ગુજરાત ખબર

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડો.પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી
પ્રખર હિન્દુ નેતાએ ઉધના સ્થિત શ્રી બજરંગ સેનાના કાર્યાલયની મુલાકાત લીધી
સુરત. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આજરોજ શ્રી બજરંગ સેનાના ઉધના સ્થિત કાર્યાલયની મુલાકાત લીધી હતી. જ્યાં રાષ્ટ્રીય બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડૉ. પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી તેમનું સ્વાગત અને સન્માન કર્યું હતું.

શ્રી હિતેશ વિશ્વકર્મા ડૉ. પ્રવીણ તોગડિયાને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે. આજરોજ ડૉ. પ્રવીણ તોગડિયા જ્યારે ઓફિસે પધાર્યા ત્યારે હિતેશ વિશ્વકર્માએ હર્ષની લાગણી અનુભવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.

INS PLUS હોસ્પિટલ ના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્રારા VALVE IN VALVE TAVI ની સફળ સર્જરી
નવસારી (ગુજરાત) [ભારત], 1 જાન્યુઆરી: INS Plus હોસ્પિટલની શરૂઆત નવસારીમાં આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે થઈ. અહીં 24 કલાકની કાર્ડિયોલોજી અને ન્યૂરોલોજી સેવાઓની ઘણી જરૂરિયાત હતી, જે આ હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવી. અનુભવી ડૉક્ટરો અને આધુનિક પદ્ધતિ સાથે INS Plus એ સસ્તી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરી છે. આ હોસ્પિટલ સ્થાનિક રહેવાસીઓ તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ મેળવનારી બની છે અને અનેક જીવ બચાવવાનો અભિનવ પ્રયાસ કરી રહી છે. INS Plus હંમેશા શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરવા અને નવસારીના લોકોની ભલાઈ માટે કાર્યરત રહેવામાં પ્રતિબદ્ધ છે.
INS PLUS હોસ્પિટલ ૩૫+ ડોકટરો, ૭૫ બેડ અને ૨૦૦ સ્ટાફ ધરાવતી એકમાત્ર હોસ્પિટલ નો શુભારંભ જાન્યુઆરી ૨૦૨૩માં નવસારી ખાતે કરવામાં આવ્યો હતો. નવસારી તેમજ આજુબાજુ માં વસતા રહેવાસીઓ માટે આરોગ્યને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાના નિવારણ માટે INS PLUS હોસ્પિટલ 24×7 અત્યાધુનિક, સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડૉકટરો ની ટીમ દ્વારા અફોર્ડેબલ કિંમતે સારવાર આપતી દક્ષિણ ગુજરાત ની એકમાત્ર હોસ્પિટલ પસંદગીમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરેલ છે.
જયાં કાર્ડિયાક સર્જરી, ન્યુરો સર્જરી, ઓર્થો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ENT સર્જરી અને જનરલ સર્જરી ને લગતી દરેક પ્રકાર ની સર્જરી માટે હવે નવસારી તેમજ આજુબાજુ માં વસતા રહેવાસીઓ એ સુરત, મુંબઈ કે અમદાવાદ ગભરાય ને દોડી જવાની જરૂર નથી, કારણકે અહીં સચોટ, સર્વશ્રેષ્ઠ અને તાત્કાલિક સારવાર આપવા માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ કટિબદ્ધ છે.

આ હોસ્પિટલ ની અત્યાર સુધી ની સફરમાં ઘણી ગંભીર / કઠિન સર્જરી તેમજ સારવાર કરવામાં આવી છે.
તેની માહીતી રજુ કરેલ છે.
- ૧૦૦થી વધારે હાર્ટ એટેકના દર્દીઓ ની એન્જિયોપ્લાસ્ટી દ્રારા ગોલ્ડન અવર્સ દરમ્યાન સફળ સારવાર કરેલ છે.
- ૮૦થી વધુ દર્દી ઓની ગોલ્ડન અવર્સ દરમ્યાન ઈમર્જન્સી ન્યુરોસર્જરી દ્રારા સફળ સારવાર કરેલ છે.
- ૩૦થી વધુ સ્ટ્રોક ના દર્દી ઓની થોમ્બોલિસિસ દ્વારા સફળ સારવાર કરેલ છે.
- ૪૦% જેટલા બર્નસ દર્દીની પણ સફળ સારવાર અહીં કરવામાં આવેલ છે.
તેવી જ એક ઘણી ગંભીર પ્રકારની સફળ સર્જરી કરી એમની સફળતાના કાર્યમાં એક નવો માઈલસ્ટોન રાખેલ છે જેની વિશેષતા જણાવેલ છે.

