વ્યાપાર
સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને 12.50 મેગાવોટ્સનો મોટો ઓર્ડર મળ્યો
સુરત: કેપી ગ્રુપની સોલાર પાવર ક્ષેત્રે ગુજરાતની સૌથી મોટી કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(KPIGIL) એ કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ (CPP)માં 12.50 મેગાવોટ્સનો ઓર્ડર મેળવ્યો છે. આ અંગે દેશ અને વિદેશમાં સિન્થેસિસનો પુરવઠો સપ્લાય કરતી સચિન જીઆઈડીસી સ્થિત પ્રતિષ્ઠિત કંપની અનુપમ રસાયણ ઈન્ડિયા લિ. સાથે KPIGIL એ લેટર ઓફ ઈન્ટેન્ટ (L.O.I) કર્યા છે. KPIGILએ તે અંગે ભરૂચ જિલ્લાના ઓછણગામે કામ શરુ કર્યું છે.
અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.એ નોન-રિન્યુએબલ એનર્જી પર નિર્ભરતા ઘટાડવા, પાવર ખર્ચમાં બચત કરવા અને પર્યાવરણની રક્ષા કાજે કેપીઆઈ ગ્લોબલ પ્રા.લિ. પાસેથી રૂ. 43 કરોડમાં 12.50 મેગાવોટ્સનું સોલાર પાવર પ્લાન્ટ માટે કરાર કર્યા છે. આ સોલાર પ્લાન્ટમાં રોકાણથી કંપનીને દર વર્ષે વીજ ખર્ચમાં 10 કરોડની બચત થવાનુ અનુમાન છે અને આ લાભ 25 વર્ષ સુધી થશે.
ઉલ્લેખનીય છે કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ KPIGIL ભરૂચ જિલ્લાના સુડી, તણછા, ભીમપુરા, રણાડા સહિતના ગામોમાં 100 મેગાવોટ્સની આસપાસનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરી ચુકી છે અને વર્ષ 2025 સુધીમાં 1000 મેગાવોટ્સ સુધી લઈ જવાનું પ્લાનિંગ કરી તે દિશામાં આગળ વધી રહી છે.
KPIGILના સીએમડી ફારુક પટેલે આ કરાર અંગે કહ્યું હતું કે, કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરી ઉદ્યોગપતિઓ વીજબિલમાં મોટી બચત કરી શકે છે અને ઈન્કમટેક્સમાં પણ 40 ટકા ઘસારો મેળવી ટેક્સ પ્લાનિંગ સાથે પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી શકે છે. સાથોસાથ પૃથ્વીનું જતન કરી શકે છે. અનુપમ રસાયણ ઈન્ડિયા લિ. સાથેના 12.50 મેગાવોટ્સ માટે કરાયેલા લેટર ઓફ ઈન્ટેન્ટ એ અમારા માટે મોરપિચ્છ સમાન છે.
સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની 100 વર્ષ જૂની ફ્લેગશીપ પ્રોડક્ટ સોસિયોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ભાગીદારી
આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ સોસિયોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેના સત્તાવાર રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે જોડાવાની જાહેરાત કરી છે
Continue reading...સિડબી અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ભાગીદારીમાં સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાને આગળ ધપાવવા હેતુ સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇનના 16 વેબિનાર પૂર્ણ થયાં
સુરતઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ના સંવર્ધન, ધિરાણ અને વિકાસ માટે કાર્યરત પ્રમુખ નાણાકીય સંસ્થા ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી)એ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ડીઆઇસીસીઆઇ) સાથે ભાગીદારીમાં આજે સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇનના 16 વેબિનાર એપિસોડને સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં છે.
આ અભિયાન મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વંચિત અને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે ભારત સરકારના એક પ્રમુખ કાર્યક્રમ સ્ટેન્ડ-અપ ઇન્ડિયા (એસયુઆઇ) યોજનાને પ્રોત્સાહન આપવા માટે જાગૃકતામાં વધારો અને વ્યવસાયના અવસર પ્રદાન કરવા માટે એક-દિવસીય કાર્યક્રમોની શ્રેણી છે. આ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહાત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને વેબિનારના માધ્યમથી વ્યવસાય અંગે વ્યવહારિક સમજ પ્રદાન કરીને તેમને રોજગાર શોધવાની જગ્યાએ રોજગાર પ્રદાતા બનવાનો અવસર આપવામાં આવે છે.
સિડબીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વી. સત્ય વેંકટ રાવે જણાવ્યું હતું કે, સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોમાં સ્વાવલંબી બનવાની જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ કરે છે. દરેક એપિસોડની સાથે આ અભિયાનના વિસ્તારને જોતાં અમે ખુશી અનુભવીએ છીએ. આજે બેંકથી ઋણ પ્રાપ્તિ અને યોજનાઓ અંગે બેંકરો દ્વારા જાણકારી પ્રદાન કરવાની સાથે-સાથેઆમંત્રિત વ્યવસાયોને પોતાના ફ્રેન્ચાઇઝી મોડલનું પણ પ્રદર્શન કર્યું અને તેની સાથે સફળ સ્ટેન્ડ-અપ ઇન્ડિયાના સફળ ઉદ્યોગ સાહસિકોએ ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પોતાની પ્રેરણાદાયી ગાથા વર્ણવી હતી.
27 નવેમ્બર, 2020થી શરૂ થયેલી આ વેબિનાર શ્રેણી પ્રત્યેક શુક્રવારે સાંજે 4 વાગે યોજવામાં આવે છે અને આમ 24 વેબિનાર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજના વેબિનાર ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવા ફ્રેન્ચાઇઝી વ્યવસાયના અવસર તરફ ધ્યાન આકર્ષિત કરે છે, જ્યાં એક વ્યાપાર ફ્રેન્ચાઇઝર મેનેટેક ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના શ્રી વી. ત્યાગવેલની સાથે મેસર્સ બબિતા એન્ટરપ્રાઇઝિસના પ્રોપરાઇટર બબિતા રાનીને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. બીજી વરિષ્ઠ વક્તાઓમાં ડીઆઇસીસીઆઇ અને સિડબીના અધિકારીઓ સામેલ હતાં.
10મા દિવસે પણ ઈંધણના ભાવ વધ્યા:રાજસ્થાન પછી હવે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર
ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 વખત વધારો થયો છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. વર્ષ 2021માં અત્યારસુધીમાં તેલના ભાવ 22 દિવસ વધારવામાં આવ્યા છે
Continue reading...