Posts by: Abhay Times
બિઝનેસ હોય કે લાઇફ શોર્ટકટ હોય જ નહીં : ગોવિંદ ધોળકિયા
ઉદ્યોગ સાહસિક થકી કાર્યરત પ્રોગ્રેસ કલબ દ્વારા રૂબરૂ ૧. ૦ – મીટ ધ લીડર ના નામે કોમન મિટિંગ યોજાઈ
સુરત: “ઘરે જાઓ તો પૂરો પરિવાર ખુશ થઈ જાય તો માનવું કે તમે ઘર પરિવાર ને લાયક છો” આ શબ્દો શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નાં ફાઇન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ પ્રોગ્રેસ કલબ ના બિઝનેસ સાહસિકોને અનુલક્ષીને ઉચ્ચાર્યા હતા. લેટ્સ ગ્રો ટુગેધરની ભાવના ને વ્યાપક બનાવવા માત્ર આઠ વ્યક્તિઓ થી શરુ થયેલું પ્રોગ્રેસ કલબ આજે આઠસો ઉદ્યોગ સાહસિકો નો પરિવાર બની ચૂક્યો છે. સુરત જ નહિ પણ આખા ભારતમાંથી વેપારી મિત્રો આ કલબ સાથે જોડાયેલા છે.
રૂબરૂ ૧.૦ – મીટ ધ લીડર નામે પ્રોગ્રેસ કલબ ની કોમન મિટિંગ તાજેતર માં યોજાઈ ગઈ. આ મિટિંગ નાં મહેમાન તરીકે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ પ્રાઇવેટ લિમિટેડ નાં ફાઇન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. કાકા નાં હુલામણાં નામે ઓળખાતા શ્રી ગોવિંદ કાકા એ સભ્યોને ગોવિંદા થી ગોવિંદભાઈ ની સંઘર્ષ ગાથા વર્ણવી અણમોલ શીખ આપી હતી. સભ્યોના વિવિધ પ્રશ્નો નાં જવાબ અને પ્રોગ્રામ નું સંચાલન કરતા શ્રી આશિષભાઈ સુખડીયા સાથે ની વાતચીત નો નિચોડ કાઢીએ તો શ્રી ગોવિંદ કાકા એ અદભૂત પ્રેરણાત્મક વ્યવહારુ ઉકેલ આપ્યા હતા. સાથે છો તો કિંમત છે , જેને થાક લાગે તેની પ્રગતિ અટકી જાય છે, ધંધાને ભગવાન માનો અને સત્યને હંમેશા વળગી રહો, પ્રત્યન કરો પાપ નહિ, બિઝનેસ હોય કે લાઇફ શોર્ટકટ હોય જ નહિ આ તેમના ઉદબોધન નો સાર છે. પ્રોગ્રેસ કલબ ની કાર્યશૈલી અને એક્તિવેટી વિશે સાંભળીને કાકા એ સહર્ષ ખુશી વ્યક્ત કરી હતી. મિટિંગ માં આવકાર જોઈને શ્રી ગોવિંદ કાકા ગૌરવ અને અહોભાવ પ્રગટ કર્યો હતો. આ મિટિંગ મા પ્રોગ્રેસ કલબ નાં સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારામાનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી
આ વર્ષે ભારતને આઝાદી મળ્યાના 75 વર્ષ થઇ રહ્યાં હોય સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઇને દરેક ભારતીયમાં એક અલગ જ ઉમંગ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા માનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 75માં સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી ભાગરૂપે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાત લેવામાં આવી હતી. જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિ હેલ્પ ફાઉન્ડેશનના કાર્યકરોને સ્વતંત્રતા પર્વ નિમિતે ધ્વજારોહણ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ તકે વિ હેલ્પ ફાઉન્ડેશનના 35થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા, અને સંસ્થાના સ્થાપક દ્વારા તિરંગાને આન, બાન, શાન સાથે લહેરવામાં આવ્યો હતો.
