સુરત. તમારું બાંધકામ ગેરકાયદે છે એમ જણાવી બાંધકામ નહીં તોડવવાના બદલે વ્યાપારી પાસેથી સાત લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં આરોપી એવી કહેવાતી સમાજ સેવી ઝેહરા સાયકલવાલાની મહિધરપુરા પોલીસે ધરપકડ થયા બાદ જામીન પર છુટકારો થયો છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાર્લેપોઈન્ટ સ્થિત પાર્લે પોઇન્ટ પેલેસ નિવાસી વ્યાપારી વાહેદભાઈ કાચવાલા ની ઝાંપા બજાર સૈફી મોહલ્લા ખાતે આવેલી જમીન પર તેઓ અને તેમના મિત્ર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ દરમિયાન થોડી જગ્યા વધુ કવર કરવામાં આવી હોવાથી પોતાને સમાજસેવી ગણાવતી ઝેહરા સાયકલવાલા આ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી અને જો બાંધકામ બચાવવું હોય તો સાત લાખ રૂપિયા આપવા પડશે એમ કહી પહેલા 51 હજાર રૂપિયા ટોકન તરીકે પડાવી લીધા હતા અને ત્યારબાદ પોતાના બે સાગરીતો સાથે મળી ડરાવી ધમકાવી સાત લાખ રૂપિયાની ખંડણી માંગણી ચાલુ રાખતા આખરે વાહેદભાઈ દ્વારા ઝેહરા સાયકલવાલા સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ અરજી આપી હતી અને અરજીના આધારે મહિધરપુરા પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ પોલિસે આરોપી ઝેહરા સાયકલવાલાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીનો જામીન પર છુટકારો થયો હતો.