ગુજરાત ખબર

લિંબાયત માં વેસ્ટેજ ટાઈલ્સ ના ઢગલા માંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર

 

સુરત. સુરતમાં ફરી એક નિષ્ઠુર વ્યક્તિની કરતુત સામે આવી છે જેમાં નવજાત બાળકને મૃત હાલતમાં ત્યજી દેવાયો હોવાની ઘટના લિંબાયત વિસ્તારમાં બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

      સુરતમાં ફરી એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યો છે. વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાડી કિનારે ટાઈલ્સના વેસ્ટ રૂમમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ નવજાતનો મૃતદેહ કબ્જે લઈ અજાણી નિષ્ઠુર વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી, આસપાસ માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ નવજાતને મૃત હાલતમાં ત્યજી દેનાર જનેતા સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે નવજાતના મૃતદેહનો કબ્જો લઈ અજાણી નિષ્ઠુર જનેતા એ કયા કારણ વશ નવજાત બાળક ને ત્યજી દીધું છે તે અંગે ની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.
હવસખોર ના પંજા માંથી ૬વર્ષ ની બાળા પીંખાતા બાલ બાલ બચી

 

સુરત. સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો

સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જો કે તે જ સમયે બાળાની નાની આવી જતા બુમાબુમ કરતા લોકોએ દોડી આવી નરાધમને મેથીપાક આપી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

  પાંડેસરા શ્રમ વિસ્તારમાં નાનીને ત્યાં રહેતી 6 વર્ષની બાળકી પર તેના જ પડોશમાં રહેતા નરાધમે રેપ કરવાના ઈરાદે પોતાના રૂમમાં લઈ ગયો હતો. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો. આથી નાનીએ પડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો. નાનીએ પડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા. નાનીએ આજુબાજુમાં રહેતા લોકોને મદદ માટે બોલાવ્યા હતા. સ્થાનિકો બૂમ બરાડા સાંભળીને તાત્કાલિક જમાં એકઠા થઈ ગયા હતાં જમાં થયેલા લોકો રૂમ પાસે પહોંચી રૂમનો દરવાજો ખોલાવી પડોશીની બરાબરની ધોલાઈ કરી 100 નંબર પર પોલીસને જાણ કરી હતી જેથી પાંડેસરા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. હવસખોર પડોશી અનિરૂદ્ધ અનુજ અમરલાલસીંગને પકડી પાડી પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આખરે વિવાદોમાં ઘેરાયેલા સુરતના આરટીઓ ગજ્જર ની ગાંધીનગર બદલી

 

સુરત. આરટીઓ તરીકે ઓક્ટોબર મહિનામાં જ એટલે કે છ મહિના પહેલા જ સુરત આવેલા મેહુલ ગજ્જરની આખરે ગાંધીનગર ખાતે રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઈ છે.

સુરતના વિવાદીત આરટીઓ ગજ્જરને ગાંધીનગર રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઇ છે. ગુરૂવારે મોડી રાત્રે 16 આરટીઓની ટ્રાન્સ્ફરનો ગંજીપો ચીપાયો હતો. હવે સુરતમાં વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલને ચાર્જ સોંપાયો છે. આરટીઓ મેહુલ ગજ્જરની ઓક્ટોબરમાં જ સુરતમાં બદલી થઇ હતી. છ મહિનામાં તેમને લઈ અનેક નાના-મોટા વિવાદો છે. કેટલાક પ્રિય એજન્ટોના તમામ કામો થઇ જતા હોવાની પણ વાતો છે. બે મહિના પહેલા જ ગજ્જર સામે એસીબીમાં ફરિયાદ થઇ હોવાની વાત પણ હતી. જો કે, આ બાબતે કોઇ સમર્થન મળ્યું ન હતું.

વરાછામાં મોબાઇલ સ્નેચર્સનો આતંક, એક સાથે બની બે ઘટના

 

સુરત. વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓફિસ પાસેથી અને ત્રિકમનગર શહિદ વિર ભગતસિંહ ગાર્ડન પાસેથી બે યુવાનોના મોબાઈલ સ્નેચીંગ કરાયા હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.

સુરતમાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચર ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓપિસ સામે પંચવટીની વાડી પાસેથી પસાર થતા પુણાગામ ખાતે રેહતા પરિક્ષિત વસાણીના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ લુંટી બાઈકરો ભાગી છુટ્યા હતાં. જ્યારે વરાછા ત્રિકમનગર શહિદ વીર ભગતસિંહ ગાર્ડન પાસેથી પસાર થતા કામરેજ ખાતે રહેતા રવી રાઠોડના હાથમાંથી પણ બાઈકરો મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે મોબાઈલ સ્નેચીંગની ફરિયાદો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

 

અમદાવાદ: તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે આ કાર્યક્રમમાં બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ ૨૦ જેટલા કલાકારો ગુજરાત પોલીસને સેલ્યુટ કરવા માટે આવી રહ્યા છે. આ કાર્યક્રમ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક, કર્ણાવતી ક્લબ તથા કલ્ચર અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત અને હોમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાતના સપોર્ટ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ૩૬ જિલ્લાઓ અને ૪ પોલીસ કમિશ્નરેટને આવરી લેવામાં આવ્યા છે. તથા દરેક જિલ્લામાંથી જે પોલીસ અધિકારીઓએ સારી કામગીરી કરી હોય તેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પોલીસ તરફથી કમિટિના ચેરમેન તરીકે એ. ડી. જી. પી. કાયદો અને વ્યવસ્થા આઈ.પી.એસ. શ્રી નરસિમ્હા કોમર સાહેબ તથા અન્ય કમિટિ મેમ્બર તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, આઈ.પી.એસ. શ્રી પરિક્ષિતા રાઠોડ મેડમ, પોલીસ અધિક્ષકશ્રી, પી.એન્ડ.એમ આઈ.પી.એસ. શ્રી નિરજ બડગુજ્જર સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, કાયદો અને વ્યવસ્થા, આઈ.પી.એસ. શ્રી વિરેન્દ્ર સિંઘ યાદવ સાહેબ, પોલીસ અધિક્ષક અને સ્ટાફ ઓફીસરશ્રી આઈ.પી.એસ. શ્રી જી.જી.જસાણી સાહેબને નીમવામાં આવ્યા છે

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના

 

૧૩થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે

સુરત: દેશને આઝાદી મળ્યા ને 75 વર્ષ પૂર્ણ થતાં દેશમાં સમગ્ર વર્ષ ને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાનની ઘોષણા કરવામાં આવી છે. શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ પણ અભિયાનની  પ્રશંસા કરવા સાથે જ અભિયાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ પોતાના ઘરો પર તિરંગો લહેરાવી અભિયાનને સફળ બનાવશે.

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશને મળેલી આઝાદીનો જશ્ન દરેક ભારતીય માનવે છે. તિરંગા આ દેશની આન બાન અને શાન છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને દેશભરની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શ્રી બજરંગ સેનાએ પણ આ અભિયાનમાં જોડાવાનો નક્કી કર્યું છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના એક એક સદસ્ય જોડાશે અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસ ની ધૂમધામથી ઉજવણી કરશે.

પ્રોફાઈલ હિતેશ વિશ્વકર્મા: https://www.hiteshvishwakarma.com/

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાય પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે પોતાની પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન’ અંતર્ગત વિરલ દેસાઈએ અત્યારસુધીમાં સરથાણા નેચર પાર્કમાં જૂદા-જૂદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક હાલમાં સુરતના ફેફસાની ગરજ સારે છે. અહીં હજુ કેટલાંક પેચ પર ગાઢ વૃક્ષારોપણ કરીને તેમાં વૃક્ષોનો વધારો કરીશું, જેથી બાયોડાયર્સિટીને સપોર્ટ મળશે અને નેચર પાર્ક ખરા અર્થમાં લાખો લોકો માટે ઓક્સીજન પાર્ક બની રહેશે.’


વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સરથાણા નેચર પાર્કના ડૉ. રાજેશ પટેલ તેમજ હીના પટેલ હાજર રહ્યા હતા. વિરલ દેસાઈના ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્રારા આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ્ડ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અગાઉ સુરતમાં ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તેમજ ઈન્ડિયન રેલવે સ્ટેશનનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી: ત્રણ દિવસમાં 5000 પરિવારો દ્વારા 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

 

સુરત: ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના નીમલાય ગામમાં એક લાખથી વધારે વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું. જેમાં એસઆરકે ગ્રુપના 5000 થી વધારે પરિવારોએ ભાગ લીધો હતો.

