શિક્ષણ અને ટેકનોલજી

સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.

આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.

નર્ક જોવુ હોય તો મરવાની જરુર નથી., શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના મત વિસ્તાર લસકાણામાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
તાપી શુદ્ધીકરણ ના નામે ૯૭૧ કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરુ નથી થયુ ?? : મહેશ અણઘણ
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈણે આવ્યાં પછી સતત તેમના વિસ્તારમાં લોકપ્રશ્નો બાબતે ચિંતિત હોય છે. વિસ્તારમાં સ્ટેટ્સ મોનીટરીંગ કરતા હોય છે અને પ્રજાલક્ષી બાબતોમાં શાસકો કરતા અનેક ઘણાં ચઢીયાતા સાબિત થયાં છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ અમુક કાર્યોમાં તંત્રની બેદરકારી કે શાસકો ની નિષ્ફળતાના અભાવે પરિસ્થિતિ વિપરીત બનતી જોવા મળે છે. વારંવારની ફરિયાદો કરવાં છતાં બેહરા તંત્રને વાત સંભળાતી નથી હોતી. આવા જ એક કિસ્સામાં આજરોજ મહેશભાઈ અણઘણે વરાછા ઝોન વિસ્તારમાં આવેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાનો મતવિસ્તાર એવા લસકાણા ગામ ની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ત્યાંના સ્થાનિકો તંત્ર અને શાસકોના પાપે નરકાગાર જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યા, પાણીના નિકાલની સરખી વ્યવસ્થા નહીં અને ગંદકીનું સામ્રાજ્ય જોતા મહેશભાઈ અણઘણે તંત્ર શાસકોને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, નર્ક જોવુ હોય તો મરવાની જરુર નથી., શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના મત વિસ્તાર લસકાણામાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત જોવા મળશે. અહીંના લોકોને આવી નરક જેવી પરિસ્થિતિમાં જીવવા શાસકો અને ભ્રષ્ટ તંત્ર મજબુર કરતા હોય તેવું જણાઈ આવે છે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, 4 વર્ષ થી પાલિકામાં લસકાણા વિસ્તાર ભળેલ છે તો પણ આજે નર્ક જેવી હાલત છે. એના માટે ખુદ ભાજપ શાસકો જવાબદાર છે. વિપક્ષ આમ આદમી પાર્ટીની સતત રજુઆતો બાદ પણ શાસકો ગાઢ નિદ્રા માં સુતા છે તેવો સીધો આક્ષેપ મહેશભાઈ અણઘણે લગાવ્યો હતો.
મહેશભાઈ અણઘણે આ બાબતે તંત્રનો ઉધડો લેતા કહ્યું હતું કે, તાપી શુદ્ધીકરણના નામે 971 કરોડ પાલિકાએ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરુ નથી થયુ? અઢી વર્ષ ઉપરાંતથી અહીંયા નવી ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ હોવા છતાં તેને જોડાણ આપીને ચાલુ કરવામાં આવતી નથી. જેને કારણે ગટર ઉભરાવાની સમસ્યાને લીધે પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે. મંત્રીઓ અને શાસકોને ફક્ત ઉદ્ઘાટન કરવામાં જ રસ છે, ત્યારપછીની પરિસ્થિતિ નિર્માણ પામે છે તેનાથી કોઈ મતલબ નથી.
નજીકમાં જ સ્કૂલ આવેલી છે. નાના ભૂલકાઓ આવી અસહ્ય પરિસ્થિતિમાં શાળાએ જવા મજબુર બન્યા છે. જો કોઈ જાનહાની કે ઇજા થશે તો તંત્ર જવાબદારી લેશે કે રીબીન કાપવા વાળા શાસકો?
આમ ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે આજે ભાજપ શાસકો, મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઇ અને તંત્રનો બરાબરનો ઉધડો લીધો હતો.

અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી…
Surat Varacha News: વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર પોલીસ વકીલ સૈનિક લુહાર સુથાર મોચી બાબર કુંભાર કડીઓ વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી. વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.

વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.

