73 કલાક ડ્રાઈવ કરી સુરતી યુવાનોએ લેહ થી કન્યાકુમારી સુધી 4 હજાર કી.મી.નો સફર ખેડ્યો

By on
In સ્પોર્ટ્સ
Spread the love

બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન માટે જાગૃતિ લાવવા અને લિંગ ભેદને ભૂલી મહિલા સશક્તિકરણ ને બળ મળે તે માટે ઇન્ડુરેન્સ ડ્રાઈવ નું આયોજન કરાયું

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કર્યું

સુરત: સુરતીઓ હવે ખાવા પીવાના શોખીન સાથે એડવેન્ચર માટે પણ ઓળખાતા થઈ ગયા છે. સુરતના બે યુવાનો અને એક યુવતીએ વધુ એક સાહસ ખેડી સુરતનું નામ રોશન કર્યું છે. આ યુવાનો અને તેમના ગૃપે 73 કલાક સુધી ડ્રાઈવ કરીને લેહ થી કન્યાકુમારી સુધીનું 3889 કીમીનું અંતર પૂર્ણ કર્યું છે. આ રાઇડ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એડવેન્ચર જ નહીં પણ મોટર સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન આપવા સાથે જ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા અને મહિલા પણ મોટર સ્પોર્ટ્સમાં આગળ આવે તે હતો. આ સમગ્ર આયોજન બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા કરવામાં આવ્યું હતું.

બિગ બેશ સ્પોર્ટ્સ લીગના સ્થાપક  મેહુલ પીઠાવાલા,શીતલ પીઠાવાલા,અને હેનીલ નીરબાને મળી આ સાહસ ખેડવાનું નક્કી કર્યું અને બિગ બેશ સ્પોર્ટ્સ લીગ – ડ્રીમ ડ્રાઈવ ઇન્ડુરેન્સ નું આયોજન કર્યું. 29મી ઓગસ્ટના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરવાની સાથે જ આ રાઇડ શરૂ થઈ હતી. હેનિલ અને શીતલ સહિત ત્રણેય જણાએ સાત ટીમોનું નેતૃત્વ કરી ડ્રાઈવ ની શરૂઆત કરી હતી. લેહ થી કન્યાકુમારી સુધીનું 3889 કીનીનું અંતર 73 કલાકની ડ્રાઈવમાં પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન ચંદીગઢ, ઝાંસી, નાગપુર, હૈદરાબાદ અને બેંગ્લોર ખાતે વિરામ લીધો હતો. હેનીલે જણાવ્યું હતું કે આ ડ્રાઈવ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એડવેન્ચર પૂરતો સીમિત ન હતો પણ મોટર સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન મળે, લોકોમાં ટ્રાફિક નિયમો અને કાયદા  પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ હતો. શીતલ પીઠાવાલાએ જણાવ્યું હતું કે આ રાઇડમાં એક મહિલા ટીમ પણ જોડાઈ હતી જેથી  મહિલાઓ પણ આ પ્રકારના એડવેન્ચર માટે આગળ આવે.