VALVE IN VALVE”TAVI નામક સર્જરી હાલમાં જ આ હોસ્પિટલ ના નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ Dr. મિહિરસિંહ રાઠોડ અને Dr.પ્રિતેશ પારેખ, પ્રોક્ટર Dr.માણેક ચોપડા અને કાર્ડિયાક સર્જન Dr. દેવાંગ નાયક જેવા અનુભવી ડોકટરોની ટીમ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલ છે. એ દરમ્યાન ૨% જેટલા લોકો ને સ્ટ્રોક (લકવો) થવાની શકયતા રહેલ છે. જે ને દૂર કરવા સેરેબ્રલ પ્રોટેકશન ડિવાઈસ નો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત માં આવી કઠીન સર્જરી ઘણા વર્ષો પછી કરવામાં આવેલ સર્જરી છે જે આરોગ્ય ક્ષેત્રે પ્રશંશાને પાત્ર છે.
આ સર્જરી ની વિષેશતા અહીં જણાવવી સાર્થક છે.
- ઓપન હાર્ટ સર્જરી કર્યા વગર જુના અને ખરાબ થયેલા હાર્ટ ના વાલ્વ ને અત્યાધુનિક પદ્ધતિથી બદલવામાં આવેલ છે.
- કોઈ પણ પ્રકારની મેજર સર્જરી કે વાઢકાપ કર્યા વગર પગની નશ માંથી ખરાબ થયેલ હાર્ટ નો વાલ્વ બદલવામાં આવેલ છે.
- અત્યાધુનિક પદ્ધતિ દ્વારા ૨૪ કલાક કાર્ડીઓલોજીસ્ટ ની હાજરી સાથે ૭૩ વર્ષના દર્દીની સફળ સર્જરી કરવામાં આવેલ છે.
VALVE IN VALVE “TAVI નામક સફળ સર્જરીનો શ્રેય INS PLUS હોસ્પિટલ તેમજ તેના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરો ની ટીમ ને આપવામાં આવે છે.

“બીઇંગ એક્સપોર્ટર દ્વારા નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન”
ચોક્કસ લક્ષ્ય સાથે એક્સપોર્ટ વધારી વધુ નફો કેવી રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન અપાયું
સુરત. એક્સપોર્ટને વધારવા અને વધુ નફો કેવી રીતે મેળવી શકાય એ માટેના માર્ગદર્શન સાથે જ એક્સપોર્ટર્સ ને એક મંચ પર લાવતી બીઇંગ એક્સપોર્ટર સંસ્થા દ્વારા 29મી ડિસેમ્બરના રોજ નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ ડીસ્કશન સાથે જ એક્સપોર્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બીઇંગ એક્સપોર્ટર ના સ્થાપક “ભગીરથ ગોસ્વામી” એ જણાવ્યા મુજબ 29મી ડીસેમ્બરના રોજ સુરત ખાતે બીઇંગ એક્સપોર્ટ દ્વારા નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિભિન્ન રાજ્યોના 140 થી વધુ એક્સપોર્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એક્સપોટર્સને એક મંચ પર ભેગા કરી પોતાના આઈડિયા, રોડમેપ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરી શકાય તે વિશે ચર્ચા કરવાનો હતો. ત્યારે સૌ સભ્યોએ યથાર્થ ચર્ચા કરી હતી. સાથે આગમી વર્ષ 2025માં કઈ બાબતોને અમલમાં લાવી શકાય કે અને શું એક્સપોર્ટર કરી શકાય કે જેનાથી વેપારના વિકાસ સાથે જ વધુ નફો મેળવી શકાય તે વિશે વિસ્તૃત ચર્ચા કરવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા વિભિન્ન કેટેગરીમાં સભ્યોને એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
સુરત. ઉધોગ સહસિકાઓને તેઓને ઉદ્યોગ – વ્યાપારને વિકાસના પંખો આપવામાં માટે મંચ અને માર્ગદર્શન પુરૂ પાડતી સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા તેઓની એક્સલેન્સ ઇવેન્ટ ની સાથે એવોર્ડ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સભ્યોને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રોગ્રેસ એલાયન્સ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સ નો ઉદ્દેશ્ય તેના સભ્યોના વેપાર ઉદ્યોગ ના વિકાસ સાથે જ પારિવારિક જીવનમાં આનંદ ઉમેરવાનો છે. પ્રોગ્રેસ એલાયન્સ નો દરેક સભ્ય ગોઇંગ ટુ ગેદરની ભાવના સાથે આખું વર્ષ માત્ર કાર્ય જ નથી કરતો પણ દરેક સભ્ય એક બીજાના વ્યાપાર ઉદ્યોગ ને આગળ વધારવામાં મદદ કરે છે.

