આપ કાર્યકર્તાએ રોડ ચોરી થયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો અને 24 કલાકમાં રોડ બની ગયો

Spread the love


અમીત પાટીલ. સુરત.
પહેલીવાર મહાનગર પાલિકા વિપક્ષમાં બેસનાર આમ આદમી પાર્ટી ભવિષ્યમાં કઈ રીતે કાર્યો કરશે તે તો આવનાર સમય દેખાડશે પરંતુ ચૂંટણી બાદ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મ.ન.પા. ની પોલપટ્ટી ખોલવામાં અને જનહિતના મુદ્દાઓ ઉપાડી સક્રિય થયા છ

ઘટના, લિંબાયત આસપાસ નગર ની છે, અહીં થોડા સમય પહેલા રોડ બનાવવાનું કામ થયું, પણ અધિકારી અને કોન્ટ્રાકટર દ્વારા એક ગલી છોડી દેવાઈ હતી. આ વાતની જાણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કિરણ સોનકુસરે ને થતાં એ ગલી માં અડધો રસ્તો ન હોવાથી કટાક્ષમાં “રસ્તો ચોરાઈ ગયો છે” નો વીડિયો સોશીયલ વાઇરલ કરી મીડિયા પર મ.ન.પા. ની કામગીરી પર પ્રશ્ર્નો ઉઠાવ્યા અને વ્યંગાત્મક વીડિયો વાયરલ કર્યો હતો. જેને પગલે લિંબાયત ઝોન તાત્કાલિક ધ્યાન આપી 24 કલાક માં જ પ્રશાસન તરફથી પાક્કો રસ્તો બની ગયો.