સોમવારે સવારમાં નવ વાગ્યે એક સાથે પાંચ હજાર જેટલા પરિવારોએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જે પરિવારે જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લીધો હતો. સોમવારે વહેલી સવારે કાપોદ્રા વરાછા ખાતે ના એક સ્થર એ થી બસ દ્વારા લઇ જવામાં આવ્યા તેમજ કતારગામ એસ આર કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી બસોની વ્યવસ્થા કરી પરિવારને ત સ્થળ સુધી લઈ જવાયા હતા. તે ઉપરાંત જે લોકો પોતાના વાહન ધરાવતા હતા તેઓએ પોતાનું વાહન લઇને સ્થળ સુધી પહોંચ્યા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેને કાયમ ઉછેર કરશે પોતે તો પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉતરે નહિ તો તે જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે પરંતુ બધા જ વૃક્ષો નો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.એક જ સ્થળે એક જ સમયે એક જ કંપનીના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ કદાચ આ પ્રથમ હશે.

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો, 72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે

 

સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલે ફરી એક વખત શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. ગ્રુપની સ્કૂલોના 72 વિદ્યાર્થીઓએ એ 1 અને 220 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવી એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પણ 100 ટકા પરિણામની પરંપરા પણ આગળ વધાવી છે.


એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓનું બોર્ડમાં ખૂબ ઝળહળતું પરિણામ આવે છે. અને તેના માટે ધોરણ ૯ ના પરિણામના વધારે વિદ્યાર્થીઓની કેટેગરી બનાવીને તેમને આયોજનબદ્ધ રીતે શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ અપનાવીને તૈયાર કરવામાં આવે છે. શિક્ષકો પણ ખૂબ જ ખંતથી વિધાર્થીઓને શિક્ષણ આપે છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ મોડલ ટેસ્ટ, પ્રેક્ટીસ ટેસ્ટ વગેરે વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ગ્રોથ ચાર્ટ તૈયાર કરે છે અને નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ રેમેડીયલ વર્ગોની વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવે છે જેના પરિણામે શાળાનું ૧૦૦ % પરિણામ વર્ષોથી અમે મેળવી શક્યા છીએ .અદ્યતન ટેક્નોલોજીના સહારે ,એક્સપર્ટ ગાઇડન્સ ,વન-ટુ-વન કાઉન્સેલિંગ,પેરેન્ટ્સ મિટિંગ તેમજ કારકિર્દીલક્ષી અને વિવિધ વિષયોના સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરીને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો શાળાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ સ્ટ્રેટેજીકલી શાળાના આચાર્ય અને શિક્ષકો કામગીરી કરે છે અને તેના ફળ સ્વરૂપે બોર્ડમાં ખૂબ જ સરસ પરિણામ મેળવી શકાય છે.

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી: ધોરણ 10 અને 12 માં વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ડંકો વગાડ્યો

 

સુરત: વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો
માર્ચ 2022નું આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે જેમાં ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ યુથ વિદ્યાકુલના ઘણા વિદ્યાર્થીઓએ 95+ ગુણ પ્રાપ્ત કર્યા. વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો છે.
યુથ વિદ્યાકુલ સમગ્ર ગુજરાતમાં શહેર હોય કે ગુજરાતનું દૂરનું કોઈ ગામ હોય કે જ્યાં સારું શિક્ષણ મેળવવું એ એક સપના બરાબર છે. વિદ્યાર્થીઓના મા-બાપ કે જેના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના સપનાઓને સાકાર કરવા માટે યૂટ્યૂબના માધ્યમથી ધોરણ 9 થી 12 ના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિના મુલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે.
ગુજરાતના દરેક બાળકો સુધી ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાના હેતુથી શરુઆત કરેલ નાનકડો પ્રયાસ આજે એક વિશાળ વટવૃક્ષની જેમ ઘરે ઘરે પહોંચીને લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ આપતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ,અને આ પ્રયાસને ગુજરાતના દૂર દૂરના અંતરિયાળ ગામડાના બાળકો સુધી પહોંચાડવા વિદ્યાકુલના CEO તરુણ સૈની અને વિદ્યાકુલ ગુજરાતના રાજ્યના ડાયરેક્ટર રજનીશભાઈ ખેની અને ભાવિનભાઈ દુધાત વર્ષ 2019 થી સતત કાર્યરત છે.
તરુણ સૈની જણાવે છે કે આ વર્ષના ઐતિહાસિક પરિણામ જેમ આવતા વર્ષ 2022-23 માં ગુજરાતને 2000+ વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત કરાવવાનો સંકલ્પ કરીએ છીએ. અને પ્લેસ્ટોર પર જઈને vidyakul application ડાઉનલોડ કરીને ધોરણ 9 થી 12નું બેઝિક શિક્ષણ વિના મૂલ્યે મેળવી શકે છે.