Posts by: abhay_news_editor

ડૉ.નીરજ ભણશાલી Distinguished Service award થી સન્માનિત

 

નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં મળ્યું બહુમાન

સુરત. સુરત શહેરમાં ફિઝિયોથેરેપિસ્ટ તરીકે વિખ્યાત એવા ડૉ.નીરજ ભણશાલીને Distinguished Service award થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને આ બહુમાન મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં આપવામાં આવ્યું.

ધી ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ દ્વારા દર વર્ષે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા આ વર્ષે 62મી IAP નેશનલ કોન્ફરન્સનું આયોજન 15 અને 16 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના નાસિક ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ફિઝિયોથેરેપિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા મહાનુભાવો એ ભગા લીધો હતો. આ નેશનલ કોન્ફરન્સ દરમિયાન એસોસિએશન દ્વારા ફિઝિયોથેરેપિસ્ટ તરીકે ઉમદા કામગીરી કરનાર અને આ પ્રેક્ટિસમાં નવા આયામ સર કરનાર ફિઝિયોથેરેપિસ્ટ ને જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે સુરત ખાતે પ્રેક્ટિસ કરતા એવા નામાંકિત ફિઝિયોથેરેપિસ્ટ અને સ્પાઇનેક્સ ગ્લોબલના સંચાલક એવા શ્રી નીરજ ભણશાલીને એસોસિએશન દ્વારા Distinguished Service award એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે આ બહુમાન તેઓ દ્વારા ફિઝિયોથેરેપિસ્ટ પ્રેક્ટિસશનર તરીકે આ ક્ષેત્રમાં કરેલી ઉમદા કામગીરી બદલ આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડૉ.નીરજ ભણશાલીએ વર્ષ 1996માં બરોડાની એમ. એસ.યુનિવર્સિટી ખાતેથી ફિઝિયોથેરેપિસ્ટની ડિગ્રી મેળવી હતી અને છેલ્લા 28 વર્ષથી તેઓ સુરત ખાતે B.P.T. Spine Specialist તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ વર્ષ 1996માં સુરતના નાણાવટ રોડ ખાતે શુભમ ફિઝિયોથેરેપી સેન્ટર ખાતે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને હવે તેઓ સ્પાઇનેક્સ ગ્લોબલ ફિઝિયોથેરેપી સેન્ટર નું સંચાલન કરી રહ્યા છે. વર્ષ 1998માં તેઓએ પહેલી વખત મોબાઇલેઝેશન થેરેપી રજૂ કરી આ ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભર્યું હતું. આજે તેઓ સ્પાઈનલ સ્પેશિયલિસ્ટ તરીકે માત્ર સુરત, ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ વિખ્યાત છે. દેશ વિદેશમાં યોજાતી અનેક કોન્ફરન્સ અને વર્કશોપમાં તેઓએ ભાગ લીધો છે. તેઓએ ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી સ્પોર્ટ્સ મેન્યુઅલ થેરેપી ની પણ તાલીમ લીધી છે. તેઓ પ્રશિક્ષુ ક્રિકેટર માટે BCCI ના આમંત્રણ પર બેંગલોર ના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સેવા આપી ચૂક્યા છે. તેઓ દુલીપ ટ્રોફી દરમિયાન વેલ નોન ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજી, રોબિન ઉથપ્પા, રાહુલ દ્રવિડ, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓને પણ ફિઝિયોથેરેપિસ્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. આજે દેશ વિદેશના અનેક દર્દીઓએ કે જેઓ અલગ અલગ પ્રકારના દર્દથી પીડાતા હતા તેવા દર્દીઓને વગર સર્જરીએ માત્ર થેરેપી તરીકે દર્દથી મુક્તિ અપાવી ચૂક્યા છે.

એન. ડી.કોઠારી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી

 

સુરત. એન. ડી. કોઠારી સ્કૂલ ખાતે 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓની અદ્ભુત પ્રતિભા અને રચનાત્મકતા જોવા મળી હતી. બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ શાળાની સમગ્ર શિક્ષા અને કલાત્મક ઉત્તૃકૃષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે માજી મેયર હેમાલી બોઘવાલા, ડીપીઈઓ ડૉ. અરુણ અગ્રવાલ, સુરત ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ના અધ્યક્ષ સુનિલ જૈન, રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ વિક્રમ શેખાવત, શાહ પબ્લિસિટીના સંસ્થાપક યશવંત શાહ, મહાવીર ઇન્ટરનેશનલના ઉપાધ્યક્ષ ગણપત ભણસાલી, લોકતેજ અખબારના તંત્રી કુલદીપ સનાધ્ય ઉપસ્થિત રહ્યા હતા.

