શિક્ષણ અને ટેકનોલજી
સાર્વજનિક યુનિવર્સિટીમાં “સમત્વમ્” કાર્યક્રમનું આયોજન
સાર્વજનિક યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે તા. 10 માર્ચ 2026ના રોજ “સમત્વમ્ (સમાનતા • સન્માન • સશક્તિકરણ – સર્વસમાવેશક અને સશક્ત સમાજ તરફ એક પહેલ)” વિષય પર Gender Sensitization Programmeનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ લિંગ સમાનતા, સંવેદનશીલતા અને સર્વસમાવેશિતા અંગે જાગૃતિ લાવવાનો તથા વિધાર્થીઓ અને યુનિવર્સિટી સમુદાયને આ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં શ્રી આશિષ વકીલ, President, સાર્વજનિક યુનિવર્સિટી તથા ડૉ. કિરણ પંડ્યા. Provost, સાર્વજનિક યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુખ્ય વક્તા તરીકે શ્રીમતી શ્રદ્ધા શાહ, Founder – Tapperz Dance School, તથા Advocate હિરલ પનવાલા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ મહેમાન વક્તાઓના પ્રેરણાદાયી સંબોધન રહ્યા હતા। શ્રીમતી શ્રદ્ધા શાહે તેમના અનુભવ દ્વારા અનુશાસન, અથાગ મહેનત અને આત્મઅભિવ્યક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પડકારોને પાર કરી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। જ્યારે Advocate હિરલ પનવાલાએ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક અનુભવ દ્વારા આત્મવિશ્વાસ, જાગૃતિ અને સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત લોગો નિર્માણ, પોસ્ટર નિર્માણ, બુકમાર્ક નિર્માણ, વાદ-વિવાદ તથા મૂવી રિવ્યુ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિવિધ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ સંવાદ, પ્રેરણા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ મંચ પુરવાર થયો હતો તથા સર્વસમાવેશક, સન્માનજનક અને સમાન સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે સમાજસેવાનો મહોત્સવ, 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7500 રૂપિયાના ચેકનું વિતરણ, 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી સુરત. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રવિવારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કુમાર કાનાણી, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે સમાજસેવાનો મહોત્સવ, 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7500 રૂપિયાના ચેકનું વિતરણ, 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી સુરત. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રવિવારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કુમાર કાનાણી, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
ડિજિટલ કુશળતામાં વૃદ્ધિ માટે સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા Google Workspace પર FDPનું આયોજન
Sarvajanik Centre for Training and Certificate Courses (SES) દ્વારા Sarvajanik University ના આદ્યક્ષેપ હેઠળ ૨ માર્ચથી ૧૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન Google Workspace વિષયક Faculty Development Programme (FDP) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ Dr. Kiran Pandya, માનનીય પ્રોવોસ્ટ,સાર્વજનિક યુનિવર્સિટીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના શિક્ષક તથા બિન-શિક્ષક કર્મચારીઓની ડિજિટલ ક્ષમતાઓમાં વધારો કરવાનો તેમજ શૈક્ષણિક, વહીવટી અને સહયોગાત્મક કાર્યોમાં ક્લાઉડ આધારિત સાધનોના અસરકારક ઉપયોગ વિશે તેમને પરિચિત કરવાનો હતો.
આ FDPમાં સંસાધન વ્યાખ્યાતા તરીકે CA Keyur Doshi એ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ ઇન્ટરએક્ટિવ અને પ્રાયોગિક સત્રો દ્વારા Google Workspaceના વિવિધ સાધનો જેમ કે Google Docs, Google Sheets, Google Forms, Google Drive અને Google Meet અંગે હેન્ડ્સ-ઓન તાલીમ આપી. સત્રોમાં દસ્તાવેજીકરણ, માહિતી સંચાલન, સહકાર અને સંચારમાં આ સાધનોના અસરકારક ઉપયોગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. ઉપરાંત, ભાગ લેનારાઓને દૈનિક શૈક્ષણિક અને વહીવટી કાર્યોને વધુ સરળ અને અસરકારક બનાવવા માટેની પ્રાયોગિક રીતો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના ઘટક સંસ્થાઓના શિક્ષકવર્ગ અને વહીવટી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રો ખૂબ જ રસપ્રદ અને પ્રાયોગિક સ્વરૂપના હતા, જેના કારણે ભાગ લેનારાઓએ સંસ્થાકીય કાર્યપ્રણાલી સાથે સંબંધિત પરિસ્થિતિઓમાં આ સાધનોનો સીધો ઉપયોગ કરવાની તક મેળવી.