એક્સપ્લોર ધ કોમર્સ હોરિઝોન : ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ પારુલ યુનિવર્સિટીમાં યુજી પ્રવેશનો પ્રારંભ
“સર્વોત્તમ ઉદ્યોગ અનુભવ પ્રદાન કરવા માટે સારી રીતે સજ્જ પુષ્કળ માળખાકીય સુવિધાઓ.”
ઇન્ડિયા, 20મી મે 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતામાં પોતાની પ્રતિબદ્ધતા સાથે પ્રસિદ્ધ પારુલ યુનિવર્સિટી ગર્વથી પોતાની કોમર્સ ફેકલ્ટી માટે એડમિશન સીઝનની શરૂઆતની જાહેરાત કરે છે. ગુજરાત બોર્ડ GSEB HSC-2024 પરિણામો આવ્યાની સાથે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોમર્સની ડાયનામિક દુનિયામાં સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરાયેલા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની રેન્જ ઓફર કરવાની તૈયારી કરી રહી છે.
આજના ઝડપથી વિકસિત થઇ રહેલા કોમર્શિયલમાં કોમર્સનું મહત્વનો ઓછું આંકી શકાતું નથી. બજારો અને અર્થતંત્રો પરિવર્તિત ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છે,જેમાં કુશળતા અને વ્યવહારુ કુશળતા બંનેથી સજ્જ વાણિજ્ય વ્યાવસાયિકોની જરૂર છે. આ પારુલ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સાથે સંરેખિત થવું એ આ પેરાડાઈમ શિફ્ટમાં ટોપ પર છે જે એક વ્યાપક શૈક્ષણિક અનુભવ તેમજ વિદ્યાર્થીઓને ક્ષેત્રના મહત્વપૂર્ણ તત્વોની વ્યાપક સમજ પ્રદાન કરે છે.
ઑફરિંગ્સ: અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની વિવિધ રેન્જ
પારુલ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ગર્વથી વિવિધ પ્રકારના વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયિક ક્ષેત્રોમાં કુશળતાને પ્રોત્સાહન આપવાનો છે:
●એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સમાં B.Com: આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ફાઇનાન્સ અને ઑડિટિંગમાં કારકિર્દી માટે આદર્શ નાણાકીય વ્યવસ્થાપન અને એકાઉન્ટિંગ કૌશલ્યોથી સજ્જ કરશે
●બેંકિંગ અને ઇન્સ્યોરન્સમાં B.Com: વિદ્યાર્થીઓ બેંકિંગ અને ઇન્સ્યોરન્સના ઓપરેશનલ ધોરણોની સમજ મેળવે છે, તેમને ક્ષેત્રની ગતિશીલ ભૂમિકાઓ માટે તૈયાર કરે છે.
●હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં B.Com: આ અભ્યાસક્રમ HR મેનેજમેન્ટમાં નિપુણતા વિકસાવે છે, જે ભરતી, તાલીમ અને કર્મચારી સંબંધો સંભાળવા માટે નિર્ણાયક છે.
●માર્કેટિંગ મેનેજમેન્ટમાં B.Com: આ પ્રોગ્રામ માર્કેટિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટમાં માર્ગો ખોલતી માર્કેટિંગ વ્યૂહરચનાઓનું ઊંડું જ્ઞાન પ્રદાન કરે છે.
●એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં B.Com (ઓનર્સ): એડવાન્સ કોર્સવર્ક વિદ્યાર્થીઓને કોર્પોરેટ ફાઇનાન્સ ક્ષેત્રોમાં નેતૃત્વ માટે તૈયાર કરે છે.
● બેંકિંગ અને ઇન્સ્યોરન્સમાં B.Com (ઓનર્સ): ભાવિ મેનેજર માટે તૈયાર કરવામાં આવેલ આ પ્રોગ્રામ બેંકિંગ અને વીમા પ્રેક્ટિસના વિશિષ્ટ જ્ઞાનનો અભ્યાસ કરે છે.
હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં B.Com (ઓનર્સ): સ્નાતકો કોર્પોરેટ અથવા કન્સલ્ટન્સી વાતાવરણમાં HR કામગીરીનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
● માર્કેટિંગ મેનેજમેન્ટમાં B.Com (ઓનર્સ): આ અદ્યતન પ્રોગ્રામ માર્કેટિંગ વ્યૂહરચના અને ગ્રાહક વર્તણૂક વિશ્લેષણમાં નેતાઓને આકાર આપે છે.