બે દિવસીય આયોજનના પ્રથમ દિવસ “એ ડે ઇન એન ડી કે” તરીકે ઉજવાયો હતો. જેમાં વિવિધ વિષયોને રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથી દર્શાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં શિક્ષા અને સર્જનાત્મકતા નો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

બીજા દિવસે કળયુગ થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાભારત પર આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવું હતી, જેના માધ્યમથી આધુનિક યુગમાં તેનું મહત્વ અને શિક્ષા ને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી હતી.

લંડનમાં યોજાયેલી ત્રણ દિવસીય મહેંદી કોન્ફરન્સમાં સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે મહેંદી ડિઝાઈનમાં રજૂ કરેલી વારલી કલાની ભારોભાર પ્રશંસા

 

નિમિષાબેને વારલી આર્ટને મહેંદી સ્વરૂપમાં આકર્ષક ડિઝાઇન સાથે રજૂ કરીને જરૂરી શિક્ષણ આપ્યું હતું તેમજ મનમોહક ફૂલોની રચનાત્મક ડિઝાઇન સ્વરૂપે પણ મહેંદી કળા શીખવાડી હતી

આંતરરાષ્ટ્રીય મંચ પર મહેંદી સ્વરૂપે વારલી આર્ટના કોન્સેપ્ટને દેશ-વિદેશના કલાકારોએ ખુબજ વખાણ્યો હતો અને તેમાં ઇનોવેટિવ આઇડિયા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

સુરત :લંડનમાં 24 થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન, ત્રણ દિવસીય મહેંદી કોન્ફરન્સ “હેના હડલ” માં મહેંદી કલ્ચરના સ્થાપક અને સુરત ના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે મહેંદીની અવનવી ડિઝાઇન અંગેની કળા શીખવાડી હતી અને મહેંદી આર્ટમાં કેરિયર અંગે માર્ગદર્શન આપ્યું હતું. અહીં તેમણે વારલી આર્ટમાં રજૂ કરેલી મહેંદીની આકર્ષક ડિઝાઇનની ખુબજ સરાહના કરવામાં આવી હતી.

નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે, લંડનમાં હિલ્ટન હોટેલમાં યોજાયેલી આ ત્રણ દિવસની કોન્ફરન્સમાં મહેંદી શીખવવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં મેં ખાસ કરીને વારલી આર્ટને મહેંદી સ્વરૂપમાં શીખવી હતી. વારલી ભારતની લોકકલા છે અને મેં ઘણા વર્ષો પહેલા તેની શરૂઆત કરી હતી. ભારતીય સંસ્કૃતિના પ્રતિક તરીકે વારલી આર્ટને મહેંદી સ્વરૂપે ખૂબજ પસંદ કરવામાં આવી હતી. દેશ-વિદેશના અનેક કલાકારો વારલી આર્ટથી પ્રભાવિત થયા હતા અને તેમણે આ આર્ટમાં ઈનોવેટીવ આઈડિયા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ખરેખર, સુંદર વારલી સંસ્કૃતિને જાળવી રાખવા માટે શબ્દ, જ્ઞાન, મહત્વ અને સૌંદર્ય શાસ્ત્રને પ્રોત્સાહન આપવાનો મારો પ્રયાસ છે.

આ ઉપરાંત, આ ઈવેન્ટમાં મેં વધુ બે વિષયો પણ શીખવ્યા હતા. જેમાં મહેંદીના ફંડામેન્ટલ્સ કે જે મેહંદી ના મૂળભૂત ભાગ છે અને ડિઝાઇનિંગના સર્જનાત્મક પાસાઓ સાથે જોડાયેલો છે. બીજા વિષય તરીકે મેં મનમોહક ફૂલોની રચનાત્મક ડિઝાઇન સ્વરૂપે મહેંદી કળા શીખવાડી હતી. મારા સિગ્નેચર એવા ગુલાબ, કમળ વગેરે ફૂલોના સ્વરૂપમાં મહેંદીની ડિઝાઇન આર્ટ અંગે સર્જનાત્મકતા સાથે માર્ગદર્શન આપ્યું હતું, જે અહીં ઉપસ્થિત પ્રતિનિધિઓને ખૂબ પસંદ આવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અગાઉ, વર્ષ 2018 માં પણ તેમણે મને વારલી અને કોલમ આર્ટ શીખવવા માટે આમંત્રણ આપ્યું હતું. હવે ફરીથી, તેમણે મને બીજી વખત આમંત્રિત કર્યા હતા. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે યુએસએ, સ્પેન, નેધરલેન્ડ્સ, પ્રાગ વગેરે જેવા વિવિધ દેશોના સહભાગીઓ પણ આવ્યા હતા. વર્ષો જૂની વારલી આર્ટને મહેંદી સ્વરૂપે આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. ભારતીય સાંસ્કૃતિક કલાનું પ્રદર્શન કરવા માટે અન્ય દેશના આયોજકોએ પણ રસ દર્શાવ્યો હતો.

