સીરમ ઈન્સ્ટિટ્યૂટને 10 લાખ ડોઝ પરત કરશે સાઉથ આફ્રિકા

By on
In આરોગ્ય
Spread the love

સાઉથ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે તે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના 10 લાખ ડોઝ પાછા લઈ લે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટમાં મંગળવારે એનો ઘટસ્ફોટ થયો છે. આ પહેલાં સાઉથ આફ્રિકાએ કહ્યું હતું કે તે પોતાને ત્યાં વેક્સિનેશન પ્રોગ્રામમાં એસ્ટ્રાજેનેકાની વેક્સિનને સામેલ નહીં કરે, કારણ કે આ દેશમાં હાજર કોરોનાના નવા પ્રકાર વિરુદ્ધ કારગર નથી.

SII એક મુખ્ય વેક્સિન સપ્લાયર તરીકે સામે આવી છે, જે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનનું પ્રોડક્શન કરી રહ્યું છે. ગત સપ્તાહે જ સાઉથ આફ્રિકામાં વેક્સિનના 10 લાખ ડોઝનો પહેલો જથ્થો પહોંચ્યો હતો. પાંચ લાખ ડોઝ આગામી અમુક સપ્તાહમાં ત્યાં પહોંચવાના હતા