આરોગ્ય
અઠવાડિયા બાદ પણ નિરાકરણ નહીં આવતા ઔદ્યોગિક-લેબર કોર્ટના વકીલો કામકાજથી અળગા
સુરતઃ ઔદ્યોગિક અદાલત તથા મજૂર અદાલત નંબર-2માં વકીલો સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હેરાનગતિથી સામે સુરત લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશનને આંદોલન શરૂ કર્યું છે. એસોસિયેશનના નેજા હેઠળ તમામ લેબર લો પ્રેક્ટિશનર્સ દ્વારા 12 એપ્રિલથી બંને કોર્ટો ના કામકાજથી અળગા રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે હજી પણ યથાવત છે.
આ અંગે એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ નિમિષ પટેલના જણાવ્યા મુજબ કોર્ટમાં ધીમી કામગીરી ચાલી રહી અને જુબાની, ઉલટ તપાસ માટે વકીલોને પૂરતી તક આપવાને બદલે ન્યાયાધીશ પોતાની મરજી મુજબ જુબાની,ઉલટ તપાસ માટે આગ્રહ રાખવામાં આવે છે.વકીલોને એક કોર્ટમાં સાંજ સુધી બેસાડી રાખી બીજી કોર્ટની કામગીરીમાં જવા દેવામાં આવતાં નથી ત્યારે આવા વર્તનથી વકીલો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી આ મુદ્દે એસોસિએશને દસ મુદ્દાઓ સાથે ગુજરાત હાઈકૉર્ટનાં ચીફ જસ્ટિસ, હાઇકોર્ટનાં રજીસ્ટ્રાર,યુનિટ જજ હાઇકોર્ટ અને પ્રમુખ ઔદ્યોગિક અદાલતને ફરિયાદ કરવા સાથે જ જ્યારે સુધી વકીલોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી આ બંને કોર્ટની કામગીરીનો અચોક્ક્સ મુદત સુધી બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ થી લેબર લો પ્રેક્ટીશનર દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ નીરકરણ આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં વકીલો આ બે કોર્ટના કામકાજથી અળગા રહેશે એવું ઘોષણા આજરોજ એસોસિયેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.
સ્મીમેર હોસ્પિટલ માં મુલાકાતે આવતાં દર્દીઓ અને મુલાકાતીઓ પાસેથી અઘઘ 104 કિલો પાન માવા ગુટખાનો જથ્થો જપ્ત કરાયો
સુરત. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ પાસેથી તંત્ર દ્વારા 104 કિલો જેટલો ગુટખા તમાકુનો જથ્થો કબ્જે કર્યો હતો. તો પાર્કિંગ વ્યવસ્થિત ન કરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી.
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ 1100થી વધારે બેડ સાથે કાર્રત છે. જ્યાં રોજીંદા 2500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. અને 900 જેટલા દર્દીઓ ઈન્ડોર સારવાર લે છે. ત્યારે સ્મમેર હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા વ્હાલાઓ તેમને મળવા આવતા હોય જેઓ તમાકુ, ગુટખા સહિત લઈ આવતા હતા જેઓ પાસેથી સ્મિમેર હોસ્પિટલના સ્ટાફે ગેટ પર ચકાસણી કરતાં 104 કિલો જેટલો ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો. વધુમાં સ્મિમેર હોસ્પિટલમાં નિર્ધારીત કરાયેલા પાર્કિંગ લોકેશન પર ગાડી પાર્ક ન કરવાના કારણે સારવાર લેવા આવતા દર્દીઓ, કર્મચારીઓ તેમજ શબવાહિની અને એમ્બ્યુલન્સની અવર જવરમાં મુશ્કેલીઓ ઉપસ્થિત થતી હોય છે જેને લઈ પાર્કિંગ બાબતે સ્પેશ્યલ ચેકિંગ હાથ ધરી નિર્ધારત જગ્યા પર પાર્કિંગ ન કરવા બદલ ફેબ્રુઆરી મહિનાથી આજદિન સુધી 46 હજાર 600 રૂપિયા દંડ પેસે વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.
