Posts by: abhay_news_editor
શ્રી શ્યામ ક્લાસિસમાં ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન
સુરત : શ્રી શ્યામ ક્લાસિસ દ્વારા તારીખ 5 એપ્રિલ 2026, સાંજે 5 વાગ્યાથી ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 800 થી 1000 વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અને વિશિષ્ટ મહેમાનો તરીકે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.D. જાડેજા સાહેબ, પાંડેસરા PSI, સુરત જિલ્લા કોર્ટના એડવોકેટ, સી.એ., સ્મીમર હોસ્પિટલના ડોક્ટરો, તેમજ જ્ઞાન વિકાસ સ્કૂલના ટ્રસ્ટી, સનરેઝ હાઈસ્કૂલના ટ્રસ્ટી, ધ ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને કુમાવત સમાજના અધ્યક્ષ હાજર રહ્યા હતા.
આ અવસરે સંસ્થાએ ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। ધોરણ 10 અને 12ના ટોપર્સને ચેક, મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। તેમજ Jr. KG થી ધોરણ 11 સુધીના ટોપ 10 વિદ્યાર્થીઓને તેમના રેન્ક મુજબ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે વેલકમ સોંગ, મહિલા સશક્તિકરણ પર પ્રસ્તુતિ, દેશભક્તિ ગીતો, ભક્તિ ગીતો, સામાજિક જાગૃતિ માટેના નાટકો અને પૌરાણિક નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, જેને દર્શકોએ ખૂબ વખાણ્યા હતા.
સંસ્થાના સંચાલક શ્રી પિંટુ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવા માટે પ્રેરણા આપી અને ભવિષ્યમાં વધુ સારા પરિણામો મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
સંપર્ક:
શ્રી શ્યામ ક્લાસિસ
સરનામું: 225, 226, 227, શિવશંકર નગર, ગાંધી કુટિર રોડ, કૈલાશ ચોકડી, પાંડેસરા, સુરત
મોબાઇલ: 9016453680
NG બ્રાન્ડની ધમાકેદાર વાપસી: 29 એપ્રિલે સુરતમાં ખુલશે NG મોલ, 60% નફો સેવા કાર્યોમાં ખર્ચાશે
– ચાર વર્ષ બાદ સુધીર ગોયલની મોટી જાહેરાત, ‘NG સેવા ટ્રસ્ટ’ મારફતે ગરીબોની સારવારથી લઈને 7-સ્ટાર હોસ્પિટલનું વિઝન
સુરતમાં ગુંજશે નવકાર મંત્રનો મહામંત્ર: 9 એપ્રિલે યોજાશે વિશ્વ શાંતિ માટેનો મહાજાપ
108 દેશોમાં 10 કરોડ લોકોની ભાગીદારીનું લક્ષ્ય, JITO સુરત દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે 7:29 થી 9:36 સુધી ભવ્ય આયોજન સુરત. વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપવાના ઉદ્દેશ સાથે 9 એપ્રિલ 2026, ગુરુવારે સુરતમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે ભવ્ય સામૂહિક મહાજાપનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમ શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 7:29 થી 9:36 વાગ્યા સુધી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ, યુવાનો, પરિવારો અને સમાજજન ભાગ લેશે. આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ માત્ર ધાર્મિક નથી, પરંતુ વૈશ્વિક સ્તરે શાંતિ, સૌહાર્દ, અહિંસા અને આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનો શક્તિશાળી પ્રયાસ છે. JITO સુરતના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 9 એપ્રિલે વિશ્વ નવકાર મંત્ર દિવસ 108થી વધુ દેશોમાં ઉજવાશે, જેમાં આશરે 10 કરોડ લોકોની ભાગીદારીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આને વૈશ્વિક આધ્યાત્મિક એકતાના ઉત્સવ તરીકે જોવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ રીતે જોડાશે, જ્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના ઉપમુખમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. તેમના ઉપરાંત શહેરના અનેક ગણમાન્ય મહાનુભાવો પણ આમંત્રિત છે. વર્તમાન સમયમાં જ્યારે દુનિયા યુદ્ધ, સંઘર્ષ, હિંસા અને આતંક જેવી પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે તીર્થંકરોનો પ્રેમ, શાંતિ અને અહિંસાનો સંદેશ માનવજાત માટે માર્ગદર્શક બની રહ્યો છે. નવકાર મહામંત્ર આ દિવ્ય પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે આત્મશુદ્ધિ, સમત્વ અને વિશ્વ કલ્યાણની ભાવનાને પ્રેરણા આપે છે. આયોજકોના જણાવ્યા અનુસાર વર્ષ 2025માં યોજાયેલ કાર્યક્રમ લાખો લોકોને એકત્રિત કરીને ઐતિહાસિક બન્યો હતો. આ વર્ષે પણ તે જ ઊર્જા, શ્રદ્ધા અને ભવ્યતા સાથે વધુમાં વધુ લોકો જોડાય તે માટે સંકલ્પ લેવાયો છે. કાર્યક્રમ દરમિયાન મનન સંઘવી અને તેમની ટીમ દ્વારા શાસન ભક્તિનું વિશેષ અને ભવ્ય આયોજન પણ કરવામાં આવશે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને પ્રેરણાદાયક બનાવશે. JITO સુરતના પદાધિકારીઓએ સમાજના તમામ વર્ગોને આ મહાજાપમાં જોડાવા અને પોતાના પરિવાર, મિત્રો અને ઓળખીતાઓને પણ જોડાવા અપીલ કરી છે. કાર્યક્રમ દ્વારા “એક ભાવના, એક ઉદ્દેશ્ય, એક વિશ્વ, એક સ્પંદન, એક મંત્ર”નો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન JITOના મુખ્ય પદાધિકારીઓ મિલન પારીખ (ચેરમેન), મિતેશ ગાંધી (ચીફ સેક્રેટરી), લલિત શાહ (કન્વીનર), નિરવ શાહ (કન્વીનર) અને પ્રકાશ ડુંગાણી (કન્વીનર)ની આગેવાની હેઠળ થઈ રહ્યું છે. આ ભવ્ય આયોજનને લઈને સુરતમાં ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રોઝ બડ્સ સ્કૂલ, ડીંડોલી, સુરત વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ *(સંસ્કાર સે સફળતા તક ) ની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી
ખુલ્લા આસમાન નીચે પાર્ટી પ્લોટ માં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ડીંડોલી સુરત : રોઝ બડ્સ સ્કૂલ ના વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ (સંસ્કાર સે સફળતા તક ) નું તારીખ : 29/03/2026 રવિવારના રોજ ડીંડોલી ખાતે આનંદદાયી, પ્રફુલિત વાતાવરણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો. હિન્દુ સંસ્કૃતિ મુજબ ગણપતિ બાપા નું ઢોલ, ત્રાંસા,નગારા અને લેઝીમના શૂર સાથે આગમન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતા ફેલાવે છે. સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વાળાકીએ મુખ્ય અતિથિઓનું પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ગુજરાતમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરે છે, સુરતમાં નવી ડીલરશિપની શરૂઆત સાથે
સુરત,માર્ચ 2026: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) એ ગુજરાતના સુરતમાં પોતાની નવી અધિકૃત મુખ્ય ડીલરશિપ ‘વેલડન હોન્ડા’નું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી ડીલરશિપ રાજ્યમાં એચએમએસઆઈની હાજરીને વધુ વિસ્તારે છે અને વિસ્તારમાં ગ્રાહકો માટે હોન્ડાના પ્રોડક્ટ્સ અને સર્વિસિસ સુધીની પહોંચને વધુ સુગમ બનાવે છે. વેલડન હોન્ડાને સુવિધાજનક અને સર્વગ્રાહી ટુ-વ્હીલર અનુભવ પ્રદાન કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. આ ડીલરશિપ હોન્ડાની 4S સુવિધા અનુસરે છે, જેમાં સેલ્સ, સર્વિસ, સ્પેર પાર્ટ્સ અને હોન્ડાના મુખ્ય સ્તંભ ‘સેફ્ટી રાઇડિંગ પ્રોમોશન’ને એક જ છત હેઠળ એકીકૃત કરવામાં આવ્યા છે. ડીલરશિપની મુલાકાત લેતા ગ્રાહકો