ગુજરાત ખબર

30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20સેકંડ માં થયો ધ્વસ્ત
સુરત.ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.
સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.

30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20 સેકંડમાં થયો ધ્વસ્ત
સુરત. ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.
સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.

ત્રણ દિવસ પહેલા તાપી નદીમાં ઝંપલાવનાર l&t ના 23 વર્ષીય કર્મચારીની લાશ મળી
હજીરા ખાતે રહેતા અને એલ એન્ટી કંપનીમાં કામ કરતા યુવાને ગત 17મીએ તાપી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો જે યુવાનની મોડી રાત્રે ઉમરાગામ તાપી કિનારેથી લાશ મળી આવી હતી.
સુરત.સુરતમાં આપઘાતની ઘટનાઓ વચ્ચે હજીરા ખાતે રહેતા યુવાને તાપીમાં કુદી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર સુરતના હજીરા ખાતે રહેતા અને એલ એન્ટ ટી કંપનીમાં નોકરી કરતા મુળ બિહારના વિશાલકુમાર સિંગએ તાપી નદીમાં ગત 17મીએ ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેને લઈ તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે યુવાનની લાશ મળી ન હતી. અને રાત્રીના સમયે યુવાનની લાશ ઉમરાગામ તાપી નદીના કિનારે કાદવ પાસેથી વિશાલ નો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે યુવાનની લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૂળ બિહારના ખાગરિયાના છીલકોડી ગામે રહેતો વિશાલ કુમાર ઘણા સમય થી રોજગારી અર્થે સુરત મા રેહતો હતો અને છેલ્લાં ત્રણ વર્ષથી એલ એન્ડ ટી કંપનીમાં હિટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યુ છે. વિશાલના ગામ વાસી મિત્ર સુનિલકુમાર એ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યા આસપાસ માતા પિતા સાથે કોલ કરીને વાત કરી હતી અને મોબાઈલ રૂમ પર મૂકી વિશાલ નીકળી ગયો હતો અને સાથી મિત્રો સાથે પણ કોઈપણ જાતની વાત કરી ન હતી સવાર સુધી તે પરત ન ફરતાં શોધખોળ શરૂ કરી હતી

ગટર સમિતિની બેઠકમાં 94 કરોડથી વધુના 17 કામો મંજૂર
સુરત. સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી. જેમાં 94 કરોડથી વધુના 14 કામો રજુ કરાયા હતા. ચર્ચાના અંતે તમામ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.
સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સમિતિની મીટીંગ ચેરમેન વિક્રમ પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા આવનાર ચોમાસાને લઈ પ્રિ મોન્સુન કામગીરી સાથે નવા આઉટર રીંગરોડ પર રોડની બન્ને સાઈડે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવાની, સાઉથ વેસ્ટ ઝોનમાં નળીકા નાંખવાની કામગીરી સાથે સુરત શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરી કરવા માટે ડ્રેનેજની જાળીઓ ડિસોલ્ટીંગ કરવા સહિતના કામો મળી 94 કરોડ 50 લાખથી વધુના 14 કામો રજુ કરાયા હતા જે કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી. જે અંગે ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે વિગતવાર માહિતી આપી હતી.

લિંબાયત માં વેસ્ટેજ ટાઈલ્સ ના ઢગલા માંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર
સુરત. સુરતમાં ફરી એક નિષ્ઠુર વ્યક્તિની કરતુત સામે આવી છે જેમાં નવજાત બાળકને મૃત હાલતમાં ત્યજી દેવાયો હોવાની ઘટના લિંબાયત વિસ્તારમાં બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં ફરી એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યો છે. વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાડી કિનારે ટાઈલ્સના વેસ્ટ રૂમમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ નવજાતનો મૃતદેહ કબ્જે લઈ અજાણી નિષ્ઠુર વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી, આસપાસ માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ નવજાતને મૃત હાલતમાં ત્યજી દેનાર જનેતા સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે નવજાતના મૃતદેહનો કબ્જો લઈ અજાણી નિષ્ઠુર જનેતા એ કયા કારણ વશ નવજાત બાળક ને ત્યજી દીધું છે તે અંગે ની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.