ત્યારે એક પીએ સભ્ય જ્યારે બીજા પીએ સભ્ય માટે, તેના વેપાર ઉદ્યોગના વિકાસ માટે પરિવાર માટે કઈક ભાગીદારી કરે ત્યારે આવા સભ્યોની કામગીરીની અમે નોંધ લઈએ છીએ અને તેઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરીએ છે. ત્યારે આ વખતે પણ પ્રોગ્રેસ એલાયન્સની એક્સાલન્સ ઇવેન્ટ ની સાથે જ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈ પરફોર્મન્સ કરનારા સભ્યોને એંત્રેપ્રેન્યુર ઓફ ધ ઇયર, રાઇજીંગ સ્ટાર ઑફ ધ ઇયર, બિઝનેસ લીડર ઓફ ધ ઇયર, ઇન્સ્પાયરિંગ આઇકોન ઓફ ધ ઇયર જેવી કેટેગરીમાં એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રોગ્રેસ એલાયન્સ ની સ્થાપના દસ વર્ષ પુરા થયા છે ત્યારે માત્ર 8 સભ્યો સાથે શરૂ થયેલી આ સંસ્થામાં આજે 2500 થી વધુ સક્રિય સભ્યો છે.

અવધ યૂટોપિયા ના કાર્નિવલમાં આયોજિત ફેશન ફેસ્ટિવલમાં IDT એ ફેશન અને ગ્લેમરના બેમિસાલ સંગમનો પ્રદર્શન કર્યો!
સુરત: સુરતના પ્રતિષ્ઠિત ક્લબ અવધ યૂટોપિયા આયોજિત ફેશન ફેસ્ટિવલમાં IDTના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત ડિઝાઇનર વસ્ત્રો અને ફેશન શોમાં ફેશન અને ગ્લેમરના ભવ્ય સંગમને માણવાનો અવકાશ મળ્યો.
આ ભવ્ય ફેશન શોમાં મિસ સ્કૂબા ઇન્ટરનેશનલ 2022 વર્ષા રાજકોવા શો સ્ટોપર તરીકે ખાસ હાજર રહી હતી. શોની કોરિયોગ્રાફી પ્રખ્યાત કોરિયોગ્રાફર ચંદ્રકલા સાનપ દ્વારા કરવામાં આવી હતી. આ આયોજનની ભવ્યતાને વધુ શોભાવાન માટે મુંબઈ અને પુણેના ટોચના મોડેલ્સે રેમ્પ પર પોતાનું દબદબું છૂટ્યું. સાથે, IDT (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી) ના પ્રતિભાશાળી એલ્યુમની અને ડિઝાઇનર્સે પોતાના વિશેષ કલેક્શનનું પ્રદર્શન કર્યું, જે પરંપરાગત અને આધુનિક ફેશનનો ઉત્તમ સંગમ હતો.

અવધ યૂટોપિયા માટે આ ફેશન શો માત્ર એક ઇવેન્ટ જ નહીં, પરંતુ તેમના મેમ્બર્સ માટે ગ્લેમર, કલા અને સર્જનાત્મકતાનો અનોખો અનુભવ પ્રદાન કરવાનું અનન્ય પગલું હતું.

અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ સુરતમાં કલ્યાણ જવેલર્સના નવા તૈયાર કરાયેલા શોરૂમનું ઉદઘાટન કર્યું
વિશ્વસ્તરીય માહોલમાં ખરીદીનો વૈભવી અનુભવ ઓફર કરે છે
સુરત, 27 ડિસેમ્બર, 2024: ગુજરાતમાં 10 શોરૂમ સાથે ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય જવેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જવેલર્સે સુરતમાં આઇડીબીઆઇ બેંકની પાસે પોડદોડ રોડ ખાતે તેનો નવો તૈયાર કરાયેલો શોરૂમને ફરીથી લોંચ કર્યો છે.
અભિનેત્રી સોનાલી બેન્દ્રે દ્વારા ઉદઘાટન કરાયેલા શોરૂમમાં વિવિધ કલ્યાણ જવેલર્સ કલેક્શનની ડિઝાઇનની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. ગ્રાહકો અત્યાધુનિક સુવિધાઓ અને વિશ્વકક્ષાના માહોલમાં એક અજોડ અનુભવ પ્રાપ્ત કરશે. આ કાર્યક્રમમાં અભિનેત્રીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યા ચાહકો અને ગ્રાહકો ઉમટી પડયા હતા. તેમના ઉષ્માભર્યા સ્વાગતથી લોંચમાં એક ઉર્જાનો ઉમેરો થયો હતો, જે આ શોરૂમના પુનઃપ્રારંભને લઈને ઉત્સાહ અને અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે.
ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કહ્યું હતું કે, “આજે નવા કલ્યાણ જ્વેલર્સ શોરૂમના ઉદઘાટન માટે અહીં ઉપસ્થિત રહેતા મને ખુશી થાય છે. વિશ્વાસ, પારદર્શિતા અને ગ્રાહક-કેન્દ્રિત એવી કલ્યાણ જવેલર્સ જેવી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવું માટે માટે ગૌરવની વાત છે. મને વિશ્વાસ છે કે ગ્રાહકોનું કલ્યાણ જવેલર્સ ઉષ્માભર્યું સ્વાગત કરશે તથા તેઓ માત્ર બેજોડ સેવા જ નહીં પરંતુ અમે જે જવેલરી કલેક્શન ઓફર કરીએ છીએ તેની વિશાળ શ્રેણીની પણ પ્રશંસા કરશે.”

આ નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જવેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને જણાવ્યું હતું કે, “સુરતમાં અમારા નવા ડિઝાઇન કરેલા કલ્યાણ જ્વેલર્સ શોરૂમના લોંચ સાથે અમારું લક્ષ્ય એક વ્યાપક ઇકોસિસ્ટમ બનાવવાનું છે, જે અમારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે તથા તેમના ખરીદીના અનુભવમાં વધારો કરે છે. અમે સતત વિકાસ કરવા, વિશ્વ-સ્તરીય માહોલ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેમજ અમારી બ્રાન્ડના વિશ્વાસ અને પારદર્શિતાના મુખ્ય મૂલ્યોને જાળવી રાખીએ છીએ. કલ્યાણ જવેલર્સ ખાતે અમે ગુણવત્તા અને અસાધારણ સેવા પર મજબૂત ભાર મૂકીને ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ જવેલરી ડિઝાઇનની વિશાળ શ્રેણી ઓફર કરતાં રહીશું.”
બા લોંચની ઉજવણી કરતા કલ્યાણ જવેલર્સ મેકિંગ યાસ ઉપર 50 ટકા સુધીની છૂટની જાહેરાત કરી છે. આ ઉપરાંત કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ- માર્કેટમાં સૌથી નીચા અને કંપનીના તમામ શોરૂમમાં સ્ટાન્ડડૉઇઝ પણ છે, તે પણ લાગુ પડશે.
ગ્રાહકોને કલ્યાણ જ્વેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, જે શુદ્ધતાની ગેરટી, ઘરેણાંની આજીવન મફત જાળવણી, વિગતવાર ઉત્પાદન માહિતી અને પારદર્શક એક્સચેન્જ અને બાથ-એક નીતિઓ આપશે. આ પ્રમાણપત્ર બ્રાન્ડની તેના ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ શોરૂમમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ ઉપલબ્ધ હશે. જેમાં મુહૂર્ત (વેડિંગ જવેલરી લાઈન). મુવા (રેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જવેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (સોલિટેર જેવા ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વ (ખાસ પ્રસંગો માટે ડાયમંડ્સ), અંતરા (ચેડિંગ ડાયમંડ્સ), ફેરા (ડેઇલી વેર ડાયમંડ્સ), રંગ (કિંમતી પથ્થરો વેલરી) અને તાજેતરમાં લોંચ થયેલા લીલા (રંગીન પથ્થરો અને ડાયમંડ વેલરી)નો સમાવેશ થાય છે.

