ગુજરાત ખબર

સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈએ કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

 

હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન ટ્રી પ્લાન્ટેશનના માધ્યમથી કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

ગ્રીનમેન વિરલ દેસાઈ સો જેટલા કર્મચારીઓ સાથે પ્લાન્ટેશન કરીને કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

સુરત: ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં કાર્યરત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા રાંદેરના સુલતાનિયા જીમખાના ખાતે દોઢસો વૃક્ષો રોપીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણમાં આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ આર્કિટેક્ટ ફર્મ ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સના સો જેટલા કર્મચારીઓ વિશેષરૂપે હાજર રહ્યા અને તેમણે ગ્રીનમેન વિરલ દેસાઈ પાસે વૃક્ષારોપણ બાબતે માર્ગદર્શન લીધું હતું.

ઉલ્લેખનીય છે કે સુરતની ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સ (આઈએસપી)ના યુવાન આર્કિટેક્ટ્સ તેમજ એન્જિનિયર્સે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના  ભાગરૂપે ગ્રીનમેન વિરલ દેસાઈને વિશેષરૂપે આમંત્રિત કરીને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સાથે વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું હતું, જેથી તેમની સંસ્થામાં કામ કરતા સોથી વધુ યુવાન કર્મચારીઓને વૃક્ષો પ્રત્યે ભાવના કેળવાય અને તેઓ પર્યાવરણ સાથે નિસ્બત કેળવે. આ માટે આઈએસપીના ડિરેક્ટર હિરેન પટેલે કહ્યું હતું કે, ‘અમે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનનાં પર્યાવરણીય કાર્યોથી પ્રભાવિત હતા એટલે અમારી આખી ટીમ તેમની સાથે વૃક્ષારોપણ કરે એવી અમને ઈચ્છા હતી. આ વૃક્ષારોપણ બાદ અમારા કર્મચારીઓ પ્રકૃતિની સેવા કરીને અત્યંત ખુશ થયા અને તેમણે વિરલભાઈ પાસે પર્યાવરણની માહિતી મેળવીને એજ્યુકેટ થયા હતા.’

તો ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘એક તરફ યુવાપેઢી પ્રકૃતિ અને પર્યાવરણથી  વિમુખ થઈ રહી છે એવા સમયે આઈએસપી જેવી સંસ્થાના સોથી વધુ કર્મચારીઓ અમારી સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુહિમ અંતર્ગત  ઉત્સાહભેર વૃક્ષારોપણ માટે આવે એ મારા જેવા પર્યાવરણવાદી માટે અત્યંત આશા અને આનંદની બાબત છે.’

આઈએસપીનાં ધારા ઉપાધ્યાયે આ પ્રસંગે કહ્યું હતું કે, ‘એક તરફ કેટલાક લોકો એનજીઓને નામે ઉઘરાણી અને એજેન્ડાની ગતિવિધિમાં પડ્યા છે ત્યારે સુરતમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન એવી સંસ્થા છે, જે ગાંઠનું ગોપીચંદન કરીને પણ પર્યાવરણ માટે કાર્યરત રહે છે અને દેશની સેવા કરે છે.’

ઉલ્લેખનીય છે કે વૃક્ષારોપણના આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ યુવાનોને એનવાર્યમેન્ટ અને ટ્રી પ્લાન્ટેશન વિશેની અનેક અવનવી તેમજ માહિતીપ્રદ  વાતો શેર કરી હતી. જેને પગલે અનેક આર્કિટેક્ટ અને એન્જિનિયર યુવાનોએ વિરલ દેસાઈની સંસ્થામાં પર્યાવરણ સેનાની બનવાની તૈયારી દાખવી હતી.

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અયોધ્યાના મંદિરના માનમાં ભવ્ય રામવન તૈયાર થશે

 

સુરત: સુરતનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ સાથે પર્યાવરણીય કાર્યો માટે એમઓયુ થયા છે, જે અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સચીન ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં અયોધ્યાના રામ મંદિરના માનમાં ‘રામવન’ નામે ભવ્ય અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને એ રીતે મંદિર નિર્માણની ઐતિહાસિક ઘટનાને પોતાની ભાવના અર્પણ કરાશે.