SRK ગ્રુપ દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્ન સમારોહનું આયોજન, 75 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા..

 

પ્રયાગરાજથી 2 હજાર લીટર પાણી મંગાવી ગંગાજળ, રિયલ ડાયમંડ-ગોલ્ડનું મંગળસૂત્ર સહિત કરિયાવર ભેટમાં આપ્યું

ત્રિવેણી સંગમના આશીર્વાદ સાથે દાંપત્ય જીવનની શરૂઆત – SRK ગ્રૂપ દ્વારા આયોજિત 75 યુગલોના વિવાહનો મહાકુંભ

સુરત: એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી. (SRK)ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, આઉટરિંગ રોડ મોટા વરાછા ખાતે આયોજિત “પ્યોર વિવાહ” શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભ માંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ-સોનાના મંગળસુત્ર સહિત કરિયાવર આપવામાં આવ્યો.

આ અંગે આયોજક શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા જાણવામાં આવ્યું હતું કે SRK ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર-વધુએ રામ-સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતાં. તેવી જ રીતે આ વર્ષે પણ 75 યુગલમાંથી 15 યુગલોએ કૃષ્ણ-રૂક્ષ્મણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા. કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસુત્ર, કાનની બુટી, નાકનો દાણો, ચાંદીના ઝાંઝર, ચાંદીની ગાય, કબાટ, ખુરશી, વાસણનો સેટ, ટીપોઈ, નાસ્તાની ડિશ, સહિત 68 વસ્તુઓ ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી.

વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભ માંથી 2000 લિટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન કાર્યક્રમમાં 15 હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ફ્રી વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સાથે મહેમાનો સહિત તમામ આમંત્રિતિનું પવિત્ર ગંગાજળ વડે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના જળશકિત મંત્રાલય, ભારત સરકાર; શ્રી હરિવંશ નારાયણ સિંઘ સાહેબ, ઉપસભાપતિ – રાજ્યસભા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નવ દંપતીઓને આશીર્વાદ આપવા સંસદ સભ્ય શ્રી મુકેશ દલાલ સહિત સુરતના તમામ ધારાસભ્યો સાથે આઇએએસ શ્રી કાર્તિક જીવાણી ઉપસ્થિત રહ્યા હતા.
SRKKF દ્વારા વર્ષ 2015થી યોજાતા આ “પ્યોર વિવાહ” માં અત્યાર સુધી 900 થી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.

સાંઈલીલા ગ્રુપ દ્વારા શિવ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

 

નાસિક ઢોલે રંગ જમાવ્યો, અફઝલ ખાન વધ પર આધારિત પોવાડા સાંભળવા માનવ મહેરામણ ઉમટી પડ્યો

સુરત. હિંદવી સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ બુધવારે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ દરમિયાન સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ લીલા ગ્રુપ અને સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા ભવ્ય શિવ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

કાર્યક્રમના આયોજકો સુનીલ પાટીલ અને સમ્રાટ પાટીલે જણાવ્યું કે હતું કે સાંજે 5 વાગ્યાથી ડીંડોલી પોલીસ સ્ટેશનની સામે સ્થિત મેદાનમાં શિવ જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત સાંજે 5 કલાકે નાશિક ઢોલ પથકની પ્રસ્તુતિ સાથે થઈ હતી. મહારાષ્ટ્રથી ખાસ પધારેલા નાશિક ઢોલ પથકે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. પુરુષો, મહિલાઓ અને બાળકોએ ઢોલના તાલ પર લેજીમ ડાન્સ કર્યો હતો. આ સાથે જ લોકોએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય ગીતો પર પણ ખૂબ ઝૂમ્યા હતા. ત્યાર બાદ અફઝલખાન વધ પર આધારિત પોવાડા શિવ શાહીર સંતોષ સાલુંકેએ રજૂ કર્યો હતો. સંતોષ સાંલુકેના મુખેથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પોવાડા સાંભળવા મેદાનમાં ભીડ ઉમટી પડી હતી. મહારાજની બહાદુરી અને અફઝલ ખાનના વધની વાર્તા સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા. રાત્રે 11 વાગ્યા સુધી પોવાડાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોવાડાના સમાપન બાદ લગભગ 11 કલાકે દરેક માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

જાણીતા ખગોળશાસ્ત્રી ડૉ.પંકજ જોશીની ઉપસ્થિતિમાં સાર્વજનિક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ સંપન્ન

 

