Posts by: abhay_news_editor
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારનો આભાર
નાના બાળકો માટે નજીકની પ્રી-સ્કૂલ જ શ્રેષ્ઠ : ડૉ. સ્વાતિ વિનચુલકર
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન (SUPSA)ની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં બહેનોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કરેલા સરળિકરણનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતની હજારો એજ્યુકેટર બહેનોની તરફેથી સરકારે આ સકારાત્મક પહેલ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આગલા સમયમાં પણ લાખો લોકોને રોજગાર આપતા પ્રી-સ્કૂલ ક્ષેત્રને આવા જ સહયોગ દ્વારા મજબૂત બનાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.
SUPSA એ જ 2023 માં આ મુદ્દે બગુલ ફૂંકીને સમગ્ર રાજ્યના સ્કૂલ સંચાલકોને સાથે લઈ આ મોટા પરિવર્તન શક્ય બનાવ્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં બહુ ઓછા પ્રસંગોએ સરકાર દ્વારા આવા વ્યાપક સ્તરે નિયમોમાં સુધારા અને સરળિકરણ કરવામાં આવ્યું છે.

આ આયોજન દરમિયાન ડૉ. સ્વાતી વિંચુલકરએ માતા-પિતાને બાળકોના આરોગ્ય અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નજીકના ઈન્ડિપેન્ડન્ટ પ્રી-સ્કૂલમાં એડમિશન કરાવવાની સલાહ આપી હતી. ચાઇલ્ડ એક્સપર્ટ્સ ડૉ. ભાવના રાજા, નિધી અગ્રવાલ, ડૉ. દીપક રાજ્યગુરુ અને યશવી જૈન દ્વારા સમાજના વિકાસમાં પ્રી-સ્કૂલના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન તેના સભ્યોના હિત અને અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનના વિકાસ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને ટ્રેનિંગનું આયોજન કરતું રહે છે.
SUPSA દ્વારા ગુજરાત સરકાર અને એજ્યુકેશન મિનિસ્ટ્રીને પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 માર્ચ 2026 સુધી વધારવા માટે વિનંતી કરવામાં આવી છે, કારણ કે હજુ સુધી રાજ્યની અંદાજે માત્ર 5,000 પ્રી-સ્કૂલોએ જ અરજી કરી છે.
સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, પાંચ આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન
સ્વામી શુદ્ધાનંદગીરીએ આપ્યું જીવનમૂલ્યોને સ્પર્શતું પ્રેરણાદાયી પ્રવચન
સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. “આનંદમય અને સફળ જીવનની કુંજી – ક્રિયાયોગ વિજ્ઞાન” વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંજે 6થી 6:30 વાગ્યા દરમિયાન ભજનોથી કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ 6:30થી 7 વાગ્યા દરમિયાન આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત પાંચ પુસ્તકોનું વિમોચન કરાયું, જેને હાજર શ્રોતાઓએ તાળીપાડી આવકાર્યું.
મુખ્ય વક્તા સ્વામી શુદ્ધાનંદગીરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન, પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરીને જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે. તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને “તુ યોગી બન” કહેવાયેલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી.

સ્વામીએ વધુમાં કહ્યું કે ક્રિયાયોગ એ પ્રાણાયમની સર્વોચ્ચ રીત છે, જેનાથી મેરુદેહમાં સ્થિત ચક્રો જાગૃત થઈને ભક્ત આત્મસાક્ષાત્કારના માર્ગે આગળ વધે છે. આ માર્ગ જીવનના “કુરુક્ષેત્ર” જેવા આંતરિક સંઘર્ષોને જીતવામાં મદદરૂપ બને છે.