કાર્યક્રમનો સફળ સમાપન ભાગ લેનારાઓના સકારાત્મક પ્રતિસાદ સાથે થયો. ભાગ લેનારાઓએ જણાવ્યું કે આ તાલીમથી ઉચ્ચ શિક્ષણ અને સંસ્થાકીય વહીવટમાં ડિજિટલ સહયોગી સાધનોના ઉપયોગ અંગે તેમની સમજણ અને પ્રાયોગિક કુશળતા નોંધપાત્ર રીતે વધેલી છે.
સુરતમાં IDT વિદ્યાર્થીઓનું અનોખું કમાલ: “Future is Now” થીમ પર બનાવ્યું ફ્યુચરિસ્ટિક ટ્રી બન્યું આકર્ષણનું કેન્દ્ર 22 ફેબ્રુઆરીએ લિપ્પન આર્ટ અને 28 ફેબ્રુઆરીએ બાંધણી વર્કશોપનું આયોજન
સુરત: IDT – Institute of Design and Technology ના વિદ્યાર્થીઓએ Dumas Art Festival અંતર્ગત “Future is Now” થીમ પર એક અનોખું અને વિચારપ્રેરક સ્કલ્પ્ચર તૈયાર કર્યું છે, જે વર્તમાન સમયમાં પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે. આ વિશેષ કલાત્મક કૃતિ હાલ VR Surat ખાતે 28 ફેબ્રુઆરી સુધી પ્રદર્શિત કરવામાં આવી છે અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે।
લગભગ 10 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા એક મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલું આ ફ્યુચરિસ્ટિક ટ્રી એ વિચાર રજૂ કરે છે કે Nature and Technology એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. આ સ્કલ્પ્ચર દર્શાવે છે કે ટેક્નોલોજી હવે જીવનથી અલગ નથી, પરંતુ આપણા ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ બની ગઈ છે।
“Future is Now” ની કલ્પનાના આધારે બનાવવામાં આવેલું આ ટ્રી પ્રકૃતિ અને આધુનિક નવાચારના સમન્વયનું પ્રતિક છે. તેની રચના અને ડિઝાઇન એ વાતને ઉજાગર કરે છે કે આવનારું ભવિષ્ય માત્ર કલ્પના નથી, પરંતુ આજની હકીકત છે — જ્યાં ટેક્નોલોજી આપણા પર્યાવરણ, જીવનશૈલી અને વિચારધારાનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે।
આ પ્રોજેક્ટને સંસ્થાના ફેકલ્ટી સમીર દવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવી વિચારધારા, નવાચાર અને સમકાલીન વિષયો ને કળા દ્વારા વ્યક્ત કરવાની ક્ષમતા વિકસાવવાનો છે।
મુલાકાતીઓએ આ અનોખી કૃતિની ખૂબ પ્રશંસા કરી છે અને તેને પ્રભાવશાળી વિઝ્યુઅલ અનુભવ તરીકે ગણાવ્યો છે. 28 ફેબ્રુઆરી સુધી VR Surat ખાતે પ્રદર્શિત આ સ્કલ્પ્ચર શહેરવાસીઓને ભવિષ્ય, પ્રકૃતિ અને ટેક્નોલોજીને નવા દ્રષ્ટિકોણથી જોડે છે।
આ સાથે જ IDT Surat દ્વારા Dumas Art Festival અંતર્ગત કલા અને પરંપરાગત હસ્તકલા પ્રોત્સાહન માટે વિશેષ વર્કશોપ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 22 ફેબ્રુઆરીએ Lippan Art Workshop સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ભાગલેનારોએ કચ્છની પરંપરાગત મિરર વર્ક આર્ટ શીખી. તેમજ 28 ફેબ્રુઆરીએ Bandhej (બાંધણી) Workshopનું આયોજન કરવામાં આવશે, જેમાં ભાગલેનારોએ પરંપરાગત ટાઈ-એન્ડ-ડાઈ ટેકનિકનો અનુભવ મેળવશે।
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સન્માન સમારોહ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ ઓફિસ સુરતની ટીમે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT), સુરતની મુલાકાત લીધી.
આ પ્રસંગે રીજનલ હેડ શ્રી મનીષ વર્માના નેતૃત્વ હેઠળ બેંકની ટીમે સંસ્થાની લગભગ 50 મહિલા પ્રોફેસર્સને શિક્ષણ, સંશોધન અને સમાજના વિકાસમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કર્યા.

કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા મહિલાઓ માટે ઉપલબ્ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, જેથી વધુમાં વધુ મહિલાઓ બેંકિંગ સેવાઓ અને આર્થિક સશક્તિકરણનો લાભ મેળવી શકે.
