જો સાવચેત નહીં રહેશો તો તમારા ઘરની બહાર પણ લાગી શકે છે આવું બોર્ડ

 

સુરત. મહાનગરપાલિકા દ્વારા હવે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતા વધુ સક્રિય રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છુટા છવાયા વિસ્તારોની અંદર અલગ અલગ ઝોનમાં જે પ્રકારે કોરોના સંક્રમણના સામે આવી રહ્યા છે. તે જોતા હવે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં જે પણ વ્યક્તિઓને કોરોના ગાઈડલાઈન પ્રમાણે કોરોના પોઝિટિવ થાય તો તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. એવી જ રીતે ફરીથી કોરોના સંક્રમણના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનમાં કોરોના સંક્રમણ પોઝિટિવ દર્દીઓને સાત દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

ગટર સમિતિની બેઠકમાં 94 કરોડથી વધુના 17 કામો મંજૂર

 

સુરત. સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી. જેમાં 94 કરોડથી વધુના 14 કામો રજુ કરાયા હતા. ચર્ચાના અંતે તમામ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સમિતિની મીટીંગ ચેરમેન વિક્રમ પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા આવનાર ચોમાસાને લઈ પ્રિ મોન્સુન કામગીરી સાથે નવા આઉટર રીંગરોડ પર રોડની બન્ને સાઈડે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવાની, સાઉથ વેસ્ટ ઝોનમાં નળીકા નાંખવાની કામગીરી સાથે સુરત શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરી કરવા માટે ડ્રેનેજની જાળીઓ ડિસોલ્ટીંગ કરવા સહિતના કામો મળી 94 કરોડ 50 લાખથી વધુના 14 કામો રજુ કરાયા હતા જે કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી. જે અંગે ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે વિગતવાર માહિતી આપી હતી.

લિંબાયત માં વેસ્ટેજ ટાઈલ્સ ના ઢગલા માંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર

 

સુરત. સુરતમાં ફરી એક નિષ્ઠુર વ્યક્તિની કરતુત સામે આવી છે જેમાં નવજાત બાળકને મૃત હાલતમાં ત્યજી દેવાયો હોવાની ઘટના લિંબાયત વિસ્તારમાં બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

      સુરતમાં ફરી એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યો છે. વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાડી કિનારે ટાઈલ્સના વેસ્ટ રૂમમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ નવજાતનો મૃતદેહ કબ્જે લઈ અજાણી નિષ્ઠુર વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી, આસપાસ માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ નવજાતને મૃત હાલતમાં ત્યજી દેનાર જનેતા સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે નવજાતના મૃતદેહનો કબ્જો લઈ અજાણી નિષ્ઠુર જનેતા એ કયા કારણ વશ નવજાત બાળક ને ત્યજી દીધું છે તે અંગે ની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.
હવસખોર ના પંજા માંથી ૬વર્ષ ની બાળા પીંખાતા બાલ બાલ બચી

 

સુરત. સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો

સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જો કે તે જ સમયે બાળાની નાની આવી જતા બુમાબુમ કરતા લોકોએ દોડી આવી નરાધમને મેથીપાક આપી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

  પાંડેસરા શ્રમ વિસ્તારમાં નાનીને ત્યાં રહેતી 6 વર્ષની બાળકી પર તેના જ પડોશમાં રહેતા નરાધમે રેપ કરવાના ઈરાદે પોતાના રૂમમાં લઈ ગયો હતો. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો. આથી નાનીએ પડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો. નાનીએ પડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા. નાનીએ આજુબાજુમાં રહેતા લોકોને મદદ માટે બોલાવ્યા હતા. સ્થાનિકો બૂમ બરાડા સાંભળીને તાત્કાલિક જમાં એકઠા થઈ ગયા હતાં જમાં થયેલા લોકો રૂમ પાસે પહોંચી રૂમનો દરવાજો ખોલાવી પડોશીની બરાબરની ધોલાઈ કરી 100 નંબર પર પોલીસને જાણ કરી હતી જેથી પાંડેસરા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. હવસખોર પડોશી અનિરૂદ્ધ અનુજ અમરલાલસીંગને પકડી પાડી પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આખરે વિવાદોમાં ઘેરાયેલા સુરતના આરટીઓ ગજ્જર ની ગાંધીનગર બદલી

 

સુરત. આરટીઓ તરીકે ઓક્ટોબર મહિનામાં જ એટલે કે છ મહિના પહેલા જ સુરત આવેલા મેહુલ ગજ્જરની આખરે ગાંધીનગર ખાતે રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઈ છે.