યોગદા સત્સંગ ઘ્યાન કેન્દ્ર, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઇ આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુખદ, શાંત અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો
લાલો, કૃષ્ણ સદાય સહાયતે ની ટીમ પહોંચી Primex મીડિયાની ઓફિસે, ગીતા અને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન
ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણભૂમિકાના શ્રૂહદ ગોસ્વામી સાથે ફિલ્મની સફર, લોકપ્રતિસાદ વિશે થઈ ચર્ચા
સુરત. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની ટીમ આજે સુરતની મુલાકાતે હતી.આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રૂહદ ગોસ્વામીએ દેશના અગ્રણી 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી Primex મીડિયા પ્રાઈવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી.
Primex મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નિતેશ દેસાઈએ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો, તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદથી મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરાઇ હતી.

અંકિત સખીયાએ જણાવ્યું કે, ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે. અભિનેતા શ્રૂહદ ગોસ્વામીએ પણ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો. Primex મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતા અને વિશાળ પહોંચ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે Primex મીડિયાના સુરત સ્થિત હેડકવાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમાર સહિત ઢોલીવુડના અનેક જાણીતા કલાકારોએ મુલાકાત લીધી છે. દેશના ઝડપી વિકસતા 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક, પીઆર એજન્સી તરીકે Primex મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે. અને ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છે
સુરત હવે સુરતીઓને મળશે કર્નાટકના પ્રસિદ્ધ બેન્ને ઢોંસાનો અસલ સ્વાદ, શહેરમાં શરૂ થયેલું ‘દાવણગેરે સ્ટાઇલ’ ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ
સુરત (ગુજરાત) [ભારત], 25 નવેમ્બર: સુરતની સ્વાદપ્રિય જનતા માટે હવે કર્ણાટકના જાણીતા દાવણગેરે સ્ટાઇલ ઢોસાનો અસ્સલ સ્વાદ હવે સુરતમાં જ ઉપલબ્ધ બન્યો છે. રવિવારે અડાજણના પ્રથમ સર્કલ ખાતે આવેલી દ બ્લવર્ડ ખાતે દક્ષિણ ગુજરાતનું પહેલું ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ અનોખા દાવણગેરે સ્ટાઇલ ઢોસા આઉટલેટનું ઉદ્ઘાટન આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર મહેશ રામાણી દ્વારા કરવામાં આવ્યું, ત્યારબાદ રેસ્ટોરન્ટને સત્તાવાર રીતે જનતા માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું. ઉદ્ઘાટન સાથે જ હવે આ રેસ્ટોરન્ટ દરરોજ સવારે 8:30થી રાત્રીે 11:00 સુધી ખુલ્લું રહેશે.
આ પ્રસંગે આઉટલેટના ઓનર શરણએ જણાવ્યું હતું કે આ આઉટલેટની સૌથી મોટી વિશેષતા કર્ણાટકના દાવણગેરે શહેરની પ્રસિદ્ધ બેન્ને ઢોસા સ્ટાઇલ છે, જેમાં દરેક વાનગીમાં પૂરતું વ્હાઇટ બટર (બેન્ને)નો ઉપયોગ કરવામાં આવે છે. જે અનોખો સ્વાદ સુરતવાસીઓને અત્યાર સુધી ક્યારેય મળ્યો નથી. ડીવીજી બેન્ને ઢોસા એક લોકપ્રિય ફ્રેન્ચાઈઝી મોડલ આધારિત ચેઇન છે, જેની 12થી વધુ શાખાઓ બેંગલુરુ, પુણે, અમદાવાદ અને વડોદરા જેવી શહેરોમાં ચાલી રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં આ તેમનો પહેલો આઉટલેટ છે, જે સ્થાનિક ફૂડ લવર્સ માટે નવો અને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફ્લેવર લઈને આવ્યું છે. અડાજણ ખાતે શરૂ થયેલ આ રેસ્ટોરન્ટ 1400 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં 60 લોકોને બેઠક સુવિધા ઉપલબ્ધ છે.
ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ
સુરત (ગુજરાત) [ભારત], 24 નવેમ્બર: ગાંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ અને જિતેન્દ્ર જાની ફિલ્મ્સ પ્રેઝેન્ટેડ મ્યુઝિકલ યુથ લવ સ્ટોરી ‘આવવા દે’ હાલમાં ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાનું કેન્દ્ર बनी ગઈ છે. રાઈટર-ડિરેક્ટર નિહાર ઠક્કર દ્વારા બનેલી આ અર્બન રોમેન્ટિક ફિલ્મમાં પરિક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય કલાકારો તરીકે વિશેષ વખાણ મેળવી રહ્યા છે. સુરતમાં ટ્રેલર લોન્ચ થતાની સાથે જ તેના ગીતોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
ટ્રેલર
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેની પહેલી ઝલક જ દર્શકોના દિલ જીતી લેતા હૃદયસ્પર્શી દૃશ્યો સાથે મંત્રમુગ્ધ કરે છે.
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યા છે:
- જૈમિન પંચમતિયા (પરિક્ષિત) — રંગીન મિજાજનો, સ્વતંત્ર વિચારોવાળો, મ્યુઝિક સાથે જીવે તેવો યુવાન સિંગર.
- જાનવી દેસાઈ (કુંપલ પટેલ) — સાદગી અને આત્મવિશ્વાસથી ભરેલી, ગાંધીનગરથી એમબીએ કરેલી યુવતી.
બંને વચ્ચે બનેલો લાગણીઓનો સૂર અને પ્રેમનો ધીમો સફર ટ્રેલરને વિશેષ બનાવે છે.
ફિલ્મનો સેન્ટ્રલ ડાયલોગ
“When love finds you, you don’t stop it – you say Aavaa De!”
આ ડાયલોગ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ છે.
નિર્માતાઓએ જણાવ્યું છે કે ફિલ્મ દર્શકોને હસાવશે પણ, રડાવશે પણ અને પ્રેમને એક નવી રીતે ઉજવવા પ્રેરિત કરશે.
સંગીત – ફિલ્મની સૌથી મોટી હાઇલાઇટ
- મ્યુઝિક: દર્શન ઝવેરી
- અવાજ: કિર્તીદાન ગઢવી અને જીગરદન ગઢવી
- ગીતો યુટ્યુબ અને રીલ્સ પર સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે.
- આમિર મીરનું ફોર્થ સોંગ પણ રિલીઝ થયું છે, જે યુથ સેન્સેશન બનવાની પૂરી સંભાવના છે.
કાસ્ટ
પરિક્ષિત–કુંપલ સિવાય ફિલ્મમાં:
- હેમંત ખેર
- સોનાલી દેસાઈ
- કમલ જોશી
- અર્ચન ત્રિવેદી
- લિનેશ ફણસે
અને અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
ફિલ્મનું સહ-નિર્માણ જિતેન્દ્ર જાની અને રમા જાની દ્વારા કરવામાં આવ્યું છે.
રિલીઝ
ગુજરાતીની સૌથી મોટી મ્યુઝિકલ લવ સ્ટોરી તરીકે રજૂ થતી
‘આવવા દે’ – 28 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
પ્રેમ, સંગીત અને ઈમોશન્સની આ સફરે દર્શકોને કેટલું જીતી શકશે તેની આતુરતા સતત વધી રહી છે.
દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગની સ્પોર્ટ્સ ડે ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ ઉજવવા બાબત
દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગો માં તારીખ 19 નવેમ્બર, 2025 અને 20 નવેમ્બર, 2025ના રોજ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી. SMC પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની રમતગમતની ક્ષમતા અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું.
