ઉદ્યોગ ગૃહો દ્વારા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ નું ભવ્ય સન્માન કરાયું

By on
In રાજનીતિ
Spread the love

હોટેલ લે મેરિડીયન (ટીજીબી) ખાતે યોજાયેલા સન્માન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અતિથિ વિશેષ તરીકે મેયર હેમાલી બોઘાવાલા ઉપસ્થિત રહ્યા

સુરત: કેન્દ્રીય રાજ્ય રેલવે અને કાપડ મંત્રી બન્યા બાદ દર્શના જરદોશ પહેલી વખત સુરત ખાતે પધાર્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને વ્યાપારિક મંડળો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા ડુમસ રોડ ખાતેની લે મેરિડીયન (ટીજીબી) હોટેલ ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.

લે મેરિડીયન (ટીજીબી) હોટેલના રૂબી હોલ ખાતે સાંજે સાત વાગે યોજાયેલ સન્માન સમારોહ માં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ અને અતિથિ વિશેષ તરીકે સુરત મહાનગર પાલિકા ના મેયર હેમાલી બેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. આ સમગ્ર આયોજન એફ આઈ એસ ટી, એસ જી ટી પી એ, પી ઈ પી એલ, ન્યૂ પલસાણા  ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, ગુજરાત ઇકો ટેકસટાઇલ પાર્ક, એફ ટી પી ટેકસટાઇલ પાર્ક, પાંડેસરા ઇન્ફ્રા લિમિટેડ અને એસ આર ટી ઈ પી સી દ્વારા કરવામાં આવ્યું હતું.