ગુજરાત ખબર
એમ.એસ યુનિવર્સિટીના ભૂમિ ફેસ્ટમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ સંવાદ કર્યો
વડોદરા: મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે યોજાતા વાર્ષિક ‘ભૂમિ ફેસ્ટ’માં ગ્રીનમેન વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન સંદર્ભે સંવાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એમ. એસ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂમિ ફેસ્ટિવલનું વાર્ષિક આયોજન થતું હોય છે, જેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે અનેકવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. એમ. એસ. યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય બનેલા આ ફેસ્ટિવલમાં ઉદ્યોગપતિ અને જાણીતા પર્યાવરણવિદ્ વિરલ દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.
આ પ્રસંગે વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પોતાની મુહીમ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’માં જોડાઈ ‘પર્યાવરણ સેનાની’ બનવા અહ્વાન કર્યું હતું. તેમજ તેઓ વ્યક્તિગત ધોરણે પર્યાવરણ સંરક્ષણમાં તેમનું યોગદાન કઈ રીતે આપી શકે એ માટેની તલસ્પર્શી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ક્લાયમેટ ચેન્જની સમસ્યા વૈશ્વિક રીતે એટલી બધી વકરી છે કે એ સમસ્યાઓ સામે બાથ ભીડવા માટે જનજન સુધી આ આંદોલન પહોંચવું અને જનજનનું જાગૃત થવું અત્યંત જરૂરી છે. મને વિશ્વાસ છે કે એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ બાબતે જાગૃત થશે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં નક્કર પગલાં ભરશે.’
કાર્યક્રમ દરમિયાન જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. બિન્દુ ભટ્ટે વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિરલ દેસાઈને ધરપત આપી હતી કે તેમના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ સેનાની બનશે. અંતમાં ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવ્યા હતા અને ડિપાર્ટમેન્ટ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.
ગૃહમંત્રી સાહેબ જુઓ આ રીતે લિંબાયત પોલીસ બનાવી રહી છે ઉલ્લું: લિંબાયતને નશામુક્ત-ક્રાઇમ મુક્ત બનાવવા જે ગ્રાઉંડ પર કરાયું છે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન તે જ ગ્રાઉંડ પર ધમધમી રહ્યો છે દારૂનો અડ્ડો..!
લિંબાયત પોલીસના ક્રાઇમ છોડો, નશો છોડો અભિયાનની પોલમપોલ…
Continue reading...ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે શેમારૂમીનો ડંકો, ‘યમરાજ કોલિંગ’ સિરીઝ બની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ
‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે.
Continue reading...ભાજપના સ્નેહ મિલનમાં જવા કાર્યકર્તાઓને અપાઈ બે લીટર પેટ્રોલની કુપનો..!
૧૬૭-સુરત (પશ્ચિમ) વિધાનસભા વિસ્તાર લખેલ પેટ્રોલ પંપની કુપનની તસ્વીર સોશલ મીડિયા પર વાઇરલ
– સત્તા પક્ષે ભીડ ભેગી કરવા માટે પેટ્રોલ કુપની ફોર્મ્યુલા અપનાવી હોવાની ચર્ચા
એક્સિડન્ટમાં સમય મુક દર્શક બનીને રહેશો તો પસ્તાશો, આટલું કરો અને કમાઓ રૂ. 5 થી 25 હજાર!!!
તમે રસ્તેથી પસાર થતા હોવ અને તમારી આંખોની સામે કોઈ ઍક્સીડન્ટ થાય તો આપ પાંચથી પચ્ચીસ હજાર રૂપિયા કમાવી શકો છો! આ વાંચીને નવાઈ લાગી હશે! પણ આ હકીકત છે. કારણ કે વાહન અકસ્માતોને લઇ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ અોક્ટોમ્બર થી ઍક નવી પોલીસી અમલમાં લાવી છે. જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવનાર વ્યક્તિ સરકાર ઈનામ પેટે પાંચ હજાર રૂપિયા ઈનામ આપી સમ્માનિત કરશે
Continue reading...ST કોર્પોરેશનને દીવાળી માં ચાંદી જ ચાંદી, રોજની સરેરાશ 1.31 કરોડની કમાણી થઈ
21 દિવસમાં 13.96 લાખ લોકોએ એસ.ટી બસમાં મુસાફરી કરી
ખાનગી બસોના બેફામ ભાડા નહીં પોસાતા લોકો ગુજરાત સરકારની એસટી બસો તરફ વળ્યાં
Continue reading...માનહાનિ કેસઃ રાહુલ ગાંધીઍ સુરત કોર્ટમાં વધારાનું સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હું કંઈ જાણતો નથી!