ક્રિસમસની ભાવનાને સ્વીકારતા: એકતા અને આનંદની ઇચ્છા
ક્રિસમસના ઉત્સવને ઉજવવા માટે, વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોમબત્તી સજાવટ અને ગ્રીટિંગ કાર્ડ બનાવવાની આનંદમય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જે ઉષ્ણતા, પ્રેમ અને એકતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
ક્રિસમસ આનંદનો તહેવાર છે, જે સાન્ટા ક્લોઝની ઉત્સુક પ્રતિક્ષાનું પ્રતિક છે, જે ધરતીના બાળકો માટે સ્વર્ગમાંથી પ્રેમ અને આશીર્વાદના ભેટ લાવે છે. આ શાંતિ અને સમૃદ્ધિને ટકાવવા તેમજ તમામ વચ્ચે સુમેળ વધારવાનો સમય છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુંદર રીતે સજાવેલી મોમબત્તીઓ અને સર્જનાત્મક રીતે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ્સ દ્વારા તેમની હ્રદયપૂર્વકની પ્રાર્થનાઓ અને ઇચ્છાઓ વ્યક્ત કરી. તેમના કાર્યમાં સેન્ટ નિકોલસને એક નરમ વિનંતી હતી, જેમાં તેઓ એકતા, સહિષ્ણુતા, સમાનતા અને સમગ્ર માનવજાત માટે વૈશ્વિક ભાઈચારા માટેનું આદરપૂર્વકનું ભેટ માંગતા હતા.

જેમજેમ અમે આ ક્રિસમસનું સ્વાગત કર્યું, અમે એક એવી દુનિયા માટે આર્થિક રીતે પ્રાર્થના કરી કે જે પ્રેમ અને સ્નેહથી બંધાયેલી હોય. અમારા વિદ્યાર્થીઓએ એક એવા ભવિષ્યની ઇચ્છા વ્યક્ત કરી જ્યાં સંઘર્ષ અને નિરાશાના ધૂમાડાને શાંતિ અને સમૃદ્ધિની મીઠી ધુમ્મસથી બદલી શકાય.
પ્રિય સાન્ટા ક્લોઝ, કૃપા કરીને અસહમતીના અંધકારને દૂર કરો અને અમારા વિશ્વને દયા, સુમેળ અને સદાકાળ આનંદના પ્રકાશથી ભરપૂર બનાવો. આ ક્રિસમસ એક પૃથ્વી, એક માનવજાત અને એક ઉજ્જવળ આવતીકાલ માટે આશાની કિરણ બને