કાર્યક્મની શુભ શરૂઆત હનુમાન ચાલીસા દ્વારા કરવામાં આવી તથા શાળાના આદરણીય મેનેજમેન્ટ સભ્યો , શાળા ના ટ્રસ્ટી અને શક્ષણિક સલાહકાર તેમજ મુખ્ય મેહમાન તરીકે ડો. બિન્દેશ પટેલ–ડેપ્યુટી રજિસ્ટ્રાર, પી.પી.સવાણી યુનિવર્સિટી, ડૉ.વિજયભાઈ ગોંડલિયા–ડાયરેક્ટર ઉકા તરસાડીયા યુનિવર્સિટી ,શ્રી જય ભંડારી– સ્પોર્ટ્સ એડવાઇઝર, શાળા ના વાલી મિત્રો શ્રી સચિન શર્મા, શ્રી રોહિતભાઈ મેર, શ્રી પ્રદ્યુમનસિંહ આહિર, શ્રી પરેશકુમાર પટેલ જેવા દિગ્ગજ આમંત્રિત મહેમાનોના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ થયો.બાળકો નો ઉત્સાહ વધારવા માટે શાળા ના અનેક વાલીઓ હાજર રહ્યા હતા. બે દિવસિય કાર્યક્રમમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓમાં રમતગમત, ટીમવર્ક અને શારીરિક ક્ષમતાના મૂલ્યોને વધારવામાં આવ્યા. સહભાગીઓએ પ્રશંસનીય ઉર્જા અને કૌશલ્ય દર્શાવ્યું, જેનાથી આ કાર્યક્રમ યાદગાર અને આનંદદાયક બન્યો.
શાળા ના બાળકો દ્વારા પરેડ કાર્યક્રમ, ડાન્સ પરફોર્મન્સ અને મશાલ માર્ચિંગ એ બધા નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બાળકો એ પોતાના કૌશલ રજૂ કરી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેના માટે શાળાગણ તથા વાલીઓ એ એમને ટાળી ઓના ગળગળાટ થી બિરદાવી લીધા હતા.

સ્પોર્ટ્સ ડેની ઉજવણી પુરસ્કાર વિતરણ સમારોહ સાથે સમાપ્ત થઈ, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ઉત્સાહ અને તાળીઓથી સાક્ષર બન્યો, જે શાળાની વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપનાર માતા-પિતા, વાલીઓ અને શિક્ષકગણનો શાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
દીપ દર્શન વિધાસંકુલ હંમેશની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી પ્રતિભાને પ્રોત્સાહિત કરે તેવું સકારાત્મક અને પ્રેરણાદાયી માહોલનું સર્જન કર્યું હતું.
સ્કોલર ઇંગ્લિશ એકેડમી CBSE સ્કૂલે ઉત્તર ભારતીય શાળાઓમાં બીજું સ્થાન મેળવ્યું
એસડી હરિત સ્કૂલ (ગૂગલ બોય સ્કૂલ), પાણીપત (હરિયાણા) ખાતે આંતરરાજ્ય ભાષણ અને કવિતા પઠન સ્પર્ધાનું મહાન સંગઠન
10 રાજ્યોની 15 થી વધુ ટીમોએ ભાગ લીધો
શનિવારે એસ.ડી.હરિત સ્કૂલ, કોહાંડ, પાણીપત ખાતે સ્વ.સંદીપ શર્માની યાદમાં આંતર રાજ્ય વક્તવ્ય અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત 10 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમમાં બે વિદ્યાર્થીઓ હતા. જેમાંથી એકે પ્રખ્યાત કવિઓની કવિતાઓનું પઠન કર્યું હતું અને બીજાએ પસંદગીના વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
આ સ્પર્ધામાં શાળાના શિક્ષક રાજ દ્વિવેદીની આગેવાની હેઠળ સ્કોલર ઈંગ્લિશ એકેડમી સીબીએસઈ સ્કૂલ સુરત, શાળાના બે વિદ્યાર્થીઓ કુણાલ અગ્રવાલ અને અરમાન સિંઘે ભાગ લીધો હતો અને વ્યક્તિગત રીતે સ્કોલર ઈંગ્લિશ એકેડમી સુરતે વક્તવ્ય સ્પર્ધા અને કાવ્ય પઠનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સિદ્ધિ શાળા માટે ગૌરવની વાત છે.
આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતાં શાળાના આચાર્ય મહેન્દ્ર તાયડેએ જણાવ્યું હતું કે, ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે આ ટીમ આવનારી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ તેમની શાળાનું પણ ગૌરવ વધારશે.
