દેશના અટલ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ બટુક ગિરિ મહારાજના સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો
સુરત: આજના યુવાનો જ્યારે મોબાઈલ અને કોમ્પ્યુટર માં સમય પસાર કરે છે ત્યારે સુરતના એક 27 વર્ષીય યુવાન વિશાલ વિજયકુમાર જરીવાલા એ પવિત્ર શ્રાવણ માસમાં 1 લાખ 25 હજાર મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરી શિવભક્તિ ને પ્રસ્થાપિત કરી છે.
અડાજણ વિસ્તારમાં રહેતા અને ખંભાતીખત્રિ સમાજના વિશાલ વિજયકુમાર જરીવાલાનો શ્રાવણ મહિનામાં મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરવાનો ધ્યેય હતો અને તે વખતના શ્રાવણ મહિનામાં તેને પૂર્ણ કર્યું છે. વિશાલે જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ જાપ નું અનુસ્તાન પૂર્ણ કર્યું છે અને 12500 દશાંશ હોમના જાપ ,1250 તર્પણ પ્રયોગના જાપ,125 મહાજન પ્રયોગના જાપ કાર્ય હતા પ્રતિદિનવિશાલ 16 થી 17 કલાક સુધી રુદ્રાક્ષની માળા થકી મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરતો હતો. જ્યારે હાલતા ચાલતા જ્યારે પણ સમય મળે ત્યારે મશીન પર 31હજાર જાપ કર્યા પૂર્ણ કર્યા છે. વિશાલની આ સિદ્ધિ બદ્દલ જરીવાલા પરિવાર દ્વારા તેના સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશના અટલ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ બટુક ગિરિ મહારાજ, બીનાબેન પુણેશભાઈ મોદી અને ગુજરાત મિત્ર ના ચીફ એડિટર અને વાસ્તુ શાસ્ત્રના જાણકાર કૌશલભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.