હવસખોર ના પંજા માંથી ૬વર્ષ ની બાળા પીંખાતા બાલ બાલ બચી
સુરત. સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો
સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જો કે તે જ સમયે બાળાની નાની આવી જતા બુમાબુમ કરતા લોકોએ દોડી આવી નરાધમને મેથીપાક આપી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
પાંડેસરા શ્રમ વિસ્તારમાં નાનીને ત્યાં રહેતી 6 વર્ષની બાળકી પર તેના જ પડોશમાં રહેતા નરાધમે રેપ કરવાના ઈરાદે પોતાના રૂમમાં લઈ ગયો હતો. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો. આથી નાનીએ પડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો. નાનીએ પડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા. નાનીએ આજુબાજુમાં રહેતા લોકોને મદદ માટે બોલાવ્યા હતા. સ્થાનિકો બૂમ બરાડા સાંભળીને તાત્કાલિક જમાં એકઠા થઈ ગયા હતાં જમાં થયેલા લોકો રૂમ પાસે પહોંચી રૂમનો દરવાજો ખોલાવી પડોશીની બરાબરની ધોલાઈ કરી 100 નંબર પર પોલીસને જાણ કરી હતી જેથી પાંડેસરા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. હવસખોર પડોશી અનિરૂદ્ધ અનુજ અમરલાલસીંગને પકડી પાડી પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આખરે વિવાદોમાં ઘેરાયેલા સુરતના આરટીઓ ગજ્જર ની ગાંધીનગર બદલી
સુરત. આરટીઓ તરીકે ઓક્ટોબર મહિનામાં જ એટલે કે છ મહિના પહેલા જ સુરત આવેલા મેહુલ ગજ્જરની આખરે ગાંધીનગર ખાતે રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઈ છે.
સુરતના વિવાદીત આરટીઓ ગજ્જરને ગાંધીનગર રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઇ છે. ગુરૂવારે મોડી રાત્રે 16 આરટીઓની ટ્રાન્સ્ફરનો ગંજીપો ચીપાયો હતો. હવે સુરતમાં વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલને ચાર્જ સોંપાયો છે. આરટીઓ મેહુલ ગજ્જરની ઓક્ટોબરમાં જ સુરતમાં બદલી થઇ હતી. છ મહિનામાં તેમને લઈ અનેક નાના-મોટા વિવાદો છે. કેટલાક પ્રિય એજન્ટોના તમામ કામો થઇ જતા હોવાની પણ વાતો છે. બે મહિના પહેલા જ ગજ્જર સામે એસીબીમાં ફરિયાદ થઇ હોવાની વાત પણ હતી. જો કે, આ બાબતે કોઇ સમર્થન મળ્યું ન હતું.

વરાછામાં મોબાઇલ સ્નેચર્સનો આતંક, એક સાથે બની બે ઘટના
સુરત. વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓફિસ પાસેથી અને ત્રિકમનગર શહિદ વિર ભગતસિંહ ગાર્ડન પાસેથી બે યુવાનોના મોબાઈલ સ્નેચીંગ કરાયા હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.
સુરતમાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચર ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓપિસ સામે પંચવટીની વાડી પાસેથી પસાર થતા પુણાગામ ખાતે રેહતા પરિક્ષિત વસાણીના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ લુંટી બાઈકરો ભાગી છુટ્યા હતાં. જ્યારે વરાછા ત્રિકમનગર શહિદ વીર ભગતસિંહ ગાર્ડન પાસેથી પસાર થતા કામરેજ ખાતે રહેતા રવી રાઠોડના હાથમાંથી પણ બાઈકરો મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે મોબાઈલ સ્નેચીંગની ફરિયાદો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ
અમદાવાદ: તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે આ કાર્યક્રમમાં બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ ૨૦ જેટલા કલાકારો ગુજરાત પોલીસને સેલ્યુટ કરવા માટે આવી રહ્યા છે. આ કાર્યક્રમ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક, કર્ણાવતી ક્લબ તથા કલ્ચર અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત અને હોમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાતના સપોર્ટ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ૩૬ જિલ્લાઓ અને ૪ પોલીસ કમિશ્નરેટને આવરી લેવામાં આવ્યા છે. તથા દરેક જિલ્લામાંથી જે પોલીસ અધિકારીઓએ સારી કામગીરી કરી હોય તેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પોલીસ તરફથી કમિટિના ચેરમેન તરીકે એ. ડી. જી. પી. કાયદો અને વ્યવસ્થા આઈ.પી.એસ. શ્રી નરસિમ્હા કોમર સાહેબ તથા અન્ય કમિટિ મેમ્બર તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, આઈ.પી.એસ. શ્રી પરિક્ષિતા રાઠોડ મેડમ, પોલીસ અધિક્ષકશ્રી, પી.એન્ડ.એમ આઈ.પી.એસ. શ્રી નિરજ બડગુજ્જર સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, કાયદો અને વ્યવસ્થા, આઈ.પી.એસ. શ્રી વિરેન્દ્ર સિંઘ યાદવ સાહેબ, પોલીસ અધિક્ષક અને સ્ટાફ ઓફીસરશ્રી આઈ.પી.એસ. શ્રી જી.જી.જસાણી સાહેબને નીમવામાં આવ્યા છે

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના
૧૩થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે
સુરત: દેશને આઝાદી મળ્યા ને 75 વર્ષ પૂર્ણ થતાં દેશમાં સમગ્ર વર્ષ ને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાનની ઘોષણા કરવામાં આવી છે. શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ પણ અભિયાનની પ્રશંસા કરવા સાથે જ અભિયાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ પોતાના ઘરો પર તિરંગો લહેરાવી અભિયાનને સફળ બનાવશે.
શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશને મળેલી આઝાદીનો જશ્ન દરેક ભારતીય માનવે છે. તિરંગા આ દેશની આન બાન અને શાન છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને દેશભરની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શ્રી બજરંગ સેનાએ પણ આ અભિયાનમાં જોડાવાનો નક્કી કર્યું છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના એક એક સદસ્ય જોડાશે અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસ ની ધૂમધામથી ઉજવણી કરશે.
પ્રોફાઈલ હિતેશ વિશ્વકર્મા: https://www.hiteshvishwakarma.com/