Posts by: Abhay Times
ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશનનો રેકોર્ડ એનાયત થયો
સુરત: ઉધના જંક્શન રેલવે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તરીકે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ‘ગ્રીન રેલવે સ્ટેશન ફોર ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન’નો રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉધના સ્ટેશન દેશ, એશિયા અને દુનિયાનું સૌથી પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બન્યું છે, જે ક્લાયમેટ ચેન્જની દિશામાં કાર્યરત હોય.
ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને સુરતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈએ તેમની એનજીઓ ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં વર્ષ ૨૦૧૯થી જૂદા જૂદા તબક્કે પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનની નોંધ લેવાય એ ગર્વની બાબત છે. ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પાછલા અનેક વર્ષોથી આંતરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને બાયોડાયવર્સિટીના ક્ષેત્રમાં નક્કર પરિણામો લાવવા આંતરાષ્ટ્રીય મંચો પરથી વિશ્વ આખાને આહ્વાન આપી રહ્યા છે. ત્યારે આપણે ત્યાંનું જ એક રેલવે સ્ટેશન ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન માટે રેકોર્ડ સ્થાપે એ આપણા સૌ માટે ગર્વની વાત છે.
તો સુરત રેલવે સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટર દિનેશ વર્માએ જણાવ્યું હતું, ‘એક સમયે કોઈના ધ્યાનમાં પણ નહોતું આવતું એવું ઉધના સ્ટેશન હવે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક બ્રેન્ડ બની ગયું છે. જેનો તમામ શ્રેય હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને વિરલ દેસાઈને જાય છે.’
ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવેલું છે. તો સ્ટેશન પરિસરમાં જ ચારસો ચકલીઓ સાથેનું સ્પેરોઝોન આવેલું છે. એ સીવાય સ્ટેશન પર પચાસ જેટલા યુનિક પેઈન્ટિંગ્સ અને કેટલાક આંકડા સાથે ગ્રીન ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જેના માધ્યમથી રોજ સોળ હજાર જેટલા લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ મળે છે. એ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનના કેમ્પસમાં જ ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું આ અર્બન ફોરેસ્ટ દેશના શહીદોને સમર્પિત કરીને તેને ‘શહીદ સ્મૃતિ વન’ નામ અપાયું છે.
આઈઆઈએફડીના ઇન્ટીરિયર એક્સીબીશન અરાસા ઔર ફેશન એક્સીબિશન ગાબાનો આરંભ
સુરત: જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇનિંગ દ્વારા શહેરના આંગણે ઇન્ટીરિયર અને ફેશન એક્સિબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી વેસુ જી. ડી.ગોયેંકા રોડ સ્થિત રીગા સ્ટ્રીટ ખાતે આરંભ થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલ અને કોર્પોરેટર રશ્મિ સાબુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી અને પલ્લવી માહેશ્વરી પણ ઉપસ્થિત હતા.
આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી એ જણાવ્યું હતું કે આઈઆઈએફડીની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. જે ફેશન, ઇન્ટીરિયર, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે કોર્સ ચલાવે છે. ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે એઝકીબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટીરિયર ડીઝાઇન ના વિદ્યાર્થીઓએ દસ અલગ અલગ થીમ પર પ્રોડેક્ટ્સ તૈયાર કરી છે જેમને અરાસા પ્રદર્શનીમાં અને ફેશન ડિઝાઇન ના વિદ્યાર્થીઓ 15 અલગ અલગ થીમ પર ગારમેન્ટ્સ ડીઝાઇન કર્યા છે જેમને ગાબા પ્રદર્શની માં મુકવામાં આવ્યા છે. પ્રદર્શની આવતી કાલે પણ સવારે દસ થી રાત્રે દસ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા
સુરત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ વચ્ચે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયે પર્યાવરણ જાગૃતિ અભિયાનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે.
‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અને ક્લાયમેટ ચેન્જ’ મુવમેન્ટના આ એમઓયુ અંતર્ગત આગામી સમયમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને જીપીસીબી સુરત જિલ્લામાં વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ હજારો યુવાનો સુધી પહોંચશે અને તેમને ક્લાયમેટ ચેન્જની વાસ્તવિક્તા વિશે જાગૃત કરશે અને તેમની અંદર પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની નિસ્બત ઊભી કરશે. તો સાથોસાથ આ બંને સંસ્થા દ્વારા વિશાળપાયે વૃક્ષારોપણની મુહિમ ઉપાડીને વિવિધ જગ્યાઓએ દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે.
