Posts by: Abhay Times

આપણી સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન પ્રક્રિયા ખરા અર્થમાં મેક ઈન ઈન્ડિયા પ્રયાસ છેઃ ઉબૈદ અઝીઝ બારુદગર

 

આ મેક ઈન ઈન્ડિયા પહેલ બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયાએ મહારાષ્ટ્રના કરજતમાં સ્થાપિત કરેલું એકમ ખરા અર્થમાં આપણા સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે

મિડિયા સાથે વાત કરતાં બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા પ્રા. લિ.ના ડાયરેક્ટર ઉબૈદ અઝીઝ બારુદગરે ગૌરવપૂર્વક જાહેર કર્યું કે તેઓ ભારતમાં આ ટેકનોલોજી લાવવામાં આગેવાન છે. અમારી નવીનતમ રોબોટિક ટેકનોલોજી ઉપયોગ કરનારી પ્રથમ ઈંટ ઉત્પાદન કંપની છે, જે ફેક્ટરી અમે કરજતમાં સ્થાપી છે. આ પર્યાવરણ અનુકૂળ ઈંટોએ નવા યુગના વિકાસનો માર્ગ બતાવ્યો છે. ઈંટો નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવી રહી હોઈ તે પર્યાવરણ અનુકૂળ છે, એમ જાહેર કરતાં તેમણે ઉમેર્યું કે ભારતમાં પહેલી વાર અમે રજૂ કરેલી આ ટેકનોલોજી સાથે પર્યાવરણને કોઈ હાનિ થતી નથી.

ત્રણ દાયકાનો અનુભવન અને 1 મિલિયનથી વધુ ચોરસફૂટ બાંધકામ કરરનારા ગેલેક્સી ગ્રુપનો હિસ્સો બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા, બીબીઆઈ પ્રા. લિ.ની રચના મેક ઈન ઈન્ડિયાની સરકારની પહેલ હેઠળ ભારતમાં સૌથી વિશાળ સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન કંપની બનવા માટે ઝડપથી વૃદ્ધિ કરવાના ધ્યેય સાથે 14મી ડિસેમ્બર, 2014ના રોજ રચવામાં આવી હતી. આ એરમ ડોલવલી ખાતે ખોપોલી નજીક 10 એકર જગ્યામાં છે, જે દિવસના આશે 50,000 ઈંટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

ડાયરેક્ટર દીપક નાઈકે મિડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું કે કાચા માલોની પસંદગીથી ટેકનોલોજી અને ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રક્રિયા સુધી ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરાતી નથી. આ ત્રણ અલગ અલગ આકારમાં બનાવવામાં આવતી વાસ્તવિક સ્થાપત્યવિષયક આકારની ઈંટો છે, જે બિન- પ્રદૂષિત, પર્યાવરણ અનુકૂળ, એકધાર્યો આકાર અને કદ ધરાવે છે. રોબોટિક કોમ્પ્રેશનનું આ પરિણામ છે અને તે ઉચ્ચ કક્ષાની નૈસર્ગિક માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાય છે.

બિલ્ડિંગ બ્લોક્સ જર્મન ઓટોમેટેડ પ્રોસેસ ટેકનોલોજી અને જાપાનીઝ રોબોટિક કોમ્પ્રેશન પ્રોડકશન લોજિક કંટ્રોલ (પીએલસી), વીએફએક્સ- બ્રિક્સ ફોર્મેશન રોબોટિક કોમ્પ્રેશન  સાથેના મશીનો પર ઉત્પાદન કરાય છે. વિવિધ પ્રક્રિયાને લીધે ઈંટોની રચનામાં 0 ટકા બગાડ થાયછે. હાથ ધરવા દરમિયાન તે તૂટતી નથી. તે કાર્યક્ષમ રીતે સાઉન્ડ પ્રૂફ છે, થર્મલ કંડક્ટિવિટીને લીધે 20 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમ છે, જેને લીધે નિયમિત ઈંટોની તુલનામાં એકંદરે 35 ટકા બચત થાય છે.

નૈસર્ગિક ઉચ્ચ કક્ષાની માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાતી નવા યુગની ઈંટો બહારી સાથે ભીતરની દીવાલોને પણ ડિઝાઈનની વરાઈટીના ઉત્તમ અનુભવ આપે છે, જે જંત અને અગ્નિ પ્રતિરોધક, હવામાન અને સિસ્મિક પ્રતિરોધક છે, જેને લીધે બહાર અને અંદર ઉપયોગ માટે ઉત્તમ કક્ષાની ઈંટ છે.

હાથથી બનાવવામાં આવતી ઈંટના વેન્ડરોને હવે સુપ્રીમ કોર્ટે બંધી કરી છે. વૈશ્વિક પર્યાવરણ અને પ્રદૂષણ માટે તે જરૂરી છે. ઈંટ બનાવવાની જૂની રીતમાં અનેક આરોગ્યનાં જોખમો છે, એમ બારુદગરે જણાવ્યું હતું. અમારી ભારતમાં રોબોટિક ઈંટો બનાવતી પ્રથમ ફેકટરી છે. દરેક ઈંટો સેંકડો ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણો હેઠળ પસાર થાય છે, જેમ કે, શક્તિ, સખતપણાની પરીક્ષા, આકાર, કદ અને રંગનું પરીક્ષણ, મજબૂતીનું પરીક્ષણ, એમ બારુદગરે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ પર ભાર આપતાં જણાવ્યું હતું.www.buildingbricksindia.com

દુબઇની ઇન્વેસ્ટમેન્ટ ઓફિસના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ અને CTEXએ સૌપ્રથમ બ્લોક ચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરી

 

ક્રિપ્ટો ટેક્સએ વિશ્વમા સૌપ્રથમ બ્લોકચેઇન-ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરવા  દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ  સાથે ભાગીદારી કરી

વિશ્વનું સૌપ્રથમ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરવા દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ CTEXમાં રોકાણ કરવાની ખાતરી આપી

સુરત: દુબઇની પ્રાયવેટ ઓફિસના માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ બ્લોકચેઇન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વિશ્વના સૌપ્રથમ બ્લોકચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે ક્રિપ્ટો ટેક્સ (CTEX) ટોકન સાથે ભાગીદારી કરી છે.