આ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘આગામી સમયમાં આ શાળાના કેમ્પસમાં ‘રામવન’ નામે વિશાળ અર્બન ફોરેસ્ટ તૈયાર થશે અને અહીં ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન પર ધ્યાન આપવામાં આવશે. રામ શબ્દ જ મહામુશ્કેલીઓને ટાળનારો છે તો રામના માનમાં આવા વન તૈયાર થાય તો પ્રદૂષણને લગતી અનેક સમસ્યાઓ નાશ પામશે. આખરે પ્રકૃતિ સંવર્ધનના માધ્યમથી પણ રામની આરાધના થઈ જ શકે છે. એ રીતે અનેક પક્ષીઓ અને જીવજંતુઓને પનાહ મળશે અને સચીન વિસ્તારના હજારો લોકોને સારી માત્રામાં ઑક્સિજન મળશે.’

આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં લોકોને ભગવાન રામ સાથે જોડાવા માટે અપીલ પણ કરાશે અને લોકો રામવનના વૃક્ષો દત્તક પણ લઈ શકશે. આ સંદર્ભે સંસ્થાના ટ્રસ્ટ્રી તેમજ સુરતના પૂર્વ મેયર ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતની પુત્રી તરીકે હું અત્યંત આનંદીત છું કે પર્યાવરણ માટેના અનેક રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકેલા વિરલભાઈ અમારી સંસ્થા સાથે જોડાયા છે. રામવનને કારણે અમારા બાળકોને એક સ્વસ્થ માહોલમાં રહેવા- ભણવા મળશે અને તેમને વૃક્ષો તેમજ પર્યાવરણ સંદર્ભે નિસ્બત કેળવાશે. આ પ્રોજેક્ટને કારણે અમારા બાળકોને તેમના ઘર જેવો જ માહોલ મળશે અને વનની પ્રતિતિ થશે.’

ઉલ્લેખનીય છે કે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અંતર્ગત રામમંદિરના માનમાં તૈયાર થઈ રહેલું રામવન સચીન અને આસપાસના વિસ્તારો માટે ઑક્સિજન ચેમ્બર બની રહેશે અને સમગ્ર વિસ્તારના પર્યાવરણ પર હકારાત્મક અસરો ઊભી કરશે.

એસબીકે મ્યુઝીક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવાની વધુ એક તક, હવે 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

 

