શિક્ષણમાં નવી દિશા: Fountainhead School દ્વારા મલગામા ખાતે અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન

Spread the love
ફાઉન્ટેનહેડ સ્કૂલ સુરતમાં કાર્યરત છે અને તેની બીજી શાખા શહેર નજીક શરૂ કરી રહી છે. સુરત, 28 માર્ચ 2026: ફાઉન્ટેનહેડ સ્કૂલે તેના નવા કેમ્પસ ‘ફાઉન્ટેનહેડ સ્કૂલ મલગામા (FSM)’ ખાતે ભૂમિ પૂજન (શિલાન્યાસ) કરીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન અચિવ કરેલ છે. આ સમારોહમાં સુખ-શાંતિ અને સફળ શરૂઆત માટે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…! મગદલ્લા જંકશનથી માત્ર 16 મિનિટના અંતરે અને ભેસાણ ગામની નજીક મલગામા ગામમાં આ નવું કેમ્પસ તૈયાર થવા જઇ રહ્યું છે. આ સાથે ફાઉન્ટેનહેડ સ્કૂલ સર્વાંગી શિક્ષણ,  શ્રેષ્ઠ પરિણામો અને બેસ્ટ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે જાણીતી છે, હવે સુરતમાં 2 (K-12) કેમ્પસ થઈ જશે. સુરતનું ગૌરવ અને યુવા હ્ર્દયસમ્રાટ એવા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે આ ભૂમિપૂજન થયેલ અને તેઓની સાથે અન્ય મહાનુભાવો, શિક્ષણવિદો અને ફાઉન્ટેન હેડ ટીમના મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહેલ.
2008થી કાર્યરત ફાઉન્ટેનહેડ સ્કૂલે સુરતમાં ઇન્ટરનેશનલ અભ્યાસક્રમના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લા 18 થી વધુ વર્ષોમાં, સ્કૂલે નવીન અને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ દ્વારા પ્રશ્નોત્તરી આધારિત પ્રેક્ટિકલ એજ્યુકેશન આપીને ભારતના ભાવી એવા બાળકોનું જીવન ઘડતર કર્યું છે. સ્કૂલને Cfore School Rankings 2025 મુજબ ભારતની ટોચની આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ધરાવતી સહશિક્ષણ ડે સ્કૂલોમાં રાષ્ટ્રીય સ્તરે 5મું સ્થાન મળેલ છે, જે તેની સતત શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે. IB સિસ્ટમના અમલીકરણમાં 18 વર્ષથી વધુના અનુભવ સાથે, સંસ્થા નવીનતા અને સર્વાંગી વિકાસના મજબૂત આધાર પર આગળ વધી રહી છે. ભવિષ્યનું મલગામા કેમ્પસ, જે જૂન 2027થી કાર્યરત થવાનું છે તે શૈક્ષણિક અનુભવને વધુ ઊંચાઈ લઈ જવાનો હેતુ ધરાવે છે. સ્કૂલમાં આધુનિક સુવિધાઓ, ઇફેક્ટિવ ડિઝાઇન સાથે તૈયાર થયેલ 21મી સદીના લર્નિંગ સ્પેસ, ઉત્તમ રમતગમત સુવિધાઓ અને વિશેષ મેકરસ્પેસ હશે. આ કેમ્પસને એક સસ્ટેનેબલ પર્યાવરણ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનના પડકારોને સમજીને, પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા નવી નવી ટેકનોલોજી શિખશે. ભૂમિપૂજન સમારોહથી આ નવા અધ્યાયની શરૂઆત કરીને ફાઉન્ટેનહેડના ગ્રુપને વધુ મજબૂત બનશે.