ખાખી વર્દીની પાછળ છુપાયેલી માનવતા ના થયાં દર્શન, ડુમ્મસ પોલીસે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કરાવી ડુમ્મસની સહેલગાહ
સુરત. ડુમસ પોલીસ દ્વારા આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ડુમસ પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વયો વૃદ્ધ માટે અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લાવવામાં આવ્યા હતા જ્યાં તમામની સાથે પોલીસે અલગ મલકની વાતો કરી હતી
પોલીસ ગુનેગારો માટે કડક કાર્યવાહી કરવા માટે જાણીતી છે. પરંતુ પોલીસની ખાખી પાછળ તેમની માનવતા અને સહજતા પણ રહેલી છે. તે આજે જોવા મળ્યું હતું. સુરતમાં પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકાર નામના કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉંમરને લગતી વિવિધ ગેમ તેમજ દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવામાં આવી હતી. જેમાં ભારતીમૈયા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધો વડીલો કે જેમણે આજીવન આપણા દેશની પ્રગતિ અને ઉન્નતી માટે કોઇને કોઇ માધ્યમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાળો આપ્યો છે. જેથી આ વડીલોએ પોતાના જીવનમાં દેશની ઉન્નતી માટે આપેલ અનુદાનને ઋણ તરીકે ગણી, આજે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાને ધ્યાને રાખી તથા પોલીસ હરપળ તેમની સાથે જ છે. તેવો તેમને અનુભવ થાય તેવી શુભ આશય સહ આ વડીલોને આજે ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ પર ફરવા માટે લાવવામાં આવ્યા હતા.
ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે આજે ખાસ સમય વીતાવવામાં આવ્યો હતો જેમાં પોલીસે વૃધ્ધો સાથે જીવનની વિવિધ પ્રકારની અલક-મલકની વાતો કરી હતી.તેમજ તેમની ઉંમરને લાગતી નાની-મોટી રમતો રમાડવામાં આવી હતી. દરિયા કિનારે વૃદ્ધોને પોલીસે સંગીત ખુરશી જેવી રમતો રમાડી હતી. સાથે દરીયા કિનારા પર પોલીસે ડુમસના ભજીયા ખવડાવી તમામને તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા વિશેષ પ્રયાસ કર્યો હતો.
જો સાવચેત નહીં રહેશો તો તમારા ઘરની બહાર પણ લાગી શકે છે આવું બોર્ડ
સુરત. મહાનગરપાલિકા દ્વારા હવે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતા વધુ સક્રિય રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છુટા છવાયા વિસ્તારોની અંદર અલગ અલગ ઝોનમાં જે પ્રકારે કોરોના સંક્રમણના સામે આવી રહ્યા છે. તે જોતા હવે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.
કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં જે પણ વ્યક્તિઓને કોરોના ગાઈડલાઈન પ્રમાણે કોરોના પોઝિટિવ થાય તો તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. એવી જ રીતે ફરીથી કોરોના સંક્રમણના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનમાં કોરોના સંક્રમણ પોઝિટિવ દર્દીઓને સાત દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી
સુરતઃ બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં.
આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે, અવધ ગ્રૂપ એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકેની ઓળખ ધરાવે છે. પરિવારના તમામ સદસ્યોની જરૂરિયાતને પૂર્ણ કરતી સુવિધાઓ અને કાર્યક્રમ મારફતે કેવી રીતે ફેમિલિ ટાઇમને મહત્વતા આપવી તે ક્લબની આગવી વિશેશતા છે. ઘણાં સમર્પિત યુટોપિયન્સ વહેલી સવારથી જ યોગની ઉજવણીમાં સામેલ થયાં હતાં જે ખૂબજ પ્રોત્સાહક હતું. આ કાર્યક્રમ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હતો.
છેલ્લાં બે વર્ષથી કોવિડ-19ને કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઓને રદ કરાઇ હતી, પરંતુ આ વર્ષે અવધ યુટોપિયાએ બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાને આમંત્રિત કરીને તેની પૂર્વ ઉજવણી કરી છે.
અવધ યુટોપિયાના ડાયરેક્ટર પ્રતિક ઉંધાડે જણાવ્યું હતું કે, મલાઇકા અરોરા વાઇબ્રન્ટ અને સ્વ-મહેનતથી સ્ટાર બન્યાં છે કે જેઓ હંમેશાથી ફીટનેસને પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. તેઓ યોગ દ્વારા વેલનેશનું મહત્વ દર્શાવતા રહ્યા છે, જે વ્યક્તિના મન, શરીર અને આત્મા માટે ખૂબજ આવશ્યક છે. સકારાત્મક જીવનશૈલીની ઉજવણી કરવાના યુટોપિયા બ્રાન્ડના ખ્યાલ સાથે તે એકદમ સુસંગત છે. આ પહેલાં અમે યુટોપિયા ક્રિકેટ લીગ, બાળકો માટે સમર કેમ્પ તથા યોગ દિવસની ઉજવણી જેવાં ઘણાં કાર્યક્રમો યોજ્યાં છે. યુટોપિયા પારિવારિક અને સામુદાયિક જોડાણમાં વિશ્વાસ રાખે છે.