શૈક્ષણિક ફિલોસોફી: નવીનતા સાથે પરંપરાનું મિશ્રણ
કોમર્સ ફેકલ્ટી આધુનિક શિક્ષણ શાસ્ત્રની તકનીકો સાથે પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિઓને સંયોજિત કરીને સંતુલિત અભિગમ દ્વારા પોતાને અલગ પાડે છે. આ સાથે એ સુનિશ્ચિત કરે છે કે સ્નાતકો માત્ર તેમના ક્ષેત્રોમાં જ સારી રીતે વાકેફ નથી પરંતુ સ્પર્ધાત્મક વ્યવસાયના લેન્ડસ્કેપમાં સફળ થવા માટે જરૂરી આંતરવ્યક્તિત્વ કૌશલ્યો અને નૈતિક ગ્રાઉન્ડિંગ પણ ધરાવે છે.
શ્રેષ્ઠતાનો રેકોર્ડ: પ્લેસમેન્ટ સિદ્ધિઓ અને સન્માન
શ્રેષ્ઠતા માટે પારુલ યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા તેના ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ રેકોર્ડ્સમાં પ્રતિબિંબિત થાય છે, જે રૂ. 37.98 LPAના સર્વોચ્ચ પેકેજનો સમાવેશ થાય છે. 1000થી વધુ લીડિંગ નેશનલ અને ઇન્ટરનેશનલ કોર્પોરેશનો યુનિવર્સિટીના કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લે છે, જે ઇન્ડિગો, ડેલોઇટ, ટીસીએસ અને અન્ય ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓમાં મહત્વપૂર્ણ પ્લેસમેન્ટ તરફ દોરી જાય છે. આ વર્ષે યુનિવર્સિટીએ રૂ. 10 LPA અને રૂ. 5 LPA કરતાં વધુની અસંખ્ય ઑફરો સાથે વૈશ્વિક પ્લેસમેન્ટમાં નોંધપાત્ર 100 % વધારો જોયો છે.
NAAC A++ માન્યતા સાથે પારુલ યુનિવર્સિટીને પ્રૅક્સિસ મીડિયા દ્વારા પશ્ચિમ ભારતની શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી તરીકે સન્માનિત કરવામાં આવી છે અને એસોચેમ દ્વારા શ્રેષ્ઠ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે માન્યતા પ્રાપ્ત થઈ છે. વધુમાં નવીનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાએ ARIIAમાં ટોચનું 50 રાષ્ટ્રીય રેન્કિંગ મેળવ્યું છે.
એડમિશનની સીઝન ચાલુ થઈ રહી છે તેમ પારુલ યુનિવર્સિટી કોમર્સ પ્રોફેશનલ્સને પોતાની ફેકલ્ટી ઓફ કોમર્સમાં જોડાવા અને કોમર્સની દુનિયામાં ઉજ્જવળ અને સમૃદ્ધ કારકિર્દી તરફની સફર શરૂ કરવા માટે આમંત્રિત કરે છે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ
સુરત. આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ તરીકે શિક્ષણવિદ્દ દિપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત ફિનલેન્ડ થી કેમક યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સના કિમ્મો નિક્કાનેન અને શિક્ષણવિદ્દ એન્ટિ ઇસોવિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા એ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફિનલેન્ડ અને માઈક્રોસોફ્ટ કંપની સાથે ટાઈ અપ કરીને શિક્ષા રિફોર્મ લોંચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખુબજ મહત્વનું સાબિત થશે. શિક્ષા રિફોર્મના કો ફાઉન્ડર રાજીવ સોની અને પરેશ ચલોડિયાએ જણાવ્યું હતું ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઈક્રોસોફ્ટ સાથે ટાઈ અપ કરી શિક્ષા રિફોર્મ દ્વારા એઆઇ, સાઇબર સિક્યોરીટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે. જયારે રિફોર્મ ના પાર્ટનર અંકુર પટેલ અને ઉમેશ બારડોલીવાલાએ જણાવ્યું હતું કે રિફોર્મની ખાસ બાબત એ છે કે આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પણ આપવામાં આવશે. જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

