નશાબંધી કાયદો અમલમાં છતાં ગુજરાતમાં નશાનો કરોડોનો કારોબાર

Spread the love

ગાંધીનગર. ગુજરાતમાં દારુ, અફિણ, ગાંજો અને ચરસ જેવા નશીલા દ્વવ્યોનું વેચાણ વધી રહ્યું હોવાનો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે પશ્ન ઉઠાવ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 68.60 કરોડ રૂપિયાની કિંમતના અફિણ, ગાંજો,ચરસ, હેરોઈન, મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થ પકડાયાં છે. આ ગુનામાં 4545 લોકોની હજી ધરપકડ કરવાની બાકી હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં 217 કરોડ 89 લાખ 43 હજાર 580 રૂપિયાનો દેશી અને વિદેશી દારુ પકડાયો છે. 2019 કરતાં 2020માં વધુ દારુ રાજ્યમાંથી પકડાયો છે. જેમાં 67 દિવસના લોકડાઉનમાં 2019 કરતાં વધુ દારુ ગુજરાતમાંથી પકડાયો હોવાનું સરકારે કબૂલ્યું છે. ડ્રગ્સની હેરાફેરી કરનાર 4545 આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી.


ગ્યાસુદ્દિન શેખે અમદાવાદ શહેર અને જિલ્લા સહિત કચ્છ જિલ્લામાંથી પકડાયેલ નશીલા પદાર્થોના જથ્થાનો સવાલ કર્યો હતો. જેના જવાબમાં સરકારે લેખિતમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર તથા જિલ્લા અને કચ્છ જિલ્લામાંથી 27 કરોડ 26 લાખ 17 હજાર 660નો 2630 કિલોગ્રામ, 597 ગ્રામ અને 32092 બોટલ સહિતના નશીલા દ્વવ્યોનો જથ્થો પકડાયો છે. આ દરમિયાન ગ્યાસુદ્દિન શેખે આક્ષેપ કરતાં કહ્યું હતું કે રાજ્યના ફક્ત બે જ જિલ્લામાંથી નશીલા દ્વવ્યોની આટલી મોટી માત્રામાં જથ્થો પકડાયો છે તે જ બતાવે છે કે રાજ્યનું યુવાધન નશીલા દ્વવ્યોના રવાડે ચઢી ગયું છે. તેમણે રાજ્યના યુવાધનને નશીલા દ્વવ્યોના ચુંગાલમાંથી છોડાવવા અને આવા માદક પદાર્થોને રાજ્યમાં આવતું અટકાવવા કડક નાકાબંધી અને ચેકિંગ કરવા તેમણે રાજ્ય સરકારને અપિલ કરી હતી.


રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધુ લૂંટ ની ઘટનાઓ, રોજ ની 3 ખૂન ની અને 30 ચોરીની ઘટનાઓ, રોજની 4 કરતા વધુ બળાત્કાર ની ઘટના બની, રોજ ની 7 અપહરણ ની તો રોજની 20 આત્મહત્યા ની ઘટનાઓ બની, રોજ ની 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુ ની ઘટનાઓ બની, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 1520 લૂંટની ઘટનાઓ બની, 1944 ખૂન ની, 370 ધાડ ની, 21995 ચોરીની ઘટનાઓ બની, છેલ્લા બે વર્ષમાં 3095 બળાત્કારની તો 4829 અપહરણની ઘટનાઓ બની, આત્મહત્યા ના 14410, ઘરફોડ ના 6190, રાયોટિંગ ના 2589 બનાવો બન્યા, આકસ્મિક મૃત્યુ ના 27148, અપમૃત્યુ ના 41493 બનાવો નોંધાયા, રાજ્યમાં ખૂન ની કોશિશના 18523 ઘટનાઓ નોંધાઇ, પોલિસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર 4043 આરોપીઓની ધરપકડ કરી હતી.