તમામ મોદી ચોર હોવાના નિવેદન પર કેસ ચાલી રહ્યો છે
Continue reading...પ્રેમ માટે દીકરીઍ માતા-પિતા સાથે કર્યું આવું કૃત્ય જાણીને ચોંકી જશો…!
સુરત શહેરના ડિંડીલી વિસ્તારમાં પ્રેમ માટે દીકરીએ કારસ્તાન કર્યાનો વિચિત્ર કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. દીકરીએ પ્રેમી સાથે ભાગવા માટે માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યારબાદ પરિવાર સૂઈ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. ઘટનાની જાણ થતા પરિવાર પોલીસ સ્ટેશન દીકરીને સમજાવવા ગયું હતું. જોકે, દીકરીએ પ્રેમી સાથે જ રહેવાનો નિર્ણય પરિવારને સંભળાવી દીધો હતો. જેથી પિતાએ પુત્રી અને તેના પ્રેમી અને પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે પુત્રી અને તેના પ્રેમી એવા પતિની ધરપકડ કરી છે. આ અગાઉ પ્રેમી એવા પતિના પિતાની અટકાયત કરાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં દિવ્યેશભાઈ (નામ બદલ્યું છે) પત્ની, પુત્ર અને પુત્રી ખ્યાતિ (નામ બદલ્યું છે) સાથે રહે છે. દીકરીએ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા સંદિપ (નામ બદલ્યું છે) સાથે એક દિવસ ભાગી ગઈ હતી. ત્યારબાદ તેને સંદિપના મામાના ઘરેથી સમજાવી પર લઈ આવ્યા હતા અને બંનેના પ્રેમસંબંધ અંગે જાણ થઈ હતી.
ગત 12 સપ્ટેમ્બરના રોજ પરિવારના તમામ સભ્યો ઘરે હાજર હતા. સાંજે ખ્યાતિએ આલુ પરોઠા બનાવ્યા હતા. ત્યારબાદ પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે દિવ્યેશભાઈ ઉંઘમાંથી જાગતા ચક્કર આવતા હતા અને પરિવાર પણ સૂતો હતો. ચક્કર આવતા હોવા છતાં દીકરીને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમારી દીકરી ખ્યાતિએ સંદિપ સાથે પ્રેમલગ્ન કરી પોલીસ સ્ટેશન આવ્યા છે. જેથી પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયું હતું.
પોલીસ સ્ટેશનમાં દીકરી ખ્યાતિ, તેનો પ્રેમી સંદિપ અને સંદિપના માતા-પિતા હાજર હતા. પોલીસે ખ્યાતિએ લગ્ન કરી લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા હતા. જેથી દીકરીને સમજાવી હતી. જોકે, ખ્યાતિએ જણાવ્યું હતું કે, હું અને સંદિપ પ્રેમ કરીએ છીએ. સંદિપના પિતાના કહેવાથી મેડિકલમાંથી ઘેનની ગોળીઓનો ભુક્કો પરાઠામાં નાખી ખવડાવ્યા હતા. રાત્રીના સમયે ઘેનમાં સૂઈ જતા સોસયટીમાં જ ઉભેલા સંદિપ અને તેના પિતા સાથે બાઈક બેસી ભાગી ગઈ હતી. હું તમારી સાથે આવવાની નથી.
દીકરીએ ઘેનની ગોળીઓ પરોઠામાં નાખી ખવડાવી હોવાની જાણ થતા દિવ્યેશભાઈ અને તેમના પત્ની ગભરાઈ ગયા હતા. ચક્કર અને માથું દુખતું હોવાથી બંને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ પણ આવી હતી અને દીકરી પરત આવી જશે તેનો આશ્વાસન આપ્યું હતું જેથી જેતે સમયે ફરિયાદ આપી ન હતી. જોકે, પરિવારના સમજાવવા છતાં દીકરી પરત ન આવતા પિતાએ દીકરી, તેના પ્રેમી અને પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેતી પોલીસે ખ્યાતિ અને તેના પતિ સંદિપની ધરપકડ કરી છે.
પતિ મોબાઇલમાં અશ્લિલ વીડિયો જાઈ પત્ની સાથે બાંધતો શારીરિક સંબંધ, ઇનકાર કરે તો પત્નીને માર મારતો
પત્નીની ફરિયાદના આધારે પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Continue reading...ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર સંકટ, 2022ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યો ઘેર બેસી શકે છે
±õÀ ÖßÎ FÝëßõ ±ëÜ ±ëØÜí ÕëËa નવયુવાનોને તક આપી રહી છે, ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે
Continue reading...