બાયડ ખાતે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ સંચાલિત આ મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે 165 જેટલી માનસિક દિવ્યાંગ મહિલાઓ આશ્રય લઇ રહી છે. આ તમામ માનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે દેશભક્તિના ગીતો સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિ હેલ્પ તરફથી નિરવ શાહ, મૌલિક ભાવસાર, કામિની મ્હાત્રે તથા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ જેન, ટ્રસ્ટી વિજય પટેલ, દર્શન પંચાલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે વિ હેલ્પ તરફથી નિરવ શાહે જણાવ્યું હતુ કે આઝાદીના પર્વની યોગ્ય ઉજવણી કરવા માટે આ આશ્રમ એકદમ ઉત્તમ છે. અહીં રહેતી માનસિક વિકલાંગ મહિલાઓ એકદમ નિર્દોષ છે, તેઓ કોઇપણ જાતના રાગદ્વેશ કે કપટ-પ્રપંચથી દૂર છે. પરંતુ તેમની સાથે રહેવાથી તેમનામાં રહેલા દર્દને અનુભવી શકાય છે. આ સંસ્થા ચલાવવા માટે ટ્રસ્ટીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે, જેથી આપના કોઇ યાદગાર દિવસની ઉજવણી હંમેશા માટે આપના માટે અવિસ્મરણીય બની રહે તે માટે અચૂક આ સંસ્થાની મુલાકાત લો અને શક્ય હોય તે રીતે આ સંસ્થાને મદદરૂપ થઇ આપણે આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઇએ.
સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈએ કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન ટ્રી પ્લાન્ટેશનના માધ્યમથી કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
ગ્રીનમેન વિરલ દેસાઈ સો જેટલા કર્મચારીઓ સાથે પ્લાન્ટેશન કરીને કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
સુરત: ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં કાર્યરત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા રાંદેરના સુલતાનિયા જીમખાના ખાતે દોઢસો વૃક્ષો રોપીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણમાં આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ આર્કિટેક્ટ ફર્મ ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સના સો જેટલા કર્મચારીઓ વિશેષરૂપે હાજર રહ્યા અને તેમણે ગ્રીનમેન વિરલ દેસાઈ પાસે વૃક્ષારોપણ બાબતે માર્ગદર્શન લીધું હતું.
ઉલ્લેખનીય છે કે સુરતની ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સ (આઈએસપી)ના યુવાન આર્કિટેક્ટ્સ તેમજ એન્જિનિયર્સે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગ્રીનમેન વિરલ દેસાઈને વિશેષરૂપે આમંત્રિત કરીને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સાથે વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું હતું, જેથી તેમની સંસ્થામાં કામ કરતા સોથી વધુ યુવાન કર્મચારીઓને વૃક્ષો પ્રત્યે ભાવના કેળવાય અને તેઓ પર્યાવરણ સાથે નિસ્બત કેળવે. આ માટે આઈએસપીના ડિરેક્ટર હિરેન પટેલે કહ્યું હતું કે, ‘અમે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનનાં પર્યાવરણીય કાર્યોથી પ્રભાવિત હતા એટલે અમારી આખી ટીમ તેમની સાથે વૃક્ષારોપણ કરે એવી અમને ઈચ્છા હતી. આ વૃક્ષારોપણ બાદ અમારા કર્મચારીઓ પ્રકૃતિની સેવા કરીને અત્યંત ખુશ થયા અને તેમણે વિરલભાઈ પાસે પર્યાવરણની માહિતી મેળવીને એજ્યુકેટ થયા હતા.’
તો ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘એક તરફ યુવાપેઢી પ્રકૃતિ અને પર્યાવરણથી વિમુખ થઈ રહી છે એવા સમયે આઈએસપી જેવી સંસ્થાના સોથી વધુ કર્મચારીઓ અમારી સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુહિમ અંતર્ગત ઉત્સાહભેર વૃક્ષારોપણ માટે આવે એ મારા જેવા પર્યાવરણવાદી માટે અત્યંત આશા અને આનંદની બાબત છે.’
આઈએસપીનાં ધારા ઉપાધ્યાયે આ પ્રસંગે કહ્યું હતું કે, ‘એક તરફ કેટલાક લોકો એનજીઓને નામે ઉઘરાણી અને એજેન્ડાની ગતિવિધિમાં પડ્યા છે ત્યારે સુરતમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન એવી સંસ્થા છે, જે ગાંઠનું ગોપીચંદન કરીને પણ પર્યાવરણ માટે કાર્યરત રહે છે અને દેશની સેવા કરે છે.’
