શિક્ષણ અને ટેકનોલજી
ઇન્ડોર સ્ટેડિયમમાં સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિનો સંગમ, વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉત્સાહભેર સંપન્ન
સુરત. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તા. 24 ડિસેમ્બર 2025ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ 2024-25નો ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પદ્મશ્રી સવજીભાઇ ધોળકિયા સહિતના અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું.
આ પ્રસંગે ગત બોર્ડની પરીક્ષામાં A અને A* ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી ત્રણ વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ-6ના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં A+ ગ્રેડ મેળવી એક વર્ષ માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

વાર્ષિક ઉત્સવનું મુખ્ય આકર્ષણ શાળાના અંદાજે 1600 વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલાં સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યા હતા. દિવાળી, હોળી, ઉત્તરાયણ, નવરાત્રિ, જન્માષ્ટમી અને દુર્ગાપૂજા જેવા ભારતીય તહેવારો, ખેતી, હીરા અને કાપડ જેવા વ્યવસાયો તથા દેશભક્તિની થીમ પર તૈયાર કરાયેલી કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા.
આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને શાળા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદકાકા તેમજ શ્રીમતી માધવીબેન અને મયુરીબેનના પ્રેરક માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર શ્રી ભાવેશભાઇ લાઠીયા અને શાળાના આચાર્યા દિવ્યાબેન ગજ્જરના સૂચન મુજબ શિક્ષકો દ્વારા કઠોર મહેનતથી તૈયાર કરવામાં આવ્યા હતા.
“વિદ્યાવિહારસદને, દીપ્ત ભવિષ્યદીપકમ્ ।
શિક્ષણં સંસ્કૃતિં યત્ર, તત્ વિદ્યાલયં નમામ્યહમ્ ॥”
આ સૂત્રને સાર્થક કરતો આ વાર્ષિક ઉત્સવ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વી.એન. ગોધાણી એ સંસ્કાર સાથે ધર્મનું શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થા છે. જ્યાં દરરોજ વિધાર્થીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. સાથે જ ગીતના અધ્યાયોનુ પઠન અને હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવે છે.
સાર્વજનિક યુનિવર્સિટીમાં AI આધારિત મેનેજમેન્ટ શિક્ષણ પર પ્રથમ એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટ
સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષકો તથા ઉદ્યોગ પ્રતિનિધિઓના પ્રસ્તાવિત ફોરમ અંતર્ગત પ્રથમવાર એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરીને એક આગવી પહેલ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રના શિક્ષકો તથા ઉદ્યોગ ક્ષેત્રના વ્યાવસાયિકોને એક જ મંચ પર એકત્ર કરી, ઉદ્યોગના પ્રવાહો, ટેકનોલોજીકલ વિકાસ અને શૈક્ષણિક અભ્યાસક્રમોને વર્તમાન ઉદ્યોગની આવશ્યકતાઓ સાથે સુસંગત બનાવવા જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવાનો હતો. 20 ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રથમ બેઠક નું આયોજન કરવામાં આવ્યું. જેનો મુખ્ય વિષય “Decoding AI in Management Education: Are We Ready for the Challenges?” હતો.

કાર્યક્રમની શરૂઆત સાર્વજનિક યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ, પ્રોફે. કિરણ પંડ્યા દ્વારા સ્વાગત પ્રવચન સાથે થઈ હતી અને કાર્યક્રમનું ઉદ્ઘાટન સંબોધન ઓરો યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ, પ્રોફે. પરિમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તાઓ તરીકે લીડરશીપ કોચ અને ઇન્ક્યુબેટર, શ્રી હિમાન્શુ ભટ્ટ તથા સ્ટકબય.com ના સ્થાપક, શ્રી રચિત ખતોર, ઉપસ્થિત રહી હાજર સભાઓ ને સંબોધન કર્યું અને તેમણે મેનેજમેન્ટ શિક્ષણમાં નેતૃત્વ, નવીનતા અને AI આધારિત પરિવર્તન અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.
દક્ષિણ ગુજરાતની 100થી વધુ કોલેજો અને યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોએ આ બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. આ બેઠક શૈક્ષણિક–ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવવાની તથા ભવિષ્યમાં વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષણને વધુ આધુનિક તથા અસરકારક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : સુરતમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન
ડિસેમ્બર, 2025: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેર સુરતમાં ફરી યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન તા. 20 અને 21 ડિસેમ્બરના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે યોજાશે.
એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ ની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી.
પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 22 વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. વિવેક શુક્લા – ડિરેક્ટર અને સીઈઓ, અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. એ આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, ‘તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે.. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્શીઅલ અને ઈન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે.’
તમામ વાલીઓ કે જેઓ ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના હેડ તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને ‘સ્પોટ કાઉન્સેલિંગ’ અને ‘સ્પોટ એડમિશન્સ ઓફર્સ’નો લાભ લઈ શકશે. સ્કુલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.
30 થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં સુરત સાથે દેહરાદૂન, બેંગલોર, હૈદરાબાદ ,મસૂરી, અમદાવાદ, નાસિક,રાજકોટ,રાજસ્થાન,કોઈમ્બતુર,ગ્વાલિયર, રાયપુર,ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે. ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઇબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઇસીએસઇ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા-પિતા પાસે વિશાળ વિકલ્પ હશે.
વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં, માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે.
પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સ ના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે.
વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સ માં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક,સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલૂક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટસ, એકેડેમિક્સ, એનરિચમેન્ટ, સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે.
આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમ કે, યુનિસન વર્લ્ડ સ્કૂલ- દેહરાદૂન, વિદ્યા દેવી જિંદાલ સ્કૂલ – હિસાર, દિલ્હી પબ્લિક સ્કૂલ – નાસિક, માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ – હૈદરાબાદ, મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ, ધ પેસ્ટલ વીડ સ્કૂલ – દેહરાદૂન, 10x ઇન્ટરનેશનલ સ્કૂલ – બેંગલુરુ, ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ – પુણે, બી.કે. બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન – પુણે, માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ – હૈદરાબાદ, સંસ્કૃતિ……… ધ સ્કુલ – અજમેર વગેરે.
દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઈન્ફર્મેટિવ સેમિનાર નું આયોજન કરવામાં આવે છે, જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમ્યાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી, કેમ્બ્રિજ, આઈસીએસઇ અને સીબીએસઈ વિશે ચોક્કસ માહિતી પુરી પાડવામાં આવશે.
આ એક્ઝિબિશન ભારત, થાઈલેન્ડ, યુએઈ,ઓમાન,બાંગ્લાદેશ અને નેપાળ સાથે 13 શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર છે તેના દ્વારા થાય છે.
વધુ માહિતી માટે https://premierschoolsexhibition.com/surat /ની મુલાકાત લઇ શકાય છે.
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે ભરૂચમાં શરૂ કર્યું નવું કેમ્પસ
ગુજરાતમાં નેટવર્કનું 22મું શૈક્ષણિક સંકુલ
ભરૂચ, 12 ડિસેમ્બર 2025: શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું. તુલસી ચોક નજીક, ગેઇલ ટાઉનશીપની પાછળ, શ્રાવણ ચોકડી, ભરૂચ ડાહેજ બાયપાસ રોડ, ભરૂચ – 392012 ખાતે સ્થિત આ શાળા વિદ્યાર્થીઓ માટે મજબૂત શૈક્ષણિક પાયો સ્થાપિત કરવા માટે સમર્પિત છે. પાઠ્યક્રમમાં ટેકનોલોજીને નિરંતર સમાવીને અને નવીનતા-આધારિત વિચારસરણીને પ્રોત્સાહન આપીને, આ સંસ્થા આવતીકાલના લીડર તૈયાર કરવા કટિબદ્ધ છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ભરૂચ અથવા અંકલેશ્વરમાં કોઈ અન્ય શાખા નથી.
પ્રારંભિક તબક્કામાં, શાળા પ્રી-પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે, અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. તેના નવીન પાઠ્યક્રમ અને શિક્ષણ પ્રત્યેના સર્વાંગી અભિગમ સાથે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો હેતુ ટેકનોલોજીને નવીનતા-આધારિત વિચારસરણી સાથે જોડીને ભાવી પેઢીના લીડર્સનું સર્જન કરવાનો છે.
