
• OEM કંપનીઓની જરૂરિયતાને ધ્યાને રાખીને નવા વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનોને ચોકસાઈ, સુંદર દેખાવ અને ઉત્પાદનની વિશ્વસનીયતા માટે રજૂ કરાય
• OEM કંપનીઓને વિશ્વસ્તરીય વેલ્યુ એડેડ સ્ટીલ ભારતમાંથી જ ઉપલબ્ધ કરાવી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે સુસંગત પહેલ
હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા AM/NS Vibrance અને AM/NS Optima નામના બે વિશ્વસ્તરીય, પ્રીમિયમ બ્રાન્ડેડ સ્ટીલ સોલ્યુશન્સ રજૂ કરી રહ્યું છે. આ બંને ઉત્પાદનો ખાસ કરીને ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત Original Equipment Manufacturers (OEMs) ની વધતી ડિઝાઇન આધારિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
બજારમાં હવે એવું સ્ટીલ વધુ માંગમાં છે જે સતત સમાન સપાટી ગુણવત્તા, ચોક્કસ માપદંડ અને મોટા પાયે વિશ્વસનીય કામગીરી આપે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AM/NS India તેના વેલ્યુ એડેડ પોર્ટફોલિયોમાં એવા બ્રાન્ડેડ ઉત્પાદનો ઉમેર્યા છે, જે આયાત પરની નિર્ભરતા ઘટાડે છે અને આંતરરાષ્ટ્રીય ધોરણની પ્રીમિયમ ગુણવત્તા દેશની અંદર જ ઉપલબ્ધ બનાવે છે. આ બંને નવા કોટેડ ઉત્પાદનો હવે કંપનીની વેલ્યુ એડેડ શ્રેણીનો ભાગ છે, જેમાં Optigal®, Magnelis®, Optigal® Prime, Optigal® Pinnacle સહિતના અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે વિવિધ ઉપયોગ માટે ગુણવત્તા, કાર્યક્ષમતા અને ટકાઉ ઉત્પાદન માટે માન્ય ગણાય છે.
શ્રી રંજન ધર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – સેલ્સ એન્ડ માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), એ જણાવ્યું: “ચોકસાઈ સાથે ઉત્પાદન કરતી અને બ્રાન્ડની સતત ગુણવત્તા પર ધ્યાન આપતી OEM કંપનીઓ માટે કાચામાલની પસંદગી ઉત્પાદનક્ષમતા, ખર્ચ અને લાંબા ગાળાની કામગીરી પર સીધી અસર કરે છે. આ જરૂરિયાત મુજબ અમારા AM/NS Vibrance અને AM/NS Optima નો ઉમેરો અમારી બ્રાન્ડેડ સ્ટીલ શ્રેણીને વધુ મજબૂત બનાવે છે અને OEM કંપનીઓને વધુ ઉત્પાદનક્ષમતા અને મૂલ્ય સર્જનમાં મદદ કરે છે. આ બંને કોટેડ સ્ટીલ ઉત્પાદનો અમને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ સોલ્યુશન્સ પ્રદાન કરતી પસંદગીની ભાગીદાર તરીકે વધુ મજબૂત બનાવે છે અને અમારા ઉદ્દેશ ‘Smarter Steels, Brighter Futures’ સાથે સુસંગત છે. વિશ્વસ્તરીય વેલ્યુ એડેડ સ્ટીલ હવે દેશમાં જ ઉપલબ્ધ બનતા અમે ‘Make in India’ અને આત્મનિર્ભરતા અભિયાનને વધુ
મજબૂત ટેકો આપી રહ્યા છીએ, સાથે જ અમારા ગ્રાહકોને દેશ અને વિદેશના સ્પર્ધાત્મક લાભ મેળવવામાં સહાય કરી રહ્યા છીએ. ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રો અમારી વેલ્યુ એડેડ સ્ટીલ વૃદ્ધિના મુખ્ય આધારસ્તંભ છે, અને અમે હેતુપ્રેરિત નવીનતા દ્વારા અમારા ગ્રાહકોને વધુ આત્મનિર્ભર બનવામાં મદદ કરી રહ્યા છીએ.”