ઉલ્લેખનીય છે કે વૃક્ષારોપણના આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ યુવાનોને એનવાર્યમેન્ટ અને ટ્રી પ્લાન્ટેશન વિશેની અનેક અવનવી તેમજ માહિતીપ્રદ વાતો શેર કરી હતી. જેને પગલે અનેક આર્કિટેક્ટ અને એન્જિનિયર યુવાનોએ વિરલ દેસાઈની સંસ્થામાં પર્યાવરણ સેનાની બનવાની તૈયારી દાખવી હતી.
રવિન્દ્ર જાડેજાએ દિલીપ જોશીની ઓન-સેટ સ્ટોરીને ટ્વિટ કરી
ગુરુગ્રામ: રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના દિગ્ગજ અભિનેતા દિલીપ જોશીના વિડિયોને ટ્વિટ કર્યો, જેમાં તેઓ #CareWalaYaarની એક મનમોહક વાર્તા વિશે વાત કરી રહ્યાં છે. આ વિડિયોમાં દિલીપ જોશી કગે છે કે છેલ્લાં 32 વર્ષોમાં તેમને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે અને તેમણે શૂટ ઉપર બાળપણના મિત્રો જેવાં લોકો મળ્યાં છે.
રવિન્દ્ર જાડેજા ટ્વિટ કરે છે – દિલિપ ભાઇ તમારા #CareWalaYaarની વાર્તાએ ખરા અર્થમાં મારું દિલ જીતી લીધું.
ત્યારબાદ તેઓ તેમના મેક-અપ પર્સન સાથેના એક કિસ્સાને રજૂ કરે છે.
આખરે તેઓ દોસ્તની તુલના પ્રિસ્ટિન કેરના કેર વાલા યાર (એક દોસ્ત જે ચિંતા કરે છે) સાથે કરે છે.
દિલીપ જોશી કહે છે કે જ્યારે તમે પ્રિસ્ટિન કેરમાં સર્જરી કરાવો છો ત્યારે એક કેર કનાર એટલે કે પર્સનલ કેર કરનાર વ્યક્તિ દર્દીઓને સોંપવામાં આવે છે અને તે સર્જરીમાં એ થી ઝેડ સુધી મદદ કરે છે. નિષ્ણાંત ડોક્ટર્સથી લઇને વીમાની મંજૂરી, ઝડપી એડમીશન અને સર્જરીની કામગીરીમાં ઘણાં પગલાઓને સરળતાથી પૂર્ણ કરાય છે. તેઓ કહે છે – સર્જરી મતલબ પ્રિસ્ટિન કેર – સાથે પોતાની વાત સમાપ્ત કરે છે.
Dilip Joshi
દિલીપ જોશી
દિલીપ જોશી (જેઠાલાલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા) એક કિસ્સો વર્ણવે છે
Hindi https://youtu.be/TDaUeGN25Eo
Gujarati https://youtu.be/eIpmh4vB_Nw
આ વિડિયો હિન્દી અને ગુજરાતી ભાષામાં રિલીઝ કરાયો છે. બ્રાન્ડ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ વિડિયોને પ્રમોટ કરશે.
આ ઉપરાંત સર્જરી ઉપર કેન્દ્રિત હેલ્થકેર બ્રાન્ડે સમાન સર્વિસ માટે વધુ બે વિડિયો લોંચ કર્યાં છે. – કેર કા જાદૂ, જેમાં શેફ રણવીર બ્રાર તથા એવરીવન નિડ્સ અ કટપ્પા, જેમાં સત્યરાજ જોવા મળે છે. આ કેમ્પેઇન હિન્દી, પંજાબી, તમિળ, તેલુગુ અને કન્નડ ભાષામાં છે.
શેફ રણવીર બ્રાર
સત્યરાજ
ઇન-હાઉસ કલ્પના કરાયેલા આ કેમ્પેઇનનો ઉદ્દેસ્ય પ્રિસ્ટિન કેર ખાતે દર્દીના આવવાથી લઇને ડિસ્ચાર્જ સુધીના સરળ અનુભવને દર્શાવવાનો છે તેમજ કેવી રીતે કંપની પર્સનલ કેર બડ્ડીના સુત્ર સાથે ઉત્તમ હેલ્થકેર અનુભવ સુનિશ્ચિત કરે છે.