હોન્ડાની પ્રોડક્ટ રેન્જને જોઈ શકે છે, સર્વિસ સપોર્ટ મેળવી શકે છે અને સલામત રાઇડિંગ અંગે માહિતી મેળવી શકે છે. આ નવા આઉટલેટ સાથે સુરતમાં ગ્રાહકો હોન્ડાની સંપૂર્ણ સ્કૂટર અને મોટરસાયકલ લાઇનઅપનો અનુભવ કરી શકે છે. સ્કૂટર રેન્જમાં 110cc કેટેગરીમાં Activa અને Dioનો સમાવેશ થાય છે, તેમજ 125cc સેગમેન્ટમાં Activa 125 અને Dio 125 ઉપલબ્ધ છે. મોટરસાયકલ પોર્ટફોલિયોમાં, આ ડીલરશિપ વિવિધ એન્જિન કેટેગરીઝમાં હોન્ડાના દસ મોડલ્સ ઓફર કરે છે: 100–110cc સેગમેન્ટમાં Shine 100, Shine 100 DX અને Livo; 125ccમાં Shine 125, SP125 અને CB125 Hornet; 160cc સેગમેન્ટમાં Unicorn અને SP160; અને 180–200cc કેટેગરીમાં Hornet 2.0 અને NX200નો સમાવેશ થાય છે. નવી ડીલરશિપને તાલીમ પ્રાપ્ત સેલ્સ અને સર્વિસ ટીમનો આધાર મળે છે, જે ગ્રાહકોને તેમના સંપૂર્ણ ઓનરશિપ પ્રવાસ દરમિયાન માર્ગદર્શન આપશે. ડીલરશિપમાં જાપાનથી આયાત કરાયેલા હોન્ડાના અદ્યતન રાઇડિંગ સિમ્યુલેટર્સ પણ ઉપલબ્ધ છે, જે રાઇડર્સને વાસ્તવિક રોડ પરિસ્થિતિઓ સમજવામાં મદદ કરે છે અને જવાબદાર રાઇડિંગ વર્તનને પ્રોત્સાહિત કરે છે. સુરતમાં આ નવી ડીલરશિપ દ્વારા, એચએમએસઆઈ ગુજરાતભરના ગ્રાહકો સુધી પોતાની પહોંચને વધુ વિસ્તારી રહી છે અને પોતાના પ્રોડક્ટ્સ અને સર્વિસિસને તેમના નજીક લઈ આવી રહી છે.
સુરત બન્યું કિડની ટ્રાન્સપ્લાન્ટનું નવું હબ: શેલ્બી હોસ્પિટલમાં 3 મહિનામાં 12 સફળ ટ્રાન્સપ્લાન્ટ
– મુંબઈ-અમદાવાદ પરની નિર્ભરતા ઘટી, ગુજરાતભરના દર્દીઓ હવે સુરત પર મૂકી રહ્યા છે વિશ્વાસ
સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે આરોગ્ય ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. શેલ્બી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 12 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થતા સુરત હવે ટ્રાન્સપ્લાન્ટ હબ તરીકે ઉભરતું નજરે પડી રહ્યું છે. આ સફળતાએ શહેરને મેડિકલ ટુરિઝમના નકશા પર પણ મજબૂત સ્થાન અપાવ્યું છે.
શેલ્બી હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર નીરવ શાહે જણાવ્યું હતું કે, પહેલાં લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ કે અમદાવાદ જતાં હતા, પરંતુ હવે સુરત એવી સિટી બની ગઈ છે કે જ્યાં કોમ્પ્લેક્સ ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા ત્રણ મહિનામાં થયેલા તમામ 12 ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યા છે અને આગામી સમય માટે મોટી સંખ્યામાં દર્દીઓ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. હાલમાં હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ શરૂઆત થઈ છે, પરંતુ ભવિષ્યમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સહિત અન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દિશામાં પણ આગળ વધવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત ડૉ. મુકેશ ગોયલે જણાવ્યું હતું કે અમને ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળ્યા બાદ છેલ્લા થોડા મહિનામાં જ 12 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને તે બધા સફળ રહ્યા છે. તેમણે જણાવ્યું કે સુરત હવે માત્ર શહેર પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે.
Transplant surgery એક જટિલ સર્જરી છે જેમાં નિષ્ણાતોની ટીમ સાથે મળીને કામ કરે છે. તેમાં મુખ્યત્વે નેફ્રોલોજિસ્ટ, યુરો સર્જન અને એનસ્થેટિસ્ટનો મહત્વપૂર્ણ રોલ હોય છે.
