અભય વિશેષ
લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ
ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો
Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયોઃ
ખેડૂતો દ્વારા સંચાલિત ૪૦ જેટલા એફપીઓ પાસેથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની તકઃ
Surat News: સુરત શહેર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન ” તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ : ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https://www.fonebook.in/
સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ
1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું
લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું
માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.
આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,
જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.
લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.
આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.
ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા
એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા
આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા
જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા
અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.
અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત : ભેસ્તાન વિસ્તારની ઘટના
Surat Bhanodra News: સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર ભેસ્તાન વિસ્તારમાં એક ઘટના ઘટી હતી. અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળ્યું હતુ. આ ડ્રમ પર લાશ હોવાની સંભાવનાથી પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. રાત્રે ડ્રમના કટરથી સિમેન્ટ ભરેલું પણ મળ્યું હતુ અને તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. પછી લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી-સિમેન્ટ સાથે ભરી દીધું અને તેને ફેંકી દેવાયું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ થાય છે.
સુરત વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત
Surat Vesu News: રોહિત હાટીલા, ૨૫ વર્ષનું યુવક, સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી કાઢવા જતા કામદાર હતા. બાકી કામદારો પરાંત પાણીનું નિકાલ કરવા માટે સાફ-સફાઈ કરતા હતા. રોહિતે પણ પાણી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ પડી જતા વિષેને તેને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. સારવાર મળી, તેની પહેલા જ રોહિતને મૃત્યુ થઈ હતી.
અર્ચના વિદ્યા સંકુલ દ્વારા સંસ્કૃતિના સંસ્કાર નું સિંચન ના ઉદ્દેશ્યથી પ્રોગ્રામો કરાયા
સુરત: અર્ચના વિદ્યા સંકુલ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામની ઉજવણી કરાઈ હતી. જેમાં ગણપતિ પૂજન, સરસ્વતી વંદના, દશાવતાર હોળી, નૃત્ય, લવ જેવી થીમમાં પરિવારીક સંબધોને આવરી લેવામાં આવ્યાં હતા. આર્મી ગીત સૌરાષ્ટ્ર ની રસઘાથા માં ગુજરાતના કવિઓના ગુણગાનની ભવ્ય રજૂઆત કરાઈ હતી. ગોંદલ, જોગવા, શિવા થીમ અને મહિષાસુર વધ જેવા નૃત્ય એ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. પ્રોગ્રામ નિહાળવા માટે આવેલ પ્રેક્ષકો અને વાલીઓ દરેક પાર્ટિસિપેટને પ્રોત્સાહન માટે તાળીઓના ગડગડાટથી વધારી લીધા હતા, અને અમુક પ્રોગ્રામોમાં વાલીઓ પણ ઝુમતા દેખાયા હતા.
સમગ્ર નૃત્યની કોરિયોગ્રફી સંસ્કૃતિ એકેડમીની ટીમના તેજસ યાદવ, ઈશિકા ભોંસલે, રોહિત બિરાડે, દેવરાજ દેવેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. પ્રોગ્રામને સફળ બનાવવા માટે શાળામાં શિક્ષકોથી લઈને તમામ સ્ટાફે જે ભારે જેહમત ઉઠાવી મેહનત કરી હતી, તે પ્રોગ્રામોમાં પરફેક્ટનેસ ને લઈ પણ દેખાઈ હતી અને કાર્યક્રમના અંતે તમામ શાળા પરિવારના સ્ટાફના ચહેરે છલકાતી ખુશી જોવા મળી હતી. અર્ચના વિદ્યા સંકુલ દ્વારા બાળકોમાં ભણતરની સાથે આવા પ્રોગ્રામો દ્વારા સમાજની અને સંસ્કૃતિની કેવી રીતે માહિતગાર કરવા તે પણ જોવા મળ્યું હતું.
સમગ્ર કાર્યક્રમો બાળકોમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી તમામ કૃતિઓની રજૂઆતો કરવામા આવી હતી.
અઠવાડિયા બાદ પણ નિરાકરણ નહીં આવતા ઔદ્યોગિક-લેબર કોર્ટના વકીલો કામકાજથી અળગા
સુરતઃ ઔદ્યોગિક અદાલત તથા મજૂર અદાલત નંબર-2માં વકીલો સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હેરાનગતિથી સામે સુરત લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશનને આંદોલન શરૂ કર્યું છે. એસોસિયેશનના નેજા હેઠળ તમામ લેબર લો પ્રેક્ટિશનર્સ દ્વારા 12 એપ્રિલથી બંને કોર્ટો ના કામકાજથી અળગા રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે હજી પણ યથાવત છે.
આ અંગે એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ નિમિષ પટેલના જણાવ્યા મુજબ કોર્ટમાં ધીમી કામગીરી ચાલી રહી અને જુબાની, ઉલટ તપાસ માટે વકીલોને પૂરતી તક આપવાને બદલે ન્યાયાધીશ પોતાની મરજી મુજબ જુબાની,ઉલટ તપાસ માટે આગ્રહ રાખવામાં આવે છે.વકીલોને એક કોર્ટમાં સાંજ સુધી બેસાડી રાખી બીજી કોર્ટની કામગીરીમાં જવા દેવામાં આવતાં નથી ત્યારે આવા વર્તનથી વકીલો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી આ મુદ્દે એસોસિએશને દસ મુદ્દાઓ સાથે ગુજરાત હાઈકૉર્ટનાં ચીફ જસ્ટિસ, હાઇકોર્ટનાં રજીસ્ટ્રાર,યુનિટ જજ હાઇકોર્ટ અને પ્રમુખ ઔદ્યોગિક અદાલતને ફરિયાદ કરવા સાથે જ જ્યારે સુધી વકીલોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી આ બંને કોર્ટની કામગીરીનો અચોક્ક્સ મુદત સુધી બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ થી લેબર લો પ્રેક્ટીશનર દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ નીરકરણ આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં વકીલો આ બે કોર્ટના કામકાજથી અળગા રહેશે એવું ઘોષણા આજરોજ એસોસિયેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.