પ્રિસ્ટિન કેરના સહ-સંસ્થાપક હરસિમ્બરબીર (હર્ષ) સિંઘે જણાવ્યું હતું કે, ઘણાં લોકો માટે સર્જરીની પ્રક્રિયા થકવી નાખનાર અને મૂશ્કેલભરી હોવાને ધ્યાનમાં લેતાં પ્રિસ્ટિન કેર ખાતે અમે દર્દી અને તેમના પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં પેશન્ટ કેરને પ્રાથમિકતા આપતા પર્સનલ કેર બડ્ડી સેવા શરૂ કરી છે. આ વિડિયો દ્વારા અમારો મૂળભુત ઉદ્દેશ્ય પ્રિસ્ટિન કેર દ્વારા ઓફર કરાયેલી સરળ સર્જરીના અનુભવને હાઇલાઇટ કરવાનો છે.
પોતાનો અનુભવ વર્ણવતા સત્યરાજે જણાવ્યું હતું કે, પ્રિસ્ટિન કેરની ટીમ સાથે વિડિયો શૂટ કરવો મજેદાર અનુભવ રહ્યો છે. તેનાથી કટપ્પા પાત્ર પ્રત્યે લોકોના પ્રેમને ફરીથી યાદ કરવાની તક મળી છે. પર્સનલ કેર બડ્ડી કેરિંગ અને વિશ્વસનીય વ્યક્તિ છે, જે કટપ્પાની માફક છે અને પ્રિસ્ટિન કેર દ્વારા કરાતી સર્જરીમાં દરેક વ્યક્તિની સાથે તે રહે છે. મને તે વિશ્વ સાથે શેર કરતાં ખુશી અનુભવાય છે.
ફિનો પેમેન્ટ્સ બેન્કે ગુજરાતભરમાં બેન્કિંગ એજન્ટો તરીકે મહિલાઓને જોડવા માટે ‘વન જીપી – વન બીસી’ પ્રોગ્રામ અંગે જીએલપીસી સાથે હાથ મિલાવ્યો
ડાંગ: ફિનો પેમેન્ટ્સ બેન્ક, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (જીએલપીસી) સાથે પોતાના વન ગ્રામ પંચાયત – વન બિઝનેસ કોરસપોન્ડેન્ટ (વન જીપી – વન બીસી) પર કામગીરી કરી રહી છે જેથી સ્વ-સહાય જૂથો (એસએચજી) ની મહિલાઓને બેંકિંગ એજન્ટ તરીકે તાલીમ આપી શકાય અને સાથે જોડી શકાય.
જીએલપીસીના ડિરેક્ટર શ્રીમાન દિપક ચૌધરી, જિલ્લા વહીવટી કર્મચારીઓ અને ફિનો પેમેન્ટ્સ બેંકના પ્રતિનિધિઓમાં ચીફ સેલ્સ ઓફિસર શૈલેષ પાંડે, સિનિયર ડિવિઝનલ હેડ હિમાંશુ મિશ્રા અને ઝોનલ હેડ કલ્પિત સોનીની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના કદમલ (સુભિર) ગામમાં આજે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્વ સહાય જૂથો સાથે સંકળાયેલ કદમલની કુ. ચૌધરી સારાબેન ગણપતભાઇનો આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયતના બિઝનેસ કોરસપોન્ડેન્ટ (બીસી) તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતા. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સ્વ સહાય જૂથો અથવા સખી મંડળો છે જ્યાંથી મહિલા બીસી સખીની પસંદગી કરવામાં આવશે.
આ વન જીપી – વન બીસી પ્રોજેક્ટ રાજ્યના 33 જિલ્લાઓની 1400 ગ્રામ પંચાયતોમાંથી પ્રત્યેકમાંથી બીસી સખીના રૂપમાં મહિલાઓને જોડવા માટેના જીએલપીસીના મિશનનો એક ભાગ છે. ફિનો એ આ પ્રોજેક્ટ માટે બીસી સખીની નિમણૂક કરવા માટે જોડાયેલ એક બેંકિંગ ભાગીદાર અને સુવિધાકર્તા છે. આ પ્રોજેક્ટનો હેતુ ગ્રામીણ ગુજરાતમાં બેન્કિંગ એક્સેસ સુધારવા અને સ્વ સહાય જૂથોના સભ્યોની ઘરેલુ આવક વધારવાનો છે.