આ પ્રસંગે શ્રી વિશાલ શાહ (ચીફ માર્કેટિંગ ઓફિસર, પોદાર એજ્યુકેશન નેટવર્કે) એ જણાવ્યું હતું કે “અમે આ શરૂઆત સાથે ગુજરાતમાં અમારી 22મી શાળાના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં આનંદિત છીએ અને અમને વિશ્વાસ છે કે રાજ્યમાં અમારી હાલની હાજરી, અમારા મજબૂત શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની અટૂટ પ્રતિબદ્ધતાના આધારે, અમે અહીં પણ સમાન સફળતા હાંસલ કરીશું. આ પહેલને વાસ્તવિકતા બનાવવામાં તેમના અમૂલ્ય સહયોગ બદલ અમે રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ. અમે માતા-પિતાને ખાતરી આપીએ છીએ કે અત્યાધુનિક પાઠ્યક્રમ, વિશ્વ કક્ષાની ટેકનોલોજી, ઉચ્ચ ગુણવત્તાવાળા માળખાકીય સુવિધાઓ અને સૌથી મહત્વપૂર્ણ, સુશિક્ષિત અને અનુભવી શિક્ષકોની ટીમ સાથે, અમે તેમના બાળકોને તેમના સપનાઓને અનુસરવા અને જીવનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા સશક્ત બનાવીશું.”

શેઠ આનંદીલાલ પોદાર દ્વારા 1927માં સ્થાપિત, પોદાર એજ્યુકેશન નેટવર્ક 98 વર્ષથી વધુ સમયથી ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે. પ્રામાણિકતા, નિષ્ઠા અને સેવાના પરંપરાગત ભારતીય મૂલ્યો દ્વારા માર્ગદર્શિત, આ સંસ્થા શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. નોંધનીય રીતે, મહાત્મા ગાંધી આનંદીલાલ પોદાર ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી, જે રાષ્ટ્ર પ્રત્યે સંસ્થાની ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આજે, પોદાર એજ્યુકેશન નેટવર્કમાં સમાવેશ થાય છે:
સંસ્થા દ્વારા સંચાલિત 150 પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ્સ
123 પોદાર પાર્ટનર સ્કૂલ્સ
2,50,000થી વધુની સંયુક્ત વિદ્યાર્થી સંખ્યા
8,000થી વધુ સ્ટાફ સભ્યોની સમર્પિત ટીમ દ્વારા સમર્થિત
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ હવે ખુલ્લા છે. પોદારની વારસામાં જોડાઓ અને વિશ્વસ્તરીય શિક્ષણ સાથે તમારા બાળકના ભવિષ્યને સશક્ત બનાવો.
અમારી પ્રવેશ કચેરીએ મુલાકાત લો:
શોપ નં. 5-6, શ્યામ વિલા કોમ્પ્લેક્સ, નાગોરી ડેરી નજીક, ધ ક્રોમા એક્રોપોલિસ સામે, ભરૂચ દાહેજ બાયપાસ રોડ, ભરૂચ 392012
વધુ વિગતો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો:
www.podareducation.org
તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યુનિવર્સિટી ફેર 2025નું ભવ્ય આયોજન
સુરત ખાતે 6 ડિસેમ્બર 2025 ના રોજ તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યુનિવર્સિટી ફેર 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેર સુરતના તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેમાં ત્રીસ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. તેમાં Ashoka University, NMIMS University, FLAME University, Plaksha University અને Shiv Nadar University ખાસ આકર્ષણ રહ્યા હતા.
આ શૈક્ષણિક ફેરમાં શાળા વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ફેર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારતની અગ્રણી યુનિવર્સિટીઓને નજીકથી ઓળખવાનો અને તેમની પાસેથી સીધી માહિતી મેળવવાનો મહત્વપૂર્ણ અવસર મળ્યો. વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, સ્કોલરશીપ, વિદેશી અભ્યાસની તકો અને કારકિર્દી વિકલ્પોની સીધી માહિતી યુનિવર્સિટી પ્રતિનિધિઓ પાસેથી મળી હતી.

આ યુનિવર્સિટી ફેરનું આયોજન તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના કરિયર કાઉન્સેલિંગ સેલ હેઠળ કરવામાં આવ્યું હતું, જે સતત વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માટે માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થીઓ માટે આ ફેર ભવિષ્યને લઈને યોગ્ય નિર્ણય લેવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયો.
અનુભવી કરિયર કાઉન્સેલર્સની સમર્પિત ટીમ અને નિયમિત માર્ગદર્શન સત્રો સાથે તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. આવા આયોજનોથી શાળા પોતાની ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને શ્રેષ્ઠ કરિયર માર્ગદર્શન પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરે છે અને સુરતની અગ્રણી શાળાઓમાં પોતાની મજબૂત ઓળખ બનાવે છે.