આ વિશે જીપીસીબી સુરતના રિજનલ ઑફિસર શ્રીમતિ ડૉ. જિજ્ઞાસા ઓઝા દ્વારા જણાવાયું હતું કે, ‘એવું પહેલી વાર બની રહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણને વરેલું અમારું બોર્ડ આવી ઝૂંબેશ સાથે સંકળાયું છે. પ્રદૂષણ નિયંત્રણ એ અમારી પ્રાથમિકતા છે અને એવા સમયે જાગૃતિ અભિયાન અને વૃક્ષારોપણની દિશામાં વધુ પ્રબળતાની કામ કરવું અમારે માટે આનંદ અને ગર્વની બાબત છે.’
તો ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું કે, ‘જીપીસીબી જેવી મહત્ત્વની સંસ્થા સાથે જોડાઈને પર્યાવરણ સંરક્ષણની દિશામાં કામ કરવું અમારે માટે ગર્વની બાબત છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુવમેન્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જ માત્ર સુરત જિલ્લામાં જ નહીં, પરંતુ ગુજરાતભરના યુવાનો સુધી પહોંચશે અને એ ચળવળને આધારે આપણે સૌ ક્લાયમેટ એક્શનની દિશામાં હકારાત્મક રીતે આગળ વધીશું.’
ઉલ્લેખનીય છે કે આ એમઓયુ અંતર્ગત જીપીસીબી સુરતની નવનિર્મિત ઑફિસને પણ ગ્રીન ઑફિસ તરીકે તૈયાર કરવામાં આવી છે. ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ ક્લાયમેટ એક્શનની થીમ પર તૈયાર થયેલી આ પહેલી મોડલ ઑફિસ રોજ સેંકડો લોકોને પર્યાવરણ સુરક્ષાની દિશામાં પ્રભાવિત કરશે. તો આ બંને સંસ્થા દ્વારા પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે મળીને પાંડેસરામાં ઈન્ડસ્ટ્રીયલ એરિયાનું પહેલું ‘અમૃત વન’ નામનું મિયાવાકી અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરાયું છે.
સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ. પી. સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ
ધો.૧૨ના ૨૯ અને ધો.૧૦ ના ૫૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -૧ ગ્રેડ
ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા
સુરત: સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ધોરણ ૧૨ના ૨૯ અને ધોરણ ૧૦ના ૫૦ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ એવા છે કે જેમને અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૧૨ના ૬૩ વિદ્યાર્થીઓએ એ-૨ અને ૬૭ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ મેળવ્યો છે. દક્ષ ભંડારીએ બીએસટી, એકાઉન્ટ્સ અને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ, કરણદીપ ગિર, અરહમ જૈન અને મુકુંદ કનોડિયાએ બીએસટીમાં ૧૦૦માંથી ૧૦૦, મોહિત તિલવાનીએ અકાઉટ્સમાં ૧૦૦માંથી ૧૦૦, સ્નેહા રાઠી, પ્રિસા ગુપ્તા, મોહિત દિલવાલી અને આયુષી કોટેદેએ ગણિત અને ઇમ્પી વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૧૦ના ૯૭ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ, ૧૦૮ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ અને ૭૩ વિદ્યાર્થીઓએ બી-૨ ગ્રેડ મેળવ્યો છે. શાળાનું ગૌરવ વધારનારા તમામ વિદ્યાર્થીઓએને શાળાના અધ્યક્ષ માવજીભાઈ સવાણી અને ઉપાધ્યક્ષ ધમેન્દ્રભાઈ સવાણીએ હાર્દિક અભિનંદન પાઠવવા સાથે જ ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું
વડોદરા, જુલાઇ, 2022: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે એક લાઇફ ચેન્જિંગ સેશન – લક્ષ્યનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 500થી વધુ સહભાગીઓની ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સેશન અંતર્ગત મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર આકાશ ગૌતમે તેમની વિશિષ્ટ શૈલીથી વિદ્યાર્થીઓને વિવિધ મહત્વપૂર્ણ વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ સરળ પ્રવૃત્તિઓ દ્વારા મનોરંજક રીતે ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓની સાથે-સાથે તેમના માતા-પિતાને પ્રેરણાસભર જાણકારી પ્રદાન કરી હતી. જેથી કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિના માનસ ઉપર સકારાત્મક અસર પેદા કરી શકાય. આકાશ ગૌતમ ભારતના ટોચના મોટિવેશનલ અને એજ્યુકેશન સ્પીકર છે તેમજ નિફ્ટી 50ની 30 કંપનીઓ તેમના જ્ઞાન અને કૌશલ્યો ઉપર વિશ્વાસ કરે છે.
