સુરતમાં રિયલ એસ્ટેટનો ‘મહાકુંભ’: HALO પ્રોપર્ટી એક્સ્પો 2026નું 24 એપ્રિલે ભવ્ય ઉદ્ઘાટન

 

પૂર્વ સુરતના વિકાસને મળશે નવી ગતિ, 40થી વધુ ડેવલપર્સના 180+ પ્રોજેક્ટ્સ એક જ છત નીચે
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગળ પ્રભાત લોઢા કરશે ઉદ્ઘાટન, ત્રણ દિવસમાં 2 લાખથી વધુ મુલાકાતીઓની આશા

સુરત : શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાતા “HALO પ્રોપર્ટી એક્સ્પો 2026”નું આયોજન 24 થી 26 એપ્રિલ દરમિયાન એન્થમ સર્કલ, વલથાણ-પુણાગામ કેનાલ રોડ, આઉટર રિંગ રોડ પર કરવામાં આવશે. સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિયેશન (SEBA) દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ઇવેન્ટને ‘પ્રોપર્ટીનો મહાકુંભ’ કહેવામાં આવી રહ્યો છે, જેમાં શહેરના અગ્રણી ડેવલપર્સ અને રોકાણકારો એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે.

આ આયોજન અંગે શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે એક્સ્પોનું ભવ્ય ઉદ્ઘાટન 24 એપ્રિલે બપોરે 12:30 વાગ્યે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગળ પ્રભાત લોઢાના હસ્તે થશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ માત્ર પ્રોપર્ટી પ્રદર્શન નથી, પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમને જોડતું એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે.

HALO પ્રોપર્ટી એક્સ્પોમાં 40થી વધુ જાણીતા ડેવલપર ગ્રુપ્સ ભાગ લઈ રહ્યા છે, જ્યારે કુલ 179થી વધુ પ્રીમિયમ એક્ઝિબિટર્સ અને 180થી વધુ રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ એસી ડોમમાં યોજાનારા આ એક્સ્પોમાં અંદાજે 2 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચવાની અપેક્ષા છે. જે. એક્લેરા, અનંત ગ્રુપ, ગ્રીન ગ્રુપ અને દેવમ જેવા મોટા ડેવલપર્સ અહીં પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કરશે, જેમાં એફોર્ડેબલ હાઉસિંગથી લઈને પ્રીમિયમ પ્રોપર્ટી અને રોકાણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

SEBAના અધ્યક્ષ શ્રેયાંશ સવાણીએ જણાવ્યું હતું કે, “આ એક્સ્પોનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સ બતાવવાનો નથી, પરંતુ ખરીદદારોને પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. પૂર્વ સુરતના વિકાસ માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.”

SEBAના સેક્રેટરી દીપેશ ધનાણી અને વિપુલ રાડાડિયાએ પણ વધુમાં વધુ ડેવલપર્સ અને સ્ટેકહોલ્ડર્સને આ પહેલ સાથે જોડાવા અપીલ કરી છે.

SEBAના મીડિયા હેડ હિરેન પટેલે જણાવ્યું કે આ એક્સ્પોનું ખાસ આકર્ષણ તેમાં હાજર રહેતી સેલિબ્રિટીઝ રહેશે. એક્સ્પોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો દર્શન જરીવાલા, હિતેન કુમાર, જાનકી બોડીવાલા અને શ્રદ્ધા ડાંગર ખાસ ઉપસ્થિત રહેશે. પ્રેસવાર્તામાં ગોપીન ડેવલપર્સના પિયુષ ડાલિયા, એન્થમ ગ્રુપના નિકુંજ ગજેરા, જે. એક્લેરાના જૈંતીભાઈ બાબરિયા, અનંત ગ્રુપના હરેશભાઈ પાચાણી, ગ્રીન ગ્રુપના મીત કોટડિયા, એસોસિયેશનના પ્રવક્તા તેમજ સહજ ગ્રુપના સંચાલક કમલેશભાઈ કોરાટ અને તાપી રિયલ્ટીના રવિભાઈ સવાણી પણ હાજર રહ્યા હતા.

– SEBA: પૂર્વ સુરતના વિકાસ માટે મજબૂત નેટવર્ક

750થી વધુ સભ્યો ધરાવતી SEBA આજે માત્ર એક એસોસિયેશન નથી, પરંતુ મજબૂત રિયલ એસ્ટેટ નેટવર્ક બની ગઈ છે. શહેરના આશરે 75% વિસ્તારોને આવરી લેતી આ સંસ્થા અબ્રામા, મોટા વરાછા, ઉત્રાણ, કોશાડ, અમરોલી, વલથાણ, કડોદરા, ડિંડોલી, સચિન, કામરેજ, કિમ અને પીપોદરા જેવા વિસ્તારોમાં સક્રિય છે. આ વિસ્તારો ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, જેને SEBA દ્વારા “સુરતનો સૂર્યોદય” નામ આપવામાં આવ્યું છે.

– પૂર્વ સુરત બનશે આગામી ગ્રોથ એન્જિન

વરાછા, કતારગામ, ઉધના, ડિંડોલી, સચિન, કડોદરા અને કિમ-પીપોદરા જેવા વિસ્તારોમાં ડાયમંડ, ટેક્સટાઇલ અને આઈટી ઉદ્યોગોના કારણે ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે. મેટ્રો, એક્સપ્રેસવે અને આઉટર રિંગ રોડ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે આ વિસ્તાર રોકાણકારો માટે હોટસ્પોટ બની રહ્યો છે. આ એક્સ્પો દ્વારા પૂર્વ સુરતને નવી ઓળખ મળશે, રોકાણકારોમાં વિશ્વાસ વધશે અને પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે.