સાર્વજનિક યુનિવર્સિટીએ NSS ના નેતૃત્વમાં સમૂહગાન સાથે વંદે માતરમના 150 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી
સુરત : સાર્વજનિક યુનિવર્સિટીએ તેના NSS યુનિટ સાથે મળીને, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી માટે એક ખાસ સમૂહગાન કાર્યક્રમનું ગૌરવભેર આયોજન કર્યું હતું. આ ઉજવણી 20 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાઈ હતી. તેમાં 170 થી વધુ વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું આયોજન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા અને સાર્વજનિક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી આશિષ દેસાઈના આશીર્વાદ અને નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. તેમની હાજરી અને પ્રેરણાદાયક શબ્દોએ આ પ્રસંગને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવ્યો હતો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા સૌને વંદે માતરમના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને દેશભક્તિના મહત્વ પર ચિંતન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

આ દમદાર સામૂહિક પ્રસ્તુતિના માધ્યમથી, સાર્વજનિક યુનિવર્સિટીએ યુવા નાગરિકોને એકતાના મહત્વ, માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને રાષ્ટ્રનિર્માણની સહિયારી જવાબદારીની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકારના આયોજનો, રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવામાં, સામાજિક એકતાને મજબૂત બનાવવામાં તેમજ જવાબદાર તથા સહાનુભૂતિશીલ યુવાનોના ઘડતરમાં મદદ કરે છે. વાસ્તવમાં, આ ગુણો અને સહકારની ભાવના, પ્રગતિશીલ ભારતને આકાર આપવા માટે ખુબજ જરૂરી છે.
સાર્વજનિક યુનિવર્સિટીએ NSS પહેલ દ્વારા, સાંસ્કૃતિક જાગૃતિ, નાગરિક જવાબદારી અને સેવાલક્ષી નેતૃત્વને પ્રોત્સાહન આપીને સર્વાંગી શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ અને જીવન ઘડતર માટેના પ્રોત્સાહક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે.
વંદે માતરમ !
મોહમ્મદ વાણીયા: સાંભળવાની શક્તિ નથી… પરંતુ પ્રતિભાનો ગર્જતો અવાજ દુનિયા સુધી પહોંચ્યો
- સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મળેલા મજબૂત આધાર થકી SRKI ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી મોહમ્મદ વાણીયાએ ટોકિયો ઓલિમ્પિકમાં એર શૂટિંગ કોમ્પિટિશનમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી વૈશ્વિક સ્તરે ભારત,ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે
સુરત. સુરતના યુવા શૂટર મોહમ્મદ વાણીયાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પ્રતિભા અને જિદ્દ સામે કોઈ અડચણ મોટી નથી હોતી. સાર્વજનિક યુનિવર્સિટી સંલગ્ન SRKI ઇન્સ્ટિટ્યૂટમાં BSC–ITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મોહમ્મદએ ટોકિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સ્તરની સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ભારત–ગુજરાત–સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું છે.
મોહમ્મદને જન્મથી સાંભળવાની શક્તિ નથી, છતાં આ કાયમી મુશ્કેલી તેને રોકી ન શકી. બદલે એ જ તેની સૌથી મોટી પ્રેરણા બની. રાઇફલ શૂટિંગ જેવી રમત, જ્યાં એકાગ્રતા અને સ્વનિયંત્રણ સૌથી અગત્યના હોય, ત્યાં મોહમ્મદે પોતાની ધીરજ, મહેનત અને આગ્રહથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
- પ્રતિભાને અનુકૂળ માહોલ આપવામાં સાર્વજનિક યુનિવર્સિટીની અગત્યની ભૂમિકા
મોહમ્મદની પ્રતિભાની જાણ થતાં જ સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સંપૂર્ણ રીતે સાથે ઉભી રહી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું કે
મોહમ્મદ જેવી પ્રતિભા ખૂબ દુર્લભ હોય છે. તેને સફળ થવા માટે યુનિવર્સિટીના દરવાજા અને તમામ સ્રોતો પૂર્ણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. માત્ર સહકાર જ નહીં, તેની પ્રેરક સફળતાને બિરદાવતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આશિષભાઈ વકીલે મોહમ્મદને વિશાળ પ્રોત્સાહન આપતાં જાહેરાત કરી છે કે SRKI ઇન્સ્ટિટ્યૂટમાં તે ભણતો રહેશે ત્યાં સુધી તેને સંપૂર્ણ સ્કોલરશીપ મળશે.