સુરત: દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીનો આજરોજ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડૉ. પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાંજે 5.30 કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત સમારોહમાં 1300 થી વધુ વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પહેલા 19 અને 20 મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. આશિષ દેસાઈના જણાવ્યા મુજબ આ વર્ષના પદવીદાન સમારોહમાં જુદા જુદા 37 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સિસના કુલ 1318 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ડૉ. જોશીની ઉપસ્થિતિ આ સમારોહને વિશેષ બનાવ્યો હતો. કારણ કે તેઓ ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે વિશ્વ અને દેશભર જાણીતા છે. ડો. જોશી તેમના કોન્વોકેશન એડ્રેસમાં વિદ્યાર્થિઓને સંશોધનના ક્ષેત્રમાં આગળ વધીને દેશના વિકાસમાં કઇ રીતે યોગદાન આપી શકે તે માટે તે માટે પ્રેરણા પૂરી પાડી હતી.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બિનપરંપરાગત એનર્જીના ક્ષેત્રમાં દેશની ખ્યાતનામ કે.પી. ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારૂક પટેલે વિદ્યાર્થિઓને દેશના વિકાસમાં કઇ રીતે તેઓ યોગદાન આપી શકે તે અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને જાણીતા દાતા અને એન્ટરપ્રાઇઝ વોયેજર શ્રી રાજેન શાહ વિદ્યાર્થિઓ પોતાની આંતરિક શક્તિઓ કઇ રીતે વિકસાવી શકે તેની વાત કરી હતી . આ પ્રસંગે યુનિવર્સિટીના ટોપર્સને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સાર્વજનિક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભરત શાહે પ્રેરક ઉદબોધન કર્યું હતું. પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યો સહિતની હાજરીમાં પ્રોવોસ્ટ ડો. કિરણ પંડ્યા સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પહેલા 19 અને 20મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી સંલગ્ન આઠ જેટલી કોલેજોના 8000 થી વધુ વિધાર્થીઓ ભાગ લીધો હતો. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ SUMUN એક્ટિવિટી હતી. જેમાં વિધાર્થીઓ યુનાઈટેડ મોડલ નેશન રજૂ કરશે એટલે કે પેન ઈન્ડિયામાંથી એન્જિનિયરિંગ ના વિધાર્થીઓ વિવિધ વૈશ્વિક વિષયો પર ડીબેટ કરવા સાથે સોલ્યુશન પણ રજૂ કર્યા હતા.

કાર્તિક આર્યન, ચંદૂ ચેમ્પિયન, અને ભૂલ ભૂલૈયા 3એ આઈકોનિક ગોલ્ડ અવોર્ડ 2025 ના 6મો એડિશનમાં ટોપ એવોર્ડ જીત્યા

 

કાર્તિક આર્યને ચંદૂ ચેમ્પિયન માં તેની પ્રેરણાદાયક અભિનય માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ’ ચોઇસ) એવોર્ડ અને ભૂલ ભૂલૈયા 3 માં તેની આકર્ષક ભૂમિકા માટે બેસ્ટ એક્ટર (પોપ્યુલર) એવોર્ડ જીતી લીધા. તેની ફિલ્મોએ એવોર્ડની યાદીમાં સતત વિજય હાંસલ કર્યો, જ્યાં ભૂલ ભૂલૈયા 3એ બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર) અને ચંદૂ ચેમ્પિયનએ બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ’ ચોઇસ) એવોર્ડ જીતા. એવોર્ડ્સમાં અનીસ બઝમીને પણ સરાહના મળી, જેમણે ભૂલ ભૂલૈયા 3 માટે બેસ્ટ ડિરેક્ટર (પોપ્યુલર) એવોર્ડ જીતી લીધો, જ્યારે કબીર ખાનને ચંદૂ ચેમ્પિયન માટે બેસ્ટ ડિરેક્ટર (ક્રિટિક્સ’ ચોઇસ) એવોર્ડ મળ્યો.

રાતના અન્ય મુખ્ય એવોર્ડ્સમાંથી કૃતિ સેનનને “teri baaton mein aisa uljha jiya” માટે બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો અને દિવ્ય ખોષલાને “સાવી” માટે બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ’ ચોઇસ) એવોર્ડ મળ્યો. રાઘવ જુયાલને “કિલ”માં સુંદર અભિનય માટે બેસ્ટ એક્ટર નેગેટિવ રોલ એવોર્ડ મળ્યો.

