Tag: Primex Media
લાલો, કૃષ્ણ સદાય સહાયતે ની ટીમ પહોંચી Primex મીડિયાની ઓફિસે, ગીતા અને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન
ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણભૂમિકાના શ્રૂહદ ગોસ્વામી સાથે ફિલ્મની સફર, લોકપ્રતિસાદ વિશે થઈ ચર્ચા
સુરત. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની ટીમ આજે સુરતની મુલાકાતે હતી.આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રૂહદ ગોસ્વામીએ દેશના અગ્રણી 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી Primex મીડિયા પ્રાઈવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી.
Primex મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નિતેશ દેસાઈએ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો, તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદથી મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરાઇ હતી.

અંકિત સખીયાએ જણાવ્યું કે, ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે. અભિનેતા શ્રૂહદ ગોસ્વામીએ પણ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો. Primex મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતા અને વિશાળ પહોંચ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે Primex મીડિયાના સુરત સ્થિત હેડકવાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમાર સહિત ઢોલીવુડના અનેક જાણીતા કલાકારોએ મુલાકાત લીધી છે. દેશના ઝડપી વિકસતા 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક, પીઆર એજન્સી તરીકે Primex મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે. અને ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છે