તાજેતરમાં અવધ યુટોપિયાએ પ્રતિભાશાળી કમ્પોઝર અને સિંગર અમિત ત્રિવેદીના મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કર્યું હતું, જેમાં 15,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ અગાઉ ક્લબે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
વાપી અને સુરતમાં ઉપસ્થિતિ ધરાવતી અવધ યુટોપિયા મેમ્બર-ઓન્લી લાઇફસ્ટાઇલ ક્લબ છે, જે તેના સદસ્યોના આરામ અને મનોરંજક પ્રવૃત્તિઓ માટેનું વન-સ્ટોપ-સોલ્યુશન છે. અવધ યુટોપિયા વાપી ને વર્ષ 2016માં તથા અવધ યુટોપિયા સુરતને વર્ષ 2018માં લોંચ કરાયું હતું. આ બંન્ને ક્લબ ઉત્કૃષ્ટ સેવાઓ, હોસ્પિટાલિટી, આરામદાયક રહેઠાણ તેમજ ફૂડ એન્ડ બેવરેજ સુવિધાઓ ઓફર કરે છે. અવધ યુટોપિયા તેની ત્રીજી ક્લબ અવધ યુટોપિયા પ્લસ, વાપી ડિસેમ્બર 2022 માં શરૂ કરશે.
અવધ યુટોપિયા લાઇફસ્ટાઇલ ક્લબ ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, મૂવી થિયેટર, સ્પા, સ્વિમિંગ પુલ, ભવ્ય ભોજન સમારંભ સ્થળો, રેસ્ટોરન્ટ્સ અને આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ રૂમ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. સમાન વિચારધારા ધરાવતા લોકોનો સમુદાય બનાવવા માટે, યુટોપિયાના સભ્યોને પ્રેમથી યુટોપિયન તરીકે સંબોધવામાં આવે છે.
કોરોના સામેની લડાઈમાં અને આપણા બાળકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિદ્યાર્થીઓ અને સોશિયલ મીડિયા સહાયક છે.
નવી દિલ્લી: તાજેતરના કોવિડ-19 અવેરનેસ કેમ્પેઇન “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” એ કોરોના વાયરસ અને તેના પ્રકારો વિશે માહિતી ફેલાવવામાં મદદ કરી છે અને વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવા સાવચેતીનાં પગલાંને પ્રોત્સાહન આપ્યું છે.
દુનિયાભરમાં હિપેટાઇટિસ, મંકી પોક્સ અથવા ટોમેટો ફ્લૂના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેનાથી આપણા બાળકોના જીવન સામે ગંભીર જોખમ ઉભુ થયુ છે. એક નવી ઝુંબેશ “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” શરૂ કરવામાં આવી છે, એક નવી જનજાગૃતિ ઝુંબેશ ખાસ કરીને સરકારને આપણા બાળકોની સુરક્ષા અને સુખાકારીની રક્ષા કરવામાં મદદ કરવા માટે તેમના વ્યવસ્થાપન અને કોવિડ પ્રોટોકોલ્સને મજબૂત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
તાજેતરમાં ટ્વિટર પર “ફાઇટ કોવિડ પ્રોટેક્શન ચિલ્ડ્રન” નંબર- 4 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું, કોવિડ-19 અને તેના રહસ્યમય પ્રકારો માટે જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં બાળકોની સલામતી અને તેમની સુખાકારી વિશે વાત કરવામાં આવી હતી. લોકોને ચાલી રહેલા રહસ્યમય વાયરસ વિશે જાગૃત કરવા માટે ઘણા વિદ્યાર્થીઓએ કેમ્પેઇન રેલીમાં ભાગ લીધો અને સાથે ઉભા રહ્યા છે.
જ્યારે અમને સમજાયું કે યુકે અને અમેરિકા એ તેમના કોવિડ પ્રોટોકોલ હળવા કર્યા છે અને તેમના બાળકો હેપેટાઇટિસમાં ફસાઇ ગયા છે, ત્યારે આ સમસ્યાની “ગંભીરતા” સમજાઈ ગઈ હતી અને શક્ય તેટલી વધુ જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી, અમે ઘણા લોકોને માહિતગાર અને જાગૃત કર્યા છે પરંતુ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે યુકે અને અમેરિકાનુ અનુકરણ કરીને કોવિડ પ્રોટોકોલ હળવા કરી નહીં અને કોવિડ-19 કન્ટ્રોલના પગલાં જાળવી રાખી. “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” કેમ્પેઇન કોરોના વાયરસને હરાવવાનો માર્ગ બનાવવા માટે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવાનો ઇરાદો ધરાવે છે.