હવે પુરા વિજેતાની યાદી:

બેસ્ટ ફિલ્મ
ભૂલ ભૂલૈયા 3

બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ
ચંદૂ ચેમ્પિયન

બેસ્ટ ડિરેક્ટર
ચંદૂ ચેમ્પિયન – કબીર ખાન

બેસ્ટ ડિરેક્ટર પોપ્યુલર
ભૂલ ભૂલૈયા 3 – અનીસ બઝમી

બેસ્ટ એક્ટર ક્રિટિક્સ
ચંદૂ ચેમ્પિયન – કાર્તિક આર્યન

બેસ્ટ એક્ટર પોપ્યુલર
ભૂલ ભૂલૈયા 3 – કાર્તિક આર્યન

બેસ્ટ એક્ટ્રેસ
teri baaton mein aisa uljha jiya – કૃતિ સેનન

બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ
સાવી – દિવ્ય ખોષલા

બેસ્ટ એક્ટર નેગેટિવ
કિલ – રાઘવ જુયાલ

બેસ્ટ એક્ટર નેગેટિવ ક્રિટિક્સ
શૈતાન – આર. મધવન

બેસ્ટ એક્ટર નેગેટિવ પોપ્યુલર
ડબલ આઇસ્માર્ટ – સંજય દત્ત

બેસ્ટ ડેબ્યુ એક્ટર
ફાઇટર – ઋષભ સાહની

બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ
ઇશ્ક વિશ્ક રીબાઉન્ડ – પશ્મીણા રોશન

પાવરપેક પરફોર્મર (મેળ)
સ્ત્રી 2 અને વેદ – અભિષેક બાનર્જી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર
શ્રીકાંત – શારદ કેલકર

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
દ સબર્મતિ રિપોર્ટ – રિધી ડોગરા

બ્રેકઆઉટ સ્ટાર મેલ
મુંઝા – અભય વર્મા

બ્રેકઆઉટ સ્ટાર ફીમેલ
લાપાતા લેડીઝ – નિતાંશી ગોયલ

બેસ્ટ કોરિયોગ્રાફર
આજ કી રાત – સ્ત્રી 2 – વિજય ગાંગુલી

વોઇસ ઓફ ધ ઇયર
તમારા હી રહીંગે – સ્ત્રી 2 – વરુણ જૈન

બેસ્ટ લાઈવ પરફોર્મર ફીમેલ
આસ્થ ગિલ

બેસ્ટ લાઈવ પરફોર્મર મેલ
મધુર શ્રમા

બેસ્ટ લિરિક્સ
ઓ સજની – લાપાતા લેડીઝ – પ્રશાંત પાંડે

બેસ્ટ ડિરેક્ટર કોમેડી
રાજ શાંડિલ્યા – વિક્કી વિદ્યા કા વો વાળા વિડિયો

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કોમેડી
ખેલ खेल મેં – ફર્દીન ખાન

મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર – મેલ
સિદ્ધાંત ગુપ્તા

મોસ્ટ પ્રોમિસિંગ એક્ટ્રેસ
યે કાળી કાળી આંખેં, સીઝન 2 – આંચલ સિંહ

રાઈઝિંગ સ્ટાર – મેલ
ઑરોં મેં કેહાં દમ થા – શંતનુ મહેશ્વરી

રાઈઝિંગ સ્ટાર ઓફ બૉલીવુડ – ફીમેલ
સિમરત કૌર

આઉટસ્ટેન્ડિંગ કોંટ્રિબ્યુશન ઈન ઇન્ડિયન સિનેમા
જયંતીલાલ ગાડા

બેસ્ટ સિંગર મેલ
મેરે ધોલના – ભૂલ ભૂલૈયા 3 – સોનુ નિગમ

બેસ્ટ સિંગર ફીમેલ
મેરે મહબૂબ – વિક્કી વિદ્યા કા વો વાળા વિડિયો – શિલ્પા રાવ

મોસ્ટ ડાયનેમિક પરફોર્મર
ફાઇટર, ઘુસપૈઠિયા, ઇલિગલ 3, બ્રોકન ન્યૂઝ S2, કિસ્કો થા પાટે – અક્ષય ઓબેરોય