AM/NS Vibrance – પ્રીમિયમ કલર-કોટેડ સ્ટીલ
AM/NS Vibrance ઘરગથ્થુ ઉપકરણ ઉત્પાદકો માટેનું પ્રીમિયમ કલર-કોટેડ સ્ટીલ સોલ્યુશન છે, જેમાં મજબૂતી, ચોકસાઈ અને ઉત્તમ સપાટી દેખાવનો સંયોજન છે. આજે ઉપકરણો માત્ર ઉપયોગી સાધન નહીં પરંતુ ઘર અને વ્યાવસાયિક સ્થળોના ડિઝાઇનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યા છે. તેથી ઉત્પાદકોને એવું મટીરિયલ જોઈએ છે જેમાં એકસરખો રંગ, નિયંત્રિત ચમક, સુંદર ફિનિશ, ટકાઉપણું અને સરળ ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને. AM/NS Vibrance અદ્યતન કોટિંગ ટેક્નોલોજી સાથે ચોકસાઈથી તૈયાર કરાયેલા સ્ટીલ પર આધારિત છે, જે ઉત્પાદનથી અંતિમ ઉપયોગ સુધી વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને વોટર ડિસ્પેન્સર સહિત વિવિધ ઉપકરણોમાં તેનો ઉપયોગ થઈ શકે છે.

AM/NS Optima – ટ્રુ ઝીરો-સ્પેન્ગલ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ
AM/NS Optima ભારતના સૌથી પ્રીમિયમ True Zero-Spangle Galvanised Steel ઉત્પાદનોમાંનું એક છે. પરંપરાગત ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલની સરખામણીમાં તે વધુ સમાન અને નિયંત્રિત સપાટીની ગુણવત્તા આપે છે, જેથી ઉત્પાદકો વધુ સ્વચ્છ અને એકસરખું ફિનિશ મેળવી શકે.
ચોકસાઈથી તૈયાર કરાયેલા સમાન જાડાઈ ધરાવતા સ્ટીલ અને નિયંત્રિત સપાટી ગુણવત્તાને કારણે AM/NS Optima સરળતાથી વાળી શકાય છે, એક દૃષ્ટિએ સમાન દેખાવ આપે છે અને મોટા પાયે ઉત્પાદન દરમિયાન પણ સતત વિશ્વસનીય કામગીરી કરે છે. તે ઉત્પાદકોને ખૂબ જ નાજુક અને ચોક્કસ સપાટી આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. એસીના આઉટડોર યુનિટ્સ, પેનલ્સ અને ક્લીનરૂમ તૈયાર કરવા સહિત વિવિધ ઉપયોગ માટે તે યોગ્ય છે.
ભારતનો કન્ઝ્યુમર માર્કેટ નાણાંકીય વર્ષ 2027 સુધી વિશ્વમાં ચોથો સૌથી મોટો બનવાની ધારણા છે અને તે ઝડપથી પ્રીમિયમ શ્રેણીની તરફ આગળ વધી રહ્યો છે. ગ્રાહકો હવે સુંદર ફિનિશ અને ડિઝાઇન આધારિત ઉપકરણોની વધતી માંગ દર્શાવી રહ્યા છે.
ભારતમાં કોટેડ ની વાર્ષિક માંગ હાલમાં અંદાજે 11.1 મિલિયન ટન છે અને આવનારા વર્ષોમાં
તેમાં 8 થી 10 ટકા વાર્ષિક વૃદ્ધિ થવાની સંભાવના છે. ખાસ કરીને ઘરગથ્થુ ઉપકરણ ક્ષેત્રમાં કોટેડ સ્ટીલનો ઉપયોગ દર વર્ષે લગભગ 10 ટકા વધી રહ્યો છે, જે વધતી આવક, ઝડપી શહેરીકરણ, પ્રીમિયમ ઉત્પાદનો તરફ ઝોક અને PLI યોજના જેવી રાષ્ટ્રીય પહેલોથી પ્રોત્સાહિત છે.
ઔદ્યોગિક ક્ષેત્રમાં કોટેડ સ્ટીલની માંગ વર્ષ 2030 સુધી 8 થી 12 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે વધવાની ધારણા છે, જેને PLI, આત્મનિર્ભરતા પહેલો અને ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઇજનેરી ક્ષેત્રના વિસ્તરણનો આધાર છે.
આ રીતે ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક બંને ક્ષેત્રો ભારતની લાંબા ગાળાની ઉત્પાદન વૃદ્ધિમાં કોટેડ સ્ટીલના વ્યૂહાત્મક મહત્વને મજબૂત બનાવે છે અને દેશની ઉત્પાદન ક્ષમતાને આગળ ધપાવવામાં ઉચ્ચ ગુણવત્તાવાળા વેલ્યુ એડેડ સ્ટીલની અગત્યની ભૂમિકા દર્શાવે છે.