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમુદાયોમાં સતત મફત સ્કિન, વાળ અને નખ ચેક-અપ કેમ્પનું આયોજન
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટે તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં અનેક મફત સ્કિન, વાળ અને નખ ચેક-અપ કેમ્પ યોજ્યા છે, જે સમુદાયના આરોગ્ય અને જાગૃતિ પ્રત્યેની તેની લાંબા સમયની પ્રતિબદ્ધતાને આગળ વધારે છે. આ કેમ્પો એક વિશાળ ongoing CSR પહેલનો ભાગ છે, જેમાં આવતા મહિનાઓમાં અનેક વધુ કેમ્પો યોજાનાર છે.
અત્યાર સુધીમાં ટ્રસ્ટે 100થી વધુ મફત મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેમાં લાજપોર જેલ (સુરત)ની અંદર, હીરો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (જયપુર) અને અનેક વંચિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ outreach કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કેમ્પોનો હેતુ એવા લોકોને મદદરૂપ થવાનો છે, જે સ્કિન ટ્રીટમેન્ટનો ખર્ચ ઉઠાવી શકતા નથી અથવા તેમની ત્વચા, વાળ અથવા નખ સંબંધિત સમસ્યાઓ અંગે અજાણ છે.
બધા કેમ્પો ભારતમાં નંબર 1 સ્કિન ક્લિનિક ચેઇન—સાખિયા સ્કિન ક્લિનિક—ની નિષ્ણાત મેડિકલ ટીમ દ્વારા યોજાય છે, જેથી ઉત્તમ ગુણવત્તાની તપાસ, કાઉન્સેલિંગ અને સારવાર માર્ગદર્શન પૂરૂં કરવામાં આવે છે. આ કેમ્પોમાં ત્વચાના ચેપ, પિગમેન્ટેશન, ક્રોનિક સ્કિન ડિસીઝ, વાળનું ખરવું, નખના રોગો અને અન્ય સમસ્યાઓની સંપૂર્ણ મફત તપાસ કરવામાં આવે છે.
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટ—ડૉ. જગદીશ સાખિયાની માતા શ્રીમતી પાર્વતીબેન જાદવભાઈ સાખિયાની પ્રેમસભર સ્મૃતિમાં સ્થાપિત—તેમને સ્કિન હેલ્થકેર પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે, જેઓને તેની સૌથી વધુ જરૂર છે.
ડૉ. જગદીશ સાખિયાએ જણાવ્યું, “જાગૃતિ અને સમયસર નિદાન વર્ષોની પીડા અટકાવી શકે છે. અમારો ટ્રસ્ટ એવા સમુદાયો સુધી પહોંચતો રહેશે, જ્યાં લોકોને યોગ્ય સ્કિન કેર માટે ન પહોંચ છે, ન જ્ઞાન અને ન જ સાધનસામગ્રી.”
100થી વધુ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરીને અને આવતા સમયમાં અનેક વધુ આયોજન સાથે, ટ્રસ્ટ ગુજરાત અને તેની બહાર જાહેર આરોગ્ય અને જાગૃતિ ફેલાવવાના તેના મિશનનો સતતવિસ્તાર કરી રહ્યું છે।
સુરતમાં મેરી હિવાલેએ વિદ્યાર્થીઓને આપ્યો મંત્ર : ઓછા ટકા કે ઓછા બજેટમાં પણ વિશ્વની ટોપ ૧૫૦ યુનિવર્સિટીમાં એડમિશન અને લાખોની સ્કોલરશિપ શક્ય છે
સુરત. ગુજરાતના નંબર-૧ કેરિયર કોચ અને ગ્લોબલ કૉલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલેએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં મેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર IIT-IIM સુધી મર્યાદિત નથી, પરંતુ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, ઑક્સફર્ડ જેવી વિશ્વની ટોપ ૧૫૦ યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે, એ પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં.