આઉટસ્ટેન્ડિંગ બૉલીવુડ – સાઉથ ઈન્ડસ્ટ્રી સિંગર
પુષ્પા 2 – નકેશ આઝીજ

બેસ્ટ કાસ્ટિંગ ડિરેક્ટર
મુકેશ છાબડા

નેક્સ્ટ જન પ્રોડ્યુસર
જેક્કી ભગનાની

ફ્રેશ ફેસ ઈન બૉલીવુડ
પ્રગ્યા જૈસ્વાલ

બેસ્ટ એક્ટર OTT
ધ સિનેગ્નચર – અનુપમ ખેર

બેસ્ટ એક્ટર ક્રિટિક્સ OTT
બસ્તર: ધ નક્સલ સ્ટોરી – આદાહ શ્રમ

બેસ્ટ એક્ટ્રેસ OTT
દો પટ્ટી – કૃતિ સેનન

બેસ્ટ ફિલ્મ OTT
દો પટ્ટી

બેસ્ટ ડેબ્યુ એક્ટર OTT
દો પટ્ટી – શાહીરમાં શેખ

બેસ્ટ એક્ટ્રેસ પોપ્યુલર OTT
મહારાજ – શાલિની પાંડે

બેસ્ટ એક્ટર નેગેટિવ OTT
ફિર આવી હસીન દિલરુબા – સુની કૌશલ

બેસ્ટ લેખક
ફિર આવી હસીન દિલરુબા – કણિકા ધીલ્લો

બેસ્ટ એક્ટર ક્રિટિક્સ OTT
સિકંદર કા મુકદદર – અવિનાશ તિવારી

વર્સેટાઈલ એક્ટર
આર્યા 3, દુકાન, સિટાડેલ હની બાની – સિકંદર ખેર

બેસ્ટ વેબસીરીઝ
હની બાની

બેસ્ટ વેબસીરીઝ ક્રિટિક્સ
IC814

બેસ્ટ એક્ટ્રેસ પોપ્યુલર વેબ
બંધિશ બન્ડિટ્સ 2 – શ્રેયા ચૌધરી

બેસ્ટ એક્ટર પોપ્યુલર વેબ
ધ કિલર સूप – મનોજ બાજપેયી

બેસ્ટ એક્ટર ક્રિટિક્સ ચોઇસ વેબ
IC814 – વિજય વર્મા

પાવરપેક પરફોર્મન્સ ફીમેલ વેબ
IC814 – પત્રલેખા

બેસ્ટ ડિરેક્ટર કોમેડી વેબ
કૉલ મી બે – કોલિન ડી’કુંહા

બેસ્ટ એક્ટ્રેસ નેગેટિવ વેબ
મિથ્યા 2 – અવંતિકા દાસાની

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર વેબ
IC814, અંડેખી અને પોચર – દીવ્યેંદુ ભટ્ટાચાર્ય

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ વેબ
ત્રિભુવન મિશ્રા CA ટોપર – વેબ – તિલોતમા શોમે

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ઈન કોમેડી વેબ સીરિઝ
પંચાયત 3 – ફૈસલ માલિક

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ વેબ ઈન કોમેડી
પંચાયત 3 – સુનીતા રાજવાર

બેસ્ટ કોમેડી વેબ સીરિઝ
પંચાયત 3

કરણવીર મહરા
ટેલિવિઝન પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિ મેલ

પ્રણાલી રાથોડ
સૌથી પોપ્યુલર ટેલિવિઝન એક્ટ્રેસ – દુર્ગા – અતુત પ્રેમ કહાની

ધીરજ ધૂપર
સૌથી પોપ્યુલર ટેલિવિઝન એક્ટર – રબ સે હૈ દૂઆ

રુપાલી ગાંગુલી
સૌથી પ્રભાવશાળી ટેલિવિઝન મહિલા

સૌથી પોપ્યુલર કોમેડી ટીવી શો
ભાભીજી ઘર પર હૈ

કલ્પના ગંધર્વ
બોલિવૂડમાં રાઈઝિંગ સિંગર ફીમેલ

બેસ્ટ સોંગ નોન-ફિલ્મી
યિમ્મી યિમ્મી – દારસિંગ ખુરાના

યંગ ફિલાન્થ્રોપિસ્ટ એવોર્ડ
દારસિંગ ખુરાના

મોસ્ટ સ્ટાઈલિશ ડિવા
નુશ્રત ભારુચા

મોસ્ટ ઈન્ફ્લૂએન્શિયલ યુથ આઈકોન
રોહિત સરાફ

મોસ્ટ ઈન્ફ્લૂએન્શિયલ ફિટનેસ આઈકોન
કૃષ્ણા શ્રોફ

નેક્સ્ટ જેન પ્રોમિસિંગ પ્રોડ્યુસર
મંસી બગલા

સાર્વજનિક યુનિવર્સિટીએ સમ્પર્ક 2025 ના 20મું સંસ્કરણ ઉજવ્યું

 