મહત્વપૂર્ણ છે કે આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી તેની કામગીરીની શરૂઆતથી જ કાર્યક્ષમ, આત્મવિશ્વાસથી ભરપૂર અને ઉચ્ચ જ્ઞાન ધરાવતા લીડર્સ તૈયાર કરવા ઉપર કેન્દ્રિત રહી છે. તે 25થી વધુ વૈશ્વિક જોડાણો સાથે વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં હંમેશા અગ્રેસર રહી છે. યુનિવર્સિટી 950થી વધુ કોર્પોરેટ રિક્રુટર્સ, 10,000થી વધુ એલ્યુમનાઇટ નેટવર્ક તેમજ 18થી વધુ ઇન્ડસ્ટ્રી-ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ધરાવે છે.
વધુમાં આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી સમાજને પરત કરવામાં પણ વિશ્વાસ કરે છે. આ અંતર્ગત તેણે આહારદાન નામની એક વિશિષ્ટ પહેલ કરી છે, જેની સમાજ અને તેના વિદ્યાર્થીઓ ઉપર ખૂબજ સકારાત્મક અસરો પેદા કરવામાં મદદ મળી છે. યુનિવર્સિટી આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે માહિતીસભર કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ધરાવે છે.
સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત
સુરતમાં યોજાયેલી સમિટમાં 300 થી વધુ રોકાણકારોએ ભાગ લીધો
સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.
દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેમાં રોકાણ દ્વારા ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા આર્થિક વૃદ્ધિમાં તેમના યોગદાનની સ્વિકૃતિ કરવાના ઉદ્દેશ્ય સાથે થોડાં સમય પહેલાં યુનિસિન્ક એન્જલ્સ દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ સમીટ – સુરત 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ ઇન્વેસ્ટિંગ સિમ્પલિફાઇડ થીમ આધારિત આ સમીટમાં 300થી વધુ એન્જલ ઇન્વેસ્ટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં આવિષ્કાર ગ્રૂપના સ્થાપક અને ચેરમેન વિનિત રાયે છેલ્લાં 20 વર્ષમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાના તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. આવિષ્કાર 1 અબજ યુએસ ડોલરથી વધુની એસેટને મેનેજ કરે છે અને તે રોકાણ ઉપર સકારાત્મક અસરો પેદા કરવા ઉપર કેન્દ્રિત છે.
આ પ્રસંગે યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક કશ્યપ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવું માત્ર સંપત્તિ સર્જનનો જ ઉદ્દેશ્ય નહીં, પરંતુ ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરવાથી સમાજ ઉપર પણ એકંદરે સકારાત્મક અસરો પેદા કરી શકાય છે.
યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક સીએ મયંક દેસાઇએ પરંપરાગત એસેટ ક્લાસ જેમકે રિયલ એસ્ટેટથી ન્યુ-એજ એસેટ ક્લાસ તરફ રોકાણકારોના બદલાતા અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં તથા રોકાણના ઉત્તમ વિકલ્પ અને ઇકોસિસ્ટમની રચનામાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા વર્ણવી હતી.
ઉલ્લેખનીય છે કે યુનિસિન્ક એન્જલ્સ એક વૈશ્વિક એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેની સાથે 25 જેટલાં સીએ અને મેન્ટર્સ જોડાયા છે, જે સ્ટાર્ટ-અપ્સને વૃદ્ધિ માટે જરૂરી કેપિટલ અને કનેક્ટ પણ આપશે. યુનિસિન્ક એન્જલ્સ દેશના 40 જેટલા ટિયર 2 અને 3 શહેરો માં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ની રચના કરશે અને યુનિસિન્ક એન્જલ્સની 1000 કરોડનું ફંડ એકત્ર કરવાની ભવિષ્યની યોજના છે.