– ખરીદનારાઓ માટે સરળ બનશે નિર્ણય

આ એક્સ્પોની વિશેષતા એ છે કે હોમબાયર્સ અને રોકાણકારોને એક જ સ્થળે વિવિધ વિકલ્પો સાથે કાનૂની અને નાણાકીય માર્ગદર્શન મળશે. જેના કારણે યોગ્ય અને સુરક્ષિત રોકાણનો નિર્ણય લેવો સરળ બનશે. સાથે જ ડેવલપર્સને સીધા ગ્રાહકો સાથે જોડાવાનો મોકો મળશે, જેનાથી બજારમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે.

– કેમ ખાસ છે ‘પ્રોપર્ટીનો મહાકુંભ’?

HALO પ્રોપર્ટી એક્સ્પો 2026 માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ એક મૂવમેન્ટ તરીકે ઉભરી રહ્યું છે, જે પૂર્વ સુરતને શહેરના આગામી ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો તમે ઘર ખરીદવા, રોકાણ કરવા અથવા રિયલ એસ્ટેટમાં રસ ધરાવતા હો, તો આ ત્રણ દિવસીય ઇવેન્ટ તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે.

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ પૂર્ણ કર્યો, પશ્ચિમ ભારતમાં ઉપસ્થિતિ મજબૂત કરી

 

સુરત, ૧૭ એપ્રિલ ૨૦૨૬: મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં મહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ કરીને પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત કરી છે. સુરત અને વડોદરા સ્થિન બે NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ્સની કુલ ક્ષમતા ૪૦૦ ખેડની છે. આ અપિગ્રહણથી ગુજરાતમાં મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સની હાજરી વધુ મજબૂત બની છે, જ્યાં અમદાવાદ અને ભુજમાં પહેલેથી જ તેના બે યુનિટ કાર્યરત છે. આ સાથે મેરેન્ગો એશિયા હોસ્પિટસ ગુજરાતના મોટા હોસ્પિટલ જૂથોમાંથી એક બની ગયું છે, જેમાં કુલ ૧૧૫૦થી વધુ ભેડની ક્ષમતા છે.

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ તીરી અને કક્વાર્ટરનરી ઉપચાર, વિવિધ તબીબી વિશેષતાઓમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ’ની રચના તથા ‘પેશન્ટ ફર્સ્ટ’ અભિગમ પર ખાન આપે છે. આ અપિગ્રહણ ક્લિનિકલ કોરિડોરની સંકલ્પનાને પણ મજભૂત બનાવશે, જેના દ્વારા ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી હોસ્પિટલ્સની ઉપ-વિશેષતા તથા સુપર-વિશેષતા ક્ષમતાનો લાભ લેવામાં આવશે.

આ અધિગ્રહણ સાથે સુરત અને વડોદરાના તબીબોને માત્ર મેરેન્ગો એશિયાના રાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો લાભ જ મળશે નહીં, પરંતુ કેન્યા, ઇરાક, સાઉદી અરબ સામ્રાજ્ય, મધ્ય પૂર્વ અને ઉઝબેકિસ્તાનમાં જૂથની હાલની આંતરરાષ્ટ્રીય તબીબી ભાગીદારીઓ દ્વારા પોતાની કુશળતાનો ઉપયોગ કરવાની તક પણ મળશે.

અધિગ્રહણ અંગે પ્રતિભાવ આપતાં મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સના સ્થાપક સભ્ય, ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું, “પશ્ચિમ ભારતમાં ૧૧૫૦થી વધુ બેડ સાથે આપણાં વિસ્તરણ થતાં અમે ગુજરાતના સૌથી મોટા આરોગ્ય સેવા પ્રદાતાઓમાંના એક બન્યા છીએ. સુરત અને વડોદરા જેવા મહત્વના શહેરોમાં પ્રવેશ કરીને ત્યાંના નાગરિકો અને આસપાસના વિસ્તારો માટે અદ્યતન તર્શરી અને ક્વાર્ટરનરી સારવાર ઉપલબ્ધ કરાવી અમને આનંદ થાય છે. મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ નેટવર્કમાં જોડાતી દરેક નવી હોસ્પિટલ પેશન્ટ ફર્સ્ટ’ અભિગમ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે—ઉન્નત સારવારને દર્દીઓના ઘર નજીક લાવવાનું અમારું લક્ષ્ય છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સના સંકલન સાથે જૂથ હવે કુલ આઠ હોસ્પિટલ્સ ચલાવે છે, જેની સંયુક્ત ક્ષમતા ૨૫૦૦ બેડની છે અને જેમાં ૧૦૦૦થી વધુ ડોક્ટરો તથા ૫૨૦૦ કર્મચારીઓ કાર્યરત છે. ડો. રાજીય સિંચથે વધુમાં જણાવ્યું, “આ વર્ષે અમારું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે અમારી હાજરી વિસ્તારવાનું તેમજ દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઉત્તર ભારત લસ્ટરને મજબુત બનાવવાનું છે. ઉપરાંત, અમે આંતરરાષ્ટ્રીય વિસ્તારોમાં પણ તકો શોધી રહ્યા

આ વિસ્તરણથી સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ્સના હાલના દર્દીઓને નોંધપાત્ર લાભ મળશે તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના લોકોને તર્શરી અને કવાર્ટરનરી સુપર-સ્પેશિયલિટી સેવાઓ સુધી વિશાળ પહોંચ મળશે.

બરોડા મેડિકેર પ્રા. લિ.ના ડિરેક્ટર તથા જનરલ, લેપરોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જન ડૉ. ભીખુભાઈ પટેલે જણાવ્યું, “આ સહયોગ ગુણવત્તાયુક્ત અને પેશન્ટ ફર્સ્ટ’ આરોગ્ય સેવા આપવા અમારા દૃષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે અનુરૂપ છે. અમે સાથે મળીને દક્ષિણ ગુજરાતમાં વૈશ્વિક આરોગ્ય ધોરણો લાવીશું.”