મેરીએ કહ્યું કે આજે બે પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે, એક જેઓ વિના પરીક્ષા સીધું એડમિશન માંગે છે, બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ્ડ હોય. ટકા ઓછા હોય, પૈસા ઓછા હોય, માર્કેટમાં ખોટી-સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય એટલે વિદ્યાર્થી મુંઝાઈ જાય. અમે એ જ વિદ્યાર્થીઓના મેન્ટોર છીએ જેમની પાસે પર્ફેક્ટ પ્રોફાઇલ નથી, તો પણ અમે તેમને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન અને મોટી સ્કોલરશિપ અપાવીએ છીએ.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ, સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ, એપ્લિકેશન લેખન, ઇન્ટરવ્યૂ તૈયારી અને વ્યક્તિગત મેન્ટોરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સત્ર ગુજરાત ડ્રાઇવનો પ્રથમ તબક્કો હતો. આગામી કાર્યક્રમોનું શેડ્યૂલ
૨૧ નવેમ્બરે વડોદરા, ૨૩ નવેમ્બરે અમદાવાદ,૨૮ નવેમ્બરે રાજકોટ ખાતે છે.
સુરતનો આ કાર્યક્રમ પીપલોદમાં ધ સોલારિસ ધ એડ્રેસ, સુરત-ડુમસ રોડ (બિગ બજારની સામે) ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું.
દરેક વર્દીના પાછળ એક અનલેખાયેલો નાયક : પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય
પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય, ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને C.R. પાટીલની ઉપસ્થિતિમાં A.N.I.S. સંસ્થાએ પોલીસના અસલી હીરોને ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’થી સન્માનિત કર્યા
સુરત.શહેરના પોલીસ કર્મચારીઓની નિષ્ઠા, સેવા અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને સલામ આપતો ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ સમારોહનું આયોજન અપમૃત્યુ નિવારણ સહાય ( A.N.I.S) સંસ્થા દ્વારા રવિવારે પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સમારોહમાં ઉપસ્થિત રહેલા નાગરિકો, અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવનું અનોખું વાતાવરણ છવાઈ ગયું હતું.
A.N.I.S. સંસ્થા દ્વારા દર વર્ષે આયોજિત થતો આ એવોર્ડ સમારોહ સતત ત્રીજા વર્ષ આયોજિત કરવામાં આવ્યો. સુરત સિટી પોલીસના અનેક જાંબાઝ અધિકારીઓ અને જવાનોને બાળકો, મહિલાઓ તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સમાજ કલ્યાણ માટે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ સન્માન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વેટરન એર માર્શલ પદ્માવતી બંધોપાધ્યાય (PVSM, AVSM, VSM, પદ્મશ્રી) એ પોલીસ કર્મચારીઓની ફરજદારી અને શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે,
“વર્દી પાછળનો દરેક માનવી એક અનલેખાયેલા નાયક છે. આજે સુરતે તેમની પ્રતિભાને માન આપ્યો છે।

રાજ્યના ઉપમુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી C. R. પાટીલ, તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત એ પણ ઉપસ્થિત રહી વિજેતાઓને શાબાશી આપી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું કે સુરત પોલીસનું માન વધારતા આવા સન્માન કાર્યક્રમો કર્મચારીઓના મનોબળમાં વધુ ઉર્જા ઉમેરે છે.
કાર્યક્રમના સફળ આયોજન પાછળ A.N.I.S. અધ્યક્ષ શ્રીમતી ગીતા શ્રોફ, કમલેશ જોશી અને નિયતિ વિજની ટીમની મહેનત ઝળહળી ઉઠી. ગીતા શ્રોફે જણાવ્યું હતું કે
“આજે સુરતના નાગરિકોએ સાબિત કર્યું કે તેઓ પોતાના પોલીસ પરિવારને દિલથી માન આપે છે. આ એવોર્ડ માત્ર સન્માન નહીં, પરંતુ કૃતજ્ઞતાનો ઉત્સવ છે.
પ્રેક્ષાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું જ્યારે વર્ષ 2025ના “કર્મ ભૂષણ” વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ માનવીય સેવા, સમર્પણ અને ફરજદારીને સમર્પિત રહ્યો.