સ્કૂલ યુનિફોર્મ, શૂઝ-મોજાં અને સ્કૂલ બેગનો મુદ્દો ફરીથી ઉછળ્યો..
ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપને લઈને સામાન્ય સભામાં હોબાળો
જે એજન્સીઓને યોગ્ય કામગીરી નહીં કરતા અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી કામ સોંપવામાં આવ્યું
સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ ચણા, લાડુ અને વેફર વેચતી કંપનીને આપવામાં આવ્યો : રાકેશ હિરપરા
ગણવેશથી લઈને શાળાના મેદાનની સફાઈ સુધીના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા શાસક પક્ષને પરસેવો છૂટી ગયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ, શાળા ગણવેશ, બુટ – મોજાં અને સ્કુલ બેગ સહિતની રૂ.25 કરોડથી વધુની દરખાસ્તો મંજુરી માટે રજૂ કરી હતી. વિરોધ વચ્ચે બહુમતી સાથે તમામ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ અનેક મુદ્દે સવાલો ઉઠાવીને શાસક પક્ષને ઘેર્યો હતો. ખાસ કરીને શાસક પક્ષ પર વિવિધ કામોની ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. કેટલીક હકીકતો રજૂ કરતી વખતે ટેન્ડરના નિયમો અને શરતો મુજબના દસ્તાવેજો રજૂ કર્યા ન હોવા છતાં એજન્સીનું ટેન્ડર કેવી રીતે ખોલવામાં આવ્યું? જે એજન્સીને સંતોષકારક કામ ન કરવા બદલ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હતો તે જ એજન્સીને ફરીથી ટેન્ડર કેમ સોંપવામાં આવ્યા? વગેરે વેધક પ્રશ્નો ઉઠાવવામાં આવતા સભામાં હોબાળો મચી ગયો હતો. શાસક પક્ષના સભ્યોને આક્ષેપોનો બચાવ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. શાસક પક્ષ તરફથી અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, સભ્યો યશોધર દેસાઈ, અનુરાગ કોઠારી, શુભમ ઉપાધ્યાય અને સંજય પાટીલે સ્પષ્ટતા કરી કે વિપક્ષના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું.
- જે એજન્સીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી તેને કરોડોના ટેન્ડર સોંપાયું!
સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ સત્તાધારી પક્ષ એજન્સીઓના હિતમાં કામ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જે કંપનીને સ્કૂલ બેગ માટે રૂ. 5.95 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને અગાઉ શાસક પક્ષના સભ્ય દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવી હોવાનું સામાન્ય સભામાં જણાવ્યું હતું અને તે સમયે માત્ર રૂ. 31 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આમ છતાં આ જ એજન્સીને હવે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હિરપરાએ એમ પણ જણાવ્યું હતું કે હેક્સાકોર્પ કંપની કે જેને સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે અમે ઈન્ટરનેટના માધ્યમથી તે કંપની વિશે માહિતી એકઠી કરી ખબર પડી કે આ કંપની લાડુ, ચિક્કી, વેફર વગેરે બનાવે છે. તેવી જ રીતે શાળાઓમાં મેદાનોની સફાઈનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલ ગુરુજી નામની એજન્સીને ગત વર્ષે કામ યોગ્ય રીતે ન થવાના કારણે નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. આમ છતાં ફરી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવાથી અનેક સવાલો ઉભા થાય છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોના આર્થિક શોષણનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.
- વિદ્યાર્થીઓના હિતને બદલે એજન્સીઓ પર વિપક્ષનું વધુ ધ્યાનઃ શુભમ ઉપાધ્યાય
ખરીદ સમિતિના અધ્યક્ષ શુભમ ઉપાધ્યાયે વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ દ્વારા સાયકલથી માંડીને ગણવેશ અને સ્કૂલ બેગ સુધીની દરેક વસ્તુની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પણ સાચી હકીકત એ છે કે ગણવેશ માટેના ટેન્ડરમાં કોઈ ગેરરીતિ નથી થઈ. રિ-ટેન્ડરિંગ બાદ એલ-1 એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે. માહિતીના અભાવે વિપક્ષ પોતાની અજ્ઞાનતા બતાવી રહ્યો છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષ વિદ્યાર્થીઓના કલ્યાણ વિશે વિચારવાને બદલે એજન્સીઓ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. જ્યારે આ વખતે ભાજપે વિદ્યાર્થીઓના હિતમાં તમામ બાળકોને બે ગણવેશ, એક રમતગમતનો ગણવેશ અને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિપક્ષે તેની પ્રશંસા કરવી જોઈએ.
- ટેન્ડરના કામ સામે વિરોધ કરવાનો વિપક્ષનો સ્વભાવ બની ગયો છે : અનુરાગ કોઠારી
ટેન્ડરીંગ પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવનાર વિપક્ષના જવાબમાં સભ્ય અનુરાગ કોઠારીએ જણાવ્યું હતું કે વિપક્ષને ટેન્ડર પ્રક્રિયાની કોઈ જાણકારી નથી. પહેલા તેઓએ આ વિશે માહિતી એકઠી કરવી જોઈએ. વિદ્યાર્થીઓને સ્કુલ બેગ અને સાયકલ આપવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હોવા છતાં વિપક્ષ માત્ર વિરોધ જ કરી રહ્યો છે. ખાસ કરીને જ્યારે પણ કામનું ટેન્ડર આવે ત્યારે વિરોધ કરવાની વિપક્ષની આદત બની ગઈ છે. અને આ ટેન્ડરો કોને આપવામાં આવે છે અને કેમ આપવામાં આવે છે ફક્ત તેનામાં જ ઇન્ટરેસ્ટ દેખાતો હોય છે.

30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20સેકંડ માં થયો ધ્વસ્ત
સુરત.ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.
સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.