બરોડા મેડિકેર પ્રા. લિ.ના ડિરેક્ટર તથા ફૂટ અને એન્કલ સર્જન ડૉ. રાજીવ શાહે જણાવ્યું, “મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ સાથે જોડાવાથી અદ્યતન આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાની અમારી ક્ષમતા વધુ મજબૂત બનશે અને ગુજરાત તેમજ તેની બહાર અમારી પહોંચ અને પ્રભાવ વધશે.*

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ વિશે

૨૧ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ સ્થાપિત મેરેન્ગો એશિયા હોસ્પિટવસ ભારતના ઝડપી વિકાસ પામતા આરોગ્ય નેટવર્ક્સમાંનું એકરૂપે વિકસ્યું છે, જે આઠ મલ્ટી-સ્પેશિયલિટી હોસ્પિટલ્સમાં ૨૫૦૦થી વધુ બેડનું સંચાલન કરે છે. જૂથ તર્થરી અને ક્વાર્ટરનરી સારવાર, સેન્ટર્સ ઓફ એક્સેલન્સના વિકાસ તથા પેશન્ટ ફર્સ્ટ’ તત્વજ્ઞાન પર કેન્દ્રિત છે.

ડૉ. રાજીવ સિંઘલ દ્વારા સ્થાપિત આ જૂથ એક સ્થાપક-ઉદ્યોગપતિ દ્વારા સંચાલિત, સંસ્થાગત આધારિત પ્લેટફોર્મ છે, જેને અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો અને પ્રતિષ્ઠિત ભારતીય પરિવારિક ઓફિસોનું સમર્થન પ્રાપ્ત છે અને જેનું દીર્ધકાલીન લક્ષ્ય ટકાઉ મૂલ્ય સૃજન છે.

મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સની હાજરી દિલ્હી એનસીઆર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને સાઉદી અરબ સામ્રાજ્યમાં ફેલાયેલી છે અને તેને ૧૦૦૦થી વધુ ડૉક્ટરો તથા ૫૨૦૦ કર્મચારીઓની ટીમનું સમર્થન પ્રાપ્ત છે. આ નેટવર્ક ‘ટીચ, ટ્રેન અને ટ્રીટ (3T)” સિદ્ધાંતો પર આધારિત આંતરરાષ્ટ્રીય ક્લિનિકલ કોરિડોરને પ્રોત્સાહન આપે છે, જેના દ્વારા વૈશ્વિક આરોગ્ય સહયોગ વધે છે. અને સુલભ, વાજબી તથા જવાબદાર સારવાર પૂરી પાડવામાં આવે છે.

મીડિયા સંપર્ક

ડો. નેહલ શાહ

+९१ ८८०४८४८९४३

સાર્વજનિક યુનિવર્સિટીના એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

 

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા.16 એપ્રિલ 2026ના રોજ સવારે 10:00 વાગ્યે SU સેમિનાર હોલ, અથવાલાઇન્સ, સુરત ખાતે “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં અંતિમ વર્ષના ગ્રેજ્યુએટ (સેમેસ્ટર-૬) વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને MBA પ્રોગ્રામ, વિવિધ સ્પેશિયલાઇઝેશન અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપવાનો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને વર્તમાન ઉદ્યોગના ટ્રેન્ડ્સ, કંપનીઓની અપેક્ષાઓ અને વ્યાવસાયિક વિકાસ માટે જરૂરી કૌશલ્યો અંગે માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે પ્રતિષ્ઠિત વક્તાઓએ તેમના અનુભવો અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. શ્રી વિક્રમ ચંપાનેરિયા (Head – Talent Acquisition, NJ Group) એ વર્તમાન કોર્પોરેટ વર્લ્ડની અપેક્ષાઓ અને પ્લેસમેન્ટ માટે જરૂરી સ્કિલ્સ અંગે માર્ગદર્શન આપ્યું. પ્રો. મેહુલ ઠક્કર (નવસારી કૃષિ યુનિવર્સિટી) એ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઊંચા અભ્યાસની તકો અને વિવિધ સ્પેશિયલાઇઝેશન અંગે માહિતી આપી. ડૉ. હિરેન પટેલ (Assistant Professor, SRLIM) એ MBA પ્રોગ્રામની રચના અને તેના પ્રેક્ટિકલ લાભો વિશે વિસ્તૃત સમજણ આપી. કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડયા તથા SRLIMના ડિરેક્ટર ડૉ. જીમી એમ. કાપડીઆએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે CBSE ધોરણ 10 બોર્ડ પરીક્ષા (2025–26)માં 100% પરિણામ સાથે રચ્યો નવો કીર્તિમાન

 

સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે એક ફરી વખત શૈક્ષણિક ઉત્તમતા દર્શાવતા શૈક્ષણિક વર્ષ 2025–26ની CBSE ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ શાનદાર સફળતા શાળાની ગુણવત્તાસભર શિક્ષણ પ્રણાલી, વિદ્યાર્થીઓની મહેનત અને સર્વાંગી વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

શાળાએ પોતાની ઉત્તમ પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ દરેક વિદ્યાર્થીને સફળતા અપાવી છે. પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનું ઉત્તીર્ણ થવું શાળાની મજબૂત શૈક્ષણિક વ્યવસ્થા અને વ્યક્તિગત માર્ગદર્શન પ્રણાલીનો પુરાવો છે. આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મેહનત, વાલીઓના સહકાર અને શિક્ષકોના સમર્પણનું પરિણામ છે.

ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં મિતાંશ ગાંધીએ 96% ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ યોઆન્ના સૈનીનીએ 93.80%, હર્ષ જૈને 92.40% અને ગઝલ વડઝાએ 91.20% ગુણ પ્રાપ્ત કર્યા. આ વિદ્યાર્થીઓએ પોતાના શિસ્તબદ્ધ અભ્યાસ, પરિશ્રમ અને સતત પ્રયાસોથી સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી છે.

આ વર્ષની એક વિશેષ સિદ્ધિ તરીકે યોઆન્ના સૈનીનીએ સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી અનોખું પ્રદર્શન કર્યું, જે તેમના વિષય પ્રત્યેના ઊંડા જ્ઞાન અને ઉત્તમતા દર્શાવે છે.

શાળાની સફળતાનો આધાર તેની નવીન શિક્ષણ પદ્ધતિઓ, નિયમિત મૂલ્યાંકન પ્રણાલી અને એવું સકારાત્મક વાતાવરણ છે, જે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, આત્મવિશ્વાસ અને તર્કશક્તિ વિકસાવે છે. શિક્ષકોએ દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત માર્ગદર્શન આપીને તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

શાળા વ્યવસ્થાપનએ આ સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું કે 100% પરિણામ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ શાળાની તે વિચારધારાનું પરિણામ છે, જેમાં શિક્ષણ સાથે મૂલ્યો, શિસ્ત અને આત્મવિશ્વાસનો પણ સમાન વિકાસ કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે શાળાનો હેતુ માત્ર શૈક્ષણિક સફળતા સુધી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવાનું અને તેમને જવાબદાર નાગરિક બનાવવાનું પણ છે.

વાલીઓએ પણ શાળાપ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શાળાની આયોજનબદ્ધ અભ્યાસ પદ્ધતિ, સતત માર્ગદર્શન અને સહકારસભર વાતાવરણ બાળકોની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ પોતાના મિશન સાથે આગળ વધતાં વિદ્યાર્થીઓને સશક્ત, આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શાળાનું મૂળ મંત્ર “Explore, Expand, and Excel” વિદ્યાર્થીઓની આ શાનદાર સિદ્ધિમાં સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે.

આ ઉત્તમ પરિણામ એક વખત ફરી વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલને ઉત્તમતા, નવીનતા અને સર્વાંગી શિક્ષણના ક્ષેત્રમાં અગ્રણી સંસ્થાઓમાં સ્થાન અપાવે છે.

સાર્વજનિક યુનિવર્સિટીની SCET કોલેજ SGCCI મહાવીર સિન્થેસિસ એવોર્ડ જીત્યો

 

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાયેલા વાર્ષિક એવોર્ડ સમારોહમાં SGCCI ગોલ્ડન જુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક યુનિવર્સિટીના સંલગ્ન કોલેજ, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (SCET) ને “મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ/કોલેજ ઓફ એજ્યુકેશન 2024–25” એનાયત કરવામાં આવ્યો હતો।

SGCCI ગોલ્ડન જુબિલી એવોર્ડ્સ હેઠળ મળેલ આ સન્માન SCET માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે, જે સંસ્થાની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા દર્શાવે છે. તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું યોગદાન, વિવિધ સ્કોલરશિપ યોજનાઓનો અમલ, શિક્ષકોનું સંશોધન અને કન્સલ્ટન્સી ક્ષેત્રે યોગદાન, સેમિનાર અને વર્કશોપનું આયોજન, શિક્ષણ પદ્ધતિમાં નવીનતા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, રમતગમત, NSS, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ, પર્યાવરણ સંરક્ષણ, તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પ્લેસમેન્ટ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે। આ સમારોહમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષશ્રીઓ, પદાધિકારીઓ, પ્રતિનિધિઓ, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, ગવર્નિંગ બોડીના સભ્યો, SCETના પ્રિન્સિપાલ, ડીન અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। SCETએ આ સન્માન માટે SGCCI પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના વિકાસમાં યોગદાન આપનાર તમામ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને એલ્યુમ્નાઈનો હાર્દિક આભાર માન્યો હતો।

AM/NS Indiaએ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી

 

AM/NS India, હજીરા દ્વારા એપ્રિલ 14, 2026 ના રોજ “સુરક્ષિત શાળા, સુરક્ષિત હોસ્પિટલ અને ફાયર સેફ્ટી અંગે જાગૃક્ત સોસાયટી – ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન” થીમ હેઠળ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમગ્ર અઠવાડિયા દરમિયાન વિવિધ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા. જેમાં એપ્રિલ 7,ના રોજ ટેબલટોપ એક્સરસાઇઝમાં જેમાં કુલ 22 વિભાગો જોડાયા હતા, જ્યારે એપ્રિલ 7 થી 9, દરમિયાન યોજાયેલી ઑનલાઇન ક્વિઝમાં 1,085 એન્ટ્રીઓ મળી હતી. આ ઉપરાંત એપ્રિલ 8ના રોજ AMNS ઈન્ટરનેશનલ સ્કૂલના 100થી વધુ વિદ્યાર્થીઓએ અને સ્ટાફે ફાયર ફાઇટીંગ તાલીમ મેળવી હતી.