- વર્ષો સુધીની મહેનત, દિવસે 4–5 કલાક પ્રેક્ટિસ
મોહમ્મદ કહે છે કે તે છેલ્લા ચાર વર્ષથી સતત મહેનત કરી રહ્યો હતો. દરરોજ ચારથી પાંચ કલાક એર રાઇફલ સાથે પ્રેક્ટિસ કરું છું. આખરે આ મહેનતનું ફળ મેડલ તરીકે મળ્યું છે એ મારા માટે સપનાથી પણ વધુ છે.શ્રવણશક્તિ ન હોવાની અડચણને તેને એક ક્ષણ માટે પણ બહાનું નહીં માની તેને શક્તિમાં ફેરવી દીધી. તેની ફોકસ ક્ષમતા અને એકાગ્રતા તેને અન્ય ઘણી વખત સ્પર્ધકો કરતાં આગળ લઈ ગઈ છે.
- સુરતનું ગૌરવ મોહમ્મદ વાણીયા આજે યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત
મોહમ્મદ વાણીયાની સફળતા માત્ર મેડલ સુધી સીમિત નથી તે એક સંદેશ છે કે કમજોરી કોઈને રોકતી નથી… જો ઈચ્છા મજબૂત હોય તો દુનિયા પણ માનશે. સુરતના આ યુવા શૂટરે વિશ્વમંચ પર જે તેજ ફેલાવ્યો છે, તે ભાવિ ડેફ એથ્લેટ્સ અને તમામ ઊભરતા ખેલાડીઓને નવી પ્રેરણા આપી રહ્યો છે.
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારનો આભાર
નાના બાળકો માટે નજીકની પ્રી-સ્કૂલ જ શ્રેષ્ઠ : ડૉ. સ્વાતિ વિનચુલકર
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન (SUPSA)ની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં બહેનોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કરેલા સરળિકરણનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતની હજારો એજ્યુકેટર બહેનોની તરફેથી સરકારે આ સકારાત્મક પહેલ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આગલા સમયમાં પણ લાખો લોકોને રોજગાર આપતા પ્રી-સ્કૂલ ક્ષેત્રને આવા જ સહયોગ દ્વારા મજબૂત બનાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.
SUPSA એ જ 2023 માં આ મુદ્દે બગુલ ફૂંકીને સમગ્ર રાજ્યના સ્કૂલ સંચાલકોને સાથે લઈ આ મોટા પરિવર્તન શક્ય બનાવ્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં બહુ ઓછા પ્રસંગોએ સરકાર દ્વારા આવા વ્યાપક સ્તરે નિયમોમાં સુધારા અને સરળિકરણ કરવામાં આવ્યું છે.

આ આયોજન દરમિયાન ડૉ. સ્વાતી વિંચુલકરએ માતા-પિતાને બાળકોના આરોગ્ય અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નજીકના ઈન્ડિપેન્ડન્ટ પ્રી-સ્કૂલમાં એડમિશન કરાવવાની સલાહ આપી હતી. ચાઇલ્ડ એક્સપર્ટ્સ ડૉ. ભાવના રાજા, નિધી અગ્રવાલ, ડૉ. દીપક રાજ્યગુરુ અને યશવી જૈન દ્વારા સમાજના વિકાસમાં પ્રી-સ્કૂલના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન તેના સભ્યોના હિત અને અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનના વિકાસ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને ટ્રેનિંગનું આયોજન કરતું રહે છે.
SUPSA દ્વારા ગુજરાત સરકાર અને એજ્યુકેશન મિનિસ્ટ્રીને પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 માર્ચ 2026 સુધી વધારવા માટે વિનંતી કરવામાં આવી છે, કારણ કે હજુ સુધી રાજ્યની અંદાજે માત્ર 5,000 પ્રી-સ્કૂલોએ જ અરજી કરી છે.
દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગની સ્પોર્ટ્સ ડે ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ ઉજવવા બાબત
દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગો માં તારીખ 19 નવેમ્બર, 2025 અને 20 નવેમ્બર, 2025ના રોજ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી. SMC પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની રમતગમતની ક્ષમતા અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું.