CTEXએ ઉભરતા બજારોનો લાભ ઉઠાવવા અને વિશ્વની અન્ય તકોને ઝડપી લેવા માટે માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ દ્વારા સ્થાપવામં આવેલી પ્રાયવેટ ઓફિસ પાસેથી રોકાણની બાંયધરી પ્રાપ્ત કરી લીધી છે.

અદ્યતન ક્રિપ્ટોગ્રાફીક ટેકનોલોજીનો ઉપયોગ કરતા, CRYPTO TEXએ એવા ટ્રેડિંગ પ્લેટફોર્મની રચના કરી છે જ્યાં બાયર્સ અને સેલર્સ (ખરીદનાર અને વેચનાર) શાંતિથી વ્યવહારો કરી શકે છે. ડિજીટલ આર્બિટ્રેજ સિસ્ટમની શક્યતાઓ પરાંત આ એસેટ પ્લેટફોર્મ અનેક ઝડપી અને અત્યંત સ્વીકાર્ય પ્લેટફોર્મ્સમાંનું એક છે.

તમામ કંપનીના કર્મચારીઓની વ્યક્તિગત અને વ્યવસાયિક એસેટ્સને એક બ્લોકચેઇન ઇકોસિસ્ટમમાં એકીકૃત કરવાનો અંતિમ ધ્યેય છે. તે કંપનીને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર બનાવે છે. CRYPTO TEX વપરાશકર્તા-લક્ષી, સુરક્ષિત અને કાર્યક્ષમ બ્લોકચેન-આધારિત ક્રિપ્ટો સોલ્યુશન્સ ઓફર કરે છે.

“ક્રિપ્ટો ટેક્સે બ્લોકચેઇન સીટેક્સ સ્કેન લોન્ચ કર્યું છે, જે ડિસેન્ટ્રલાઇઝ્ડ અને સેન્ટ્રલાઇઝ્ડ (વિકેન્દ્રિત અને કેન્દ્રીયકૃત) ઉકેલો વચ્ચેના આંતર-જોડાણને ધીમે ધીમે અમલમાં મૂકીને આર્થિક અને ટેકનોલોજીકલ ચિંતાઓને ઉકેલે છે,” એમ CTEXના પ્રવક્તાએ જણાવ્યું હતું. “Ctex સ્કેન સોલ્યુશન ખર્ચ-અસરકારક અને સમજવા માટે સરળ છે, અને તે જોખમોને ટાળીને ડિજિટલ એસેટ માલિકોના વિશાળ અને વિસ્તરતા પૂલના લક્ષ્યાંકિત નિષ્ક્રિય લાભ ઉપાર્જનને પહોંચી વળવા સક્ષમ છે.” દરેક વ્યક્તિ, આર્થિક અથવા ટેકનોલોજીકલ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, ડિજિટલ એસેટ માર્કેટની ભાવિ પેઢીમાં ભાગ લઈ શકે છે.”

Ctex સ્કેન ઇનોવેશન સૌથી સુરક્ષિત, માપી શકાય તેવા અને ખર્ચ-અસરકારક બ્લોકચેઇન અને ક્રિપ્ટો પ્રોજેક્ટ્સનો ઉપયોગ કરીને એક અનન્ય ઇકોસિસ્ટમના નિર્માણમાંથી પ્રાપ્ત થાય છે. Ctex Scan એ બ્લોકચેન છે જે વ્યવહારની ગતિ અને સિક્યોરિટી, તેમજ નોંધપાત્ર સ્કેલેબિલીટી બંને આપીને બ્લોકચેઇન કોન્ડ્રમને ઉકેલી શકે છે.

વધુ વિગતો માટે:

તમે www.ctextoken.io પર અમારી મુલાકાત લઈ શકો છો અથવા અમને info@ctextoken.io પર ઇમેઇલ કરી શકો છો

“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

 

અમદાવાદ: તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે આ કાર્યક્રમમાં બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ ૨૦ જેટલા કલાકારો ગુજરાત પોલીસને સેલ્યુટ કરવા માટે આવી રહ્યા છે. આ કાર્યક્રમ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક, કર્ણાવતી ક્લબ તથા કલ્ચર અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત અને હોમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાતના સપોર્ટ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ૩૬ જિલ્લાઓ અને ૪ પોલીસ કમિશ્નરેટને આવરી લેવામાં આવ્યા છે. તથા દરેક જિલ્લામાંથી જે પોલીસ અધિકારીઓએ સારી કામગીરી કરી હોય તેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પોલીસ તરફથી કમિટિના ચેરમેન તરીકે એ. ડી. જી. પી. કાયદો અને વ્યવસ્થા આઈ.પી.એસ. શ્રી નરસિમ્હા કોમર સાહેબ તથા અન્ય કમિટિ મેમ્બર તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, આઈ.પી.એસ. શ્રી પરિક્ષિતા રાઠોડ મેડમ, પોલીસ અધિક્ષકશ્રી, પી.એન્ડ.એમ આઈ.પી.એસ. શ્રી નિરજ બડગુજ્જર સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, કાયદો અને વ્યવસ્થા, આઈ.પી.એસ. શ્રી વિરેન્દ્ર સિંઘ યાદવ સાહેબ, પોલીસ અધિક્ષક અને સ્ટાફ ઓફીસરશ્રી આઈ.પી.એસ. શ્રી જી.જી.જસાણી સાહેબને નીમવામાં આવ્યા છે

