• આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને માનનીય કેન્દ્રિય સ્ટીલ તથા હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
• આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ આદિત્ય મિત્તલ પણ આ મહત્વપૂર્ણ ક્ષણે હાજર રહ્યા હતા.
• આ અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધા આંધ્ર પ્રદેશમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની લાંબા સમયથી રહેલી હાજરીને વધુ મજબૂત બનાવશે.
• આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કંપનીના લાંબા ગાળાના ઉદ્દેશ મુજબ તેની ક્રૂડ સ્ટીલ બનાવવાની ક્ષમતા 40 MTPA સુધી વધારવામાં મદદરૂપ બનશે અને ભારતને વૈશ્વિક સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધુ મજબૂત બનાવશે.
હજીરા – સુરત, માર્ચ 23, 2026: આજનો દિવસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બન્યો છે, કારણ કે આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના રાજ્યપેટા ખાતે તેના નવા 8.2 મિલિયન ટન પ્રતિ વર્ષ (પર્યાવરણ મંજૂરી અનુસાર નિર્ધારિત ક્ષમતા) ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ માટે શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. આ પ્રોજેક્ટમાં અંદાજે રૂપિયા 70,000 કરોડથી વધુનું તબક્કાવાર રોકાણ કરવામાં આવશે. ઉપરાંત, પ્લાન્ટના સતત થતાં બાંધકામ અને વિકાસની સાથે લગભગ 1 લાખ સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.
આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ, માનનીય કેન્દ્રિય સ્ટીલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી શ્રી એચ.ડી.કુમારસ્વામી, આંધ્ર પ્રદેશના માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી કે.પવન કલ્યાણ, અને આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, માનવ સંસાધન વિકાસ (HRD), અને રિયલ-ટાઈમ ગવર્નન્સ મંત્રી શ્રી નારા લોકેશની ઉપસ્થિતિમાં યોજાઈ.
આ ઉપરાંત, શ્રી લક્ષ્મી મિત્તલ, એક્ઝિક્યુટીવ ચેરમેન, આર્સેલરમિત્તલ, શ્રી આદિત્ય મિત્તલ, ચેરમેન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા અને સીઈઓ આર્સેલરમિત્તલ તથા શ્રી દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આરસેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમે રાજ્યભરમાંથી નોંધપાત્ર ઉત્સાહ અને ધ્યાન આકર્ષિત કર્યુ છે. હજારો લોકો આ ક્ષણના સાક્ષી થવા હાજર રહ્યા હતા, જે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું દેશના સૌથી અદ્યતન સ્ટીલ ઉત્પાદન કરવાની સુવિધાઓમાંથી એક સ્થાપિત કરવાના સ્વપ્નને હકીકત કરવાની શરૂઆત છે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું શરૂઆતથી જ લક્ષ્ય રહ્યુ છે કે તેઓ પોતાની ઉદ્યોગની અગ્રણી
ક્ષમતાનો ઉપયોગ કરીને ભારતમાં વર્ષ 2030 – 31 સુધી ઘરેલું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન કરવાની ક્ષમતા 300 MTPA સુધી વધારવા સમર્થન આપે, જે નેશનલ સ્ટીલ પોલિસીને અનુરૂપ હોઈ. નવી સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાની સાથે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ “country-first” એવું ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ્સ પણ રજૂ કર્યા છે. આર્સેલરમિત્તન નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દેશની પ્રથમ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક કંપની છે, જેને સ્ટીલ મંત્રાલય દ્વારા સ્થાપિત નવી ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ ગ્રીન સ્ટીલ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે.
રાજ્યપેટા ખાતે આકાર લેવા જઈ રહેલા નવા પ્લાન્ટમાં સ્ટીલ ઉત્પાદન કામગીરી કેલેન્ડર વર્ષ 2029ના પ્રથમ ત્રિમાસિક સુધી શરૂ થવાની યોજના છે, જ્યારે અન્ય યુનિટ્સ આગળના ત્રિમાસિકોમાં તબક્કાવાર રીતે તૈયાર થવાની સંભાવના છે. “વિકસિત ભારત 2047” ના વિઝન સાથે સુસંગત રહીને પ્લાન્ટમાં વિવિધ પ્રકારના સ્ટીલ ગ્રેડ્સનું ઉત્પાદન કરાશે. જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા, મૂલ્યવર્ધિત ઉત્પાદનોનો સમાવેશ થશે. જે ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરશે, આયાતમાં ઘટાડો અને ઉત્પાદન આધારને વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે, આર્સેલરમિત્તન નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશ સરકાર સાથે બે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે. આ MoUs નો હેતુ એ છે કે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા NAMTECH (New Age Makers’ Institute of Technology) સાથે મળીને આંધ્ર પ્રદેશમાં ભવિષ્ય માટે તૈયાર ઉદ્યોગલક્ષી ટેલેન્ટ ઇકોસિસ્ટમ ઊભી કરે, જેમાં અદ્યતન ટેકનોલોજી, મટિરિયલ્સ ઇનોવેશન, શિક્ષણ, અને વર્કફોર્સ ડેવલોપમેન્ટને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતો સાથે જોડી શકાય. NAMTECH આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની નોન-પ્રોફિટ શિક્ષણ અને સ્કિલિંગ પહેલ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું: “હું આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આંધ્ર પ્રદેશને અભિનંદન પાઠવું છું. આ પ્રોજેક્ટનું શિલાન્યાસ વિશ્વસ્તરીય ઈન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટની શરૂઆત દર્શાવે છે, જે ભારતની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. આ આંધ્ર પ્રદેશના વિકાસ તરફના પ્રવાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે, જે રાજ્યના યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને રાજ્યને ઔદ્યોગિક નવીનતાના મોખરે લાવશે. આ સાથે જ ભારતને વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રમાં આગેવાન તરીકે વધુ મજબૂત બનાવશે.”