બિગ ક્રિકેટ લીગ સીઝન 2: ઉત્સાહ ફરીથી મનોરંજક છે!
સુરત, 21 ડિસેમ્બર, 2024 – ક્રિકેટ પ્રેમીઓ, બિગ ક્રિકેટ લીગ સીઝન 2 માટે તૈયાર રહી જાઓ, જે લલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરતમાં તેના આકર્ષક સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચો માટે સજ્જ છે. તમામ માટે પ્રવેશ મફત છે, તો આ એ તમારી તક છે, જેણે શ્રેષ્ઠ ક્રિકેટને નજીકથી અનુભવવાની તક આપી છે!
આ ખૂબ જ રાહ જોઈને દાખલ થનારી ઘટના 21 ડિસેમ્બરે સેમી-ફાઇનલ મેચો સાથે શરૂ થશે, જેમાં ઉન્નત મેચનો અમલ થશે: ઇરફાન પઠાનની ટીમ સામે યૂસુફ પઠાનની ટીમ, બપોરે 3 વાગે, અને પછી શિખર ધવનની ટીમ સામે સુરેશ રૈના ની ટીમ, સાંજના 7:30 વાગે. તેના પછી, ભવ્ય ફાઇનલ 22 ડિસેમ્બરે સાંજના 7:30 વાગે થશે, જેમાં ઊર્જાવાન ક્રિકેટ અને યાદગાર પળો મળશે.
લીગના નેતૃત્વના હવાલા:
પુનીત સિંહ (મુખ્ય પ્ર Patron):
“Big Cricket League માત્ર એક ટૂર્નામેન્ટ નથી—આ એ ક્રિકેટનો ઉત્સવ છે અને યુવાન પ્રતિભાને એક મંચ આપે છે, જ્યાં તેઓ ચમક શકે છે. અમે ખુશ છીએ કે સીઝન 2 માટે એ વધુ મોટું અને શ્રેષ્ઠ બનાવવા માટે તક મળી છે.”
દિલીપ વેંગસર્કર (લીગ કમિશનર):
“આ લીગ ભારતમાં ગ્રાઉન્ડ-લેવલ ક્રિકેટ માટે એક ગેમ-ચેન્જર બની રહી છે. અનુભવી ખેલાડીઓ નવા પ્રતિભાઓને માર્ગદર્શન આપતા જોવું પ્રેરણાદાયક છે, અને હું આ પહેલના ભાગીદાર બનવાનો ગર્વ અનુભવું છું.”
રુદ્ર પ્રકાશ સિંહ (પ્રેસિડેન્ટ):
“હમેશાં, અમારો ઉદ્દેશ એ છે કે, આપણે ક્રિકેટના પ્રેમીઓ માટે એક એવી સ્થાન ઊભું કરીએ, જ્યાં બધાને તક મળે. Big Cricket League એ ક્રિકેટની મજબૂતી અને પ્રેમનો પરિચય છે, અને હું વિશ્વાસ રાખું છું કે આ સીઝન આપણા અપેક્ષાઓથી વધુ કરશે અને ખેલાડીઓ અને દર્શકો માટે આનંદ લાવશે.”
ક્રિકેટની ખ્યાતિ ધરાવતા ખેલાડીઓના હવાલા:
શિખર ધવન:
“Big Cricket League નો ભાગ બનવું એ એક સન્માન છે. આ પ્રકાર的平台ો પ્રતિભા ને વધુ મજબૂત બનાવવામાં અને ક્રિકેટના પ્રેમને આગળ વધારવામાં મહત્વપૂર્ણ છે. હું કંઈક રોમાંચક મેચો માટે ઉત્સુક છું અને ખેલાડીઓનો સહારો આપવા માટે તૈયાર છું.”
ઇરફાન પઠાન:
“ક્રિકેટ હંમેશાં લોકોને જોડવાનો અને મોટા સપનાઓ ધરાવનારા લોકોને તક આપવા માટે રહ્યો છે. Big Cricket League એ એ જ કામ કરી રહી છે, અને હું તેનો ભાગ બનવા માટે ગર્વ અનુભવું છું. સુરતમાં ઊર્જા વિદ્યુત જેવું છે!”
યૂસુફ પઠાન:
“આ લીગ એ એ વાતનો પુરાવો છે કે યોગ્ય તક મળતા સપનાઓ પૂર્ણ થઈ શકે છે. હું પ્રแฟન્સ અને ખેલાડીઓમાં ઉત્સાહ જોઈને ખુશ છું. સીઝન 2 ને યાદગાર બનાવીએ!”
સુરેશ રૈના:
“આ અદ્ભુત લીગનો ભાગ બનવાથી હું ખૂબ ઉત્સુક છું અને સુરતમાં ક્રિકેટ માટે如此 ઊર્જાવાન પ્રતિસાદ જોઈને આનંદિત છું. Big Cricket League એ યુવાન પ્રતિભાને દર્શાવવાનો સુંદર મંચ પૂરો પાડે છે, અને હું આવા ખ્યાતિ ધરાવતો ખેલાડીઓ સાથે રમવા માટે ઉત્સુક છું.”
ઘટના હાઇલાઇટ્સ:
સેમી-ફાઇનલ્સ: 21 ડિસેમ્બર 2024 |
બપોરે 3 વાગે અને સાંજના 7:30 વાગે
ફાઇનલ્સ: 22 ડિસેમ્બર 2024 | સાંજના 7:30 વાગે
સ્થળ: લલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરત
તમામ માટે મફત પ્રવેશ
સીઝન 2 માટે રજીસ્ટ્રેશન હજુ પણ ખૂલી છે.
આકાંક્ષી ક્રિકેટર તેમના સપના હકીકતમાં બદલવા માટે www.bigcricketleague.com પર નોંધણી કરી શકે છે. #AbSapneBanengeHaqeeqat ના ટૅગલાઇન સાથે।
આ ક્રિકેટિંગ એકશનનો ભાગ બનવાનો આ મોકો ગુમાવશો નહીં અને તમારી પસંદીદા ટીમોનો સહારો આપો, જે ગૌરવ માટે સ્પર્ધા કરી રહી છે!