સુરત: એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ગુજરાતના યુવાઓ ને વધુ એક તક મળી રહી છે. એસ બી કે મ્યુઝીક દ્વારા સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન ની તારીખ 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.મૂશ્કેલ સમયમાં સંગીત મનને શાંતિ પ્રદાન કરે છે. મહામારીની શરૂઆત સાથે ઘણી બધી વસ્તુઓ અચાનક રોકાઇ ગઇ ત્યારે પડકારજનક સમયમાં દરેકને થયેલી અસરોને ધ્યાનમાં લેતાં એસબીકે મ્યુઝિકે દેશભર નાસંગીત પ્રેમીઓને સહયોગ કરવાની જાહેરાત કરી છે. પ્રતિભાશાળી ઓરિજનલ સોંગ સિગર્સ, કમ્પોઝર્સ અને મ્યુઝિશિયન્સ માટે તેણે મેગા ઇવેન્ટ એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 લોંચ કરી છે, જેણે 1000થી વધુ રજીસ્ટ્રેશન મેળવ્યાં છે. લોકડાઉનમાં રેકોર્ડિંગ સ્ટુડિયો બંધ હોવા તથા પ્રતિભાશાળી કલાકારોની અરજને સકારાત્મક પ્રતિસાદ આપતાં એસબીકેમ્યુઝિક સ્ટાર 2021 એરજીસ્ટ્રેશનની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ગુજરાતના લોકો માટે રજીસ્ટર કરવવાની ઉત્તમ તક ઉપલબ્ધ છે.
સંગીતમાં રૂચિ ધરાવતા દરેક વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન ઓપન છે. તમે આ કાર્યક્રમનો હિસ્સો બનીને મૂશ્કેલ સમયમાં થયેલી પીડીને ભુલીને મક્કમ મનોબળથી આગળ વધી શકશો. રજીસ્ટ્રેશન સમયે સિંગર, કમ્પોઝર અને મ્યુઝિશિયન કોઇ પણ ફ્રી સ્ટાઇલ સેલ્ફ-કમ્પોઝ્ડ સોંગની પસંદગી કરી શકે છે કે જે પ્રભાવ પેદા કરી શકે. (પ્રેરણા આધારિત, શ્રદ્ધાંજલી, દેશભક્તિ અથવા તમારા પ્રિયજન માટે ક્યારેય વ્યક્ત નકરાયેલી લાગણીઓ). તમે કોઇ પણ પ્રાદેશિક ભાષા – હિન્દી, પંજાબી, ગુજરાતી, ભોજપુરી, બંગાળી, રાજસ્થાની, અંગ્રેજી, મરાઠીમાં કમ્પોઝિશન અપલોડ કરી શકો છો.મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જાણીતા લલિત પંડિત કન્ટેસ્ટન્ટને જજ કરશે.
એસબીકે મ્યુઝિકના સ્થાપક રાકેશ કે. શર્માએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય વ્યક્તિમાં આત્મવિશ્વાસ પેદા કરવાનો તથા તમારી પ્રતિભાને મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે દરેક દર્શક સુધી પહોંચી શકે.એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 રુચિકા ક્રિષ્નાનીની પહેલ છે, જેમનું માનવું છે કેમ્યુઝિક ની મજા માણવી જોઇએ અને દરેક વ્યક્તિ સુધી તેને પહોંચાડવું જોઇએ.
એસબીકે મ્યુઝિક સ્ટાર 2021નું આયોજન https://sbkmusic.com/ દ્વારા કરાયું છે, સિગ્નેચર 1 દ્વારા તેને મેનેજ અને માર્કેટિંગ, રૂચિકા ક્રિષ્નાનીનો કોન્સેપ્ટ, જેજી પ્રોડક્શન્સ, ડિજિટલ પાર્ટનરAARYAA DIGITAL.comછે.
Register FREE at https://sbkmusic.com/eventand reveal the power of music within you.

ગુજરાતના આ શહેરના મેયર બંગલાને માનવામાં આવે છે અપશુકનિયાળ, નવા મેયર પણ નહીં જાય રહેવા…

 

રાજકોટના હાર્દ સમા રિંગરોડ પરનો આલીશાન મેયર બંગલો મેયરપદ માટે હાનિકારક, જે રહેવા ગયું તેની રાજકીય કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ જાય છે

Continue reading...
SMC BUDGET : કર – દર વધારા વિનાનું 6534 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

 

નવા સમાવિષ્ટ વિસ્તારોમાં 140 કરોડના ખર્ચે ઉભી કરાશે પાણી – ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓ, નવી 150 ઇલેક્ટ્રિક બસો ખરીદાશે, 142 અર્બન હેલ્થ ક્લિનિક શરૂ કરવા સાથે નવા 20 હજાર આવસોનું નિર્માણ કરાશે

Continue reading...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લઇ પિંકપ્રેન્યોર દ્વારા વુમન વીકની ઉજવણી

 

અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય લક્ષી, કાનૂન લક્ષી અને સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી

Continue reading...
એક ચાલીના રૂમમાં રહે છે અમદાવાદના નવ નિયુક્ત મેયર, નથી કર્યા લગ્ન…

 

મેયર બંગલા માં રહેવાને બદલે ચાલીના એક રૂમના છાપરાંવાળા મકાનમાંથી AMCનો વહીવટ સંભાળશે

Continue reading...
છૂટા હાથે અને વગર માસ્કે બાઇક સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ, પોલીસે અટકાયત કરી

 

બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સંજના પ્રસાદ બારડોલીથી સ્ટન્ટના વીડિયો બનાવવા સુરત આવતી

Continue reading...
ખુશ ખબર: રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના પ્રોફેસરોને મળશે સાતમા પગાર પંચનો લાભ

 

એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તામાં ચૂકવાશે

Continue reading...
આપ કાર્યકર્તાએ રોડ ચોરી થયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો અને 24 કલાકમાં રોડ બની ગયો

 

લિંબાયતના આસપાસ નગરની એક ગલીમાં અડધો રસ્તો બનાવ્યો જ નહોતો.

Continue reading...