આ પ્રકારની સર્જરીમાં
Dr. Mukesh Goyal (નેફ્રોલોજિસ્ટ) દર્દીને ઓળખે છે, તેની સંપૂર્ણ તપાસ કરીને ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર કરે છે.
પછી
Dr. Bhargav Pandya (યુરોલોજિસ્ટ) સર્જરીની મુખ્ય પ્રક્રિયા સંભાળે છે અને
Dr. Kavin Desai (એનસ્થેટિસ્ટ) સર્જરી દરમિયાન દર્દીને યોગ્ય એનસ્થેશિયા આપી તેની સ્થિરતા જાળવે છે.
આ ત્રણેય નિષ્ણાતોના સંકલન અને ટીમ વર્કથી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સુરક્ષિત અને સફળ બને છે.
એના પછી ડો આરૂલ શુક્લા, ડો હિમાની ગરાસિયા અને ટીમ (ICU intensive care) પેશેન્ટ કેર માં અહમદ રોલ ભજવે છે.
સંજય ટાંચક ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર પેશન્ટ અને હૉસ્પિટલ વચ્ચે સેતુ બની રહે છ).
આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં 4 મહિલાઓ અને 8 પુરુષોના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમાં ભરૂચ, જૂનાગઢ અને મોરબી જેવા શહેરોના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. દાતાઓમાં પરિવારજનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી છે જેમ કે ભાઈએ બહેનને, માતાએ સંતાનોને અને ભાભીએ દિયરને કિડની દાન આપવાના ઉદાહરણો સામે આવ્યા છે.
ડૉ. ગોયલે કિડની દાન અંગેના ભ્રમો દૂર કરતાં જણાવ્યું કે, કિડની દાન કરવાથી દાતાના આરોગ્ય કે આયુષ્ય પર કોઈ અસર પડતી નથી. માણસ પાસે બે કિડની હોય છે, અને એક સાથે પણ સામાન્ય જીવન જીવી શકાય છે. દાતા વ્યક્તિને સામાન્ય રીતે 3-4 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને તેને આજીવન દવાઓ લેવાની જરૂર પડતી નથી.
ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીનું ડાયાલિસિસ બંધ થઈ જાય છે અને તે ફરીથી સામાન્ય જીવન જીવી શકે છે. તાજેતરના આંકડાઓ મુજબ, કિડની ટ્રાન્સપ્લાન્ટનો 10 વર્ષનો સર્વાઇવલ રેટ લગભગ 80 ટકા જેટલો છે, જે ખૂબ જ આશાસ્પદ ગણાય છે.
આ રીતે સુરત આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને ઓર્ગન ડોનેશન અંગે લોકોમાં જાગૃતિ વધતા શહેર હવે જીવનદાન આપતી સિટી તરીકે ઓળખ મેળવતું જઈ રહ્યું છે.
“સુરત પ્લાસ્ટ શો 2026: નવી ટેક્નોલોજી સાથે મટિરિયલ રિસાયક્લિંગ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ફોકસ”
સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત ના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘાણી ના જણાવ્યા મુજબ આગામી તારીખ ૨ થી ૫ એપ્રિલ ૨૦૨૬. સ્થળ – સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વિનિશન સેન્ટર – સરસાણા માં “સુરત પ્લાસ્ટ શો 2026” નું આયોજન રાખેલ છે. સુરત : ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યોગિક શહેર સુરતમાં “સુરત પ્લાસ્ટ શો 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન પ્લાસ્ટિક અને પોલિમર ઉદ્યોગ માટે નવીનતા, ટેક્નોલોજી અને વ્યાપારિક તકોને ઉજાગર કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પ્રદર્શનમાં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, ઉત્પાદકો અને સપ્લાયર્સ ભાગ લઈ રહ્યા છે. અહીં આધુનિક મશીનરી, અદ્યતન ટેક્નોલોજી, પેકેજિંગ સોલ્યુશન્સ અને રિસાયક્લિંગ ક્ષેત્રની નવી શોધોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિશેષરૂપે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ સોલ્યુશન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઉદ્યોગ વધુ સસ્ટેનેબલ , રિસાયક્લિંગ દ્વારા સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