કાર્યક્મની શુભ શરૂઆત હનુમાન ચાલીસા દ્વારા કરવામાં આવી તથા શાળાના આદરણીય મેનેજમેન્ટ સભ્યો , શાળા ના ટ્રસ્ટી અને શક્ષણિક સલાહકાર તેમજ મુખ્ય મેહમાન તરીકે ડો. બિન્દેશ પટેલ–ડેપ્યુટી રજિસ્ટ્રાર, પી.પી.સવાણી યુનિવર્સિટી, ડૉ.વિજયભાઈ ગોંડલિયા–ડાયરેક્ટર ઉકા તરસાડીયા યુનિવર્સિટી ,શ્રી જય ભંડારી– સ્પોર્ટ્સ એડવાઇઝર, શાળા ના વાલી મિત્રો શ્રી સચિન શર્મા, શ્રી રોહિતભાઈ મેર, શ્રી પ્રદ્યુમનસિંહ આહિર, શ્રી પરેશકુમાર પટેલ જેવા દિગ્ગજ આમંત્રિત મહેમાનોના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ થયો.બાળકો નો ઉત્સાહ વધારવા માટે શાળા ના અનેક વાલીઓ હાજર રહ્યા હતા. બે દિવસિય કાર્યક્રમમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓમાં રમતગમત, ટીમવર્ક અને શારીરિક ક્ષમતાના મૂલ્યોને વધારવામાં આવ્યા. સહભાગીઓએ પ્રશંસનીય ઉર્જા અને કૌશલ્ય દર્શાવ્યું, જેનાથી આ કાર્યક્રમ યાદગાર અને આનંદદાયક બન્યો.
શાળા ના બાળકો દ્વારા પરેડ કાર્યક્રમ, ડાન્સ પરફોર્મન્સ અને મશાલ માર્ચિંગ એ બધા નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બાળકો એ પોતાના કૌશલ રજૂ કરી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેના માટે શાળાગણ તથા વાલીઓ એ એમને ટાળી ઓના ગળગળાટ થી બિરદાવી લીધા હતા.

સ્પોર્ટ્સ ડેની ઉજવણી પુરસ્કાર વિતરણ સમારોહ સાથે સમાપ્ત થઈ, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ઉત્સાહ અને તાળીઓથી સાક્ષર બન્યો, જે શાળાની વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપનાર માતા-પિતા, વાલીઓ અને શિક્ષકગણનો શાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
દીપ દર્શન વિધાસંકુલ હંમેશની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી પ્રતિભાને પ્રોત્સાહિત કરે તેવું સકારાત્મક અને પ્રેરણાદાયી માહોલનું સર્જન કર્યું હતું.
સ્કોલર ઇંગ્લિશ એકેડમી CBSE સ્કૂલે ઉત્તર ભારતીય શાળાઓમાં બીજું સ્થાન મેળવ્યું
એસડી હરિત સ્કૂલ (ગૂગલ બોય સ્કૂલ), પાણીપત (હરિયાણા) ખાતે આંતરરાજ્ય ભાષણ અને કવિતા પઠન સ્પર્ધાનું મહાન સંગઠન
10 રાજ્યોની 15 થી વધુ ટીમોએ ભાગ લીધો
શનિવારે એસ.ડી.હરિત સ્કૂલ, કોહાંડ, પાણીપત ખાતે સ્વ.સંદીપ શર્માની યાદમાં આંતર રાજ્ય વક્તવ્ય અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત 10 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમમાં બે વિદ્યાર્થીઓ હતા. જેમાંથી એકે પ્રખ્યાત કવિઓની કવિતાઓનું પઠન કર્યું હતું અને બીજાએ પસંદગીના વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
આ સ્પર્ધામાં શાળાના શિક્ષક રાજ દ્વિવેદીની આગેવાની હેઠળ સ્કોલર ઈંગ્લિશ એકેડમી સીબીએસઈ સ્કૂલ સુરત, શાળાના બે વિદ્યાર્થીઓ કુણાલ અગ્રવાલ અને અરમાન સિંઘે ભાગ લીધો હતો અને વ્યક્તિગત રીતે સ્કોલર ઈંગ્લિશ એકેડમી સુરતે વક્તવ્ય સ્પર્ધા અને કાવ્ય પઠનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સિદ્ધિ શાળા માટે ગૌરવની વાત છે.
આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતાં શાળાના આચાર્ય મહેન્દ્ર તાયડેએ જણાવ્યું હતું કે, ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે આ ટીમ આવનારી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ તેમની શાળાનું પણ ગૌરવ વધારશે.