તે ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ ઓફિસ સુરત દ્વારા રીજનલ ઓફિસમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓને આમંત્રિત કરી તેમના સમર્પણ અને ઉત્તમ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમની અધ્યક્ષતા રીજનલ હેડ શ્રી મનીષ વર્માએ કરી હતી.
કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ પ્રોફેસર્સ, કર્મચારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
સુરતમાંથી યુપીએસસીમાં સફળતા : ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી
પ્રેસ કોન્ફરન્સમાં સફળ વિદ્યાર્થીઓએ તૈયારી અને અનુભવો કર્યા શેર
સુરત : સુરતમાં યુપીએસીની તૈયારી કરાવતી કોચિંગ સંસ્થા ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષામાં સફળતા મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. આ ઉપલબ્ધિ નિમિત્તે સંસ્થા દ્વારા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનો મીડિયાથી પરિચય કરાવવામાં આવ્યો હતો।
સંસ્થાના સંચાલક કૌશલ બૂબનાએ જણાવ્યું કે તેમની કોચિંગ છેલ્લા છ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અહીં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુરતમાંથી વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી રહ્યા છે અને આ વર્ષે પણ બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી મહત્વપૂર્ણ રેન્ક પ્રાપ્ત કરી છે।
કૌશલ બૂબનાના જણાવ્યા અનુસાર સફળ વિદ્યાર્થીઓમાં ડૉ. કિશન રામે ઓલ ઇન્ડિયા 474મી રેન્ક મેળવી છે. તેમણે બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ફિઝિયોલોજીમાં એમડીની ડિગ્રી મેળવી છે. આ તેમનો યુપીએસસીનો પાંચમો પ્રયાસ હતો અને પહેલો ઇન્ટરવ્યુ હતો. રેન્કના આધારે તેમને આઇપીએસ સેવા મળવાની સંભાવના છે.
બીજા સફળ વિદ્યાર્થી તન્મય મૂળ પટના (બિહાર)ના રહેવાસી છે. તેમણે આઈઆઇટી ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. આ તેમનો છઠ્ઠો પ્રયાસ હતો અને તેમણે 229મી રેન્ક મેળવી છે. તેમને પણ આઇપીએસ સેવા મળવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।
કૌશલ બૂબનાએ જણાવ્યું કે સુરત શહેર માટે આ મોટી સિદ્ધિ છે, કારણ કે અગાઉ યુપીએસસી અને સુરતનો સંબંધ ખૂબ ઓછો જોવા મળતો હતો. એક શિક્ષક તરીકે જ્યારે તેમના વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે ત્યારે તે તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે।
સફળ વિદ્યાર્થીઓએ પોતાની તૈયારી, સંઘર્ષ અને અનુભવ અંગે પણ માહિતી આપી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પોતાની મહેનત, માતા-પિતાનું સમર્થન અને કોચિંગમાં માર્ગદર્શન આપનાર શિક્ષકોના સહકાર વિના આ સફળતા શક્ય નહોતી.
સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ ભવ્ય રીતે યોજાયો
સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા સુરત : સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ નું રવિવારના રોજ સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત વિશેષ હાજરી સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી, જે જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે. વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ બલદાનિયાએ મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છ ભેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં ‘જોય જંકશન’ નો ઉત્સાહભેર આયોજન
સ્થળ: , શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ સ્કૂલ ગ્રાઉન્ડ
સુરત: શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલના વિશાળ પ્રાંગણમાં તારીખ 22 ફેબ્રુઆરી ના રોજ “જોય જંકશન” કાર્યક્રમનો ભવ્ય અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોની હાજરીથી સમગ્ર મેદાન મેળાવડા જેવું જીવંત બની ગયું હતું.
કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી *Taarak Mehta Ka Ooltah Chashmahના પ્રિય પાત્ર Pinku ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી વિદ્યાર્થીઓમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.
આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિના થી તૈયારી કરી રહ્યા હતા. લગભગ 60 થી 65 સ્ટોલ વિદ્યાર્થીઓએ પોતે જ યોજ્યા અને સંચાલિત કર્યા. વાલીઓએ પણ બાળકો સાથે સક્રિય રીતે ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, વ્યવસાયિક કુશળતા, સંચાર કૌશલ્ય અને ટીમ વર્કની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમમાં ફૂડ સ્ટોલ, ગેમ સ્ટોલ, કૂપન સ્ટોલ તેમજ વિવિધ મનોરંજક રાઇડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
“જોય જંકશન” માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે વ્યવહારિક શિક્ષણનું ઉત્તમ માધ્યમ સાબિત થયું. શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના સહકારની પ્રશંસા કરી.