WHO દ્વારા નિર્ધારિત આરોગ્યલક્ષી ભલામણો અને તબીબી માર્ગદર્શિકાને પ્રોત્સાહન આપતી વખતે આ કેમ્પેઇન ખોટી જાણકારીઓને દૂર કરવામાં મદદ કરે છે. . બાળકો અને ભારતના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે લોકોને વારંવાર હાથ ધોવા, ઘરની વસ્તુઓ સાફ કરવા માટે એન્ટિસેપ્ટિક્સનો ઉપયોગ કરવા, જાહેર સ્થળોએ માસ્ક પહેરવા, શરદી અને ઉધરસ વાળા લોકોને મળવાનું ટાળવા, સોશિયલ- ડિસ્ટન્સ જાળવી રાખવા, ભીડવાળી જગ્યાઓ ટાળવા અને તેમની સલામતીની ખાતરી કરવા માટે શક્ય તેટલું ઘરે રહેવા માટે પ્રોત્સાહિત કરે છે
“કોવિડ-19 વાયરસની મહામારી ફેલાઇ ત્યારથી, લોકોએ રોગપ્રતિકારક શક્તિની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને બાળકો તેનો મુખ્ય ભાગ છે, અને દૈનિક કેસોની સંખ્યામાં હંમેશા વધઘટ થયા કરે છે.” આ કેમ્પેઇન વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવામાં મદદ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને કોવિડ પ્રોટોકોલ જાળવવા માટે સરકારને અપીલ કરે છે તેમજ દરેક ભારતીય નાગરિક પાસેથી સમર્થન માંગે છે. જનજાગૃતિ ઝુંબેશ એ હેપેટાઇટિસ, મંકી પોક્સ અને ટોમેટો ફ્લૂ સામે જાગૃતિ ફેલાવવા અને કોવિડ સામે લડવા માટેના ઘણા બધા પગલાં પૈકીનું એક છે.
કોવિડ-19 અને કોવિડ-19 પછીના ઉપયો એ દરેક માટે સંઘર્ષપૂર્ણ કામગીરી છે. સામાન્ય સંતુલીત જીવન ખોરવાઇ ગયુ છે. જ્યારે કોવિડ-19 હજી પણ હવામાં છે, ત્યારે કોવિડ-19ના અન્ય વિવિધ પ્રકારો જેમ કે હેપેટાઇટિસ વાયરસ, મંકી પોક્સ વાયરસ અને ટોમેટો ફ્લૂ આપણા બાળકોના જીવનને જોખમમાં મૂકવા હુમલો કરી રહ્યાં છે.
આ વાયરસ આપણા બાળકોના જીવન પર કેવી અસર કરે છે અને તેના વિશે વધુ વાંચવા માટે મહેરબાની કરીને નીચેનો લેખ વાંચો: https://www.indiatoday.in/impact-feature/story/children-cannot-live-with-covid-19-and-other-mysterious-diseases-1958029-2022-06-03
સશક્ત યુવા, સશક્ત ભારતના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ યોજાઈ
ભારતીય સિંધુ સભાની યુવા પાંખ દ્વારા યોજાયેલી આ ભવ્ય સમિટમાં 10 દેશોના
સિંધી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ભાગ લીધો
સુરતની શેલ્બી હોસ્પિટલના સુપર સ્પેશીયાલિસ્ટ “ન્યુરો-ઇન્ટરવેશનલ રેડીઓલોજસ્ટ” ડો.જેની ગાંધી દ્વારા મગજના એન્યુરિઝમ માટે ‘કોન્ટૂર ડિવાઇસ પ્લેસમેન્ટ’ની સફળ સર્જરી
સુરત: સુરતની શેલ્બી હોસ્પિટલના સુપર સ્પેશીયાલિસ્ટ “ન્યુરો-ઇન્ટરવેશનલ રેડીઓલોજસ્ટ” ડો.જેની ગાંધી દ્વારા મગજના એન્યુરિઝમ માટે ‘કોન્ટૂર ડિવાઇસ પ્લેસમેન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. ડો. જેની ગાંધી “ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ” તરીકે ન્યુરોઇંટરવેન્શન માટે સેન્ટર ઓફ એક્સેલન્સ – શેલ્બી હોસ્પિટલ, સુરત ખાતે કાર્યરત છે. તેમણે MD (Radiology) બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદથી તથા FRCR, UK થી કર્યું છે. તેણીએ KEM હોસ્પિટલ, મુંબઇ અને KMC હોસ્પિટલ, કોઇમ્બતુરથી ન્યુરોઇંટરવેન્શન અને પેરિફેરલ ઇંટરવેન્શનની તાલીમ વિશ્વના અગ્રણી ઇંટરવેન્શન રેડિયોલોજીસ્ટ હેઠળ લીધી છે. તેમને વર્ષ 2019 માં Indian Society of Vascular and Intervention Radiology દ્વારા “Best fellow of Intervention Radiology”નો એવોર્ડ એનાયત થયો છે.