શિક્ષણમાં નવી દિશા: Fountainhead School દ્વારા મલગામા ખાતે અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન
ફાઉન્ટેનહેડ સ્કૂલ સુરતમાં કાર્યરત છે અને તેની બીજી શાખા શહેર નજીક શરૂ કરી રહી છે. સુરત, 28 માર્ચ 2026: ફાઉન્ટેનહેડ સ્કૂલે તેના નવા કેમ્પસ ‘ફાઉન્ટેનહેડ સ્કૂલ મલગામા (FSM)’ ખાતે ભૂમિ પૂજન (શિલાન્યાસ) કરીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન અચિવ કરેલ છે. આ સમારોહમાં સુખ-શાંતિ અને સફળ શરૂઆત માટે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…! મગદલ્લા જંકશનથી માત્ર 16 મિનિટના અંતરે અને ભેસાણ ગામની નજીક મલગામા ગામમાં આ નવું કેમ્પસ તૈયાર થવા જઇ રહ્યું છે. આ સાથે ફાઉન્ટેનહેડ સ્કૂલ સર્વાંગી શિક્ષણ, શ્રેષ્ઠ પરિણામો અને બેસ્ટ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે જાણીતી છે, હવે સુરતમાં 2 (K-12) કેમ્પસ થઈ જશે. સુરતનું ગૌરવ અને યુવા હ્ર્દયસમ્રાટ એવા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે આ ભૂમિપૂજન થયેલ અને તેઓની સાથે અન્ય મહાનુભાવો, શિક્ષણવિદો અને ફાઉન્ટેન હેડ ટીમના મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહેલ.

સુરતની ભાવિકા મહેશ્વરીએ એશિયામાં લહેરાવ્યો ભારતનો પરચમ, રામાયણ અને ભારતીય દર્શનથી જીત્યા દિલ
જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આપ્યા પ્રભાવશાળી વ્યાખ્યાન, ભારતીય સંસ્કૃતિ, આધુનિક જીવન મૂલ્યો અને મોબાઇલ એડિક્શન પર રજૂ કર્યા વિચાર
સુરત. શહેરની યુવા પ્રેરક વક્તા, ટેડએક્સ સ્પીકર, લેખિકા અને એન્ટરપ્રેન્યોર ભાવિકા મહેશ્વરીએ જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના વિચારો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમણે ભારતીય દર્શન, રામાયણના સર્વવ્યાપી સંદેશ અને મોબાઇલ એડિક્શન જેવા આધુનિક વિષયો પર પ્રભાવશાળી રજૂઆતો કરી વિદેશોમાં શ્રોતાઓનું ધ્યાન આકર્ષ્યું.
હાલમાં પૂર્ણ થયેલા આ વિદેશ પ્રવાસ દરમિયાન ભાવિકાએ ઇન્ડિયન એમ્બેસી, સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર અને અન્ય સંસ્થાઓના સહયોગથી અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વ્યાખ્યાન આપ્યા. દક્ષિણ કોરિયાની બુસાન યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાં તેમણે “ઇન્ડિયન ફિલોસોફી ફોર મોડર્ન લાઇફ” વિષય પર વિશેષ સંબોધન કર્યું. આ દરમિયાન પ્રોફેસર સર્જન કુમારે તેમના વ્યાખ્યાનનું કોરિયન ભાષામાં અનુવાદ કર્યું. કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને વિદ્વાનો દ્વારા તેમના વિચારોની પ્રશંસા કરવામાં આવી. આ સિદ્ધિને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા પણ તેના અધિકૃત મંચ પર શેર કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ચેરમેન સૂન સિયોલ લી દ્વારા ભાવિકાનું સન્માન કરવામાં આવ્યું.
જાપાનમાં ટોક્યો નજીક આવેલ બાન્ડો સ્થિત હિંદુ મંદિર ખાતે ભાવિકાએ “યુનિવર્સલ ટીચિંગ્સ ઓફ રામાયણ” વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ જોવાલાયક રહ્યો. હોળી ઉત્સવ દરમિયાન જાપાની કલાકારો બોલિવૂડ ગીતો પર નાચતા જોવા મળ્યા, જેના દ્વારા ભારતીય પરંપરાઓ પ્રત્યેનું ત્યાંનું અપનત્વ સ્પષ્ટ થયું.