વધુમાં, એપ્રિલ 9એ AM/NS Indiaની 19 ટીમો દ્વારા ગ્રુપ ફાયર ફાઇટીંગ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. એપ્રિલ 10 અને 11ના રોજ કંપનીના કેર નર્સિગ હોમના 41 સભ્યોને તાલીમ આપવામાં આવી અને અંતે એપ્રિલ 14એ હજીરા પ્લાન્ટમાં સ્પોટ ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં 700 કર્મચારીઓ ભાગ લીધો હતો. કુલ મળીને 2,100થી વધુ લોકો આ કાર્યક્રમોમાં જોડાયા હતા. જે AM/NS Indiaની સ્કૂલ, હોસ્પિટલ અને કાર્યસ્થળે આગથી સુરક્ષા જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિન નિમિત્તે આધ્યાત્મિક સંગમનો ભવ્ય અનુભવ

 

રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો ૧૨૫મો સમાધિદિન

રાજકોટ (ગુજરાત), 9 એપ્રિલ: ૧૨૫ વર્ષોની આધ્યાત્મિક વારસાને આજની ભક્તિ સાથે જોડતો એક અનોખો ક્ષણ સર્જાતો જોવા મળે છે, જ્યાં રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સમગ્ર ભારતમાંથી આવેલા સંતો, આધ્યાત્મિક નેતાઓ અને સાધકોનો શક્તિશાળી સમાગમ થયો છે. આ પ્રસંગ છે – શ્રીમદ્દ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિનની ઉજવણી, જે ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ નામના ભવ્ય ચાર દિવસીય કાર્યક્રમ દ્વારા ઉજવાઈ રહી છે।

આ કાર્યક્રમમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી (શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર), પૂજ્યશ્રી નલિનભાઈ (શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા), પૂજ્ય બેન શ્રી રત્નાપ્રભુ (શ્રીમદ્ રાજચંદ્ર મિશન દિલ્હી) અને આદરણીય શ્રી સુરેશજી (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા) સહિત અનેક સંતો અને આધ્યાત્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે, તેમજ વિવિધ આશ્રમો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાયા છે, જે શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોને સમર્પિત છે।

શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજિત આ ચાર દિવસીય આધ્યાત્મિક સમાગમ ૪ એપ્રિલથી ૭ એપ્રિલ સુધી યોજાઈ રહ્યો છે, જે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પવિત્ર વિયોગને સ્મરણ કરાવે છે. તેમણે ૧૨૫ વર્ષ પહેલાં ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટમાં ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. આ વર્ષે આ પવિત્ર તિથિ ૭ એપ્રિલે આવતી હોવાથી, રાજકોટ આ ઉજવણી માટે સ્વાભાવિક અને આધ્યાત્મિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવતું કેન્દ્ર બન્યું છે।

પ્રથમ દિવસે ‘પાવન પ્રક્ષાલન’થી કાર્યક્રમનો આરંભ થયો, જેમાં સંતોએ વિધિવત્ પ્રક્ષાલ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીને વંદન અર્પ્યું. વિશેષ રીતે તૈયાર કરાયેલ ‘પવિત્ર પ્રદર્શન’ ભક્તોને એવા પવિત્ર ઉપકરણોનાં દર્શન કરાવે છે, જે શ્રીમદ્ રાજચંદ્રજીના સ્પર્શથી પાવન બન્યા છે, અને આથી એક ગહન આધ્યાત્મિક અનુભવ સર્જાય છે।

સાંજે ‘પવિત્ર મહાપ્રયાણ’ નામનું નાટ્યરૂપ પ્રસ્તુતિ યોજાઈ, જેમાં પરમકૃપાળુદેવના અંતિમ પ્રયાણ સમયે તેમની ઉન્નત આધ્યાત્મિક અવસ્થાનું અસરકારક દર્શન કરાયું।

બીજા દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી (શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક) દ્વારા પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું, જે ઉપસ્થિતોને આત્મમંથન અને આંતરિક જાગૃતિ તરફ દોરી ગયું. આ સત્રમાં સ્વામી નિખિલેશ્વરાનંદજી (અધ્યક્ષ, શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી અપૂર્વ મુનિશ્રી સહિતના પૂજનીય સંતો ઉપસ્થિત રહ્યા।

કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગૌરવમય ઉપસ્થિતિ પણ રહી, જે આ પ્રસંગના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કરે છે. મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીના મહાન ગ્રંથ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’નો ઉલ્લેખ કર્યો અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે આવા પવિત્ર પ્રસંગોના મહત્ત્વને રેખાંકિત કર્યું. તેમણે ત્યારબાદ શ્રી વિક્રમ હઝરા દ્વારા રચિત ભક્તિ આલ્બમ ‘સુખધામ અનંત’નું અનાવરણ કર્યું, જેમાં શ્રીમદ રાજચંદ્રજીની કાવ્યરચનાઓને ભાવપૂર્વક રજૂ કરવામાં આવી છે।

રાજચંદ્રજીના

આગામી દિવસોમાં પણ ગહન આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે :

૬ એપ્રિલ (સવાર) :
શોભાયાત્રા, સમાધિ મંદિર ખાતે પ્રતિષ્ઠા અને સંતોના પ્રવચનો

૬ એપ્રિલ (સાંજ):
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પરમકૃપાળુદેવના જીવન પર આધારિત ટૂંકી નાટ્યપ્રસ્તુતિ અને ભક્તિ

૭ એપ્રિલ (સવાર):
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને પૂજ્યશ્રી નલિનભાઈ દ્વારા પ્રવચન

૭ એપ્રિલ (બપોરે | ૨ થી ૩ વાગ્યા):
નર્મદા મેન્શન ખાતે વિશેષ ભક્તિ, જ્યાં શ્રીમદ્ રાજચંદ્રજીએ દેહત્યાગ કર્યો હતો, સાથે મહા આરતી – તેમના દિવ્ય પ્રયાણના વાસ્તવિક સમય સાથે અનુરૂપ