ગુજરાતના સ્વિમર આર્યન નહેરા એ સ્વિમિંગ માં સિલ્વર મેડલ જીત્યો

 

-રાજકોટ ખાતે ચાલી રહેલ 36મી નેશનલ ગેમ્સ માં આર્યન નેહરા એ ગુજરાત ને સ્વિમિંગમાં સિલ્વર અપાવ્યો

ગુજરાતમાં રમાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સમાં રાજકોટ ખાતે ચાલી રહેલ સ્વિમિંગની સ્પર્ધામાં ગુજરાતનાં આર્યન નેહરા એ સિલ્વર મેડલ જીત્યો છે. . પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં આર્યને 16:03.14 ના સમય સાથે દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો જ્યારે મધ્ય પ્રદેશના અદ્વેત પેજ એ 15:54.79 સાથે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અનિશ ગૌડાએ 16:05:94 સાથે તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગુજરાત નું ગૌરવ વધારનાર આર્યન નેહરા એ પેરુ માં રમાયેલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ બાદ તરત  ફ્લોરિડા ખાતે  સઘન તાલીમ લીધી હતી. સખત તાલીમ અને મહેનત થી મળેલ સફળતાની ખુશી વિજેતાઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકતી હતી. 

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં મોટિવેશનલ સેમિનાર આપ્યો

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફેકલ્ટીના સાતસો જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મેટિવેશનલ વક્તવ્ય આપ્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન વિરલ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

પોતાના મોટિવેશનલ સેશન દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ ‘મિશન ૨૦૪૭- ઈન્સપાયરિંગ યુથ ફોર અમૃતકાલ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે આઝાદીના અમૃત મહોત્સવ બાદ આઝાદીના સો વર્ષ ઉજવાય એ દરમિયાનની યાત્રામાં યુવાનોનો રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ કેવો હોવો જોઈએ અને યુવાનોની ભૂમિકા શું હોવી જોઈએ એ વિશે સંવાદ સાધ્યો હતો. તેમણે યુવાનોને એમ પણ સલાહ આપી હતી કે તેમણે માત્ર ગ્રેજ્યુએટ્સ કે પ્રોફેશનલ્સ બનવાનું નથી, પરંતુ એક સારા નાગરિક બનીને ઉભરી આવવાનું છે, જેમના આચરણ અને વિઝનમાં પર્યાવરણ સંરક્ષણ પણ અગ્રક્રમે હોય.

આ વિશે વિરલ દેસાઈએ જણાવ્યું હતું, ‘આજના વિદ્યાર્થીઓ આવતીકાલના પુખ્ત નાગરિકો છે અને આ યુવાન નાગરિકોના કાર્યકાળમાં જ આપણો દેશ તેના આઝાદીના સો વર્ષ ઉજવશે. એનો અર્થ એ થયો કે આવનારી પેઢીને આપણે બધી રીતે અત્યંત સજ્જ અને સક્ષમ કરવી પડશે, જેથી આપણો દેશ પર વૈશ્વિક ફલક પર સક્ષમ થાય.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ પોતે પર્યાવરણ પ્રેમી તો છે જ, પરંતુ તેઓ સૌથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન વિજેતા ઉદ્યોગપતિ છે, જેઓ યુવાનો માટે હંમેશાં પ્રેરણા બની રહ્યાં છે.

ઘર જેવા સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ એટલે ‘INSTAFOOD’

 

  • Sheta Exports એ ‘INSTAFOOD’ ની રજૂઆત કરી, જે ભારતીય ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડશે
  • Sheta Exports દ્વારા કરાયું નવપરિવર્તન, ફ્રીઝ ડ્રાઈ કે પ્રિઝવેર્ટિવ નહીં પણ ઇઝી ટુ કૂકની શ્રેણીમાં આવે છે INSTAFOOD
  • અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં લોકોને ભારતીય ભોજનની જરૂરિયાત પૂરી કરાશે
  • દાળ – ભાત, દાળ ઢોકળી, કાજુ કરી, સોજી નો શીરો, રાજમા, સંભાર, દાળ ફ્રાય, પનીર ભુરજી અને ગુજરાતી દાળ જેવી 25થી વધુ વાનગીનો મળશે..

સુરત: વધુ અભ્યાસ માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2024 સુધીમાં 18 લાખ સુધી પહોંચવાની તૈયારી છે, જ્યારે એનઆરઆઇની સંખ્યા 1.3 કરોડથી વધાર છે. ભારતમાં 46.75% વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. તેઓ ઘણી વખત આરોગ્યપ્રદ ભારતીય ખાદ્યચીજોના વિકલ્પોની અછતની સમસ્યાઓનો સામનો કરતા હોય છે અથવા કુકીંગ આવડતું નહિ હોવાને લીધે બહારનું ખાઈ ને તબિયત બગડે છે. આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરવા માટે, Sheta Exports  ‘INSTAFOOD’ લઈને આવ્યું છે, જે ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડે છે જેથી કરીને વિશ્વભરના દરેકને ઘરે બનાવેલા સ્વાદિષ્ટ ઇન્ડિયન ભોજન પ્રાપ્ત થઇ શકે.

જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્થળાંતર (અભ્યાસ અથવા કામગીરી માટે) કરે અથવા કોઈ અન્ય શહેર અથવા દેશમાં મુસાફરી કરવાનું નક્કી કરે ત્યારે તેમના સ્વાસ્થ્ય સાથે ક્યારેય ચેડા ન થાય તેની ખાતરી કરવા માટે ‘INSTAFOOD’ તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને PG અને હોસ્ટેલ માં રહેતા યુવાનો નોકરી માટે એકલા રહેતા વ્યક્તિ માટે આ વરદાન છે. તેઓ દાળ – ભાત, દાળ ઢોકળી, સોજીનો શીરો, રાજમા, સંભાર, કાજુ કરી, દાળ ફ્રાય, પનીર ભુરજી અને ગુજરાતી દાળ જેવી 25થી વધુ વાનગીઓ ઓફર કરે છે. આ રેસિપીઓ એક ભારતીય મહિલા દ્વારા બનાવવામાં આવી છે, એક માતા કે જેમણે વિશિષ્ટ સ્વાદ સાથે સંપૂર્ણ પ્રોડક્ટ બનાવવાની શોધમાં ઘણા વર્ષોનું સંશોધન કર્યું છે.

‘INSTAFOOD’ એક ખૂબ જ પ્રતિસ્પર્ધી કિંમત ધરાવતી પ્રોડક્ટ લાઇન પણ રાખે છે, જેથી વિદ્યાર્થીઓ કિચન સેટઅપ વગર અને કોઈપણ કુકિંગ સ્કીલની જરૂર વગર તેમના બજેટને વધાર્યા વિના આરોગ્યપ્રદ ભોજન જમી શકે છે. ‘INSTAFOOD’ માં કોઈ પણ પ્રકારના કલરો અથવા પ્રિઝર્વેટિવ્સ નથી અને તેની શેલ્ફ લાઇફ 14 મહિના છે.  ‘INSTAFOOD’ નેચરલ સોંરેસીસ થી ડ્રાય ફોર્મમાં લાવામાં આવે છે, આ પ્રક્રિયા એવી પણ ખાતરી આપે છે કે ખોરાક સલામત હોવાની સાથે સાથે તેનો મૂળ સ્વાદ, સ્વરૂપ અને પોષક મૂલ્ય જાળવી રહે, આ બધા પરિબળો છે જે તેને અન્ય રેડી-ટુ-ઈટ બ્રાન્ડ્સથી અલગ બનાવે છે. આ પ્રોડક્ટસ નો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી ને તેને ઝીપ લોક સુવિધા થી બંધ કરી ને તેનો પુનઃ ઉપયોગ કરવા માટે કરી શકાય છે. આ વિચાર એવી પ્રક્રિયાને દર્શાવે છે જેમાં બ્રાન્ડ્સની ઓફરોને ટેકવે માટે વ્યવહારુ વિકલ્પ બનાવવા માટે અમલમાં મૂકવામાં આવી છે.

અમારી પ્રોડક્ટોને Amazon, flipkart, Shopinstafood.com અને +૯૧૯૦૮૧૬૯૫૦૦૦ નંબર પર Whatsapp દ્વારા પણ ઓર્ડર કરી શકાય છે. અમારી પ્રોડક્ટો અને સેવાઓ વિશે વધુ જાણવા માટે વેબસાઇટ https://www.shopinstafood.com/  ની મુલાકાત લો. Amazon, flipkart, indiamart, Tradeindia પર પણ ઉપલબ્ધ છે

અમૃતકાલના પ્રકલ્પ સાથે ગ્રીનમેન વિરલ દેસાઈ ઉજવી રહ્યા છે ‘ટ્રી ગણેશા’

 

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ‘ટ્રી ગણેશા’ નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, જે મહોત્સવના કેન્દ્રમાં ગણેશજીની ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ મુખ્યત્વે હોય છે. એ અંતર્ગત આ વર્ષે વિરલ દેસાઈએ ‘અમૃતકાલ’ના પ્રકલ્પ સાથે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ પર ‘ટ્રી ગણેશા’નું આયોજન કર્યું છે.

‘ટ્રી ગણેશા’ના આ આયોજનમાં ગુજરાતનું વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુરત પણ સત્તાવાર રીતે સંકળાયેલા છે. તેમના આ પ્રકલ્પ વિશે તેમણે જણાવ્યું હતું કે, ‘અમૃતકાલ એટલે કે મિશન 2047નો પ્રકલ્પ લેવાનું મુખ્ય કારણ એ છે કે જેમ આઝાદીના 75મા વર્ષે આપણી આગલી પેઢીના અથાક પ્રયત્નોથી આપણને એક સુંદર અને સશક્ત ભારતની ભેટ મળી છે એમ 2047મા દેશ સો વર્ષનો‌ થશે ત્યારે આપણા અથાક પ્રયત્નોથી આપણે આપણી આવનારી પેઢીને સ્વચ્છ અને સશક્ત પર્યાવરણની ભેટ આપવાની છે. એ માટે આપણે સૌએ સજ્જ અને સજાગ થવું પડશે અને એ સજાગતા માટે જાગૃતિ આવે એ માટે જ અમે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ રાખી છે.’