ફિનો પેમેન્ટ્સ બેંકના ચીફ સેલ્સ ઓફિસર શૈલેષ પાંડેએ જણાવ્યું હતું કે, “ આ પ્રોજેક્ટ સ્વ સહાય જૂથોના સભ્યોની આર્થિક સ્વતંત્રતા તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ માટે તેમની ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને પ્રદર્શિત કરવાની અને આવક સુધારવાની તક છે. ગામડાઓમાં બેંકિંગ એજન્ટના રૂપમાં, તેઓ લોકોને સાનુકૂળ રીતે ડિજિટલ બેંકિંગ સેવાઓ અપનાવવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટ પર જીએલપીસી અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કામ કરવામાં અમને આનંદ થાય છે કારણ કે તે ફિનોના સામાજિક સમાવિષ્ટ મોડેલ સાથે સુસંગત છે જેનો ઉદ્દેશ્ય માત્ર બેંકિંગ એક્સેસને સુધારવાનો જ નહી, સાથે સાથે બીસી સખીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન ધોરણ સુધારવાનો પણ છે.”
ફિનો પેમેન્ટ્સ બેંકના સિનિયર ડિવિઝનલ હેડ હિમાંશુ મિશ્રાએ જણાવ્યું હતું કે, “ હંમેશાં ઉપલબ્ધ બેંકિંગ સેવાઓ એ હાલના સમયની જરૂરિયાત છે. ગ્રામીણ વિસ્તારોના લોકોને તેમની સુવિધા મુજબ ગુણવત્તાયુક્ત બેંકિંગ સેવાઓની જરૂર છે. સ્થાનિક સ્વ સહાય જૂથોના સભ્યો જેવા કે બીસી સખી કુ. ચૌધરી સારાબેન ગણપતભાઇ, સ્થાનિક લોકોથી પરિચિત અને મૈત્રીપૂર્ણ છે, જે ગ્રાહકનો વિશ્વાસ મેળવવા માટે મહત્વપૂર્ણ છે, તેથી તેઓ બેન્કિંગમાં મહત્વપૂર્ણ છે. અમારા હાલના માઇક્રો એટીએમ અને એઇપીએસ એનબ્લેડ મર્ચન્ટ નેટવર્કની સાથે, નવી ઓન-બોર્ડ બીસી સખીઓ નજીકમાં બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાના અમારા પ્રયત્નોમાં વધુ મદદ કરશે.”
વૈકલ્પિક બેંકિંગ ચેનલ તરીકે, બીસી સખી નવા એકાઉન્ટ ખોલવા, તાત્કાલિક ડેબિટ કાર્ડ, થાપણો, ઉપાડ, રેમિટન્સ, એઇપીએસ, માઇક્રો એટીએમ ટ્રાન્ઝેક્શન અને થર્ડ પાર્ટી ઓફરિંગ્સ – વીમા, ગોલ્ડ લોન સોર્સિંગ જેવી બેંકિંગ સેવાઓ આપી શકશે.
જીએલપીસી પ્રોજેક્ટ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) ના નેતૃત્વ હેઠળ ફિનો પેમેન્ટ્સ બેન્ક ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્ય સરકારો સાથે પણ મહિલાઓને આજીવિકા પૂરી પાડવા અને ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ એક્સેસ સુધારવા માટે કામગીરી કરી રહી છે.
ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અયોધ્યાના મંદિરના માનમાં ભવ્ય રામવન તૈયાર થશે
સુરત: સુરતનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ સાથે પર્યાવરણીય કાર્યો માટે એમઓયુ થયા છે, જે અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સચીન ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં અયોધ્યાના રામ મંદિરના માનમાં ‘રામવન’ નામે ભવ્ય અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને એ રીતે મંદિર નિર્માણની ઐતિહાસિક ઘટનાને પોતાની ભાવના અર્પણ કરાશે.