તાઇવાનની રાજધાની તાઇપે સ્થિત સબકા મંદિર ખાતે તેમણે “21મી સદીમાં રામાયણ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમના વિચારો દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિની પ્રાસંગિકતા મજબૂત રીતે રજૂ થઈ. આ પ્રસંગે મંદિરના સ્થાપક એન્ડી સિંહે તેમને ભારત-તાઇવાન મિત્રતાનું પ્રતિક ભેટ આપી સન્માનિત કર્યા.
ગૌરતલબ છે કે ભાવિકા મહેશ્વરી અગાઉ યુકેની ઑક્સફોર્ડ યુનિવર્સિટી હિંદુ સોસાયટીમાં સૌથી ઓછી ઉંમરની આધ્યાત્મિક વક્તા તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. નાની ઉંમરે જ વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિ, નૈતિકતા અને આધુનિક જીવન મૂલ્યો પર તેમના પ્રભાવશાળી વક્તૃત્વે તેમને વિશિષ્ટ ઓળખ અપાવી છે.
ભાવિકા અત્યાર સુધી ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને લંડન સહિત દેશ-વિદેશમાં 500થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂકી છે. પોતાના વિચારો અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ દ્વારા તેમણે ભારતીય સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.
આ સમગ્ર પ્રયત્નમાં તેમને સાધકનો સહયોગ મળ્યો.
ભાવિકાની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સુરત, ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. નાની ઉંમરે વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિનું પ્રભાવશાળી પ્રતિનિધિત્વ કરીને તેમણે સાબિત કર્યું છે કે ભારતની નવી પેઢી વિશ્વ પાટળ પર પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.
સાર્વજનિક યુનિવર્સિટી, સુરતમાં ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને સાર્વજનિક યુનિવર્સિટી તથા ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના સહયોગથી તા. 23 થી 25 માર્ચ, 2026 દરમિયાન સાર્વજનિક યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું।
વર્કશોપનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પલ્લીવાળ (મુખ્ય અતિથિ), સંસ્કૃત ભારતિના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી શ્રીશ દેઓપૂજારી (માનનીય અતિથિ) અને FOSTTA ના પ્રમુખ તથા સામાજિક કાર્યકર શ્રી કૈલાશ એચ. હકીમ (વિશેષ અતિથિ)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને પ્રોવોસ્ટ પ્રોફ. કિરણ પંડ્યાનો મહત્વપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો।
ત્રણ દિવસ દરમિયાન કુલ 15 ગહન સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ક્રિપ્ટિંગ, અભિનય, એડિટિંગ, સંગીત અને ફિલ્મ નિર્માણ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્કશોપમાં સંસ્કાર દેસાઈ, ડૉ. ચન્નબસવસ્વામી હાયરેમઠ, વિહંગ મહેતા, નારાયણ પાર્વતી પરસરામ, ડૉ. સંદીપ જોશી, ડૉ. આનંદ પંડ્યા અને યુવરાજ કુમાર જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું।

મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાગીઓએ કેમેરા માટે અભિનય, સોલો પરફોર્મન્સ, સ્ક્રિપ્ટ લેખન અને ફિલ્મ સ્ક્રીનિંગ જેવી પ્રાયોગિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઇન્ટરનેશનલ સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (ISSFF) વિષયક વિશેષ સત્ર પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી પ્રતિભાગીઓને સર્જનાત્મકતા માટે નવી દિશા મળી।
વર્કશોપના સમાપન પ્રસંગે સામાજિક કાર્યકર અને Venus Jewel ના CEO શ્રી અનિલ શાહ તથા અભિનેતા-નિર્દેશક શ્રી યુવરાજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ મયંક ત્રિવેદીએ સ્વાગત ભાષણ આપ્યું હતું અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનની ડિરેક્ટર ડૉ. મિતા વાન્સડિયાએ તમામ અતિથિઓ, નિષ્ણાતો, આયોજકો અને પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।
આ વર્કશોપ દ્વારા આધુનિક સર્જનાત્મક ક્ષેત્રોમાં સંસ્કૃત ભાષાની વધતી પ્રાસંગિકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સિનેમા દ્વારા નવીન વાર્તાલેખનને પ્રોત્સાહન મળ્યું હતું।