આ પવિત્ર દિવસોમાં રાજકોટ એક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યું છે, અને ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ માત્ર શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ઉપદેશોને અર્પિત શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ સમૂહિક ચિંતન, ભક્તિ અને આંતરિક પરિવર્તનનો એક સશક્ત અવસર પણ છે।

ટાઇગરટિહનો વાયરલ વીડિયો: જ્યારે મદદ કરવાની ભાવના રીતથી વધુ મહત્વની બને છે

 

નવી દિલ્હી, ૦૨ એપ્રિલ: તૌસીફ પંચભાયા, જેને લોકો લોકપ્રિય રીતે ટાઇગરટિહ તરીકે ઓળખે છે, હાલમાં એક વાયરલ વીડિયોને કારણે વ્યાપક ચર્ચામાં આવ્યા છે. આ વીડિયોમાં તેઓ પોતાની માતા સાથે પોતાના ઘરની બારીમાંથી લોકો તરફ પૈસા ફેંકીને વહેંચતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે—કેટલાક લોકો તેની ટીકા કરે છે, તો કેટલાક તેને માનવતા અને ઉદારતાનું ઉદાહરણ માને છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં એક વાત સ્પષ્ટ રીતે સામે આવે છે—તેમનો ઈરાદો ઉદારતા અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો છે, અને તેઓ શક્ય તેટલા વધુ લોકોને ઝડપથી મદદ પહોંચાડવા માંગે છે.

આ પરિસ્થિતિને જોવાની સાચી દૃષ્ટિ એ છે કે મુદ્દો રીતનો ઓછો અને વિચારધારાનો વધારે છે. આજના સમયમાં, જ્યારે ઘણા લોકો મદદ કરવાની બાબતમાં હચકાય છે, ત્યારે ટાઇગરટિહ કાર્ય કરવાનું પસંદ કરે છે. તેમની રીત પરંપરાગત ન હોઈ શકે, અને હા, તેની સાથે સુરક્ષા અને માન-મર્યાદા અંગેના કેટલાક યોગ્ય પ્રશ્નો પણ ઉભા થયા છે. છતાં, આ ઘટનામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની તાત્કાલિક મદદ કરવાની તેમની મજબૂત ઇચ્છા સ્પષ્ટ જોવા મળે છે. તેમનું કહેવુ કે “આ મારા પૈસા છે અને અલ્લાહે મને અન્ય લોકોની મદદ કરવા માટે પસંદ કર્યો છે” અહંકાર નહીં પરંતુ કૃતજ્ઞતા અને જવાબદારીની ભાવનાને દર્શાવે છે.

ટાઇગરટિહ ગુજરાતના અંકલેશ્વર નજીક આવેલા દધાલ ગામના એનઆરઆઈ વેપારી અને સામાજિક કાર્યકર છે. વિદેશમાં સફળતા મેળવ્યા પછી પણ તેમણે પોતાની જડોને ભૂલ્યા નથી અને સમાજને પાછું આપવાની ભાવના સાથે કાર્ય કરતા રહ્યા છે. તેમના પરોપકારી પ્રયાસો માત્ર ક્યારેક કરેલી મદદ સુધી સીમિત નથી; તે એક સતત મિશનનો ભાગ છે. ટાઇગરટિહ ફાઉન્ડેશન મારફતે તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે તેમજ પ્રાણીઓની સંભાળ માટે પણ કાર્ય કરે છે. આ વિશાળ દૃષ્ટિકોણ બતાવે છે કે તેમની દયા અને માનવતા માત્ર એક વાયરલ ક્ષણથી ઘણી આગળ છે.

આ વીડિયો ભલે વિવાદાસ્પદ રહ્યો હોય, પરંતુ તે એક મહત્વપૂર્ણ વાસ્તવિકતા તરફ પણ ધ્યાન દોરે છે—મોટા પ્રમાણમાં લોકો સુધી મદદ પહોંચાડવી હંમેશા સરળ નથી. દરેક વ્યક્તિને અલગ-અલગ રીતે પૈસા આપવું સમય, આયોજન અને સંસાધનો માંગે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વ્યવસાયિક જવાબદારીઓ સાથે સાથે ઘણા લોકોની મદદ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ક્યારેક ઝડપી રીતો અપનાવવી જ એક વ્યવહારુ વિકલ્પ બની જાય છે. ટાઇગરટિહનો નિર્ણય સંપૂર્ણ રીતે આદર્શ ન હોઈ શકે, પરંતુ તેના પાછળ તાત્કાલિકતા અને વધુ લોકોને ઓછા સમયમાં મદદ કરવાની ઇચ્છા હતી.

આલોચકોનું માનવું છે કે આવી મદદ વધુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પણ કરી શકાય હતી, અને આ ચિંતા સંપૂર્ણપણે યોગ્ય છે. દાન અને સહાયના કાર્યોમાં લોકોની સુરક્ષા અને માન-મર્યાદા હંમેશા મહત્વપૂર્ણ હોવી જોઈએ. પરંતુ સાથે સાથે આ પણ જરૂરી છે કે ટીકા સાથે પ્રશંસાનો સંતુલન પણ રાખવામાં આવે. દરેક વ્યક્તિ મદદ માટે આગળ આવતો નથી, અને જે આવે છે તેમાંથી પણ થોડા જ લોકો સતત આ કાર્ય કરે છે. ટાઇગરટિહની આ પહેલ, ભલે સંપૂર્ણ ન હોય, પરંતુ તે સાચી કરુણા અને માનવતાથી પ્રેરિત લાગે છે.