વધુ વિગત માટે વેબસાઈટ પર માહિતી મેળવો: https://unisyncangels.com/
ઇલેક્ટ્રિક વેહિકલના સર્વિસ અને રીપેરીંગ માટેના નેટવર્ક સાથે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શોરૂમની શરૂઆત
શો રૂમની શરૂઆત પહેલાં મેકેનિકોને કંપની દ્વારા અપાઈ ટ્રેનીંગ
મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશે
સુરત: ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાત માં પણ સુરત અવ્વલ છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને વાહનની સર્વિસ અને રીપેરીંગ માટે અવગડતા નહીં પડે તે માટે દેશમાં સૌ પ્રથમ વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ વિચાર્યું છે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણ સાથે વાની મોટો દેશની એક માત્ર એવી કંપની છે કે જેને ઇલેક્ટ્રિક વાહન ધારકો માટે શહેરોમાં સર્વિસ અને રીપેરીંગ સેન્ટર નેટવર્ક પ્રસ્થાપિત કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. સુરત ખાતે કંપનીના શો રૂમની શરૂઆત પહેલાં જ આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે માટે મેકેનિક અને ગેરેજ સંચાલકો ને એક વિશેષ ટ્રેનીંગ પણ આપવામાં આવી છે. આવા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર સર્વિસ કે રીપેરીંગ માટે જ નથી જોડ્યા પણ વાહનોના વેચાણ સાથે પણ તેમને જોડીને કમાણીની તક કંપની દ્વારા આપવામાં આવી રહી છે.
આ અંગે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ ના ડાઈરેક્ટર જેનીશ શાહ એ જણાવ્યું હતું કે દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. અનેક કંપનીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. જોકે મોટાભાગની કંપનીઓને માત્ર વાહનોનુઁ વેચાણ કેવી રેતી વધે તેમાંજ રસ છે. પરિણામે લોકો વાહન ખરીદી કર્યા બાદ સર્વિસ માટે કે પછી વાહન બગડ્યા બાદ રીપેરીંગ માટે આમ તેમ ધક્કા ખાતા જોવા મળે છે. આવી કંપનીઓના એકાદ સર્વિસ સેન્ટર હોવાના કારણે વાહનો સમય સર રિપેર થઈ શકતા ન હોવાના કારણે વાહન માલીકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પોતાના ગ્રાહકોને આવી કોઈ અવગળતા નહીં પડે અને દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોની સર્વિસ થઈ શકે અને રીપેરીંગ પણ થઈ શકે તે દિશામાં વિચાર્યું છે. કંપની દ્વારા તેમની કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની સર્વિસ અને રીપેરીંગ માટે શહેરોમાં શો રૂમ શરૂ કરતાં પહેલાં જ આખું સુ વ્યવસ્થિત નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ કંપની દ્વારા સુરતમાં શો રૂમની શરૂઆત કરતા પહેલા આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. કંપની દ્વારા શહેરમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનું રીપેરીંગ કરતા મેકેનિક અને ગેરેજ સંચાલકોનો સંપર્ક સાધી તેમને કંપની સાથે જોડવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો કેવી રીતે રિપેર કરવા અને સર્વિસ કરવા તે માટે કંપની દ્વારા તમામને ટ્રેનીંગ પણ આપવામાં આવી. જેથી કરીને કોઈ પણ વાહન ચાલકનું વાહન જ્યાં બગડે તે જ વિસ્તારમાં તેની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. વધુમાં જેનીશ શાહ એ જણાવ્યું હતું કે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર વાહનોના સર્વિસ અને રીપેરીંગ નું જ કામ નહીં આપવામાં આવશે પણ તેમને કંપનીના એજન્ટ તરીકે પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. એટલે કે તેઓ વાની મોટો ના ટુ વ્હીલર કે થ્રી વ્હીલર વાહનનું વેચાણ કરીને પણ કમાણી કરી શકશે.