આ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘આગામી સમયમાં આ શાળાના કેમ્પસમાં ‘રામવન’ નામે વિશાળ અર્બન ફોરેસ્ટ તૈયાર થશે અને અહીં ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન પર ધ્યાન આપવામાં આવશે. રામ શબ્દ જ મહામુશ્કેલીઓને ટાળનારો છે તો રામના માનમાં આવા વન તૈયાર થાય તો પ્રદૂષણને લગતી અનેક સમસ્યાઓ નાશ પામશે. આખરે પ્રકૃતિ સંવર્ધનના માધ્યમથી પણ રામની આરાધના થઈ જ શકે છે. એ રીતે અનેક પક્ષીઓ અને જીવજંતુઓને પનાહ મળશે અને સચીન વિસ્તારના હજારો લોકોને સારી માત્રામાં ઑક્સિજન મળશે.’
આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં લોકોને ભગવાન રામ સાથે જોડાવા માટે અપીલ પણ કરાશે અને લોકો રામવનના વૃક્ષો દત્તક પણ લઈ શકશે. આ સંદર્ભે સંસ્થાના ટ્રસ્ટ્રી તેમજ સુરતના પૂર્વ મેયર ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતની પુત્રી તરીકે હું અત્યંત આનંદીત છું કે પર્યાવરણ માટેના અનેક રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકેલા વિરલભાઈ અમારી સંસ્થા સાથે જોડાયા છે. રામવનને કારણે અમારા બાળકોને એક સ્વસ્થ માહોલમાં રહેવા- ભણવા મળશે અને તેમને વૃક્ષો તેમજ પર્યાવરણ સંદર્ભે નિસ્બત કેળવાશે. આ પ્રોજેક્ટને કારણે અમારા બાળકોને તેમના ઘર જેવો જ માહોલ મળશે અને વનની પ્રતિતિ થશે.’
ઉલ્લેખનીય છે કે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અંતર્ગત રામમંદિરના માનમાં તૈયાર થઈ રહેલું રામવન સચીન અને આસપાસના વિસ્તારો માટે ઑક્સિજન ચેમ્બર બની રહેશે અને સમગ્ર વિસ્તારના પર્યાવરણ પર હકારાત્મક અસરો ઊભી કરશે.
એસબીકે મ્યુઝીક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવાની વધુ એક તક, હવે 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે
સુરત: એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ગુજરાતના યુવાઓ ને વધુ એક તક મળી રહી છે. એસ બી કે મ્યુઝીક દ્વારા સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન ની તારીખ 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.મૂશ્કેલ સમયમાં સંગીત મનને શાંતિ પ્રદાન કરે છે. મહામારીની શરૂઆત સાથે ઘણી બધી વસ્તુઓ અચાનક રોકાઇ ગઇ ત્યારે પડકારજનક સમયમાં દરેકને થયેલી અસરોને ધ્યાનમાં લેતાં એસબીકે મ્યુઝિકે દેશભર નાસંગીત પ્રેમીઓને સહયોગ કરવાની જાહેરાત કરી છે. પ્રતિભાશાળી ઓરિજનલ સોંગ સિગર્સ, કમ્પોઝર્સ અને મ્યુઝિશિયન્સ માટે તેણે મેગા ઇવેન્ટ એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 લોંચ કરી છે, જેણે 1000થી વધુ રજીસ્ટ્રેશન મેળવ્યાં છે. લોકડાઉનમાં રેકોર્ડિંગ સ્ટુડિયો બંધ હોવા તથા પ્રતિભાશાળી કલાકારોની અરજને સકારાત્મક પ્રતિસાદ આપતાં એસબીકેમ્યુઝિક સ્ટાર 2021 એરજીસ્ટ્રેશનની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ગુજરાતના લોકો માટે રજીસ્ટર કરવવાની ઉત્તમ તક ઉપલબ્ધ છે.