આ વીડિયોમાં એક ખૂબ સ્પર્શક પાસું તેમની માતાની હાજરી છે. આ ક્ષણ માત્ર દાનની નથી, પરંતુ પરિવારના મૂલ્યો અને માનવતાની સંયુક્ત ભાવનાનું પ્રતિબિંબ છે. તે બતાવે છે કે આપવાની ભાવના પરિવારની અંદર ઉછરી શકે છે અને પેઢી દર પેઢી આગળ વધી શકે છે. આવા દૃશ્યો લોકોને માત્ર પૈસા માટે નહીં પરંતુ લાગણીઓ, સંસ્કૃતિ અને સંબંધોની અનુભૂતિ માટે પણ સ્પર્શે છે.

આજના ડિજિટલ યુગમાં, જ્યાં સોશિયલ મીડિયા ઘણીવાર નકારાત્મકતાને વધુ ઝડપથી ફેલાવે છે, આ ઘટના એક મહત્વપૂર્ણ ચર્ચા પણ ઉભી કરે છે—લોકો દાન અને મદદને કેવી રીતે જોવે છે. કેટલાક લોકો માને છે કે મદદ હંમેશા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થવી જોઈએ, જ્યારે અન્ય લોકો માને છે કે જો મદદ જરૂરિયાતમંદ સુધી પહોંચી રહી હોય તો તેની રીત ગૌણ બની જાય છે. ટાઇગરટિહની આ પહેલ આ ચર્ચાના કેન્દ્રમાં છે અને આપણને યાદ અપાવે છે કે આપવાનો એક જ “સંપૂર્ણ” માર્ગ નથી.

અંતમાં, સૌથી મહત્વની બાબત છે સતત સેવા. ટાઇગરટિહે તેમના કાર્ય દ્વારા બતાવ્યું છે કે તેમની માનવતા એક વખતની ઘટના નથી. જરૂરિયાતમંદ લોકો માટેની તેમની સહાય અને તેમના ફાઉન્ડેશન મારફતે પ્રાણીઓ માટેનું કાર્ય દર્શાવે છે કે આ એક લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે. વાયરલ વીડિયો માત્ર આ મોટા કાર્યની એક ઝલક છે.

નિષ્કર્ષ તરીકે, રીતોને હંમેશા વધુ સારી બનાવી શકાય છે, પરંતુ ઈરાદાઓને અવગણવા જોઈએ નહીં. ટાઇગરટિહનો મદદ કરવાનો નિર્ણય—even જો તે ચર્ચાનો વિષય બન્યો હોય—એવા હૃદયને દર્શાવે છે જે સંકોચ કરતાં આપવાનું વધુ મહત્વ આપે છે. રચનાત્મક ટીકા ભવિષ્યમાં વધુ સારા માર્ગ બતાવી શકે છે, પરંતુ તે અન્ય લોકોને મદદ કરવાની સકારાત્મક અસરને ઢાંકી ન દેવી જોઈએ. અંતે, મદદ કરવાનો નિર્ણય—ભલે તે સંપૂર્ણ ન હોય—હંમેશા સાચી દિશામાં ભરાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે.

સુરતમાં આધ્યાત્મિક લહેર: 4,000થી વધુ લોકોએ લીધો પરિવર્તનકારી ગીતા કોર્સનો લાભ

 

સુરત, 11 એપ્રિલ 2026: સુરતમાં આધ્યાત્મિકતાની એક શક્તિશાળી લહેર જોવા મળી, જ્યારે સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા ત્રણ દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા કોર્સનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં 4,000થી વધુ લોકોએ ભાગ લીધો. 9 એપ્રિલથી 11 એપ્રિલ સુધી સંપદા ફેસ્ટિવિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ પૃષ્ઠભૂમિના લોકો જોડાયા, જેમનો ઉદ્દેશ આંતરિક વિકાસ અને જીવનમાં સ્પષ્ટતા મેળવવાનો હતો. પ્રખ્યાત વક્તા પરસ પાંધીએ સત્રોનું નેતૃત્વ કર્યું અને કર્મ, ભાગ્ય અને આત્મસાક્ષાત્કાર વિષયક ઊંડા વિચારો રજૂ કર્યા. તેમની પ્રભાવશાળી શૈલી અને વ્યવહારુ ઉદાહરણોએ સહભાગીઓ પર ઊંડો પ્રભાવ પાડ્યો. કાર્યક્રમમાં આધ્યાત્મિક પ્રવચન, ભક્તિ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સુંદર સમન્વય જોવા મળ્યો. ઉર્વશી રડાડિયા અને ઋષભ અગ્રાવતે ભજનોથી માહોલ ભક્તિમય બનાવ્યો, જ્યારે અંમી પટેલની ટીમે કૃષ્ણ જીવન પર આધારિત નૃત્ય રજૂ કર્યું.
વૈદિક મંત્રોચ્ચાર, સતત પ્રાર્થનાઓ અને ગૌશાળાની હાજરીએ પવિત્ર વાતાવરણ ઊભું કર્યું, જે નિસ્વાર્થ સેવા અને ભક્તિની ભાવનાને મજબૂત બનાવે છે. આયોજકોએ જણાવ્યું કે આ પહેલનો હેતુ આજના યુવાનોમાં વધતા તણાવ, નકારાત્મકતા અને ગૂંચવણને દૂર કરીને તેમને આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં ઘણા વિશિષ્ટ મહેમાનો પણ હાજર રહ્યા, જેમણે આ પહેલને સમાજ માટે મહત્વપૂર્ણ ગણાવી. લેઝીમ અને ઢોલ-તાશા જેવી પરંપરાગત રજૂઆતો દ્વારા કાર્યક્રમમાં ઉત્સાહ અને આધ્યાત્મિકતા વચ્ચે સુંદર સંતુલન જળવાયું. સહભાગીઓ નવી ઊર્જા અને જીવનમાં હેતુ સાથે પરત ફર્યા.
ओडिशा में इंडस्ट्रियल ग्रोथ को रफ्तार, वेदांता का नया कदम