સવાણી પરિવાર દ્વારા સામાજિક ક્રાંતિની અનોખી પહેલ
-પુત્રવધુએ સાસુમાનાં અગ્નિસંસ્કાર કર્યા તો દેરાણીએ જેઠાણીને લિવરનું દાન કર્યુ
-સાસુમાને અગ્નિદાહ આપ્યા બાદ પુત્રવધુ ધ્રુસકે ધ્રુસકે રડી પડી
-પરિવારે ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો
– સવાણી પરિવાર દ્વારા ઓર્ગન ડોનેશન માટે ૫૦ હજારથી વધુ સંકલ્પો લેવડાવાશે
સુરત: સાસુ-વહુ, દેરાણી-જેઠાણી આ સંબધો યાદ કરો એટલે મોટાભાગે દ્વેષ, કલેશ અને કકળાટનો કર્કશ ધ્વનિ સાંભળવા મળે. પણ દરેક જગ્યાએ આ વાત સાચી નથી પડતી. સુરતના સેવા અને સામાજિક ક્રાંતિમાં અગ્રેસર રહેતા સવાણી પરિવારે આ બંને સંબંધોમાં એક નવો જ આયામ રચ્યો છે. સામાજીક પ્રસંગોમાં સમાજને નવી રાહ ચીંધતો પરિવાર દુઃખદ ઘડીએ પણ સમાજને નવી રાહ ચીંધવાનું ભૂલ્યો નથી.
ઘટના કંઈક આવી છે, સવાણી પરિવારના માવજીભાઈ સવાણી (એલ. પી. સવાણી ગ્રુપ) ના ધર્મપત્ની શ્રીમતી વસનબેન સવાણીનું તા- 24મી જૂન જેઠ વદ અગિયારસ ને શુક્રવાર અવસાન થયુ હતું. આમ તો સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે પુત્રને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જો કે સામાજિક પરિવર્તનના પવનના કારણે હવે ઘણીવાર દીકરીઓ પણ અગ્નિસંસ્કાર કરતી જોવા મળે છે. પરંતુ ક્યારેય કોઈ પુત્રવધુએ સાસુના અગ્નિસંસ્કાર કર્યા હોય એવું સાંભળ્યું છે? આ કલ્પનાતીત વાત સવાણી પરિવારમાં હકીકત બની છે. સ્વ. શ્રીમતી વસનબેન માવજીભાઈ સવાણીની છેલ્લા ઘણા દિવસોથી અવિરત સેવા કરનાર તેમની પુત્રવધુ પૂર્વી ધર્મેન્દ્રભાઈ સવાણી છેક સ્મશાન સુધી પહોંચ્યા હતા અને ત્યાં સાસુમાની તમામ વિધીમાં પુત્ર સમાન ભાગ લીધો હતો અને અગ્નિદાહ પણ આપ્યો હતો. સાસુમાને અગ્નિદાહ આપતી વેળા પૂર્વીબેન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા હતા. સવાણી પરિવારે પુત્રવધુને પુત્રનો હક આપીને સામાજિક ક્રાંતિની મિસાલ કાયમ કરી છે. માત્ર વાત નહિ પણ વર્તન દ્વારા આવા સદવિચારોના ભેખધારી સવાણી પરિવાર લોહીના સંબંધ નથી એ પણ નિભાવી જાણે છે. વાત અહીં પુરી નથી થતી. વસનબેનના મૃત્યુના થોડા સમય અગાઉ ભૂતકાળમાં જઈએ તો
વસનબેન માવજીભાઈ સવાણીનું “લીવર” ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોવાથી ઘણા સમયથી અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી. ત્યારે દ્વેષ અને વેરના સંબંધમાં અવ્વલ કહેવાતા દેરાણી જેઠાણીના સંબંધનું એક લાગણીશીલ પ્રકરણ અહીં રચાયું હતું. જેઠાણી વસનબેનનો જીવ બચવવા માટે તેમના દેરાણી શોભાબેન હિમ્મતભાઈ સવાણીએ તેમનું પેટ ચીરીને તેમનો જીવ જોખમમાં મૂકીને “લીવર”નું દાન કર્યું હતું. ડોક્ટરો તથા પરિવારના તમામ લોકો યથાગ પ્રયત્ન કર્યા પરંતુ આપણે જાણીએ છીએ કે ઈશ્વરની શક્તિ સામે આપણું ધાર્યું થતું નથી. પરંતુ આ ઘટના સમાજમાં દેરાણી-જેઠાણીના નવા અને મીઠા સંબધો સ્થપિત કરી ગઈ. બીજી મહત્વની વાત એ પણ છે કે વસનબેનના અગ્નિસંસ્કારમાં લાકડાની જગ્યાએ ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરી પર્યાવરણનું પણ જતન કરાયું હતું.