ઉલ્લેખનીય છે કે સુરતભરની અનેક સ્કૂલો અને કૉલેજો ‘ટ્રી ગણેશા’ની મુલાકાત લઈ રહી છે અને વિદ્યાર્થીઓ ‘પર્યાવરણ સેનાની’ બનીને ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણ‌ માટે સજ્જ થઈ રહ્યાં છે. આ‌ ગણેશ મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૃક્ષોના રોપાનું વિતરણ થઈ રહ્યું છે તેમજ આખા વર્ષ દરમિયાન વિવિધ શાળાઓ અને કૉલેજોમાં  ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ’ અંતર્ગત જાગૃતિ અભિયાનો ચલાવાશે. તેમજ અનેક અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરવામાં આવશે.

રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ને ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે.

 

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.

દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે "ફિલ્મ શો" માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે.

રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શો (ચેલો શો)નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી. દિગ્દર્શક પાન નલિનની સફળતાની જર્નીમાં એવૉર્ડ વિનીંગ ફિલ્મો સમસારા,વેલી ઓફ ફ્લાવર્સ અને એંગ્રી ઈન્ડિયન ગોડેસીસનો સમાવેશ થાય છે, જેને ફિલ્મ ફેસ્ટિવલ્સ અને પ્રેક્ષકો બંને થકી પ્રસંશા મેળવી છે. તેઓને તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા તેની પ્રતિષ્ઠિત ડિરેક્ટર્સ બ્રાન્ચમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર કહે છે, “અમે પાન નલિન અને ધીર મોમાયા સાથે આ આકર્ષક જોડાણ શરૂ કરવા માટે અતિ ઉત્સાહિત છીએ, ભારતીય પ્રેક્ષકોને એક અદ્દભુત ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) પ્રસ્તુત કરતા અમને આનંદ થાય છે આ ફિલ્મ ચોક્કસથી સિનેમાના જાદુ અને અજાયબીને સેલિબ્રેટ કરે છે. આ ફિલ્મને રિલીઝ કરવા માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં જ્યારે વિશ્વભરમાં સિનેમા-જગત મહામારીના કારણે વિક્ષેપિત થઈ ગયું છે અને પ્રેક્ષકોને એ યાદ અપાવવાની જરૂર છે કે તેઓ કેવી રીતે અંધકારમય સિનેમા હોલમાં પ્રથમ વખત એક ફિલ્મ જોવાના અનુભવના પ્રેમમાં પડ્યા હતા. આ ગર્વની વાત છે કે કલાનું આટલું શક્તિશાળી કાર્ય ભારતમાંથી બહાર આવ્યું છે અને અમને ખાતરી છે કે સમગ્ર વિશ્વની જેમ ભારતના પ્રેક્ષકો પણ આ ફિલ્મના પ્રેમમાં પડશે.”

દિગ્દર્શક પાન નલિને વધુમાં જણાવ્યું, “અમે આ ફિલ્મમાં એવા નિર્માતા સાથે કામ કરવા માટે રોમાંચિત છીએ કે જેની હું ખરેખર પ્રશંસા કરું છું, સિદ્ધાર્થ રોય કપૂર. તેઓએ મનોરંજક સિનેમા બનાવવા માટે તેમનો જુસ્સો અને ઝંખના સાબિત કરી છે, અને તેમની સહાયથી, અમે ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) દ્વારા ભારતીય દર્શકોનું મનોરંજન કરવા આતુર છીએ. અમારી ફિલ્મને વિશ્વભરના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, અને રોય કપૂર ફિલ્મ્સના સમર્થન સાથે, અમે તેને મારા હોમ સ્ટેટ ગુજરાત અને બાકીના ભારતમાં સારી રીતે રિલીઝ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું એ વાતથી પણ ઉત્સાહિત છું કે ભારતની રિલીઝ યુએસએ, ઇટલી અને જાપાનમાં તેની થિયેટર રિલીઝ સાથે એકરુપ થશે.”

જુગાડ મોશન પિક્ચર્સના નિર્માતા ધીર મોમાયા કહે છે, “છેલ્લા કેટલાક મહિનાઓમાં, મને ફિલ્મ જોતી વખતે સિનેમા હોલમાં હસતા, રડતા, સીટી વગાડતા અને તાળી પાડતા ભારતીય અને આંતરરાષ્ટ્રીય દર્શકોને જોવાનો લહાવો મળ્યો છે. જબરજસ્ત પ્રતિસાદથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે કે અમારી સ્થાનિક ફિલ્મ સંસ્કૃતિઓ, ભાષાઓ અને આઠથી એંસી સુધીના વય જૂથોને આવરી લે છે. સ્ક્રિનિંગ્સ પછી કાઠિયાવાડી મોંમાં પાણી આવી જાય તેવી વાનગીઓની સર્વસંમત માંગ હંમેશા રમુજી રહી છે, એટલા સુધી કે અમારા ઇટાલિયન અને જાપાનીઝ વિતરકોએ રેસીપી બુકની વિનંતી કરી છે જેથી તેઓ તેમના પ્રેક્ષકો માટે એ વાનગીઓ ઉપલબ્ધ કરાવી શકે.”

સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ઓરેન્જ સ્ટુડિયો અનુક્રમે યુ.એસ. અને યુરોપિયન બજારો માટે આંતરરાષ્ટ્રીય વિતરકો તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, સુપ્રસિદ્ધ શોચીકુ સ્ટુડિયો જાપાની વિતરક તરીકે સેવા આપે છે, જ્યારે પ્રતિષ્ઠિત મેડુસા ઇટાલિયન સિનેમાઘરોમાં ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) લાવશે.

યુ.એસ.-સ્થિત સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સે અગાઉ ડેનિશ કોમેડી-ડ્રામા અધર રાઉન્ડનું વિતરણ કર્યું હતું, જેણે 2021માં 93મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર માટેનો ઓસ્કાર જીત્યો હતો. તેમના ભૂટાનીઝ નાટક લુનાના: અ યાક ઇન ધ ક્લાસરૂમ માટે ગયા વર્ષે બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર એવોર્ડનું ઓસ્કાર નોમિનેશન પણ મેળવ્યું હતું. ફ્રાન્સમાં મુખ્ય મથક ધરાવતા ઓરેન્જ સ્ટુડિયોએ ધ આર્ટિસ્ટનું નિર્માણ કર્યું હતું, જેણે 2012માં 84મા એકેડેમી એવોર્ડ્સમાં પાંચ ઓસ્કાર જીત્યા હતા. 2020માં, તેણે એન્થોની હોપકિન્સ-સ્ટારર ધ ફાધર માટે પણ બે ઓસ્કાર જીત્યા હતા.

રોય કપૂર ફિલ્મ્સ વિશે:

રોય કપૂર ફિલ્મ્સ એ સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા સ્થાપિત પ્રોડક્શન હાઉસ છે, જેની ફિલ્મોગ્રાફીમાં ભારતની કેટલીક સૌથી વ્યાવસાયિક રીતે સફળ અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેની શરૂઆતથી, આરકેએફએ વિવિધ પ્રકારની ફિલ્મો અને શ્રેણીઓનું નિર્માણ કર્યું છે, જેમાં ધ સ્કાય ઇઝ પિંક, યે બેલેટ, પીહુ, અરણ્યક અને રોકેટ બોય્સનો સમાવેશ થાય છે. તેણે તાજેતરમાં આઠ પાવરહાઉસ નિર્માતાઓ સાથે વિવિધ શ્રેણીઓના નિર્માણ તેમજ વિલિયમ ડેલરીમ્પલની આંતરરાષ્ટ્રીય શ્રેણીમેગ્નમ ઓપસ ધ અનાર્કી ના એડપ્શનની જાહેરાત કરી છે. આરકેએફની આગામી ફીચર ફિલ્મોમાં એપિક 1971ની વોર ફિલ્મ પિપ્પા, કોમિક ડ્રામા વો લડકી હૈ કહાં અને બસ કરો આંટી! નો સમાવેશ થાય છે આ ઉપરાંત બીજી ઘણી ફિલ્મો ડેવલપમેન્ટમાં છે.

મોનસૂન ફિલ્મ્સ વિશે:

મોનસૂન ફિલ્મ્સની સ્થાપના પાન નલિન દ્વારા ઉત્કૃષ્ટ મનોરંજનના નિર્માણ માટે કરવામાં આવી હતી. આ કંપનીએ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુ.એસ. સાથે મળીને ટોચના ફિક્શન અને નોન-ફિક્શન કન્ટેન્ટનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં પહેલ કરી છે. હાલમાં ફિલ્મો અને શોની યાદીમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ બજારોને ધ્યાનમાં રાખીને ઘણા પ્રોજેક્ટસ ડેવલપમેન્ટમાં છે.

જુગાડ મોશન પિક્ચર્સ વિશે:

જુગાડ મોશન પિક્ચર્સની એવોર્ડ-વિજેતા ફિલ્મો ટ્રિબેકા, બુસાન, BFI અને પામ સ્પ્રિંગ્સમાં પ્રદર્શિત કરવામાં આવી છે અને 25 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદેશોમાં થીએટ્રિક્લી વિતરિત કરવામાં આવી છે. 300 મિલિયનથી વધુ વ્યૂઝ ધરાવતા તેમના ક્લટર- બ્રેકિંગ મ્યુઝિક વીડિયો માટે જાણીતા, જુગાડે નેટફ્લિક્સ ઇન્ડિયા માટે બે મલ્ટિ-સિઝન ડ્રામા સિરીઝ અને હાઇ-એન્ડ સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટ-સિરીઝ સાથે લાંબા-ફોર્મેટના નિર્માણ કાર્ય ચાલુ કર્યા છે.

ઈન્ડિયન ક્રિકેટટીમનો પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ બનાવી રહ્યોછે અનેક ‘મુનાફ’

 

‘‘ મુન્ના, મુન્ના, મુન્ના ’’ આ નામની ચિચિયારીઓ ભરૂચ અને વડોદરા ડિસ્ટ્રીક્ટના દરેક ક્રિકેટના મેદાનોમાં ખૂબ ગુંજતી હતી અને આ નામ બાદમાં ઈન્ટરનેશન લેવલે ગુંજવા માંડ્યું. ત્યાં સુધી કે વર્ષ 2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો પણ તેને ‘અજ્ઞાત યોદ્ધા’ લેખાવાયો હતો. હવે આ યોદ્ધા તેની જેવા જ યોદ્ધાઓની ફૌજ તૈયાર કરવા જી-જાનથી મંડી પડ્યો છે. આ ‘મુન્નો’ છે ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાતા  ફાસ્ટ બોલર મુનાફ પટેલ.

હાઈએસ્ટ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી ભલભલા બેસ્ટમેનને કંપાવનાર મુનાફ પટેલ નિવૃત્તિ બાદ બેસી રહેવાને બદલે તેમના જેવી જ ‘પ્રતિભા’ શોધીને તેને વિકસાવવાનું કામ બરોડા  ક્રિકેટ એસોસિયેશનના મેદાન પર ભારે ખંત સાથે કરી રહ્યાં છે. જેમની આ મહેનત આવનારા સમયમાં ભારતીય ક્રિકેટને મુનાફ જેવા બીજા અન્ય ફાસ્ટ બોલર આપી શકે છે.

-મુનાફ પાસે ટ્રેનિંગ લેતા ગામડાંના યુવાઓ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં દસ્તક દઈ શકે

બીસીએ આદિત્ય બિરલાની સ્પોન્સરશીપ હેઠળ મુનાફ પટેલના મારફત સ્ટ્રીટ લાઈટ ટુ ફ્લડ લાઈટ ટેલેન્ટ સર્ચ ચલાવી રહ્યું છે અને તે બીસીએના સીઈઓ શિશિર હટગંડી અને કોર ટીમની નિગરાનીમાં થઈ રહ્યું છે. હાલ મુનાફ પટેલ ભરૂચ અને વડોદરા જિલ્લામાં તેમજ પુરાના ગાયકવાડી સ્ટેટમાં આવતા જિલ્લાઓ અને ગામડાંઓમાં કેમ્પ કરીને ટેલેન્ટ બહાર લાવી રહ્યો છે અને તે પૈકી સિલેક્ટ થતા સંખ્યાબંધ યુવાઓને ફાસ્ટ બોલિંગના પાઠ ભણાવી રહ્યો છે. મુનાફનું કહેવું છે કે, મારું ફોક્સ ગામડાંઓમાંથી પ્રતિભા શોધી તેને તૈયાર કરી ભારતીય ટીમ સુધી પહોંચાડવાનું છે. અમે 16થી 21 વર્ષના યુવાઓને શોધી તેને બરોડા કેમ્પમાં લઈ જઈ તૈયાર કરી રહ્યાં છે. જેમાં સૌથી પ્રતિભાવાન છોકરાઓ પર બીસીએ દ્વારા નક્કી કરાયા મુજબ મહેનત કરવામાં આવી રહી છે. હજી અનેક જગ્યાએ કેમ્પ કરવામાં આવશે. જો, હું પોતે, ઝાહિરખાન, રાકેશ પટેલ, લુકમાન જેવા ખેલાડી ગામડાંઓમાંથી ઉપર આવી શકતા હોય તો બીજા કેમ નહીં? તે વાત ધ્યાને રાખી અમે આગળ વધી રહ્યાં છે. આવનારા દિવસોમાં તેનું પરિણામ જરૂર મળશે. સ્વભાવના સરળ મુનાફનો એક જ ગોલ હવે છે કે ભારતીય ક્રિકેટ ટીમને સૌથી ફાસ્ટ બોલર્સ આપવા.

-ખેતીકામ કરનારનો પુત્ર સંઘર્ષ થકી સ્થાન પામ્યો ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં:

ભરૂચ જિલ્લાના ઈખર ગામના ખેતીકામ કરતા મુસાભાઈના પુત્ર મુનાફ પટેલનું આમ તો ક્રિકેટમાં કરિયર બનાવવાનું કોઈ સ્વપ્ન ન હતું. એ તો શોખ માત્ર માટે ક્રિકેટ રમતા હતા. ધોરણ-7માં હતો તે સમયે ઘરઆંગણેની શાળામાં તેમજ નાની-મોટી ટુર્નામેન્ટમાં એ રમતા હતા. થોડા સમયમાં જ તો તે આસપાસના ગામોમાં સૌથી ફાસ્ટ બોલર અને વિકેટ ટેકર તરીકે પ્રખ્યાત થવા લાગ્યા. બે ટંક ખાવા માટે જજૂમતા ખેતીકામ કરતા પિતા ઈચ્છતા ન હતા કે પુત્ર મુનાફ પોતાના શોખ માટે પણ ક્રિકેટ રમવા જાય. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી મુનાફે આટલી નાની વયમાં જ પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો અને તે ગામની નજીકમાં આવેલી એક ટાઈલ્સ બનાવતી કંપનીમાં રૂ. 35 રોજના પગારે નોકરીએ લાગ્યા. જોકે, સ્કૂલના શિક્ષકોએ તેને ક્રિકેટ રમતા રહેવા પ્રેરિત કર્યા . ભરૂચ અને વડોદરા જિલ્લામાં મુનાફ એટલે કે મુન્નો નામ ગુંજવા લાગ્યું હતું. ગરીબી એટલી હતી કે મુનાફ સિઝન ક્રિકેટ પણ સ્લીપર ચપ્પલ પર જ રમતા હતા.

