Surat: Proceedings of city SOG before Rath Yatra.
સુરત : રથયાત્રા પહેલા શહેર SOG ની કાર્યવાહી.

 

SOG દ્વારા લીંબાયત વિસ્તાર માંથી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.

મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસે થી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.

મુંબઈ માં 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ દરમ્યાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો.

મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી ne મૂકી રાખી હતી.

મેહુલ નરેશચંદ્ર ઠક્કર ના પિતા મુંબઈ બૉમ્બ લાસ્ટમાં મોત થયું હતું.

સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન
સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન

 

ઉચ્ચ વ્યાજદરમાં પૈસા આપી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી

લોક દરબારની આયોજક:

  • જગ્યા: ભાઠેના વિસ્તારનો કોમ્યુનિટી હોલ
  • સુવિધા: સુરત શહેર ઝોન બે

લોક દરબારની વિગતો:

  • હેતુ: લોકોની વ્યાજખોરીની સમસ્યાઓ સાંભળવી અને ઉકેલ લાવવો
  • મુખ્ય વિષય: ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે.

પોલીસની કાર્યવાહીઓ:

  • વ્યાજખોરો સામે: ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે કડક કાર્યવાહી
  • સ્થાન: ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર

લોકોની હાજરી:

  • મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા
  • લોકોની સમસ્યાઓ સાંભળી પોલીસ દ્વારા સમાધાનના પ્રયત્નો

લોન માટેની સમજણ:

  • માર્ગદર્શન: લોકોને સમજણ આપી સરકારી બેંકોમાંથી લોન મેળવવામાં મદદ માટે પોલીસના પ્રયત્નો

સુનિશ્ચિતતા

શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના હિત માટે મહેનત કરી રહી છે.

વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…

 

Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Organized Grand School Entrance Festival and Girl Education Festival under the initiative of Education Department
શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન

 

તારીખ: 27/06/2024

સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત

Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.

હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.

આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Another letter from Surat Varachha BJP MLA Kumar Kanani
સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર

 

કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.

સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.

MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.

GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.

છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ

Two accused were arrested in the case of double murder of Surat youths in Uchwan village of Umarpada taluk.
ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોના ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ પકડાયાં.

 

Surat Umarpada news: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બી.કે. વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગના સુપરવિઝન હેઠળ એ.ડી. સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે. દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.

તપાસ દરમિયાન, હકીકત મળી કે મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર કાકર ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ છે. તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી, સલમાન ગફ્ફાર કાકરને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો.

સલમાને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ ગામીતે અફઝલ શેખ સાથે મળીને સુરતથી બે વ્યક્તિઓને લાવવાનું કામ આપ્યું હતું. તેના માટે, પ્રજ્ઞેશભાઈએ પંદર-પંદર હજાર રૂપિયા આપવાની વાત કરી. સલમાન, તેના સંબંધી આસિફ અને મિત્ર વિશાલ રાણા સાથે મળીને ઉમરપાડા પહોચી અને બન્ને વ્યક્તિઓ બિલાલ ચાંદી અને અઝહરૂદિન ઉર્ફે અજ્જુ શેખને બાંધી નાખ્યા.

અફઝલ અને પ્રજ્ઞેશના જણાવ્યા મુજબ, બિલાલ અને અઝહરૂદિનને અફઝલના જુના મકાનમાં બાંધી મૂકીને, આકાજ 90,000 રૂપિયા લીધા.

પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:

  1. સલમાન ગફ્ફાર કાકર
    • સરનામું: ઘર નંબર 707, મગદુમ નગર, વ્યારા, તા. વ્યારા, જી. તાપી.
  2. આસિફ સલીમભાઈ કાકર
    • ઉંમર: 30, સરનામું: મગદુમ નગર, વ્યારા, જી. સુરત.
  3. વિશાલભાઈ રાજુભાઈ રાણા
    • ઉંમર: 32, સરનામું: ગોલવાડ ગામ, ટાંકી ફળીયુ, તા. વ્યારા, જી. તાપી.

અન્ય વિગતો:

  • એફઆઈઆર નંબર: xx/yyyy
  • તારીખ: DD-MM-YYYY
  • કાયદેસરની કામગીરી: આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ

મુખ્ય અધિકારીઓ:

  • પોલીસ મહાનિરીક્ષક: પ્રેમવિર સિંગ
  • પોલીસ અધિક્ષક: હિતેશકુમાર જોયસર
  • વિભાગીય પોલીસ અધિકારી: બી.કે. વનાર
  • પો.સ.ઈ: એ.ડી. સાંબડ
Sachin police station lockup video viral case
સચિન પોલીસ સ્ટેશનના લોકપમાં વિડીયો વાયરલ મામલો

 

Surat news: સચિન પોલીસે વિડીયો ના આધારે યુવકની કરી અટકાયત એક વર્ષ પહેલા પકડાયેલ સુબોધ ધર્મેન્દ્રભાઇ રમાણી એ વિડીયો બનાવ્યો હતો.

વિડિયો બનાવેલ જે ભુલ સમજાતા માફી માંગેલ અને ભવિષ્ય માં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપવામાં આવેલ સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી.

જ્યારે જેલની બહાર વિડીયો ઉતારનાર ની પણ બાળ કિશોરની અટકાયત કરી.

A fire broke out in a closed shop in Dindoli area
ડિંડોલી વિસ્તારની બંધ દુકાન માં આગ લાગી

 

Surat News: સુરતના ડિંડોલી વિસ્તાર માં આવેલડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માંવેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાન માં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું .

ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો.

Cases of snakebite come to light daily during the monsoon season.
ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.

 

Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.

એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.

પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.

પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.

ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.

સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.

Sportsmen from Surat shone in the Khel Mahakumbh Karate competition.
ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખિલાડીઓ ઝળકિયા.

 

Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.