આમ તો ઘણા વર્ષોથી સવાણી પરિવાર શૈક્ષણિક, હોસ્પિટલ તેમજ સામાજીક કાર્યોમાં અગ્રેસર રહેતા આવ્યા છે. એલ.પી.સવાણી ગ્રુપ, પી.પી.સવાણી ગ્રુપ જેવી અનેક સંસ્થાઓ થકી આજે પણ સવાણી પરિવાર સામજિક કાર્યો કરે છે.
સવાણી પરિવારના પૂર્વજો થકી આવનાર નવી પેઢીમાં પણ આવા સંસ્કરોનું સિંચન અવિરત પણે થઇ રહ્યું છે.
ધર્મેન્દ્રભાઈ માવજીભાઈ સવાણીએ જણાવ્યું હતું કે તેમના માતા વસનબેન સવાણી ને “લીવર” મેળવવા માટે જે મુશ્કેલી પડી હતી તે સમાજના લોકો માટે મુશ્કેલી કેમ હલ કરી શકાય તેની પહેલ હાથ ધરવા વધુ પ્રયત્ન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરશે.
ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ
અમદાવાદ: ભારતીય ગ્રાહકો વચ્ચે વાઘ બકરી ટી સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ બની છે. દેશમાં પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત વાઘ બકરી ટી ગ્રૂપને ટીઆરએ રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022માં ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે.
ટીઆરએ રિસર્ચના તાજેતરના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022 માટે દેશભરમાં 16 શહેરોમાં સિન્ડિકેટેડ કન્ઝ્યુમર-ઇન્ફ્લ્યુઅન્સર મારફતે અભ્યાસ હાથ ધરાયો હતો. તેમાં હજારો સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય ટી બ્રાન્ડ્સમાં ભારતીય ગ્રાહકોએ વાઘ બકરી ટીને સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે મત આપ્યો હતો.
ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે ઓળખાવવું અમારા માટે ખૂબજ ગૌરવની વાત છે, તેમ વાઘ બકરી ટી ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર રસેશ દેસાઇએ જણાવ્યું હતું. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને બેજોડ ગુણવત્તા ધરાવતી ચીજો પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. આ ઓળખ અમારી ચાર પેઢીના કાર્યોને સ્વિકૃતિ આપે છે તેમજ અમને વધુ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અમારી નિષ્ણાંતોની ટીમ સારા પેકેજિંગ ડિઝાઇન તથા ઉત્તમ મૂલ્યો સમર્થિત ઇનોવેશનના ઉચ્ચ સ્તરો સાથે વિશ્વભરના અમારા ગ્રાહકોને સંતુષ્ટિ પ્રદાન કરવાના અમારા મીશનને આગળ ધપાવશે.
ભારત અને 50થી વધુ દેશોમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અગ્રણી વાઘ બકરી ટી ગ્રૂપ વર્ષ 1892થી ભારતમાં ચાના વ્યવસાયમાં ઉપસ્થિતિ ધરાવે છે. આ ગ્રૂપ ભારતમાં અગ્રણી પેકેજ્ડ ટી કંપનીઓ પૈકીનું એક છે તથા રૂ. 1800 કરોડથી વધુ ટર્નઓવર અને 45 મિલિયન કિલોથી વધુ ચાનું વિતરણ કરે છે.
ગ્રૂપ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને ચંદીગઢ, હૈદરાબાદ, છત્તિસગઢ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે તથા તાજેતરમાં તેણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પ્રવેશ કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વ્યવસાયિક ચર્ચા અથવા પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાનું પરફેક્ટ ડેસ્ટિનેશન વાઘ બકરી ટી લાઉન્જ દ્વારા ગ્રૂપે લાખો ભારતીયોના જીવનમાં આનંદ અને તાજલી લાવવાના તેના વારસાને પણ વધુ મજબૂત કરી રહ્યું છે. હાલમાં અમે દેશભરમાં 15 લાઉન્જ ધરાવીએ છીએ તથા ટૂંક સમયમાં તેમાં ઉમેરો કરાશે.