સુરતના વિવાદીત આરટીઓ ગજ્જરને ગાંધીનગર રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઇ છે. ગુરૂવારે મોડી રાત્રે 16 આરટીઓની ટ્રાન્સ્ફરનો ગંજીપો ચીપાયો હતો. હવે સુરતમાં વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલને ચાર્જ સોંપાયો છે. આરટીઓ મેહુલ ગજ્જરની ઓક્ટોબરમાં જ સુરતમાં બદલી થઇ હતી. છ મહિનામાં તેમને લઈ અનેક નાના-મોટા વિવાદો છે. કેટલાક પ્રિય એજન્ટોના તમામ કામો થઇ જતા હોવાની પણ વાતો છે. બે મહિના પહેલા જ ગજ્જર સામે એસીબીમાં ફરિયાદ થઇ હોવાની વાત પણ હતી. જો કે, આ બાબતે કોઇ સમર્થન મળ્યું ન હતું.

વરાછામાં મોબાઇલ સ્નેચર્સનો આતંક, એક સાથે બની બે ઘટના

 

સુરત. વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓફિસ પાસેથી અને ત્રિકમનગર શહિદ વિર ભગતસિંહ ગાર્ડન પાસેથી બે યુવાનોના મોબાઈલ સ્નેચીંગ કરાયા હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.

સુરતમાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચર ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓપિસ સામે પંચવટીની વાડી પાસેથી પસાર થતા પુણાગામ ખાતે રેહતા પરિક્ષિત વસાણીના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ લુંટી બાઈકરો ભાગી છુટ્યા હતાં. જ્યારે વરાછા ત્રિકમનગર શહિદ વીર ભગતસિંહ ગાર્ડન પાસેથી પસાર થતા કામરેજ ખાતે રહેતા રવી રાઠોડના હાથમાંથી પણ બાઈકરો મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે મોબાઈલ સ્નેચીંગની ફરિયાદો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ડો.શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન

 

મુ.પો. રેવદંડા, તા. અલિબાગ, જી. રાયગડ, મહારાષ્ટ્ર દ્વરા

ડો. શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના સૌજન્યથી “મહારાષ્ટ્રભૂષણ” આદર્નિય તિથસ્વરૂપ .ડો. શ્રી નાનાસાહેબ ધર્માધિકારી તેઓશ્રીના જન્મ શતાબ્દી નિમિત્તે મહાસ્વચ્છતાનું આયોજન તથા સ્વચ્છતા મોહીમ “સ્વચ્છ ભારત અભિયાન” મહારાષ્ટ્ર રાજ્યના મહામહિમ રાજ્યપાલ દ્વારા સ્વચ્છતા દૂતની નિમણૂક કરવામાં આવેલ હતી . ને ડો.શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના અધ્યક્ષ “મહારાષ્ટ્રભૂષણ” તથા “પદ્મશ્રી પુરસ્કાર” સન્માનિત .આદર્નિય તિથસ્વરૂપ ડો.શ્રી આપ્પાસાહેબ ધર્માધિકારી અને આદર્નિય તિથસ્વરૂપ ડો.શ્રી સચિનદાદા ધર્માધિકારી તેઓના માર્ગદર્શન હેઠળ મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન તા. ૦૧/૦૩/૨૦૨૩ બુધવારના રોજ સવારે ૦૭:૦૦ કલાકે નવસારી કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ તથા અઠવાગેટ પોલીસ કોલોની, અઠવાલાઇન્સ, ચોપાટી રોડ, સુરત ખાતે રાખવામાં આવેલ હતુ જેમાં ડો.શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના આશરે ૬૦૦ શ્રીસદસ્યો તેમજ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ તથા પોલીસ કોલોનીના સભ્યો પણ સામેલ હતા અને સુરત મહાનગર પાલિકાના અધિકારીશ્રી તથા અઠવાઝોન સ્ટાફના સાથ સહકાર સાથે . આ મહા સ્વચ્છતા અભિયાન આશરે ૫ હેક્ટરના પરિસરમાં કરવામાં આવેલ હતુ આ દરમિયાન ૮૦ ટન અંદાજે કચરાની સફાઈ કરી તેને યોગ્ય રીતે નિકાલ કરી મહાસ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક કરવામા આવ્યુ હતુ