સંગીતમાં રૂચિ ધરાવતા દરેક વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન ઓપન છે. તમે આ કાર્યક્રમનો હિસ્સો બનીને મૂશ્કેલ સમયમાં થયેલી પીડીને ભુલીને મક્કમ મનોબળથી આગળ વધી શકશો. રજીસ્ટ્રેશન સમયે સિંગર, કમ્પોઝર અને મ્યુઝિશિયન કોઇ પણ ફ્રી સ્ટાઇલ સેલ્ફ-કમ્પોઝ્ડ સોંગની પસંદગી કરી શકે છે કે જે પ્રભાવ પેદા કરી શકે. (પ્રેરણા આધારિત, શ્રદ્ધાંજલી, દેશભક્તિ અથવા તમારા પ્રિયજન માટે ક્યારેય વ્યક્ત નકરાયેલી લાગણીઓ). તમે કોઇ પણ પ્રાદેશિક ભાષા – હિન્દી, પંજાબી, ગુજરાતી, ભોજપુરી, બંગાળી, રાજસ્થાની, અંગ્રેજી, મરાઠીમાં કમ્પોઝિશન અપલોડ કરી શકો છો.મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જાણીતા લલિત પંડિત કન્ટેસ્ટન્ટને જજ કરશે.
એસબીકે મ્યુઝિકના સ્થાપક રાકેશ કે. શર્માએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય વ્યક્તિમાં આત્મવિશ્વાસ પેદા કરવાનો તથા તમારી પ્રતિભાને મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે દરેક દર્શક સુધી પહોંચી શકે.એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 રુચિકા ક્રિષ્નાનીની પહેલ છે, જેમનું માનવું છે કેમ્યુઝિક ની મજા માણવી જોઇએ અને દરેક વ્યક્તિ સુધી તેને પહોંચાડવું જોઇએ.
એસબીકે મ્યુઝિક સ્ટાર 2021નું આયોજન https://sbkmusic.com/ દ્વારા કરાયું છે, સિગ્નેચર 1 દ્વારા તેને મેનેજ અને માર્કેટિંગ, રૂચિકા ક્રિષ્નાનીનો કોન્સેપ્ટ, જેજી પ્રોડક્શન્સ, ડિજિટલ પાર્ટનરAARYAA DIGITAL.comછે.
Register FREE at https://sbkmusic.com/eventand reveal the power of music within you.
સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને 12.50 મેગાવોટ્સનો મોટો ઓર્ડર મળ્યો
સુરત: કેપી ગ્રુપની સોલાર પાવર ક્ષેત્રે ગુજરાતની સૌથી મોટી કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(KPIGIL) એ કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ (CPP)માં 12.50 મેગાવોટ્સનો ઓર્ડર મેળવ્યો છે. આ અંગે દેશ અને વિદેશમાં સિન્થેસિસનો પુરવઠો સપ્લાય કરતી સચિન જીઆઈડીસી સ્થિત પ્રતિષ્ઠિત કંપની અનુપમ રસાયણ ઈન્ડિયા લિ. સાથે KPIGIL એ લેટર ઓફ ઈન્ટેન્ટ (L.O.I) કર્યા છે. KPIGILએ તે અંગે ભરૂચ જિલ્લાના ઓછણગામે કામ શરુ કર્યું છે.
અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.એ નોન-રિન્યુએબલ એનર્જી પર નિર્ભરતા ઘટાડવા, પાવર ખર્ચમાં બચત કરવા અને પર્યાવરણની રક્ષા કાજે કેપીઆઈ ગ્લોબલ પ્રા.લિ. પાસેથી રૂ. 43 કરોડમાં 12.50 મેગાવોટ્સનું સોલાર પાવર પ્લાન્ટ માટે કરાર કર્યા છે. આ સોલાર પ્લાન્ટમાં રોકાણથી કંપનીને દર વર્ષે વીજ ખર્ચમાં 10 કરોડની બચત થવાનુ અનુમાન છે અને આ લાભ 25 વર્ષ સુધી થશે.
ઉલ્લેખનીય છે કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ KPIGIL ભરૂચ જિલ્લાના સુડી, તણછા, ભીમપુરા, રણાડા સહિતના ગામોમાં 100 મેગાવોટ્સની આસપાસનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરી ચુકી છે અને વર્ષ 2025 સુધીમાં 1000 મેગાવોટ્સ સુધી લઈ જવાનું પ્લાનિંગ કરી તે દિશામાં આગળ વધી રહી છે.