– મુનાફને પહેલા કિરણ મોરે અને બાદમાં સચિન તેંડુલકરે મદદ કરી:

મુનાફની પ્રતિભા અને શોખને જોતા મૂળ ઈખર ગામના અને વિદેશમાં સેટ થયેલા યુસુફભાઈ પટેલ નામના વ્યક્તિએ તેઓને બુટ અપાવ્યા અને વડોદરા ક્રિકેટ એસોસિયેશનમાં પ્રોફેશનલ ટ્રેનિંગ માટે પોતાના ખર્ચે મોકલવાનું શરૂ કર્યું. પિતા ઈચ્છતા હતા કે મુનાફ થોડું ભણી લે અને ઝાંબિયા રહેતા કાકા પાસે જઈને કંઈ કામ કરે પરંતુ મુનાફનું નસીબ કંઈક ઔર જ કહેતું હતું અને અહીં પૂર્વ વિકેટ કિપર કિરણ મોરેની નજરમાં તે આવ્યા અને ગુજરાતમાં ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમવા લાગ્યા. બાદમાં મોરેએ તેને કોલકત્તા ખાતે એમઆરએફ પેશ ફાઉન્ડેશનમાં મોકલ્યા. ત્યાં બોલિંગ કોચ ડેનિસ લીલીએ તેને વધુ સારી રીતે તૈયાર કર્યા. અહીં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મુનાફથી પ્રભાવિત થયા અને તેને મુંબઈ તરફથી રણજી મેચ રમવા સૂચન કર્યું અને તે માટે બનતી મદદ કરી. તેમનું પ્રદર્શન જોઈને સૌ પ્રથમ 2006માં ઈંગ્લેન્ડની ફર્સ્ટ ક્લાસ ક્રિક્રેટ ટીમમાં તેમની એન્ટ્રી થઈ અને ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી સિલેક્ટરોનું વધુ ધ્યાન ખેંચ્યું. મુનાફમાં સિલેક્ટરોને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ ગ્લેન મેકગ્રાની ઝલક નજર આવી અને તેને 2007ની વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યું. જોકે, તેમાં ખૂબ ખરાબ પ્રદર્શનને લઈને ટીમ હારી અને ભારે ટીકા થઈ પણ મુનાફે ટેસ્ટ, વનડે, ટી-20 અને બાદમાં આઈપીએલમાં સ્થાન મળતું રહ્યું. વર્ષ 2011ના વર્લ્ડકપ સમયે ફાસ્ટ બોલર પ્રવિણકુમાર ઈજાગ્રસ્ત થતા મુનાફને તક મળી અને તે તકને તેઓએ પરિણામમાં બદલી. તેની બોલિંગ એટલી પ્રભાવશાળી રહી કે તેઓને  વર્લ્ડકપની ટીમના અજ્ઞાત યોદ્ધાનું બિરુંદ ભારતના કોચ એરિક સાયમન્સે આપ્યું. ફાઈનલમાં તેણે ખૂબ જ મહત્વની બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાનો જીતનો પાયો નાંખ્યો.

-જોકે, બાદમાં પગની ઈજા બાદ મુનાફ ટીમમાં પરત ન ફરી શક્યા

2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો મહત્વપૂર્ણ સભ્ય ત્યારબાદ પગની એંકલની ઈજાને કારણે છ મહિના ટીમમાંથી બહાર રહ્યાં  પરંતુ ત્યારબાદ તેમને ફરી ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું. જોકે, આઈપીએલમાં રાજસ્થાન રોયલ સાથે 6 સિઝન મુનાફ રહ્યાં. પરંતુ નવી પ્રતિભાઓ વચ્ચે વર્ષ 2014માં કોઈ પણ આઈપીએલની ટીમે તેઓની બોલી ન લગાવી. જોકે , ફરી 2017માં ગુજરાત લાયન્સે રૂ. 30 લાખમાં તેઓને ટીમમાં સામેલ કર્યાં. બાદમાં ઈજાથી પરેશાન મુનાફ પટેલે વર્ષ 2018માં તમામ ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. મુનાફના ખાતામાં ટેસ્ટ, વનડે, ટી-20 અને આઈપીએલ મળી 199 વિકેટ છે. મુનાફ બંને તરફ બોલને સ્વીંગ કરાવી શકતા અને તેઓની સૌથી ફાસ્ટ બોલ પ્રતિ કલાકે 140ની કિલોમીટરની રહેતી. સામાન્ય બોલ પણ તેઓ 126 કિલોમીટરની ઝડપે નાંખતા. મુનાફ આટલી ઊંચાઈ પહોંચવા માટે ઈશ્વરનો આભાર માને છે. માત્ર અફસોસ એક વાતનો છે કે, ઈજાને કારણે તેઓએ  ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું. જોકે, મુનાફ હવે તે અફસોસથી આગળ નીકળી તેમના  કરતા સારા બોલર્સ ઊભા કરવામાં ખૂબ જ એક્ટિવ ભૂમિકા નિભાવી રહ્યાં છે અને તેનો ટાર્ગેટ દેશને સૌથી ફાસ્ટ બોલર્સ આપવાનો છે.

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના

 

૧૩થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે

સુરત: દેશને આઝાદી મળ્યા ને 75 વર્ષ પૂર્ણ થતાં દેશમાં સમગ્ર વર્ષ ને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાનની ઘોષણા કરવામાં આવી છે. શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ પણ અભિયાનની  પ્રશંસા કરવા સાથે જ અભિયાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ પોતાના ઘરો પર તિરંગો લહેરાવી અભિયાનને સફળ બનાવશે.

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશને મળેલી આઝાદીનો જશ્ન દરેક ભારતીય માનવે છે. તિરંગા આ દેશની આન બાન અને શાન છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને દેશભરની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શ્રી બજરંગ સેનાએ પણ આ અભિયાનમાં જોડાવાનો નક્કી કર્યું છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના એક એક સદસ્ય જોડાશે અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસ ની ધૂમધામથી ઉજવણી કરશે.

પ્રોફાઈલ હિતેશ વિશ્વકર્મા: https://www.hiteshvishwakarma.com/