દેશભરમાં વાતાવરણમાં આવી રહેલા પલ્ટા વચ્ચે આગામી 4 થી 8 માર્ચ દરમિયાન માવઠુ પડવાની શક્યતા

 

દેશભરમાં વાતાવરણમાં આવી રહેલા પલ્ટા વચ્ચે આગામી 4 થી 8 માર્ચ દરમિયાન માવઠુ પડવાની આગામી હવામાન વિભાગે કરતા ખેડૂતોમાં ડર જોવા મળી રહ્યો છે. કેરી અને ઘઉ તથા કપાસના પાકને અસર થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાંક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં તારીખ 4થી 8 માર્ચ સુધી માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને કેરી અને ઘું તથા કપાસના પાકને અસર થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

હાલમાં દક્ષિણ રાજ્યોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ પડી રહ્યો છે જેના પગલે બદલાયેલા વાતાવરણથી રાજસ્થાન અને બિહારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન જોવા મળતા ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી સાત લાખની ખંડણી માંગવાના કેસમાં આખરે ઝેહરા સાયકલવાલાની ધપરકડ

 

સુરત. તમારું બાંધકામ ગેરકાયદે છે એમ જણાવી બાંધકામ નહીં તોડવવાના બદલે વ્યાપારી પાસેથી સાત લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં આરોપી એવી કહેવાતી સમાજ સેવી ઝેહરા સાયકલવાલાની મહિધરપુરા પોલીસે ધરપકડ થયા બાદ જામીન પર છુટકારો થયો છે.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાર્લેપોઈન્ટ સ્થિત પાર્લે પોઇન્ટ પેલેસ નિવાસી વ્યાપારી વાહેદભાઈ કાચવાલા ની ઝાંપા બજાર સૈફી મોહલ્લા ખાતે આવેલી જમીન પર તેઓ અને તેમના મિત્ર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ દરમિયાન થોડી જગ્યા વધુ કવર કરવામાં આવી હોવાથી પોતાને સમાજસેવી ગણાવતી ઝેહરા સાયકલવાલા આ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી અને જો બાંધકામ બચાવવું હોય તો સાત લાખ રૂપિયા આપવા પડશે એમ કહી પહેલા 51 હજાર રૂપિયા ટોકન તરીકે પડાવી લીધા હતા અને ત્યારબાદ પોતાના બે સાગરીતો સાથે મળી ડરાવી ધમકાવી સાત લાખ રૂપિયાની ખંડણી માંગણી ચાલુ રાખતા આખરે વાહેદભાઈ દ્વારા ઝેહરા સાયકલવાલા સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ અરજી આપી હતી અને અરજીના આધારે મહિધરપુરા પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ પોલિસે આરોપી ઝેહરા સાયકલવાલાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીનો જામીન પર છુટકારો થયો હતો.

દેશભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ શિક્ષા સંકુલ ખાતે પણ ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ પરિસરમાં આવેલા બાજી ગૌરી ઓપન એર થિયેટર ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વનિતા વિશ્રામ ના ચેરમેન કૃપલાણી દેસાઈ, વાઈસ ચેરમેન પ્રવીણ વોરા, સેક્રેટરી મનહર દેસાઈ અને પૂર્વ કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર હજાર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ડાન્સ, લોકનૃત્ય અને નાટક વગેરે રજૂ કરી વિદ્યાર્થીઓએ સૌને મનોરંજન પુરૂ પાડ્યું હતું. આભાર વિધિ સાથે સમારોહનું સમાપન થયું હતું.