KPIGILના સીએમડી ફારુક પટેલે આ કરાર અંગે કહ્યું હતું કે, કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરી ઉદ્યોગપતિઓ વીજબિલમાં મોટી બચત કરી શકે છે અને ઈન્કમટેક્સમાં પણ 40 ટકા ઘસારો મેળવી ટેક્સ પ્લાનિંગ સાથે પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી શકે છે. સાથોસાથ પૃથ્વીનું જતન કરી શકે છે. અનુપમ રસાયણ ઈન્ડિયા લિ. સાથેના 12.50 મેગાવોટ્સ માટે કરાયેલા લેટર ઓફ ઈન્ટેન્ટ એ અમારા માટે મોરપિચ્છ સમાન છે.
ગ્રીનમેન વિરલ દેસાઈએ ઈદીમાં વૃક્ષ આપવાની પહેલ કરી
પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈએ રમઝાન ઈદ નિમિત્તે ૫૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરીને ઈદની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે વિશેષરૂપે અપીલ કરી હતી કે મુસ્લિમ બિરાદરોએ બાળકોને ઇદીમાં વૃક્ષોની પણ ભેટ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ રોપા વિતરણ અંતર્ગત વિરલ દેસાઈની સંસ્થાએ સુરતની વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરીને રોપા પહોંચાડ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશને ક્વોરેન્ટાઈન થયેલા લોકો માટે ભોજન પહોંચાડતી સંસ્થા ‘લોકડાઉન હેલ્પ ગ્રુપ’ના સભ્યો ચેતન જેઠવા તેમજ મસુદ વોરાજી સાથે મળીને સો જેટલા રોપાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. તો એ ઉપરાંત અન્ય મુસ્લિમ બિરાદરો તેમજ સંસ્થાઓ સાથે મળીને ચારસો જેટલા રોપા વહેંચ્યા હતા. આ ઉજવણીમાં દાઉદી વહોરા સમાજના બિરાદરોને પણ સામેલ કરાયા હતા અને તેમને પણ ઈદ નિમિત્તે રોપાં પહોંચાડાયા હતા.
આ બાબતે ગ્રીનમેન વિરલ દેસાઈ જણાવે છે કે, ‘દરેક તહેવારને પર્યાવરણ અને વૃક્ષારોપણ સાથે જોડવું એ અમારી પ્રથા છે. હું દૃઢપણે માનું છું કે જ્યારે તહેવારો સાથે પર્યાવરણ જોડવામાં આવે ત્યારે લોકો પર્યાવરણ બાબતે અત્યંત ગંભીર બને છે. વળી, આ સમયમાં તો આપણને સ્પષ્ટ થઈ ગયું છે ઑક્સિજન અને વૃક્ષોનું મહત્ત્વ શું છે. એટલે કોઈ પણ રીતે વધુમાં વધુ વૃક્ષો રોપાય એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ માટે થઈને જ હું અપીલ કરું છું કે બાળકોને ઈદીમાં વૃક્ષો પણ અપાવા જોઈએ, જેથી એની સાથે એક ભાવના જોડાય અને એ ભાવનાને લીધે પર્યાવરણની કદર થાય.’
તો રોપાનો લાભ લેનાર બાબુ સોના શેખનું કહેવું છે કે, ‘વિરલભાઈએ જે રીતે ઈદને પર્યાવરણ સાથે સાંકળી એ અત્યંત પ્રેરણારૂપ છે. એમની પાસે પ્રેરણા લઈને અમે પણ વધુમાં વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડીશું અને માત્ર ઈદ પર જ નહીં, પરંતુ આવનારા સમયમાં અનેક પ્રસંગોએ વૃક્ષારોપણ કરીશું. તેમજ અમારી મસ્જિદો તેમજ યતિમખાનામાં પણ વિરલભાઈની જાણકારીનો લાભ લઈને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીશું.
ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ આ અગાઉ ‘ટ્રી ગણેશા’નું આયોજન કરી ચૂક્યા છે, જે અંતર્ગત તેમણે દેશભરમાં મુહિમ ચલાવીને વિવિધ શહેરોમાં હજારો વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું.
સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની 100 વર્ષ જૂની ફ્લેગશીપ પ્રોડક્ટ સોસિયોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ભાગીદારી
આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ સોસિયોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેના સત્તાવાર રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે જોડાવાની જાહેરાત કરી છે
Continue reading...