સુરત, 16 ફેબ્રુઆરી 2025: દર વર્ષે યોજાતા IEEE ગુજરાત વિભાગના લોકપ્રિય ઇવેન્ટ સમ્પર્ક 2025 આ વખતે પણ ધૂમધામથી ઉજવાયું. સર્વજાનિક યુનિવર્સિટીએ આ ઇવેન્ટનું આયોજન તારામોતી હોલ, પીટી સાયન્સ કોલેજ કેમ્પસમાં કર્યું હતું. 20મું સંસ્કરણ 300+ ભાગીદારો સાથે સફળ રહ્યું, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યુંગ પ્રોફેશનલ્સ શામેલ હતા. SCET (સર્વજાનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી) ના IEEE સ્ટૂડન્ટ બ્રાંચે આ ઇવેન્ટનું હોસ્ટિંગ કર્યું અને 125 વોલન્ટિયર્સે તેને સફળ બનાવવા માટે મદદ કરી.
આ ઇવેન્ટમાં અનેક સન્માનનીય હસ્તીઓનો સમાવેશ થયો:
* શ્રી ભરતભાઈ શાહ, ચેરમેન SES, પ્રમુખ SU
* પ્રો. કિરણ પંડ્યા, પ્રોવોસ્ટ, સર્વજાનિક યુનિવર્સિટી
* ડૉ. હિરેને પટેલ, પ્રિન્સિપલ, SCET
* શ્રી શેતલ મહેતા, ડિરેક્ટર, સુચિ સેમિકોન
* ડૉ. ચિરાગ એન. પાઉંવાલા IEEE GS
* પ્રો. ફોરમ ચંદ્રના, સેક્રેટરી, IEEE GS
* ડૉ. કેતકી પાઠક, IEEE SCET કાઉંસલર
અવોર્ડ સેરેમોની મુખ્ય આકર્ષણ
Sampark 2025 ની શરૂઆત એક રોમાંચક એવોર્ડ સેરેમની સાથે થઈ., જેમાં શ્રેષ્ઠ IEEE સ્ટૂડન્ટ બ્રાંચીસ અને વોલન્ટિયર્સને સન્માનિત કરવામાં આવ્યા. આ વખતે 39 સ્ટૂડન્ટ બ્રાંચીસ (SBs)માંથી 25એ સક્રિય ભાગીદારી કરી.


વિજેતા:
* ઇમર્જિંગ સ્ટૂડન્ટ બ્રાંચ અવોર્ડ – એલડીઆરપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ
* મેમ્બર્શિપ ગ્રોથ અવોર્ડ – ગણપત યુનિવર્સિટી (GUNI) ગુજરાત
* સ્પેશલ મેન્શન અવોર્ડ – SCET (વિદ્યાર્થી બ્રાંચ) અને નિર્મા (વિદ્યાર્થી બ્રાંચ)
* શ્રેષ્ઠ સ્ટૂડન્ટ બ્રાંચ અવોર્ડ – સિલ્વર ઓક યુનિવર્સિટી
* શ્રેષ્ઠ સ્ટૂડન્ટ વોલન્ટિયર અવોર્ડ – ખુશબૂ ઝા (SCET સ્વયંસેવક)
ઇન્ફોર્મેટિવ સેશન્સ અને ચર્ચાઓ
અવોર્ડ્સ પછી, એન્જિનિયર અંકિત દવે IEEE મેમ્બરશિપના લાભો અને કારકિર્દી વૃદ્ધિ પર ચર્ચા કરી. ત્યારબાદ, ડૉ. નીરવ મંદિર અને રિટાયર્ડ ગ્રુપ કેપ્ટન સમીર કુલકર્ણી એ “એક સફળ સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ કરવું” વિષય પર ચર્ચા કરી, જેમાં તેમણે બિઝનેસ લોન્ચ અને તેને ચલાવવાના કેટલાક કામકાજી ટિપ્સ આપ્યા.
લંચ પછી, એક ખાસ મેન્ટલ હેલ્થ અવેરનેસ સેશન યોજાયું, જેમાં પ્રો. બિના શેઠ અને પ્રો. નીતા ચપટવાલા એ મેન્ટલ વેલનેસ પર ખુલ્લી ચર્ચા કરી અને તેને સપોર્ટ કરવાની રીતો પર ચર્ચા કરી.
IEEE ડેટાથોન અને પોસ્ટર પ્રેઝેન્ટેશન
ઇવેન્ટનો સૌથી રસપ્રદ ભાગ હતો IEEE ડેટાથોન, જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર સંબંધિત પડકારો આપવામાં આવ્યા હતા. ભાગીદારોએ તેમની સમસ્યા-સંતોષક કૌશલ્યને દર્શાવ્યું, અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા લોકોને અવોર્ડ મળ્યા.
તે પછી, પોસ્ટર પ્રેઝેન્ટેશનમાં 29 સ્ટૂડન્ટ બ્રાંચીસે તેમના સિદ્ધિઓ અને ભવિષ્યની યોજના IEEE વિભાગ કમિટીના સમક્ષ મૂકી.
નેટવર્કિંગ સેશન, મઝેદાર ગેમ્સ અને એક શાનદાર જામિંગ સેશન સાથે શામ 5:30 વાગ્યે આ શ્રેષ્ઠ ઇવેન્ટ સમાપ્ત થયું.
સમ્પર્ક 2025 એ ફરી એકવાર સાબિત કર્યું કે આ ફક્ત એક ઇવેન્ટ નથી, પરંતુ નેટવર્કિંગ અને ઇનોવેશનનો શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.