 

भुवनेश्वर (ओडिशा), अप्रैल 10: वेदांता एल्युमिनियम, जो भारत की सबसे बड़ी एल्युमिनियम उत्पादक कंपनी है, ने झारसुगुड़ा, ओडिशा में प्रस्तावित वेदांता एल्युमिनियम पार्क के भीतर डाउनस्ट्रीम एल्युमिनियम निर्माण इकाइयों की स्थापना के लिए दो प्रमुख कंपनियों, सिंघल स्टील एंड पावर प्राइवेट लिमिटेड (सिंघल ग्रुप ऑफ इंडस्ट्रीज़ की इकाई) और स्कॉट-एल मेटकॉन प्राइवेट लिमिटेड (स्कॉटिश केमिकल इंडस्ट्रीज़ और यूएल इंडस्ट्रीज़ की सहयोगी कंपनी) के साथ एक समझौता ज्ञापन (एमओयू) पर हस्ताक्षर किए हैं।

एमओयू हस्ताक्षर समारोह भुवनेश्वर में आयोजित हुआ, जिसमें ओडिशा सरकार के वरिष्ठ अधिकारी उपस्थित थे, जिनमें उद्योग, कौशल विकास और तकनीकी शिक्षा राज्य मंत्री श्री संपद चंद्र स्वाईं, उद्योग विभाग के अतिरिक्त मुख्य सचिव श्री हेमंत शर्मा शामिल थे।

झारसुगुड़ा में प्रस्तावित वेदांता एल्युमिनियम पार्क को डाउनस्ट्रीम एल्युमिनियम उद्योगों के लिए एक विश्वस्तरीय औद्योगिक केंद्र के रूप में विकसित किया जा रहा है। इसका उद्देश्य वैल्यू एडिशन को बढ़ावा देना, एमएसएमई क्षेत्र को समर्थन देना और ओडिशा को वैश्विक एल्युमिनियम केंद्र के रूप में मजबूत करना है। इस पहल से राज्य में 500 करोड़ रुपये से अधिक का नया निवेश आने की संभावना है और लगभग 1,500 प्रत्यक्ष और अप्रत्यक्ष रोजगार के अवसर पैदा होंगे।

इस अवसर पर उद्योग, कौशल विकास और तकनीकी शिक्षा राज्य मंत्री श्री संपद चंद्र स्वाईं ने कहा, यह पहल ओडिशा को एक प्रमुख औद्योगिक केंद्र के रूप में और मजबूत करती है वेदांता एल्युमिनियम पार्क निवेश को बढ़ावा देगा, बड़े पैमाने पर रोजगार के अवसर पैदा करेगा और राज्य की विनिर्माण क्षमता को मजबूत करेगा

प्रस्तावित एल्युमिनियम पार्क राज्य में औद्योगिक विविधता को बढ़ावा देने में महत्वपूर्ण भूमिका निभाएगा और डाउनस्ट्रीम उद्योगों के लिए अनुकूल वातावरण तैयार करेगा, जिससे वे तेजी से और प्रभावी ढंग से विकास कर सकें। उद्योग विभाग के अतिरिक्त मुख्य सचिव श्री हेमंत शर्मा ने कहा, वेदांता एल्युमिनियम पार्क ओडिशा की औद्योगिक वैल्यू चेन को मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है बेहतर बुनियादी ढांचा और नीतिगत सहयोग के साथ हम उद्योगों को प्रतिस्पर्धी तरीके से आगे बढ़ने का अवसर दे रहे हैं

वेदांता एल्युमिनियम के सीईओ श्री राजीव कुमार ने कहा, वेदांता एल्युमिनियम पार्क हमारी उस प्रतिबद्धता को दर्शाता है, जिसमें हम केवल प्राथमिक उत्पादन तक सीमित नहीं रहकर वैल्यू एडेड विनिर्माण की दिशा में आगे बढ़ रहे हैं मजबूत डाउनस्ट्रीम प्रणाली के माध्यम से हम उद्योगों, एमएसएमई और स्थानीय उद्यमियों के लिए नए अवसर पैदा करना चाहते हैं और ओडिशा की वैश्विक एल्युमिनियम क्षेत्र में स्थिति को और मजबूत करना चाहते हैं

इस पहल पर बोलते हुए वेदांता झारसुगुड़ा के सीईओ श्री सी. चंद्रु ने कहा, झारसुगुड़ा, वेदांता एल्युमिनियम की विकास यात्रा का एक महत्वपूर्ण केंद्र रहा है वेदांता एल्युमिनियम पार्क  केवल डाउनस्ट्रीम उद्योगों को मजबूत करेगा, बल्कि रोजगार के स्थायी अवसर पैदा करेगा, उद्यमिता को बढ़ावा देगा और क्षेत्र के समग्र विकास में योगदान देगा हमें ओडिशा सरकार के साथ मिलकर एक वैश्विक स्तर का विनिर्माण केंद्र विकसित करने पर गर्व है

लगभग 56 एकड़ क्षेत्र में विकसित हो रहा वेदांता एल्युमिनियम पार्क का पहला चरण। ओडिशा के औद्योगिक विकास में एक महत्वपूर्ण उपलब्धि है। यह परियोजना निवेश और औद्योगिक क्षमता को एक साथ लाकर एल्युमिनियम वैल्यू चेन में नए अवसर खोलेगी और राज्य के सामाजिक-आर्थिक विकास में योगदान देगी। इस पार्क को एक प्रमुख डाउनस्ट्रीम विनिर्माण केंद्र के रूप में विकसित किया जा रहा है, जिससे उद्योगों को लॉजिस्टिक्स लागत, ऊर्जा खपत और उत्पादन समय को कम करने में मदद मिलेगी।