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી
સુરતઃ બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં.
આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે, અવધ ગ્રૂપ એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકેની ઓળખ ધરાવે છે. પરિવારના તમામ સદસ્યોની જરૂરિયાતને પૂર્ણ કરતી સુવિધાઓ અને કાર્યક્રમ મારફતે કેવી રીતે ફેમિલિ ટાઇમને મહત્વતા આપવી તે ક્લબની આગવી વિશેશતા છે. ઘણાં સમર્પિત યુટોપિયન્સ વહેલી સવારથી જ યોગની ઉજવણીમાં સામેલ થયાં હતાં જે ખૂબજ પ્રોત્સાહક હતું. આ કાર્યક્રમ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હતો.
છેલ્લાં બે વર્ષથી કોવિડ-19ને કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઓને રદ કરાઇ હતી, પરંતુ આ વર્ષે અવધ યુટોપિયાએ બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાને આમંત્રિત કરીને તેની પૂર્વ ઉજવણી કરી છે.
અવધ યુટોપિયાના ડાયરેક્ટર પ્રતિક ઉંધાડે જણાવ્યું હતું કે, મલાઇકા અરોરા વાઇબ્રન્ટ અને સ્વ-મહેનતથી સ્ટાર બન્યાં છે કે જેઓ હંમેશાથી ફીટનેસને પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. તેઓ યોગ દ્વારા વેલનેશનું મહત્વ દર્શાવતા રહ્યા છે, જે વ્યક્તિના મન, શરીર અને આત્મા માટે ખૂબજ આવશ્યક છે. સકારાત્મક જીવનશૈલીની ઉજવણી કરવાના યુટોપિયા બ્રાન્ડના ખ્યાલ સાથે તે એકદમ સુસંગત છે. આ પહેલાં અમે યુટોપિયા ક્રિકેટ લીગ, બાળકો માટે સમર કેમ્પ તથા યોગ દિવસની ઉજવણી જેવાં ઘણાં કાર્યક્રમો યોજ્યાં છે. યુટોપિયા પારિવારિક અને સામુદાયિક જોડાણમાં વિશ્વાસ રાખે છે.
તાજેતરમાં અવધ યુટોપિયાએ પ્રતિભાશાળી કમ્પોઝર અને સિંગર અમિત ત્રિવેદીના મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કર્યું હતું, જેમાં 15,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ અગાઉ ક્લબે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
વાપી અને સુરતમાં ઉપસ્થિતિ ધરાવતી અવધ યુટોપિયા મેમ્બર-ઓન્લી લાઇફસ્ટાઇલ ક્લબ છે, જે તેના સદસ્યોના આરામ અને મનોરંજક પ્રવૃત્તિઓ માટેનું વન-સ્ટોપ-સોલ્યુશન છે. અવધ યુટોપિયા વાપી ને વર્ષ 2016માં તથા અવધ યુટોપિયા સુરતને વર્ષ 2018માં લોંચ કરાયું હતું. આ બંન્ને ક્લબ ઉત્કૃષ્ટ સેવાઓ, હોસ્પિટાલિટી, આરામદાયક રહેઠાણ તેમજ ફૂડ એન્ડ બેવરેજ સુવિધાઓ ઓફર કરે છે. અવધ યુટોપિયા તેની ત્રીજી ક્લબ અવધ યુટોપિયા પ્લસ, વાપી ડિસેમ્બર 2022 માં શરૂ કરશે.
અવધ યુટોપિયા લાઇફસ્ટાઇલ ક્લબ ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, મૂવી થિયેટર, સ્પા, સ્વિમિંગ પુલ, ભવ્ય ભોજન સમારંભ સ્થળો, રેસ્ટોરન્ટ્સ અને આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ રૂમ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. સમાન વિચારધારા ધરાવતા લોકોનો સમુદાય બનાવવા માટે, યુટોપિયાના સભ્યોને પ્રેમથી યુટોપિયન તરીકે સંબોધવામાં આવે છે.