાંકળી એ અત્યંત પ્રેરણારૂપ છે. એમની પાસે પ્રેરણા લઈને અમે પણ વધુમાં વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડીશું અને માત્ર ઈદ પર જ નહીં, પરંતુ આવનારા સમયમાં અનેક પ્રસંગોએ વૃક્ષારોપણ કરીશું. તેમજ અમારી મસ્જિદો તેમજ યતિમખાનામાં પણ વિરલભાઈની જાણકારીનો લાભ લઈને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીશું.

ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ આ અગાઉ ‘ટ્રી ગણેશા’નું આયોજન કરી ચૂક્યા છે, જે અંતર્ગત તેમણે દેશભરમાં મુહિમ ચલાવીને વિવિધ શહેરોમાં હજારો વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું.  

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લઇ પિંકપ્રેન્યોર દ્વારા વુમન વીકની ઉજવણી

 

અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય લક્ષી, કાનૂન લક્ષી અને સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી

Continue reading...
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર યુવાનોએ કર્યું રક્તદાન..

 

પાંડેસરા ખાતે મરાઠા નગરમાં ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા કરાયું રક્તદાન શિબિરનું આયોજન

Continue reading...
પોસ્ટ ઓફિસનાં માધ્યમથી વિદેશી ભક્તો સુધી પહોંચે છે રાજરાજેશ્વરી મંદિરના હવન અને યજ્ઞની ભસ્મ

 

વિદેશમાં સાઉદી અરબ, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા જેવા દેશોમાં દેવીમાના અનેક ભક્તો છે.મંદિરની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ અહીં આવનાર ભકતોને ઘણું પસંદ પડે છે

Continue reading...