જીવનને આનંદી અને સુખમય બનાવવાની કળા શીખવાડતી TedX કોન્ફરન્સનું 22મી ડિસેમ્બરના રોજ સુરતમાં આયોજન
સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી આયોજિત TedX કોન્ફરન્સમાં સુરત સહિત દેશના 12 નિષ્ણાંત નામાંકીત વક્તાઓ માર્ગદર્શન આપશે
સુરત. જીવન જીવવાની કળા શીખવા માટેની માર્ગદર્શન આપતી TedX કોન્ફરન્સનું 22મી ડિસેમ્બરે સુરતમાં યોજવામાં આવી છે. પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં સવારે 9 થી 3 વાગ્યા દરમિયાન યોજાનાર આ કોન્ફરન્સમાં સુરત સહિત દેશભરમાંથી 12 નામાંકિત વક્તાઓ ઉપસ્થિત રહેશે.
TedX ના ડાયરેક્ટર સૌરભ પચેરીવાલે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ કોઈ વ્યવસાય, ખરીદી કે ટ્રાન્ઝેક્શન આઈડિયા માટે નથી, પરંતુ જીવનને સરળ અને આનંદમય કેવી રીતે બનાવી શકાય તે માટે આયોજિત કરવામાં આવી છે. આ માટે આવા વક્તાઓની પસંદગી કરવામાં આવી છે જે યુવાનો સમક્ષ વિવિધ વિચારો રજૂ કરશે. આ કોન્ફરન્સમાં સુરત સહિત દેશના વિવિધ શહેરોમાંથી 12 નિષ્ણાત વક્તાઓ ઉપસ્થિત રહેશે, જેઓ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે.
- વૈદેહી મૂર્તિ
પ્રખર ભાષાશાસ્ત્રી અને સંદેશાવ્યવહારમાં પ્રામાણિકતાના હિમાયતી, વૈદેહીએ કેવી રીતે ભાષા આપણા સંબંધોને આકાર આપે છે અને સાચા જોડાણોને પ્રોત્સાહન આપે છે તેના પર પ્રકાશ પાડશે. - આનંદ અને અનીતા વૈદ્ય
ઉછેર કરવાવાળી જોડી આનંદ અને અનીતા વૈદ્ય પોતાની પરિવર્તનકારી યાત્રાને શેયર કરશે, જેમાં ન્યૂ જનરેશનના ઉછેર માટે પ્રેમ, જ્ઞાન અને વ્યવહારિક રિતીઓનું મિશ્રણ હશે. - ડૉ. વિનિત બંગા
જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો. બંગા મગજના સ્ટ્રોક નિવારણ અને પુનઃપ્રાપ્તિ માટે અમૂલ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, જે વ્યક્તિઓને તેમના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સશક્તિકરણ કરે છે. - અનુષ્કા રાઠોડ
સોશિયલ મીડિયા પ્રભાવક અને મિમ સંસ્કૃતિ નિષ્ણાત અનુષ્કા રાઠોડ મીમ્સની રમૂજ-સંચાલિત દુનિયા અને આધુનિક વાર્તા કહેવા પર તેમની ઊંડી અસરની શોધ કરે છે.
5.ડૉ. ભાવિન પટેલ
એક સ્વપ્નદ્રષ્ટા ચિંતક, ડૉ. ભાવિન પટેલ આપણને જીવનના ગહન ઉદ્દેશ્યને ઉજાગર કરવા અને આપણા સાચા આકલન સાથે સંરેખિત કરવા માટે પ્રવાસ પર લઈ જાય છે. - જીજ્ઞા વોરા
સામાજીક પુનઃ એકીકરણમાં ટ્રેલબ્લેઝર જીજ્ઞા વોરા અર્થપૂર્ણ રોજગાર દ્વારા સુધરેલા ગુનેગારોને બીજી તક આપવાની શક્તિશાળી સંભાવનાની ચર્ચા કરે છે. - પ્રો અનિલ ભારદ્વાજ
અવકાશ વિજ્ઞાની પ્રો. અનિલ ભારદ્વાજ વિશાળ બ્રહ્માંડમાં જીવનની શક્યતા અને અવકાશ સંશોધનના ભાવિની શોધ કરીને આપણને પૃથ્વીની બહાર લઈ જાય છે. - દિવાંશુ કુમાર
સ્વચ્છતા અને ગંદાપાણીની સારવારના ક્ષેત્રમાં કામ કરનાર એક સંશોધક, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે. - રાહુલ જૈન
હજારો નાના અને મધ્યમ વ્યાપારી સાહસિકોને તાલીમ અને માર્ગદર્શન આપવાના અનુભવ સાથે પ્રખ્યાત બિઝનેસ કોચ છે. - સૌરભ અગ્રવાલ
એગ્રી-પ્રિન્યોર, કૃષિ અને ખેતીના ક્ષેત્રમાં કામ કરતા, ખેડૂતો માટે કૃષિ પેદાશોને ટેકો આપે છે. - બરકત અરોરા
પ્રોડિજી પર્ફોર્મિંગ, ઇન્ટરનેટ સનસનાટીભર્યા, નૃત્ય દ્વારા અભિવ્યક્તિની શક્તિમાં વિશ્વાસ કરે છે

પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો
સંજય સોનીએ પ્રોડ્યુસર તરીકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે પ્રોડયુર બનવા પાછળનું સૌથી મોટું પ્રેરકબળ હોય તો શાહરુખ ખાનની 1992ની ”દીવાના” ફિલ્મ
અમદાવાદ, 13 ડિસેમ્બર: “હાહાકાર” થકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ પૂરનાર પ્રોડ્યુસર સંજય સોનીએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ મારી સફળ પ્રોડ્યુસરની કારકિર્દી પાછળ એક સફળ “પ્રોડ્યુસર સ્ત્રી” એટલે કે મારી પત્ની કૃપા સોનીનો હાથ છે. હાહાકાર ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઇ તે બદલ હું દુનિયાભરના ગુજરાતીઓનો આભારી છું જ પરંતુ સૌથી વધુ આભાર મારી પત્ની તેમજ પ્રોડ્યુસર કૃપા સોનીનો માનું છું. તેણે પડદાં પાછળ રહીને હંમેશા મને સપોર્ટ કર્યો છે.
હાહાકાર એક પણ હિરોઈન વગરની અને લવસ્ટોરી વગરની ગુજરાતી ફિલ્મ હતી એટલે શરૂઆતમાં થોડી શંકા થઇ કે લવ સ્ટોરી કે હિરોઈન વગર કોઈ પણ ફિલ્મ હીટ જવી શક્ય છે? પરંતુ ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકરના ગાઈડન્સ તેમજ પવન શુક્લાની જુગાડ મીડિયાની ટીમ અને મયંક ગઢવીની અદ્ભૂત એક્ટિંગથી મારો વિશ્વાસ અને જુસ્સો વધ્યો.
મારા પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે. 1992માં શાહ રૂખ ખાનનું ”દીવના” મુવીનું શૂટિગ ચાલી રહ્યું હતું અને લાખોનું ટોળું શૂટિંગ જોવા ઉમટ્યું હતું અને એક ખૂણામાં ખુરશી પર પ્રોડ્યુસર શાંતિથી ફિલ્મ નિહાળી રહ્યા હતા અને સ્પોટ બોય તેની ખાતિરદારી કરવા ખડેપગ ઊભાં હતા. બસ એ જ દિવસથી મેં પ્રોડ્યુસર બનવાનું સપનું જોયું અને આજે હાહાકાર ફિલ્મ થકી મેં મારૂં સપનું સાકાર કર્યું.
આજે હું તમને પ્રોડ્યુસર તરીકેની ચેલેન્જ શેર કરું. અમારૂ “મધરો દારૂ” ગીત ઇન્ટરનેટ પર છવાઈ ગયું હતું અને લાખો લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી રહ્યાં હતા. હવે પ્રોડ્યુસર તરીકે મારી આ પ્રથમ ફિલ્મ હતી. ગીત હિટ જવાને કારણે અમારી કોર ટીમ ડાયરેક્ટરથી લઈને એક્ટર સુધી એ કહ્યું કે રિલીઝ ડેટ પાછળ ખેંચીએ. જો હું આ વાતને લઈને હસ્તક્ષેપ કરેત અને મેં ઉપરવટ જઈને વહેલી ફિલ્મ રિલીઝ કરી હોત તો આટલો પ્રતિસાદ ન મળેત. હું માનું છું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભરપૂર ટેલેન્ટ છે, ડાયરેક્ટથી લઈને એક્ટરને પોતાની ક્રિએટિવિટી માટે છૂટ આપવાની જરૂર છે.
પ્રોડ્યૂસર તરીકે જે રીતે મને પ્રેમ અને સહકાર મળી રહ્યો છે તે પ્રમાણે હવે મારી જવાબદારી બને છે કે હું મારા ગુજરાતી ઓડિયન્સને આવી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ આપું અને ફિલ્મ થકી ગુજરાતી ભાષાને વધુ ને વધુ પ્રાધાન્ય આપું.
સંજય સોનીની સફરની વધુ જાણકારી માટે, તેની ઇન્સ્ટાગ્રામ રીલ તપાસો: https://www.instagram.com/reel/C-4j1epvFAk/?igsh=c3ZmcGV3eGZndXB3