તેઓ 2019થી શેલ્બી હોસ્પિટલ, સુરતમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટૂંકા ગાળામાં, તેણીએ 500 થી વધુ ઇંટરવેન્શનની પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. તમામ જટિલ હાઇ એન્ડ ન્યુરો-ઇંટરવેન્શન જેમકે એન્ડોવાસ્ક્યુલર કોઇલિંગ, ફ્લો ડાયવર્ટર અને કોન્ટૂર/WEB ડિવાઇસ પ્લેસમેન્ટ ઓફ બ્રેઇન એન્યુરિઝમ્સ, કેરોટિડ સ્ટેન્ટિંગ, ઇન્ટ્રા-ક્રેનિયલ સ્ટેન્ટિંગ, ડ્યુરલ AVM/AVF એમ્બોલિઝેશન, બ્રેઇન AVM એમ્બોલિઝેશન સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યા છે.
તેઓ સુરતમાં પ્રથમ આઇઆર સ્પેશિયલીસ્ટ છે જેમણે શેલ્બી હોસ્પિટલમાં મગજની એન્યુરિઝમ માટે ‘કોન્ટૂર ડિવાઇસ પ્લેસમેન્ટ’ સફળતાપૂર્વક કર્યું છે. ડો. જેની ગાંધી, શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે મગજની એન્યુરિઝમ અને ડ્યુરલ AVF અને બ્રેઇન AVM ના એમ્બોલિઝેશનની સૌથી વધુ સફળ ફ્લોડાયવર્ટર પ્રોસિજર કરી છે.
ડો.જેની ગાંધી સુરતમાં નવી મેડિકલ સુપર-સ્પેશિયાલિટીના ડોક્ટર છે. આ સુપર-સ્પેશિયાલિટીમાં શરીરની રક્ત વાહિનીઓ મારફત ઇમેજ-ગાઇડેડ પ્રોસિજર કરવામાં આવે છે, જેમાં શરીરની રક્ત વાહિનીઓ મારફત કોઈપણ ઓપન સર્જરી વગર શરીરની સરળ તેમજ જટિલ વાસ્ક્યુલર સમસ્યાઓની સારવાર કરી શકીએ છીએ. બધી પ્રોસિજર પિન-હોલ દ્વારા ચામડી પર કોઈપણ ચીરા વગર કરવામાં આવે છે તથા દર્દીને ખુબ ઝડપથી રિકવરી આ વે છે અને મોટાભાગના દર્દીઓને સામાન્ય રીતે 2 થી 3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.
ડૉ. વીરેન્દ્રસિંહ ચૌહાણ (ક્લસ્ટર સીઇઓ સુરત & વાપી) એ જણાવ્યું કે સુરત શેલ્બી હોસ્પિટલ એ જટિલ પ્રકાર ના તમામ ઓપરેશન માટે અમારી હોસ્પિટલ સુસજજ છે. જેનાથી તમામ દર્દીને સારવારનો લ્હાવો મળશે.
શ્રી લલિત સસાલે (ડીજીમ કોર્પોરેટ ડેવલોપમનેટ) ના જણાવીયા મુજબ દર્દીઓએ હવે મુંબઈ કે અમદાવાદ જેવા શહેરોમા જવાની જરૂર નથી, અત્યાધુનિક જટિલ ઓપરેશન શેલ્બી હોસ્પિટલ, સુરત ખાતે ઉપલબ્ધ છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટને 10 લાખ ડોઝ પરત કરશે સાઉથ આફ્રિકા
કોરોનાના આફ્રિકન વેરિયન્ટ પર રસી અસરદાર નહીં હોવાનો દાવો
Continue reading...