વેલેન્ટાઇન ડે પર સુરત ખાતે નવી સુઝુકી એક્સેસ ૧૨૫ની ૧૨૫ ગ્રાહકોને એક સાથે આપી ડિલિવરી

 

સુરત. સુઝુકી દ્વારા નવા રંગરૂપ અને ફિચર્સ સાથે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી સુઝુકી એક્સેસ ૧૨૫ની સુરત ખાતે વેલેન્ટાઇન ડે પર એક સાથે ૧૨૫ ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવી હતી. આ પ્રસંગે રિ બાઉન્સ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેલેન્ટાઇન ડે પર ખાસ ઓફર મૂકવામાં આવી હતી કે પ્રથમ ૧૨૫ ગ્રાહકો જે સુઝુકી ૧૨૫ની ખરીદી કરશે તેઓને ચાંદીના સિક્કા ગિફ્ટમાં આપવામાં આવ્યા હતા. ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે સુરતમાં સુઝુકીના ડીલરો રાજેશ શાહ, ધર્મેશ શાહ, નયન ઇન્ટવાળા,

સુમિત જૈન અને દીપક ગઢિયા તથા જોય ઠક્કર એરિયા મેનેજર સુઝુકી મોટર સાઇકલ દ્વારા રિ બાઉન્સ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તમામ ડીલર દ્વારા 125 ગ્રાહકોને સુઝુકી 125ની ડિલિવરી આપવામાં આવી હતી સાથે જ તમામને ચાંદીના સિક્કા ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ગેમ્સ રમાડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

IDT પ્રસ્તુત કરે છે: સ્ટાઈલ પણ, સેફ્ટી પણ – ડિઝાઇનર હેલ્મેટ્સથી સુરક્ષિત સુરત

 

આ વેલેન્ટાઇન ડે, IDT લાવ્યું પ્રેમ અને સુરક્ષાનું અનોખું સંદેશ – ટ્રેન્ડી હેલ્મેટ્સ સાથે

સુરતમાં આવતીકાલથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે, પરંતુ અનેક યુવાનો તેને માત્ર એક નિયમ તરીકે જુએ છે.

આજ, વેલેન્ટાઇન ડેના ખાસ અવસરે, જ્યારે દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનોની સુરક્ષા અને ભલાઈની કામના કરે છે, ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) એ હેલ્મેટને ફેશન સ્ટેટમેન્ટ બનાવવા માટે એક અનોખી પહેલ કરી છે. આ અનોખી પ્રવૃત્તિ Mr. Café Sky Lounge ખાતે IDTની ફેકલ્ટી રોશની દ્વારા આયોજિત કરવામાં આવી, જ્યાં હેલ્મેટ માત્ર સુરક્ષાનું સાધન જ નહીં, પરંતુ એક ટ્રેન્ડી એક્સેસરી તરીકે રજૂ કરવામાં આવ્યું.

IDTના ડિરેક્ટર અનુપમ ગોયલએ જણાવ્યું:
“સફર કરતી વખતે ફેશન જેટલું મહત્વનું છે, એટલી જ સુરક્ષા પણ. યુવાનો માટે ‘સ્ટાઈલ પણ, સેફ્ટી પણ’ એ એક નવો ટ્રેન્ડ બનવો જોઈએ, જેથી તેઓ મજબૂરી નહીં, પણ ગર્વ સાથે હેલ્મેટ પહેરી શકે.”

IDTની ડિઝાઇનર ફેકલ્ટી રોશની દ્વારા આ પહેલ અંતર્ગત સ્ટાઈલિશ અને આકર્ષક હેલ્મેટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા, જે સેફ્ટી અને સ્ટાઈલ બંનેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.

વિચાર કરો – આ વેલેન્ટાઇન ડે પર ફક્ત ગુલાબ આપવા બદલે, કપલ્સ એકબીજાને ડિઝાઇનર હેલ્મેટ ગિફ્ટ કરે, જે પ્રેમ સાથે એકમેકની સુરક્ષાની જવાબદારી પણ નિભાવશે!

Mr. Café Sky Lounge ખાતે ઉપસ્થિત યુવાનો એ આ પહેલને વધાવી લીધી અને પોતાના સ્ટાઈલમાં હેલ્મેટને અપનાવવાની પ્રતિજ્ઞા લીધી.

IDTની આ પહેલ હેલ્મેટ પહેરવાની આદતને મજબૂરી નહીં, પણ એક ટ્રેન્ડી અને સ્માર્ટ ચોઇસ બનાવવાનો પ્રયાસ છે. સ્ટાઈલિશ હેલ્મેટ્સ દ્વારા યુવાનોને આ સંદેશ આપવો છે કે સુરક્ષા સાથે સમજૂતી કર્યા વગર પણ ફેશન સચવાઈ શકે.

આવો, ‘સ્ટાઈલ પણ, સેફ્ટી પણ’ ને સુરતનું નવું ટ્રેન્ડ બનાવીએ!