કાર્યક્રમ આનંદ અને યાદગાર ક્ષણો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો.
સાર્વજનિક યુનિવર્સિટીએ ભવ્ય SU કાર્નિવલ 2026નું અનાવરણ કર્યું – સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને અભ્યાસનો મહોત્સવ
સુરત: સાર્વજનિક યુનિવર્સિટીએ 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં તેના ફ્લેગશિપ સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ SU કાર્નિવલ 2026નું સફળ આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, ભાગીદારો અને સમુદાયે સર્જનાત્મકતા, પ્રતિભા, અભ્યાસ અને સસ્ટેનેબિલિટીની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો.
19 ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે SCET એમ્ફિથિયેટરમાં યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં SU ના પ્રમુખ અને SES ના અધ્યક્ષ શ્રી આશિષ વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમના સાથે તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ભારત શાહ, પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા, UAC અધ્યક્ષ શ્રી રાજેશ દેસાઈ, SES ના ઉપાધ્યક્ષ-1 ડૉ. કે. આર. દેસાઈ, ઉપાધ્યક્ષ-2 શ્રી અજિત શાહ તેમજ તમામ ડીન, પ્રિન્સિપાલ, ડિરેક્ટર્સ, વિભાગ પ્રમુખો, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સસ્ટેનેબિલિટી થીમ પર ફ્લેશ મોબ, દીપ પ્રજ્વલન વિધિ, પ્રમુખનું સંબોધન, પ્રી-કાર્નિવલ સ્પર્ધાઓ (16–18 ફેબ્રુઆરી)ના વિજેતાઓને પુરસ્કાર વિતરણ, SU મ્યુઝિક બેન્ડનું લોન્ચ અને ઉર્જાસભર ઓપનિંગ ડાન્સ મેરાથોનનો સમાવેશ થયો.
કાર્નિવલ દરમિયાન મુલાકાતીઓએ ઇન્ટરેક્ટિવ સ્ટોલ્સ, કરાઓકે, વર્કશોપ્સ, રીડાથોન સત્રો, રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિ ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ખાસ આકર્ષણ તરીકે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સ્ટોલ્સ રહ્યા, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાનાં વિચારોનું સ્વતંત્ર રીતે સંકલ્પન, આયોજન, માર્કેટિંગ અને અમલીકરણ કર્યું. આ અનુભવાત્મક મંચ દ્વારા ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ, પ્રેરક સંચાર, ટીમવર્ક અને વાસ્તવિક સમયના નિર્ણયક્ષમતા જેવા જીવન અને મેનેજેરિયલ કૌશલ્યો મજબૂત બન્યા, જે વર્ગખંડના અભ્યાસથી આગળનું શૈક્ષણિક અનુભવ પૂરું પાડે છે. સ્થળની સફાઈ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ધારિત અંતરાલોમાં સફાઈ અભિયાન યોજાયા, જે કાર્યક્રમના સસ્ટેનેબિલિટી ફોકસ અને વિદ્યાર્થીઓની જવાબદાર ભાગીદારી દર્શાવે છે.

ઉજવણીનો મહત્વપૂર્ણ શૈક્ષણિક ભાગ તરીકે SUMUN (Sarvajanik University Model United Nations)નું આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વૈશ્વિક સિમ્યુલેશન મંચ મળ્યો. આ કોન્ફરન્સે ભાગ લેનારાઓની સંશોધન ક્ષમતા, રાજનૈતિક વાટાઘાટ કૌશલ્ય, જાહેર ભાષણમાં આત્મવિશ્વાસ, નીતિ વિશ્લેષણ ક્ષમતા અને વૈશ્વિક જાગૃતિમાં વધારો કર્યો. સાથે-સાથે ક્રિટિકલ થિંકિંગ, સહકાર અને નેતૃત્વ જેવા ભવિષ્યના વ્યાવસાયિકો અને જવાબદાર વૈશ્વિક નાગરિકો માટે જરૂરી ગુણો વિકસાવ્યા.
બન્ને દિવસની સાંજના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક રજૂઆતો, સ્પોન્સર્સ અને ભાગ લેનાર એનજીઓનો સન્માન, સ્ટુડન્ટ ફેશન શો અને 20 ફેબ્રુઆરીના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન જીવંત DJ નાઈટ રજૂ થઈ. કાર્નિવલ એકતા, નવીનતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયો.