Posts by: abhay_news_editor

રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ

 

અમદાવાદ, એપ્રિલ 25: દરેક ગુજરાતી રસોડાના હૃદયમાં ઉકળતી તુવેર દાળની મનમોહક સુગંધ ફક્ત એક દૈનિક ખોરાક નહીં પરંતુ એક પરંપરા છે. આપણા ગુજરાતી ઘરોમાં તો દાળનાં સ્વાદ પ્રત્યે ખુબ ચિવટ રાખવામાં આવે છે. સુરતના એક ગુજરાતી પરિવાર દ્વારા આઝાદી પહેલા સ્થાપવામાં આવેલી રેંટિયો તુવેર દાળ, છેલ્લા નવ દાયકાઓથી પરંપરાનો અભિન્ન ભાગ રહી છે, જે શુદ્ધતા, ગુણવત્તા અને ઘરમાં રાંધેલા ભોજનની કાયમી હૂંફનું પ્રતીક છે.

આ બ્રાન્ડે 90 વર્ષના મહોત્સવનું સેલિબ્રેશન કર્યું, પરંતુ ધ્યાન ખેંચ્યું ત્યારે જ્યારે આ સેલિબ્રેશનનો હેતુ હતો આભાર વ્યક્ત કરવાનો દરેક મહાનુભાવનો, અને તે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોથી ભરેલો હતો.

સ્વતંત્રતા અને અખંડિતતામાં મૂળ ધરાવતો વારસો
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન, મહારાષ્ટ્રના નવાપુરમાં 1935માં શ્રી મંગળદાસ ચોખાવાલા દ્વારા સ્થાપિત રેંટિયો તુવેર દાળનો જન્મ, દેશભરના ઘરોને શ્રેષ્ઠ, દેશી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ તુવેર દાળ પૂરી પાડવાના વિઝનમાંથી થયો હતો. ‘રેંટિયો’ નામ, જેનો અર્થ ગુજરાતીમાં ‘ચરખો’ થાય, તે ચોખાવાલા પરિવારના ગાંધીજીની ચળવળમાં સહભાગી થવાનું પ્રતિબિંબ છે. રોજનું ચરખા કાંતવાનું કર્મ પરિવાર માટે ધાર્મિક વિધિ સમાન હતું.

શ્રી મંગળદાસ ચોખાવાલાએ અનોખી ‘ડ્રાય પ્રોસેસ’ (પાણીના ઉપયોગ વિના) દ્વારા ફક્ત દેશી તુવેર અને કોટન સીડ ઓઈલનો ઉપયોગ કરીને તુવેર દાળનું ઉત્પાદન શરૂ કર્યું. બ્રાન્ડનું નામ ‘રેંટિયો’ તેમનાં આ ચરખાની શ્રદ્ધાંજલિરૂપ હતું. ગુણવત્તા અને શુદ્ધતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ પહેલા ગુજરાત અને પછી સમગ્ર ભારતમાં પરંપરાનું પાયો નાખ્યો. આજે રેંટિયો તુવેર દાળ વિશ્વભરમાં એક્સપોર્ટ થાય છે. નવાપુર સ્થિત તેમની ફેક્ટરીમાં રોજે રોજ 80–90 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે.

રેંટિયો તુવેર દાળના CEO શ્રીમતી શીતલ ચોખાવાલા વાણીએ જણાવ્યું હતું કે, “રેંટિયો તુવેર દાળની શરૂઆત આઝાદી પહેલા અને ગુજરાત-મહારાષ્ટ્રના વિભાજન પહેલા, 1935માં ઉત્તર મહારાષ્ટ્રના ભાગ કહેવાતા નવાપુર ખાતે થઈ હતી. દેશી તુવેર દાળ માટેની વિશ્વસનીય ઓળખ તરીકે રેંટિયો હંમેશાં લોકપ્રિય રહી છે. ચાર પેઢીઓથી લોકો રેંટિયોનો આસ્વાદ લઈ રહ્યાં છે, જે આ બ્રાન્ડની સફળતા દર્શાવે છે. આ વર્ષે 90 વર્ષના માઈલસ્ટોનની ઉજવણીના ભાગરૂપે, રેંટિયો સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ, વેપારીઓ અને વિશિષ્ટ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રેંટિયોની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી હતી.”

બોક્સ: રેંટિયોની સફર – The Journey

  • 1935માં મહારાષ્ટ્રના નવાપુર ખાતે સ્થાપના
  • પ્રતિદિન 80 થી 90 મેટ્રિક ટન તુવેર દાળનું ઉત્પાદન
  • તુવેર દાળ સાથે જ જુવાર અને ઈન્દ્રાયણી ચોખાનું ઉત્પાદન
  • યુકે, યુએસએ, કેનેડા, સિંગાપોર અને દુબઈ ખાતે એક્સપોર્ટ

ઘર-ઘર રેંટિયો
1970ના દાયકામાં શ્રી વિપીનભાઈ ચોખાવાલા, જે આજે કંપનીના ચેરમેન છે, તેમણે સૌપ્રથમ નાના પેકિંગની કલ્પના કરી હતી. 1, 2, 5, 10 અને 25 કિલોગ્રામ પેકિંગની શરૂઆત કરી.

આ પહેલથી ગ્રાહકોને શુદ્ધ અને સ્વસ્થ ઉત્પાદનોની પહોંચ સુનિશ્ચિત થઈ અને રિટેલરોમાં ગુણવત્તાયુક્ત માલના વેચાણમાં વિશ્વાસ ઉભો થયો. રેંટિયો નાના પેકેજોમાં વેચાણ કરતી અગ્રણી બ્રાન્ડ બની, અને વિશ્વસ્તરિય પ્રક્રિયા દ્વારા દાળના પોષણ મૂલ્યને જાળવી રાખ્યું.

ગુજરાતમાં તુવેર દાળ માત્ર એક વાનગી કરતાં વધુ છે; તે સુકુન, પરંપરા અને પારિવારિક બંધનોનું પ્રતીક છે. નમ્ર દાળ-ભાતથી લઈને ઉત્સવની ભવ્ય વાનગીઓ સુધી, રેંટિયો તુવેર દાળ અસંખ્ય ભોજનમાં મૌન સાથી રહી છે, જે પરિવારોને ડાઇનિંગ ટેબલની આસપાસ એકત્રિત કરે છે.

વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતીક
ગુજરાતી ઘરમાં રેંટિયો તુવેર દાળ ફક્ત એક સામગ્રી નથી; તે પરિવારના રાંધણ વારસાનો એક મૌલિક ભાગ છે, જે લોકો વચ્ચે જોડાણ બનાવે છે અને દરેક ભોજન સાથે જીવનને સમૃદ્ધ બનાવે છે.

નમ્ર શરૂઆતથી ઘરેલુ નામ બનવા સુધીની રેંટિયોની સફર, ગુણવત્તા અને શુદ્ધતા પ્રત્યેની અટૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. બ્રાન્ડ જ્યારે ભારતીય પરિવારોના પોષણની 90 વર્ષની ઉજવણી કરે છે, ત્યારે તે તેની મૂળભૂત મૂલ્યોને જાળવી રાખે છે, ખાતરી કરે છે કે દરેક દાળનો દાણો વિશ્વાસ, પરંપરા અને સ્વાદનો વારસો ધરાવે છે.

નવીનતા સાથે ભવિષ્યને સ્વીકારવું
CEO શ્રીમતી શીતલના નેતૃત્વ હેઠળ, રેંટિયો ફૂડ્સ પોતાના મૂળ મૂલ્યો પ્રત્યે સાચું રહીને સતત વિકાસ પામે છે. કંપનીએ ઈ-કોમર્સ અને આધુનિક વેપારમાં પ્રવેશ કરીને કુદરતી પોષણનો વારસો નવી પેઢી સુધી પહોંચાડવાનું યત્ન કર્યું છે.

શું બનાવે છે રેંટિયોને ખાસ?

  • રાસાયણ કે કીટનાશક વિના કરવામાં આવેલી ખેતી
  • પાણીના ઉપયોગ વિના અનોખી ડ્રાય પ્રોસેસથી બનાવવામાં આવે છે
  • આ પ્રોસેસને લીધે દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે રહે છે
  • કપાસીયા તેલ લગાવી, સૂર્યપ્રકાશમાં તપાવીને પેક કરવામાં આવે છે જેથી ટેસ્ટ અને પોષક તત્વો જળવાય રહે
  • દાળ ઘસવામાં ચામડાનો ઉપયોગ નથી થતો
  • દરેક દાણો ક્વોલિટી કંટ્રોલ ચેક પાસ કરે છે, જેથી ગુણવત્તા શ્રેષ્ઠ સ્તરની રહે
હવે ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર, ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા દેશનું પહેલું અત્યાધુનિક ગોલ્ડ ATM લોન્ચ કરાયું

 

યુપીઆઇ અને કાર્ડ થકી સોના અને ચાંદીના સિક્કાઓ 24 કલાક આ ATM થકી મેળવી શકાશે

સુરત. અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATM નો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી.ખુલાશભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ દ્વારા ઊભી કરવામાં આવી છે. ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ ATM લોન્ચ કરવામાં આવ્યું છે જેના થકી કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ટ્રાજેક્શન થી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે.

આ અંગે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ સુરતના સંચાલક દીપકભાઈ ચોક્સી અને દીપ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણા લોકો વિવિધ પ્રસંગોમાં સોનાના કે ચાંદીના સિક્કા ભેંટ તરીકે આપતા હોય છે. પરંતુ અત્યાર સુધી એ મર્યાદા હતી કે રાતના સમયે કોઈને ગિફ્ટ માટે સોનું કે ચાંદી ખરીદવું હોય તો જ્વેલર્સને દુકાન ખોલવા માટે વિનંતી કરવામાં આવતી અને ત્યારે તે ખરીદી શકાતું હતું. આ ગ્રાહકોને આ મર્યાદા નહીં નડે અને તેઓ 24 કલાક સોનું કે ચાંદી ખરીદી શકે તે માટે હંમેશા જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશન માટે પ્રખ્યાત અને જૂની અને જાણીતી બ્રાન્ડ એટલે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ સુરત કંઈક નવું કરવાનું વિચાર્યું અને તે વિચાર આજે ગોલ્ડ એટીએમ મશીન તરીકે મૂર્તિમંત થયો છે. હૈદરાબાદની એક કંપનીના સહયોગથી ગોલ્ડ એટીએમ મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને આજરોજ જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના હસ્તે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે.

  • આ રીતે ગોલ્ડ એટીએમ મશીન કરશે કામ

દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે આ ગોલ્ડ એટીએમ મશીન અન્ય એટીએમ મશીનની જેમ જ બનાવવામાં આવ્યું છે. પણ કેશ ટ્રાન્જેક્શન થકી વ્યવહાર થશે નહીં. યુપીઆઈ અને કાર્ડ થકી એટીએમ મશીન માંથી કોઈ પણ વ્યક્તિ 24 કલાક સોના કે ચાંદીના સિક્કા ખરીદી શકશે. જેમાં અડધા ગ્રામથી લઈને દસ ગ્રામ અને તેથી વધુ ગ્રામના સિક્કા ખરીદી શકાશે.

  • ગોલ્ડ એટીએમ મશીન લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ્ય
    દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણી વખત લોકો ગિફ્ટ તરીકે સોનું કે ચાંદીના સિક્કા આપવા ઇચ્છતા હોય છે કા તો ઇન્વેન્સ્ટ કરવા માંગતા હોય છે. પણ રાત્રિના સમયે દુકાનો કે શોરૂમ બંધ હોવાના કારણે ખરીદી શકતા નહીં અને તેઓ બીજી કોઈ વસ્તુ ગિફ્ટ તરીકે ખરીદે છે. જોકે સોનું કે ચાંદી એવી વસ્તુ છે કે જે ભવિષ્યમાં વધુ કિંમત રળી આપે છે ત્યારે લોકો ગિફ્ટમાં સોનું કે ચાંદી ખરીદવા પ્રેરાય અને અડધી રાત્રે પણ તેઓ સોના કે ચાંદીના સિક્કા આસાનીથી ખરીદી શકે એ ઉદ્દેશ્ય ગોલ્ડ એટીએમ લોન્ચ કરવા પાછળ રહ્યો છે.
  • ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વિશે :
    દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે વર્ષ 1997માં સુરત ખાતે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ ની શરૂઆત થઈ હતી. જોકે આ તેઓનો પારિવારિક અને વારસાગત બિઝનેસ છે. આજે ચોથી જનરેશન આ વ્યવસાયમાં છે. આજે ચોક્સી પરિવારની ફોર્થ જનરેશન એવા દીપભાઇ ચોક્સી દ્વારા વેસુ વીઆઇપી રોડ ખાતે આધુનિક જ્વેલરી શોરૂમ શરૂ કરવાની સાથે જ આધુનિકતા સાથે સમન્વય કરી રાજ્યનું પહેલું ગોલ્ડ એટીએમ મશીન આ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. ડી.ખુશાલભાઈ જ્વેલર્સને છ વખત બેસ્ટ એક્સપોર્ટર્સ નો એવોર્ડ મળી ચૂક્યો છે. સાથે જ ડાયમંડ સાથે જ અલગ અલગ સ્ટોન અને સીવીડી ડાયમંડ જ્વેલરી માટે પણ ડી.ખુશાલભાઈ જ્વેલર્સ એ જાણીતું અને માનીતું નામ છે.
મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત અને IDT દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતમાંનું પ્રથમ બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો

 

CMAI FAB શો 2025 દરમિયાન, મુંબઈના નેસ્કો ગ્રાઉન્ડ્સ ખાતે ભારતમાં પહેલીવાર બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો યોજાયો, જે મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) દ્વારા ડિઝાઇન કરાયો હતો।

આ અનોખા શોમાં દર્શકોને બ્લૂટૂથ હેડફોન દ્વારા સંગીત અને રેમ્પ શોનો અનુભવ મળ્યો, જેના કારણે એકંદર પરિસરમાં કોઇ અવાજ પ્રદૂષણ નહોતું અને શાંતિપૂર્ણ વાતાવરણ રચાયું।

આ વિચારના પાછળનો પ્રેરણાસ્રોત હતા CMAI FAB શોના ચેરમેન શ્રી નવિનજી સેનાની, જેમણે noise-free fashion showનું સૂચન કર્યું અને પ્રદર્શકો માટે disturbance વગરનું વાતાવરણ બનાવવા માટે પ્રેરણા આપી।

શોની સુંદર ક koregraphy પ્રખ્યાત ડિરેક્ટર શ્રી શાકિર શેખ દ્વારા કરવામાં આવી હતી, જેમણે visuals અને emotions દ્વારા even silent showને જીવંત બનાવી દીધો।

આ યાત્રા દરમિયાન માર્ગદર્શન આપનાર રીજનલ ચેરમેન શ્રી અજય ભટ્ટાચાર્યનું યોગદાન ખૂબ જ મૂલ્યવાન રહ્યું, જેમણે શરૂથી અંત સુધી માર્ગદર્શન આપ્યું।

ફેશન શોમાં રજૂ કરાયેલ કલેક્શન IDTની ડિઝાઇનર હિમાની અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે મણિધારી સિલ્ક મિલ્સના ફેબ્રિકમાંથી તૈયાર કરાયું હતું અને તેનો થિમ “ફૌજી પ્રેરિત” હતો, જે દર્શકોના દિલને સ્પર્શી ગયો।

*મણિધારી સિલ્ક મિલ્સના પ્રમોટર શ્રી દિવ્યેશ ગુલેચાએ આ અનોખા અનુભવ વિશે *સંતોષ અને ગર્વ વ્યક્ત કર્યો અને આ પહેલને ખુબ વખાણી।

આ અનોખો શો એ સાબિત કરે છે કે કેવી રીતે ફેશન, ટેકનોલોજી અને ભાવનાઓનો મેલ એક યાદગાર અને શિષ્ટ અનુભવ આપી શકે છે।

દેશમાં સૌ પ્રથમ વખત, સુરતની કિરણ હોસ્પીટલમાં એકજ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો, એક દિવસે, એક સાથે ૭ વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

 

કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યોર લોકોને નવું જીવન મળે છે. 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેન ના અંગોના દાન થકી ૭ લોકોને નવું જીવન મળ્યું છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું. કિડની નું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું. હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું. આંખ(કોર્નિયા) નું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદ ની 40 વર્ષની મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું.

દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એકજ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે.

બ્રેઈન ડેડ માનવીના વિવિધ પ્રકારના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પીટલની સંખ્યા દેશમાં ખુબજ ઓછી છે. સાત પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ધરાવતી હોસ્પીટલની સંખ્યા તો આંગળીના વેઢે ગણી શકાય એટલીજ છે, જયારે કિરણ હોસ્પિટલમાં 7 પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત હોવાથી કિરણ હોસ્પીટલમાં એકજ દિવસે, એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યા છે.

કિરણ હોસ્પીટલ તમામ જટિલ બીમારીઓના ઈલાજ માટે સક્ષમ છે, 900 બેડ ધરાવતી કિરણ હોસ્પિટલમાં 8 વર્ષમાં 34 લાખથી વધારે દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો. અતિ આધુનિક 400 કરોડના સાધનો સાથે શરીરમાં થતા તમામ રોગોના નિદાન અને સારવાર માટે 24 કલાક કિરણ હોસ્પિટલના 45 વિભાગો કાર્યરત છે.

દેશભરના લોકો કિરણ હોસ્પિટલમાં આવીને તમામ પ્રકારની જટિલ બીમારીઓની રીઝનેબલ પ્રાઈઝમાં ક્વોલીટી સારવાર લઈ રહ્યા છે. ફૂલ ટાઈમ 105 સુપર સ્પેશિયાલિસ્ટ અને 300 સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો સાથે 2700 લોકોનો પેરામેડીકલ સ્ટાફ, લોકોને ઉત્તમ સારવાર આપવા માટે 24 કલાક પ્રયત્નશીલ રહે છે. દેશ-વિદેશના લોકો કિરણ હોસ્પિટલની સેવાનો લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે.

મથુરભાઈ સવાણી ચેરમેન કિરણ હોસ્પિટલ

એમ કાજો ટેકશો ફેબ ખાતે પાંચમું ધામ “વંદન” કાર્યક્રમ યોજાયો

 

એક સાથે 108 પરિવારોએ માતૃ પિતૃ પૂજન કરી માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તો 100 થી વધુ પરિવારના સભ્યો આ કાર્યક્રમના સાક્ષી બન્યા

સુરત. કાપડ અને ખાસ કરીને કુર્તી અને દુપટ્ટાનું મેન્યુફેક્ચરિંગ કરતી અગ્રણી કંપની એમ. કાજો ટેકશો ફેબ દ્વારા પ્રોગ્રેસ એલાયન્સ થી પ્રેરિત થઈને માતૃ પિતૃ પ્રત્યેનું ઋણ અદા કરવાના એક નાનકડા પ્રયાસના ભાગરૂપે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પાંચમું ધામ “વંદન” નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 થી વધુ પરિવારોએ એક સાથે પોત પોતાના માતા પિતા નું પૂજન કરી તેમને વંદન કર્યા હતા.

આ અંગે એમ. કાજો ટેકશો ફેબના ફાઉન્ડર સદસ્યો વિજય કાજાવદરા , મનોજભાઈ ધોળિયા અને મનીષભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે આ દુનિયામાં માતા પિતાના ચરણો એ પાંચમું ધામ છે. તેઓના ૠણ આ જનમ તો શું સાત જન્મોમાં પણ ચૂકવી શકાય નહીં. પણ દરેક વ્યક્તિએ માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ એવા ઉદ્દેશ્ય સાથે જ એમ. કાજો ટેકશો ફેબ પ્રા. લિમિટેડ ખાતે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ પાંચમું ધામ “વંદન” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એમ. કાજો ટેકશો ફેબના 108 થી વધુ પરિવારોએ ભાગ લીધો હતો. જાણીતા પ્રેરક વક્તા મનીષભાઈ વઘાસિયા દ્વારા સામૂહિક રીતે માતૃ પિતૃ પૂજન કરાવવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ માતા પિતા નું જીવનમાં મહત્વ અંગે કેટલીક પ્રેરક વાતો પણ કહી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર 108 પરિવારોએ પોત પોતાના માતા પિતા નું પૂજન કરી અને તેમના ચરણોમાં શિશ ઝુકાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી તો આ કાર્યક્રમમાં અન્ય 100 થી વધુ પરિવારોના સભ્યોએ હાજર રહી આ પ્રેરક કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.

“શસ્ત્ર” ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – ૧લી મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!

 

સુરત: ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે.
આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં રાખે છે. ટેક્નોલોજી જ્યાં જીવન સરળ બનાવે છે, ત્યાં જ તેનો ખતરાવાળો પાસો પણ વ્યક્ત કરવો જરૂરી છે – અને “શસ્ત્ર” એ જ સંદેશ આપે છે.
ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધનાણી, પુજા જોષી, હેમિન ત્રિવેદી, શ્રેય મારડીયા અને પ્રિયલ ભટ્ટ દ્વારા તાજેતરમાં જ સુરતની મુલાકાત લેવાઈ હતી.. આ મુલાકાત દરમિયાન ફિલ્મના વિષય વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ટેક્નોલોજી અને સાયબર સિક્યુરિટીની અગત્યતા અંગે ચર્ચા પણ કરવામાં આવી.
શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં, પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે.
ફિલ્મના દિગ્દર્શક છે કર્તવ્ય શાહ, લેખન કર્યુ છે ભાર્ગવ ત્રિવેદી અને નિર્માતાઓમાં છે અજય પટેલ, દિત જે પટેલ, અશોક પટેલ અને પિયુષ પટેલ. દિત જે પટેલનું ક્રિએટિવ દિગ્દર્શન ફિલ્મને આગવી ઓળખ આપે છે. સારેગામા ગુજરાતી મ્યુઝિક લેબલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.

“શસ્ત્ર” એક થ્રિલર છે, એક ચેતવણી છે અને એક નવી દિશા તરફ ગુજરાતી સિનેમાની ઉત્સાહજનક આગળવાઢ છે. ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ એક મજબૂત સંદેશ લઈને આવી રહી છે.
તો તૈયાર રહો – કેમ કે “શસ્ત્ર” તમને હેક કરવા આવી રહી છે – ૧લી મે, ૨૦૨૫એ તમારી નજીકના સિનેમાઘરમાં!

નાણાવટી‌ સિટ્રોઈન સુરત એ લોન્ચ કરી ડાર્ક એડિશન: C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેમાં ઓલ-બ્લેક સ્ટાઇલ

 

સિટ્રોન ઇન્ડિયાએ પોતાની સૌથી આકર્ષક અને ખાસ ડાર્ક એડિશન સિરિઝ લોન્ચ કરી છે, જેમાં C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેના ટોપ વેરિઅન્ટ્સ શામેલ છે. સ્ટાર ક્રિકેટર અને સિટ્રોઈનના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીએ આ ડાર્ક એડિશનનું અનાવરણ કર્યું અને પ્રથમ બેસાલ્ટ ડાર્ક એડિશનની ડિલિવરી લઈ તેના પ્રથમ માલિક બન્યા.

આ ડાર્ક એડિશન કારો લિમિટેડ સંખ્યામાં ઉપલબ્ધ છે અને તેમની આકર્ષક ડિઝાઇન તેમજ પ્રીમિયમ ઇન્ટિરિયર્સ સાથે ભારતીય રસ્તાઓ પર ઉતરીને ધ્યાન ખેંચવા તૈયાર છે.

સિટ્રોઈન ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શિશિર મિશ્રાએ જણાવ્યું કે ડાર્ક એડિશન અમારી સ્ટાઇલિશ ડિઝાઇન્સ અને આધુનિકતાને એકાસાથે જોડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ લિમિટેડ એડિશનની ખાસ સિરિઝ પોતાના પ્રીમિયમ ફીચર્સ સાથે ભારતીય ગ્રાહકોની બદલાતી જતી પસંદગીને અનુરૂપ છે. અમે ખુશ છીએ કે એમ.એસ. ધોની આ સિટ્રોઈન સિરિઝના પહેલા ગ્રાહક બનીને ઓનર્સ ક્લબમાં પોતાની આગવી અદા સાથે જોડાયા.

ડાર્ક એડિશન ગાડીઓ પર્લ નેરા બ્લેક રંગમાં બોલ્ડ અને સ્પોર્ટી લુક ધરાવે છે. બહારના ભાગમાં શેવરોન બેજ, ફ્રન્ટ ગ્રિલ અને બોડી સાઇડ મોલ્ડિંગ પર ડાર્ક ક્રોમ એક્સેન્ટ્સ છે, જ્યારે બમ્પર અને ડોર હેન્ડલ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશ છે. આ ફીચર્સને કારણે રસ્તા પર આ ગાડીઓ પોતાની એક સ્ટ્રોંગ અને અલગ હાજરી નોંધાવે છે.

ગાડીની અંદર પણ ઓલ-બ્લેક થીમ અપાઇ છે જે પ્રીમિયમ અનુભવ આપે છે. મેટ્રોપોલિટન બ્લેક લેધરેટ સીટ્સ અને કસ્ટમ લેધરેટથી બનેલું ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે. કાર્બન બ્લેક ઇન્ટિરિયર્સમાં લાવા રેડ ડિટેલિંગ અને હાઇ-ગ્લોસ બ્લેક ફિનિશ અપાયું છે. આ ઉપરાંત, કસ્ટમ સીટ કવર્સ, ડાર્ક ક્રોમ મોલ્ડિંગ્સ અને ગ્રિલ એમ્બેલિશર જેવા ખાસ ફીચર્સ કેબિનને વધુ આકર્ષક બનાવે છે.

આ ડાર્ક એડિશન ફક્ત C3, એરક્રોસ અને બેસાલ્ટના ટોપ વેરિઅન્ટ્સ પર જ ઉપલબ્ધ છે અને 10 એપ્રિલ, 2025થી સિટ્રોનના દેશભરના ડીલરશિપ નેટવર્ક દ્વારા વેચાઇ રહી છે. ડાર્ક એડિશન C3ની કિંમત રૂ. 8,38,300 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે એરક્રોસ રૂ. 13,13,300 રૂપિયાથી અને ડાર્ક એડિશન બસાલ્ટ ની કિંમત 12,80,000 રૂપિયાથી શરૂ થાય છે.

“ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તક વિમોચન સમારોહ યોજાયો

 

“દેશ વિરોધી તત્વો, આતંકવાદીઓની ખતરનાક ઈરાદા અને ષડયંત્ર જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ” : સાંસદ બ્રૃજલાલજી

સુરત : પુસ્તક વિમોચન સમિતિ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તારામતી હોલ ખાતે બ્રૃજલાલજી (રાજ્યસભાના સાંસદ) ની ગુજરાતી બુક “ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તકનો વિમોચન સમારોહ 21 એપ્રિલ, સોમવારના રોજ યોજાયો હતો.

સાંસદ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી અને આ પુસ્તકના લેખક શ્રી બ્રૃજલાલજીએ કહ્યું હતું કે, “ભારતની પ્રગતિના વિરોધી કેટલાક કટ્ટરપંથી લોકો વર્ષ 2047 સુધીમાં ભારતને ગજવા એ હિન્દ, ઈસ્લામિક ઈન્ડિયા બનાવવા માંગે છે. સામાન્ય માણસ તેમના ઈરાદાઓથી અજાણ છે. દેશ વિરોધી તત્વોની ખતરનાક મનસા જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ.”

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા મુખ્ય મહેમાન તરીકે મેયર દક્ષેશ માવાણી અને વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ ભરત શાહ, રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં શ્રી બ્રૃજલાલજીએ ઉત્તરપ્રદેશના ડીજીપી તેમજ ડીજી-સિવિલ ડિફેન્સ અને ડીજી-સીઆરપીએફ તરીકે તેમની કાર્યો અને અનુભવો અંગે માહિતી આપી હતી. વીતેલા વર્ષો દરમિયાન આતંકી સંગઠનો દ્વારા દેશના વિવિધ શહેરોમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, લશ્કરે તોયબાનું ઇન્ડિયન વર્ઝન ઇન્ડિયન મુજાહિદ્દીન છે. આ પુસ્તકમાં તેમણે દિલ્હી, મુંબઈ, જયપુર, બનારસ, અમદાવાદ સહિતના શહેરોમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ, આતંકી સંગઠનની યોજનાઓ, આતંકીઓને હથિયારો ચલાવવા અને બોમ્બ બનાવવા આપવામાં આવતી તાલીમ, તેમના ટાર્ગેટ, આતંકી સંગઠનને ફંડિંગ માટે દેશભરમાં વેપારીઓના અપહરણ, વર્ષ 2007-08 દરમિયાન ગુજરાતમાં રચવામાં આવેલા ષડયંત્ર, અમદાવાદ-સુરતમાં બોમ્બ બ્લાસ્ટની યોજનાઓ,
આતંકી તત્વો દ્વારા કરવામાં આવેલા ઇ-મેઈલ, ભડકાવનારા નિવેદનો, ગુજરાત પોલીસની કાર્યવાહી, કોર્ટમાં હિયરિંગ, આતંકીઓને થયેલી સજાઓ વગેરે બાબતોનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો છે.

પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે કહ્યું હતું કે, એક સિવિલ સર્વન્ટ રહી ચૂકેલા ઉચ્ચ અધિકારી દ્વારા “સિવિલ સર્વન્ટ ડે” ના દિવસે જ આ પુસ્તકનું વિમોચન એ ઘણો મોટો સંયોગ છે. તેમણે ગુજરાતમાં આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલા બ્લાસ્ટ, પોલીસની કાર્યવાહી, આરોપીઓને થયેલી સજા અંગેની વાતો શેયર કરી હતી.

અસલ જીવનના વીરોથી મુલાકાત: ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓની ફાયર સ્ટેશન મુલાકાતવ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ

 

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારો મક્કમ વિશ્વાસ છે કે શીખવાનો સચોટ અર્થ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી રહેતો—અનુભવો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન વધુ ઘેરું અને સ્થાયી બને છે. આવું જ એક અનોખું શૈક્ષણિક અનુભવ અમારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ અનુભવીને મેળવ્યું જ્યારે તેઓ નજીકના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત માટે ગયા.

સવારનો સમય ઉત્સાહથી ભરેલો હતો. વિદ્યાર્થીઓ ફાયર સ્ટેશન ખાતે પહોંચ્યા ત્યારે તેમને ત્યાંના બહાદુર ફાયર ફાઈટર્સ દ્વારા હાર્દિક સ્વાગત અપાયું. આ મુલાકાત માત્ર એક ફિલ્ડ ટ્રિપ નહોતી, પરંતુ જીવનદાયક શીખણ અને પ્રેરણાથી ભરેલો અવિસ્મરણીય અનુભવ હતો.

જીવંત પ્રદર્શન અને સુરક્ષા અંગે શીખણ
ફાયરફાઈટર્સ દ્વારા તેમના રોજિંદા કાર્યો અને ફરજો અંગે સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી. પછી વિદ્યાર્થીઓએ જીવંત પ્રદર્શન જોયું જેમાં ફાયરફાઈટર્સએ તાત્કાલિક સ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે બતાવ્યું. આગ બુઝાવવાનું સાધન ચલાવવું, બચાવ સાધનોનો ઉપયોગ અને સુરક્ષા માટે કરાતા પગલાંઓને જોઈને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

હાથો વડે શોધખોળ અને અનુભવ
વિદ્યાર્થીઓએ ફાયર એન્જિનની અંદર ઝાંખી લઈ, ઉપકરણો હાથમાં લીધાં, અને ફાયરફાઈટર જેવો હેલમેટ પહેરીને ખુશખુશાલ અનુભવ કર્યો. નાના વિદ્યાર્થીઓ માટે આ રમૂજભર્યો અનુભવ હતો જ્યારે મોટા વિદ્યાર્થીઓએ વધુ ટેક્નિકલ માહિતી જાણવા ઉત્સુકતા બતાવી.

પ્રેરણાત્મક વાર્તાલાપ
વિદ્યાર્થીઓ અને ફાયરફાઈટર્સ વચ્ચે થયેલો સંવાદ ખૂબ જ હૃદયસ્પર્શી રહ્યો. ફાયરફાઈટર્સે તેમના અનુભવો, પડકારો અને સમાજ માટેની સેવા અંગેની વાર્તાઓ શેર કરી. બાળકો તરફથી ઘણા રોમાંચક પ્રશ્નો આવ્યા જેમ કે “તમે ક્યારેય ડરાવો છો?” અથવા “તમે ઊંચી ઈમારતમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવો છો?”

આ સંવાદો દ્વારા બાળકોમાં સાહસ, સેવા અને જવાબદારીના મૂળભૂત મૂલ્યો વાવાયા.

અનુભવોની અસર અને અભિપ્રાય
જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પાછા ફર્યા, ત્યારે દરેકની આંખોમાં ઉત્સાહ અને નવા જ્ઞાનની ઝાંખી જોવા મળતી હતી. શિક્ષકોએ શાળામાં તેમને પોતાના અનુભવો શેર કરાવ્યા અને એ વિશે ચર્ચા કરાવી. ઘણાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ હવે ઘરમાં સુરક્ષા નિયમો અનુસરીને પોતાના પરિવારને પણ ફાયર સેફ્ટી અંગે શીખવશે.

સારાંશ
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે હંમેશા એવો પ્રયાસ કરીએ છીએ કે બાળકોને જીવન સાથે જોડાયેલી શાળાબાહ્ય પ્રવૃત્તિઓ દ્વારા સમજ અને સહાનુભૂતિ શીખવા મળે. ફાયર સ્ટેશનની આ મુલાકાતે બાળકોને માત્ર શીખવ્યું જ નહીં, પણ જીવતી જાગતી પ્રેરણા આપી કે સાચી વીરતા શી રીતે દેખાય છે.

અમે ફાયર સ્ટેશનની આખી ટીમનો દિલથી આભાર માનીએ છીએ કે જેમણે આ યાદગાર દિવસ શક્ય બનાવ્યો અને બાળકોના હૃદયમાં આગવી પ્રેરણા ફૂંકી.

રેસીન દ્વારા સુરતમાં પ્રથમ-એવર ફ્લેગશિપ સ્ટોરનો આરંભ

 

અભિનેત્રી નીતાંશી ગોયલે બ્રાન્ડ સાથે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ શૈલીમાં પદાર્પણ કર્યું

સુરત, ભારત – 20 એપ્રિલ, 2025: ભારતની સૌથી ઝડપથી વિકસતી સમકાલીન એથનિક અને ફ્યુઝન વેર બ્રાન્ડ્સમાંની એક રેસીન દ્વારા સુરતમાં તેના પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ના ભવ્ય રીતે શરૂઆત કરવામાં આવી છે. અભિનેત્રી નીતાંશી ગોયલે સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું.

આધુનિક ડિઝાઇન માટે જાણીતું રેસીન નો નવો ફ્લેગશિપ સ્ટોર તેના વિઝનનું ભૌતિક સંભારણું છે. એક ઇમર્સિવ રિટેલ સ્પેસ જે બ્રાન્ડની ઐતિહાસિક ક્ષણમાં લાવણ્ય, આરામ અને સમકાલીન એથનિક ફેશન ટચને મિશ્રિત કરે છે.

આ અવસરે રેસીન ના કો-ફાઉન્ડર વિકાસ પચેરીવાલે કહ્યું હતું કે “સુરતમાં અમારું પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ શરૂ કરવું તે એક ગર્વની અને ભાવનાત્મક ક્ષણ છે, આ સ્ટોર રૈસીન માટે જે છે તે બધું રજૂ કરે છે, અને નીતાંશી અમારી સાથે જોડાઈને તે સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની ઉજવણી કરે છે.”

સુરત સ્ટોરના ફ્રેન્ચાઇઝ પાર્ટનર અતુલ ગુપ્તાએ ઉમેર્યું હતું કે,
” રેસીનની સફરનો ભાગ બનવા અને આ ફ્લેગશિપ અનુભવને જીવનમાં લાવવા માટે હું રોમાંચિત છું. આ અને માત્ર એક સ્ટોર જ નહીં, તે ભારતમાં ફેશન રિટેલના ભાવિનો પ્રવેશદ્વાર છે, અને અમે અમારા ગ્રાહકને આવકારવા માટે રાહ જોઈ શકતા નથી.

સમગ્ર ભારતમાં 250 થી વધુ મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ ટચપોઇન્ટ સાથે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ફોર્મેટમાં એક બોલ્ડ નવા તબક્કાનો સંકેત આપે છે. સુરત ફ્લેગશિપ સ્ટોર સંપૂર્ણ કલેક્શન ઓફર કરે છે. ભવ્ય એથનિક સેટ અને રોજિંદા જરૂરી વસ્તુઓથી લઈને આધુનિક ભારતીય મહિલાઓની બહુમુખી વસ્ત્રોની જરૂરિયાતો માટે સ્ટાઇલિશ ફ્યુઝન પીસ-કેટરિંગ વગેરે અહીં ઉપલબ્ધ છે.

રેસીન માર્ચ 2025 સુધીમાં સમગ્ર દેશમાં 25 વધુ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે અને તેની વિસ્તરણ યાત્રામાં જોડાવા માટે ફ્રેન્ચાઈઝી ભાગીદારોને સક્રિયપણે આમંત્રિત કરી રહી છે.

ભવ્ય લોંચ ઈવેન્ટમાં ગ્રાહકો, પ્રભાવકો અને મીડિયાની ઉત્સાહપૂર્ણ હાજરી જોવા મળી હતી જેણે તેને બ્રાન્ડ માટે સીમાચિહ્નરૂપ દિવસ બનાવ્યો હતી.